શિ.સં.ઔ.અ. બ્રાહ્મણ
તળાજા નિવાસી હાલ ગોરેગાંવ દિનેશભાઇ ઈચ્છાશંકર પંડ્યા (ઉં.વ.૭૧) તે માયાબેનના પતિ, ગૌરવ, મિહિરના પિતા, સ્વ. નવનીતભાઈ, સ્વ. જયંતભાઈ, ગીરીશભાઈ, સ્વ. જયાબેન, સ્વ. મંગળાબેન, સ્વ. હંસાબેન, ગં.સ્વ ઉર્મિલાબેનના નાનાભાઈ, સાણોદર નિવાસી હાલ દહિસર ગં.સ્વ નિર્મળાબેન ગૌતમ ભટ્ટના જમાઈ, નલીનભાઇ, સ્વ. અજયભાઇ, સ્વ. પંકજભાઈ, સ્વ. વિનોદભાઈ, રવીન્દ્રભાઈ, ઇલાબેન મધુબેન, નયનાબેન, જાગૃતિબેન ના બનેવી. ૨૭/૧૧/૨૨ ના કૈલાશવાસી થયેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
(ગામ) સિમર વાળા હાલ દહીંસર ગં.સ્વ જેકીબેન જીવનભાઈ કવાના સુપુત્ર બાલુભાઈ (ઉં.વ.૬૬) તે ૧/૧૨/૨૨ના રોજ રામચરણ પામલે છે. તે ઉષાબેનના પતિ, ધર્મેશ, મમતા વિજય પીઠવા, કોમલ મયુર ચુડાસમાના પિતા, સ્વ. ગિરધરભાઈ, નરોત્તમભાઇ, કિશોરભાઈ, કલ્પેશભાઈ, અરવિંદભાઈ, કંકુબેન ગોવિંદભાઇ પરમાર, જ્યોત્સના લાલજીભાઈ ગોહિલના ભાઈ, સ્વ. લાલજીભાઈ હીરજીભાઈ વાઘેલા ના જમાઈ. પ્રાર્થનાસભા ૫/૧૨/૨૨ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
કચ્છી ભાટિયા
સ્વ. ગોકલદાસ હીરજીના સુપુત્ર તથા માલતીબેન ગોકલદાસ રામૈયાના પુત્ર નવીન ગોકલદાસ રામૈયા (ઉં. વ. ૮૦) તા. ૩-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. જયશ્રીના પતિ. ભાવેશ મુકેશના પિતા. પ્રવીણ, સ્વ. હિંમત, પ્રતાપ, રમેશ, ઉર્મિલા, શકુંતલા, વીણાના ભાઇ. અનુપ, આશિષના કાકા. લૌકિક વ્યવહાર બંધ છે.
લોહાણા
સાવરકુંડલા હાલ કલ્યાણ રમાકાંત વલ્લભદાસ ખખ્ખર (ઉં. વ. ૮૫) તે સ્વ. કાશીબેન તથા વલ્લભદાસ ખખ્ખરના પુત્ર. તે સરલાબેનના પતિ. તે હિંમતલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રાના જમાઈ. તે વસંતાબેન ઉનડકટ, દિનકરભાઈ તેમજ વિનોદભાઈના ભાઈ. તે સ્વ. સુકેશી રાઘવન, હિતેશ અને સંજયના પિતાશ્રી. તે નીતા, હર્ષદા રાઘવનના સસરા. ૨-૧૨-૨૨, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ: જામ દેવરીયા, હાલ કાંદિવલી મુળરાજભાઈ (બટુકભાઈ) તે સ્વ. સુંદરબેન તથા સ્વ. ઠા. ગોવિંદજી નથુભાઈ પાબારી (ઠક્કર)ના પુત્ર (ઉં. વ. ૮૧) તે સ્વ. મિનાક્ષીબેનના પતિ. તે સ્વ. વસનજીભાઈ, વિજયભાઈ, કીર્તિભાઈ, બિપીનભાઈ, સ્વ. નિર્મળાબેન ચુનીલાલ, સ્વ. ભાનુમતીબેન વલ્લભદાસભાઈ, સ્વ. જયશ્રીબેન જમનાદાસભાઈ, ગં. સ્વ. વિજયાબેન નવનીતલાલભાઈ, ગં. સ્વ. ઈન્દુબેન હસમુખરાય, શીલાબેન ભરતકુમારભાઈના ભાઈ તથા સ્વ. દામોદરદાસભાઈ પોપટલાલભાઈ દત્તાણીના જમાઈ ૩-૧૨-૨૨, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટિયા
