હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છગામ મંગવાણાવાળા હાલ મુલુંડ કાંતિલાલ ચઠમંદ્રા (ઉં.વ. ૯૨) તે જ્યોતિબેનના પતિ. તે ગં.સ્વ. મણીબાઈ લક્ષ્મીશંકર ચઠમંદ્રાનાં સુપુત્ર. તે ગામ કોજાચોરાવાળા ગં.સ્વ. ગોદાવરીબેન હંસરાજ હરિયામાણેકના મોટા જમાઈ. તે ગામ તરામંજલવાળા ગં.સ્વ. લાડકામાં પ્રેમજી રત્નેશ્ર્વરના દોહિત્રા. તે શરદ, ભાવના, પલ્લવી, જયશ્રી, કિષ્નાના પિતા અને ટિના શરદ ચઠમંદ્રાનાં સસરાજી. તા. ૨૫-૭-૨૨, સોમવારના રોજ રામશરણ પામ્યા છે.
મોઢ વણિક
શ્રીમતી ચંદ્રિકા રજનીકાંત પારેખ (ઉં. વ. ૮૬) તે રજનીકાંતભાઈના પત્ની. સ્વ. મગનલાલ કિનારીવાલાના પુત્રી. નિકુંજ, વૈશાલી, પૂર્વીના માતા. રાધિકા, નિલેશ શાહ અને રાજીવ શેઠના સાસુ. કવિત, તન્મયના દાદી ૨૭-૭-૨૨, બુધવારના શ્રીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હલાઈ લોહાણા
શ્રી. અનિલકુમાર લક્ષ્મીદાસ ઠકરાર (ઉં. વ. ૭૬) કરાચી હાલ ગોરેગાવ (મુંબઈ), તેઓ સ્વ. બકુલાબેનના પતિ. સ્વ. ચિરાગ ઠકરારના પિતા. ગં. સ્વ. પ્રવિણા ચિરાગ ઠકરારના સસરા. શરણમ, વેદાંતના દાદા. સંગીતા સચિન જાધવના પિતાશ્રી. ૨૭ /૭/૨૦૨૨, બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક રિવાજ બંધ રાખેલ છે.
માહ્યાવંશી
ડુંગર ચીખલી નિવાસી હાલ કાંદિવલી સ્વ. ખંડુભાઈ સોમાભાઈ કંથારિયા (ઉં. વ. ૬૫) શુક્રવાર, તા. ૨૨-૭-૨૨ના રામચરણ પામ્યા છે. તેઓ મંજુલાબહેનના પતિ. પુત્ર કિરીટ, વહુ સુમન અને દીકરી તૃપ્તિ તથા જમાઈ રાકેશભાઈ. તેમની પ્રાર્થનાસભા ૧-૮-૨૨ના સાંજે ૭થી ૧૦ વાગ્યે તેમની ઉત્તરક્રિયા ૨-૮-૨૨ના સવારે ૧૦ વાગ્યે. સરનામું :
ઈ-૬૫,ભોલેનાથ ચાલ, ગોકુલનગર, કંથારિયા કમ્પાઉન્ડની પાછળ, લોખંડવાલા, કાંદિવલી (ઈસ્ટ).
