હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હિન્દુ બાવા
ધુણઈ તા. માંડવી હાલે મુંબઈ ગોસ્વામી સમીરગિરિ જાધવગિરિ (ઉં. વ. ૩૯) તે ત્રિવેણીબેન જાધવગિરિના પુત્ર. ઉમેશગિરિના નાના ભાઈ. મોનીકાબેનના પતિ. કબીર, પ્રણીલના પિતા. ૨૭-૭-૨૨ના કૈલાશધામ પામ્યા છે. પ્રાર્થનાસભા ૨૯-૭-૨૨, શુક્રવારના ૪ થી ૬. ઠે. મુક્તેશ્ર્વર મહાદેવ પ્રાર્થનાસભા હોલ, ડમ્પીંગ રોડ, મુલુંડ (વે.). મોસાળ પક્ષ તેમજ સાસરા પક્ષ તરફથી રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
આધોઈ હાલ મુલુંડ સ્વ. ગોદાવરીબેન લવજીભાઈ પુજારાના પુત્રવધૂ. સ્વ. જગદીશભાઈના ધર્મપત્ની દમયંતીબેન (ઉં. વ. ૭૨) ૨૫-૭-૨૨ના રામશરણ પામેલ છે. તેઓ ભાવના-મનોજ, સચીન-ભાગ્યશ્રીના માતુશ્રી. તેઓ અરવિંદ-ઉષા, રમાબેન, ગીતાબેન અને સરલાબેનના ભાભી. તેઓ સ્વ. ગંગાબેન શીવજીભાઈ જોબનપુત્રાની દીકરી. પ્રાર્થનાસભા ૨૯-૭-૨૨ને શુક્રવારે ૫ થી ૭. ઠે. ગોપુરમ હોલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વે).
ઘોઘારી લોહાણા
જસદણ હાલ કુર્લા સ્વ. ખોડીદાસ વિઠ્ઠલદાસ તન્નાના ધર્મપત્ની હેમકુંવરબેન (ઉં. વ. ૮૪) ૨૭-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. બિપીન, દિપક, પ્રવિણાબેન નિતીન ઠક્કરના માતુશ્રી. તે હર્ષાબેન તથા મીનાબેનના સાસુ. તે મિથુન, વિનાયક, જીનલ સુરજીત સિંઘના દાદી. તે રાજકોટના હંસરાજ પોપટના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૯-૭-૨૨ના ૪-૩૦થી ૬.૦૦ વાગે રોહિદાસ હોલ, કચ્છી વાડીની બાજુમાં, એલ. બી. એસ. રોડ, કુર્લા (વે).
કપોળ
પાંચ તલાવડાવાળા (હાલ માટુંગા) સ્વ. ગોકળબહેન નરોત્તમદાસ કાણકીયાના પુત્ર રજનીકાંત (ઉં. વ. ૯૦) તે કળાવતીબહેનના પતિ. શાંતિલાલ, જસવંતી, મધુકાંતા, તિલોત્તમા તથા ઈલાબેહનના ભાઈ. હેમંત-બીના, રાજુ-સ્વાતિ, સમીર-છાયાના પિતા. તે જાફરાબાદવાળા ગંગાદાસ રૂગનાથ ગોરડીયાના જમાઈ બુધવાર, ૨૭-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, ૩૦-૭-૨૨ના ૫.૩૦ થી ૭. ઠે. રાવજી જીવરાજ ચાંગડાઈવાળા હોલ, એસએનડીટી કોલેજ, રફી અહેમદ કિડવાઈ રોડ, માટુંગા (ઈ.). લૌકિક વ્યવહાર બંધ છે.
દશા લાડ વૈષ્ણવ વણિક ભરૂચ
ગં. સ્વ. શીલાબેન શેઠના (ઉં. વ. ૭૨) ૨૬-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ઉમાકાંતભાઈના ધર્મપત્ની. ધરમદાસભાઈ અને વસુમતીબેનના દીકરી. નીનાબેન, કમલેશભાઈ અને હેમાંગભાઈના બહેન. આનંદના માતુશ્રી. અમીબેનના સાસુ. સતીનભાઈ અને કૃષ્ણકાંતભાઈના ભાભી. પ્રાર્થનાસભા શનિવાર, ૩૦-૭-૨૨ના ૪ થી ૭. સરનામું: શુભ મિલન, દિક્ષીત ક્રોસ રોડ નં. ૧, વિલે પાર્લે (પૂર્વ). (ચક્ષુદાન કરેલ છે).
સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગીયારસે બ્રાહ્મણ
પાલીતાણા, હાલ અમદાવાદ સ્વ. હીંમતલાલ ગીરજાશંકર ભટ્ટ અને સ્વ. વિદ્યાબેનના પુત્ર બીપનભાઈ (બાલકૃષ્ણભાઈ) (ઉં. વ. ૬૫) ૨૭-૭-૨૨ને બુધવારે અમદાવાદ મુકામે કૈલાસવાસ થયેલ છે. તે કલ્પનાબેન (જીકુબેન)ના પતિ. સ્વ. નીરંજનભાઈ, સ્વ. નટવરલાલભાઈ, જ્યોતીબેન શરદકુમાર વ્યાસ, આશાબેન બીપીનચંદ જોષી, હીરાબેન કનૈયાલાલ જોષી, સ્વ. જાગૃતીબેન ભટ્ટ, ઉર્મીલાબેન ઉમેશકુમાર ભટ્ટના ભાઈ. હોઈદડ નિવાસી સ્વ. મનસુખલાલ બધેકા, સ્વ. ઈચ્છાબેન, ગં. સ્વ. રમાબેનના જમાઈ. સંતોષ, માર્ગેશના પિતાશ્રી. કામીની નમ્રતાના સસરા. સાદડી ૨૯-૭-૨૨ને શુક્રવારના ૩ થી ૬ તેમના નિવાસસ્થાને અમદાવાદ મુકામે રાખેલ છે.
મેઘવાળ
સાવરકુંડલા હાલ મહાલક્ષ્મી મુંબઈ ભગતશ્રી માધાભાઈ રૂડાભાઈ વેગડા (ઉં.વ. ૯૪) તે સ્વર્ગીય રૂડા ભગત અને વિજલબેનના પુત્ર. સ્વ. સોનાબાઈના પતિ. શ્રી રામજીભાઈ રણછોડભાઈ અજીતભાઈ તેમજ સ્વ. ઉમાબેન, ગં.સ્વ. ગંગાબેન દક્ષાબેન અને સુમનબેનના પિતાશ્રી. સંજય દેવેન્દ્ર વૈભવના દાદા. તે તા. ૧૯ જુલાઈના દિવસે રામચરણ પામ્યા હતા અને તા. ૩૧/૭/૨૨ સાંજે ૫:૦૦ વાગ્યાથી એમના નિવાસસ્થાન તુલસીવાડી મેદાનમાં ભજન રાખવામાં આવેલ છે.
સત્તાવીશ સાબરકાંઠા ઔદીચ્ય બ્રાહ્મણ
સ્વ. સુરેન્દ્રભાઇ ત્રિકમલાલ ઠાકર મેહુલ ગામ પેઢામલી હાલ મુંબઈ (ઉં.વ. ૮૦) તે અનસુયાબેનના પતિ. સ્વ. સમીર, આશિષ, અર્ચનાના પિતા. સ્વ. જિગિષા, સ્વ. ઈલા, રઈસા દિવ્યાંગના સસરા. સ્વ. સુમિત્રાબેન, રામશંકર મહીપતરામ ભટ્ટના જમાઈ. પ્રેરક તથા મોનિકાના દાદા. ૨૭/૭/૨૨ના દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
આતરસુમ્બા દશા શ્રીમાળી વણિક
પુના નિવાસી ચેતન બાબુલાલ પરીખ (ઉં.વ. ૬૬) તે સ્વ. શર્મિષ્ટાબેન બાબુલાલ આશાલાલ પરીખના પુત્ર. સ્વ. જીતેન્દ્ર, સ્વ. બંકિમ તથા સ્વ. નયનાના ભાઈ. કામિનીના પિતા. કોમલ, શોભિત નાગર તથા ઐશ્ર્વર્યાના પિતા. નીપા તથા અનીસના બનેવી. ૨૬/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. પ્રવીણા કાઠાગાર (ઉં.વ. ૬૭) તે સ્વ. દિલીપકુમાર ભગવાનદાસ કાઠાગરના ધર્મપત્ની. જતીન, જિગિષા સુખવેન્દરના માતુશ્રી. હેતલના સાસુ. સ્વ. પરષોત્તમદાસ નાથુભાઈ વીંછીના દીકરી. સ્વ. શિવલાલ, સ્વ. હરિલાલ, સ્વ. રમણીકલાલ, સ્વ. મોહનલાલ તથા પરષોત્તમદાસના ભત્રીજા વહુ. ૨૬/૭/૨૨ના શ્રીશરણ પામેલ છે. સાદડી ૨૯/૭/૨૨ના ૫ થી ૬ કલાકે વિનોદકુમાર કાઠાગર, એ ૧૦૪, હસ્તગિરિ, ચિંતામણી સોસાયટી, સનસિટી દીવાનમાન, વસઈ વેસ્ટ.
કચ્છી ભાટિયા (મસ્કત વાળા)
ગં. સ્વ. કોકીલા (ઉં.વ. ૬૮) તે સ્વ. દિનેશ પુરષોત્તમ રામૈયાના ધર્મપત્ની. તે સ્વ. હંસા હરિદાસ સંપટના સુપુત્રી. તે ચિ. કુલદીપ હેતલ મોહિનીના મમ્મી. તે અ. સૌ. નિશાના સાસુ. તે ચિ. કાયા, હંસના દાદી. તે ચિ. શોનાના નાની ૨૭-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમના નિવાસ સ્થળે તા. ૩૦-૭-૨૨, બપોરે ૩ થી ૫ વાગે રાખેલ છે. નિવાસ સ્થળ: ૧૭/૦૦૪, પૂનમ સરગમ સોસાયટી, હાટકેશ નગર, મીરા રોડ – ઇસ્ટ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.