મહેન્દ્રભાઈ વેદ (ઉંમર ૭૯) તે સ્વ ઘનશ્યામદાસ જેઠાલાલ ઉજ્જૈન ના સુપુત્ર સ્વ કુમુદમતીના પતિ તે દીપેશ હીમાંશુ તથા મીનળ (પીંકી) ના પિતા સૌ કૃપા તથા આશિષના સસરા સ્વ ખીમજી જીવરાજના જમાઈ સ્વ ભાનુબેન, સ્વ ગોપાલ, સ્વ વામન, ભરત, સ્વ પ્રવિણ, રાજેન્દ્ર ના મોટા ભાઈ તા.૩.૧૨.૨૨ શનિવાર ના રોજ ભોપાલ મુકામે શ્રી જી ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ જમનાદાસ લીલાધર ધિરાવાની (ઉંમર વર્ષ ૮૨) ગામ નેત્રા હાલે ભુજ તે સ્વ ભગવતીબેનના પતિ; તે સ્વ લીલાધર જાદવજી ધીરાવાનીના પુત્ર; તે સ્વ ગંગારામ નારાણજી કતીરા, કુર્યાણી કચ્છ વાળાના જમાઈ, તે પ્રદીપ, જગદીશ, જીતેન્દ્ર, નર્મદાબેન અમૃતભાઇ, કૌશલ્યાબેન મુકેશભાઈ, ગં સ્વ ઉર્મિલાબેન વિનોદભાઈના પિતાજી; તે જયશ્રી, પૂજા, નેહલના સસરા; તે પ્રવીણભાઈ, રમેશભાઈ, વિજયભાઈ, શાંતાબેનના ભાઈ, તા. ૦૩/૧૨/૨૦૨૨ શનિવારના દેવલોક પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
રાજકોટ નિવાસી હાલ કાંદિવલી, પ.ભ. નરેન્દ્રભાઈ ચંદુભાઈ રાઠોડ. (ઉ.વ. ૭૫) તા. ૩-૧૨-૨૦૨૨ના અક્ષરનિવાસી થયા છે. તેઓ સવિતાબેનના પતિ, વિજય અને નિલમના પિતા, નેહ અને રંજીતના સસરા, હિતેશ અને મનિષના કાકા, પુષ્પા નંદલાલ ગોહિલના ભાઈની પ્રાર્થના સભા તા. ૫-૧૨-૨૦૨૨ના સાંજે ૫ થી ૭ કલાકે, બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, ૩જે માળે, અક્ષરધામ કોમ્પલેક્ષ, કાંદિવલી ગોરસવાડી, એસ.વી.રોડ, મલાડ-વેસ્ટ.
કપોળ વણિક
કુ. ધનલક્ષ્મીબેન (૮૯ વર્ષ) તે સ્વ. જયકુંવર નાગરદાસ દેવકરણ ગોરડીયા, જાફરાબાદવાળાની સુપુત્રી, તે સ્વ. વિમળાબેન, સ્વ. ભાગીરથીબેન, ભાનુમતી, સ્વ. જવાહરભાઈ, સ્વ. હેમલતાબેન, નરેન્દ્રભાઈના બહેન, તે રાજુલાવાળા સ્વ. ભાઈચંદ હરગોવિંદદાસ મહેતાની ભાણેજ, તા. ૩-૧૨-૨૦૨૨ના રોજ કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લોકિક પ્રથા
બંધ છે.