હાલાઈ ભાટિયા
સૌ. નયના મનોજ જમનાદાસ મરચંટ (ઉં. વ. ૭૪). તે સ્વ. મનીષના માતા. મિતલના સાસુ. સ્વ. રમાબેન ભગવાનજી તથા સ્વ. હેમીબેન તુલસીદાસ સરૈયાના પુત્રી. સ્વ. તારાબેન જમનાદાસ મરચંટના વહુ. લલિત- ચંદા, સુશીલ – રીટા, કલ્પના – દિનેશના ભાભી ૨૬/૦૭/૨૦૨૨ના પુના મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
જામનગર હાલ થાણા સ્વ. કનૈયાલાલ જગન્નાથ મણિયારના ધર્મપત્ની ગં.સ્વ સરલાબેન (ઉં. વ. ૮૨) તે ૨૫/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે કુંતલના માતુશ્રી. મેંઘાના સાસુ. આદિત્ય તથા આદ્વીકના દાદી. ધ્રાંગધ્રા નિવાસી સ્વ. શાંતાબેન ચુનીલાલ મહેતાના દીકરી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
પરજીયા સોની
લોઢવા નિવાસી હાલ દહિસર સ્વ. સોની ગંગાબેન છગનલાલ રાઠોડના પુત્ર પ્રકાશભાઈ (ઉં. વ. ૬૨) તે ૨૪/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે જયંતીભાઈ ચીમનભાઈ ભાસ્કરભાઈના નાનાભાઈ. અરુણભાઇ, સ્વ. હિતેષભાઇના મોટાભાઈ. તારાબેન છગનલાલ સતીકુંવર, સ્વ. પુષ્પાબેન પ્રાણલાલ સાગર તથા જ્યોતિબેન નંદલાલ ધોરડાના ભાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૮/૭/૨૨ના સાંજે ૪ થી ૬ કલાકે સોની વાડી, સિમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.
બાલાસિનોર દશાનીમા વણિક
રમેશચંદ્ર દેસાઈ (ઉં. વ. ૮૦) તે ૨૬/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પુષ્પાબેન નટવરલાલ દેસાઈના પુત્ર. સ્વ. સરોજબેનના પતિ. હેતલના પિતા. ધીરેન કાબાણીના સસરા. ભારતીબેન, નીતિનભાઈ, સુભાષભાઈ, સ્વ. વસંત, સ્વ. કિરણ, સ્વ. રાજેન્દ્ર તથા સ્વ. જયેશના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદીચ્ય ગોરવાલ બ્રાહ્મણ
પોસાલિયા નિવાસી હાલ ભાયંદર ભરત ત્રિવેદી (ઉં. વ. ૬૨) ૨૬/૭/૨૨ના દેવલોક પામ્યા છે. સ્વ. જગદીશ(જ્ગ્નેશ્વરજી) છોગલાલ ત્રિવેદી અને સ્વ. બસુબેન ત્રિવેદીના સુપુત્ર. યતીશ ત્રિવેદીના મોટા ભાઈ. લતા યતિશ ત્રિવેદીના જેઠજી. પ્રણવ અને રિદ્ધીના મોટા પપ્પા. શોકસભા: ૨૯/૦૭/૨૨ના ૪ થી ૭. સ્થળ: ૭૦૪, વર્ધમાન કોમ્પ્લેક્સ નં.૨, હનુમાન મંદિરના પાછળ, ન્યૂ ગોલ્ડન નેસ્ટ, ભાયંદર (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી સઇ સુથાર
સાયલા હાલ સાંતાક્રુઝ વાડીલાલ હરજીવનદાસ સોલંકી (ઉં. વ. ૮૭) ૨૬-૦૭-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. સુરેશ- ગં. સ્વ. જ્યોતિ, અશોક- અ. સૌ. રુપલ, સંજય- અ. સૌ. મનીષા તથા દક્ષા નરેન્દ્રભાઈ વઢવાણાના પિતા. ગં. સ્વ. મધુબેન રતિલાલ સોલંકીના જેઠ. અજય, નિકિતા, વંદના કમલકુમારના દાદા. વઢવાણ નિવાસી સ્વ. રમણીકલાલ કેશવલાલ, સ્વ. રતિલાલ, સ્વ. રમેશભાઈના બનેવી. પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૯-૭-૨૦૨૨ના ૪ થી ૬. સ્થળ: સીતા સિંધુ ભવન, ૮ નહેરુ રોડ, વિહાર હોટલની સામે, સાન્તાક્રુઝ(ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
જામ રાવલ હાલ કાંદિવલી મયુરભાઈ (ઉં. વ. ૬૨) તે કિર્તીબેનના પતિ. તે સ્વ. પ્રતાપરાય ગોરધનદાસ જટણીયાના પુત્ર. તે મહેશભાઈ, મનોજભાઈ, સ્વ. વિનયભાઈ તથા દક્ષાબેન નવીનચંદ્ર સોમૈયા તથા ગં. સ્વ. શીલાબેન બિપીનભાઈ મોરઝરીયાના ભાઈ. તે સ્વ. કાંતિલાલ પ્રેમજીભાઈ મશરૂ (રાવલવાળા)ના જમાઈ. તે પ્રિયા તથા કૃપાના પિતાશ્રી ૨૫-૭-૨૨ના દુબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.
હાલાઇ લોહાણા
વેરાવળ (સોમનાથ) હાલ કાંદીવલી પ્રભુદાસ ત્રિભોવનદાસ ગોકલદાસ કક્કડ (ઉં. વ. ૮૦) તે જશુમતીના પતિ તથા જીગ્નેશ, રિતેશ અને હિતેશના પિતા તથા અલ્પા, રુચિ અને મેઘનાના સસરા તથા લાભુબેન, ચંદ્રકાંત, જયસુખ, સ્વ. દિલીપના ભાઈ તથા સ્વ. કાનજી જીવરાજ ઉનડકટના જમાઈ. ૨૬/૦૭/૨૨ના વૈકુંઠવાસી થયા છે. બંને પક્ષની ટેલીફોનિક પ્રાર્થના ગુરુવારે ૨૮/૦૭/૨૨ના સાંજે ૪ થી ૫.
રાજગોર બ્રાહ્મણ
ભુજ હાલ સુરતના નરેન્દ્ર શિણાઈ (ઉં.વ. ૫૭) તા. ૨૫-૭-૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. નિર્મળાબેન નારાણજી શિણાઈના મોટાપુત્ર. તે ગં.સ્વ. રતનબેન જયંતીલાલ પુરુષોત્તમ વિઠ્ઠાના જમાઈ. તે પૂજાબેનના પતિ. તે ધવલ અને જિંકલના પિતા. તે રાહુલ ધીરજલાલ મોતા અને શિલ્પા ધવલ શિણાઈના સસરા. તે તરુલતા લલિત રાજગોર, મહેશ, યોગેશ, સુનિલના ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૮-૭-૨૨ના સાંજે ૪થી ૬.૦૦ આનંદ દિઘે હોલ, પી એન્ડ ટી કોલોની રોડ, રામચંદ્ર નગર, ડોમ્બિવલી (ઈસ્ટ).
મેઘવાળ
ગામ-ઠવી, હાલ મુંબઈ- શાંતિનગરના પ્રાગજીભાઈ ખોડાભાઈ હેલિયાના પુત્ર. મિતેશભાઈ હેલિયાના પત્ની. કાંતિલાલ ગાંડાભાઈ બારિયાની દીકરી વર્ષા હેલિયા તા. ૨૩-૭-૨૨ના શનિવારે દેવલોક પામ્યા છે. તેમના બારમા (કારજ)ની વિધિ તા. ૨૮-૭-૨૨ના ગુરુવારે સાંજે ૫.૦૦ કલાકે મેઘભવન હોલ, આર્થરરોડ, ચિંચપોકલી ખાતે રાખવામાં આવી છે.
દશા સોરઠિયા વણિક
ગુંદરણાના હાલ કાંદિવલી કમળાબેન મુંજવાસરાના પુત્ર ચિમનલાલ હરજીવનદાસ મુંજવાસરા (ઉં.વ.૭૫) તે તા. ૨૪-૭-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે દમયંતીબેનના પતિશ્રી. તે મેહુલ, ભાવેશ, હીના મનીષકુમાર ધાબલીયા, પ્રીતિ પ્રકાશકુમાર થોરાતના પિતાશ્રી. નટુભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. પ્રભાબેન ખીમચંદભાઈ ગાંધી, ગં.સ્વ. ઈન્દુબેન પરમાનંદ ધોળકિયાના ભાઈ. તે સ્વ. જમનાદાસ શામજી ધોળકિયાના જમાઈ. સર્વ પક્ષ તરફથી પ્રાર્થનાસભા લુહાણા મહાજનવાડી, એસ.વી. રોડ, શંકર મહાદેવ મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ)ખાતે ૨૯-૭-૨૨ના શુક્રવારે સાંજના ૫થી ૭ રાખેલ છે.
કપોળ
ભેરાઈવાળા હાલ પાર્લા, ઉર્મિલાબેન વિઠ્ઠલદાસ ભટુરદાસ ગાંધી (ઉં.વ. ૮૨), સોમવાર, તા. ૨૫-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે વર્ષા, હિતેશ, રાજુના માતુશ્રી. કમલેશભાઈ, દિપ્તી, હેમાના સાસુ. જશ, રિદ્ધિ, ભવ્ય, પ્રિયાંકા, હિરાલીના દાદી-નાની. તેઓ દેલવાડાવાળા સ્વ. ભીખાભાઈ રાઘવજી વોરાના દીકરી. મોસાળ પક્ષે મોણપરવાળા જીવાભાઈ વારાણસી મહેતાના ભાણેજ. પ્રાર્થનાસભા, શુક્રવાર, તા. ૨૯-૭-૨૨ના સાંજે ૬થી ૭ ઓનલાઈન રાખેલ છે.
મોતાળા બ્રાહ્મણ
પ્રફુલ્લા દિગ્વિજય મહેતા (ઉં.વ. ૭૩)નું તા. ૨૬-૭-૨૨, મંગળવારના રોજ મુંબઈ મુકામે અવસાન થયું છે. તે દિગ્વિજય શિવકુમાર મહેતા મુળવતની ઓલપાડના ધર્મપત્ની. જૈનીશનાં માતુશ્રી. સ્વ. મુલજી તુલસીદાસ શેઠ, મુળવતની (પોરબંદર)ના સુપુત્રી. તે જગદીશ મુલજી શેઠ, સાધના અશોક શાહ અને કુ.બીના મુલજી શેઠનાં બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
દમયંતીબેન પટેલ (ઉં.વ. ૮૪) તે સ્વ. મેઘજીભાઈ પટેલના પત્ની. તેમ જ ગોપાલભાઈ કાનજીભાઈ, શાંતાબેન ગોપાલભાઈ, સમજુબેન, પાર્વતીબેન, સવિતાબેનના ભાભી. તે જિતેન્દ્ર-પુનિતા, ગિરિશ-રેખા, નિલેશ-વર્ષા, હિતેષ-કવિતા, નીલમ, તૃપ્તિ-નરેશકુમારના માતુશ્રી. વિરલ-સુપ્રીયા, વિરાજ-પાયલ, તેમ જ કશ્યપ, શૌરીન, વૈશાલી, દેવાંશી-રુચિર, હેના, ભાવીના દાદી તેમ જ દોહિત્ર. સોમવાર, તા. ૨૫-૭-૨૨ના રોજ શ્રીજીચરણ થયા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૯-૭-૨૨, સાંજે ૫થી ૬.૩૦. સ્થળ: શ્રી પી.ડી. ખખ્ખર બેન્કવેટ્સ, લક્ષ્મીનારાયણ મંદિર, અસ્પી ઓડિટોરિયમ, માર્વે રોડ,
મલાડ (પશ્ર્ચિમ).
કચ્છી લોહાણા
સ્વ. નાનજી દયાળજી દાવડા તથા સ્વ. ભાગીરથી દાવડા કચ્છ ગામ વાયોર હાલ મુલુંડ નિવાસીના પુત્ર મધુસુદન (ઉં.વ. ૭૬) તે મીતાબેનના પતિ. તા. ૨૫-૭-૨૨, સોમવારના શ્રીજીચરણ થયેલ છે. તે નિખિલ તથા હેતલ ભુપેશ ચંદેના પિતાશ્રી તથા દિપ્તીબેનના સસરા. દિલીપ (સુરેશ), સ્વ. વસંત, પંકજ, ચંદ્રકાંત (પપુ) તથા સ્વ. સુસીલાબેન રમેશ રૂપારેલના ભાઈ. ચાર્લ્સ ફરનાન્ડિઝના જમાઈ. લૌકિક વ્યવહાર
બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.