હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

નવગામ વિસા નાગર વણિક
ગામ પિલવાઈ, હાલ કાંદિવલી અ. સૌ. નિપાબેન શાહ (ઉં. વ. ૪૨) તે કલ્પેશ મહેન્દ્ર શાહના ધર્મપત્ની. મહેન્દ્ર નારાયણદાસ શાહની પુત્રવધૂ. સાક્ષીના મમ્મી. જિજ્ઞા જિગ્નેશકુમાર અને મોના દર્શકકુમારના ભાભી. શોભાબેન રમેશભાઈ તુલસીદાસ શાહની દીકરી ૨૪-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
સ્વ. દયાળજી વિરજી રૂપારેલ ગામ બરંદા હાલ મુલુંડના ધર્મપત્ની ગં. સ્વ. પાર્વતીબાઈ (ઉં. વ. ૯૩) સોમવાર, ૨૫-૭-૨૨ના રામશરણ પામેલ છે. તે પ્રેમજી પૂંજા જોબનપુત્રા કેરા (કચ્છ)ના પુત્રી. તે જગદીશભાઈ, સ્વ. જ્યોતિબેન શશીકાંત પુજારા તથા પ્રતાપભાઈના માતુશ્રી. તે પીયુષ, જીજ્ઞેશ, મિતેશ, હિતેશના દાદીમા. તે નિકુંજ, ચિરાગના નાનીમા. બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, ૨૭-૭-૨૨ના (સાંજે ૫થી ૭). પવાણી હોલ, મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ (પ.). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સ્વ. માણેકબેન વરજીવનદાસ ગોરડીયાના પુત્ર હર્ષદભાઈ (ઉં. વ. ૮૭) ૨૩-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે ઉર્મિલાબેનના પતિ. સ્વ. ઉદયના પિતા. સ્વ. દ્વારકાદાસભાઈ, હિરાબેન, નલીનીબેનના ભાઈ. સ્વ. નાગરદાસ ભવાનીદાસ વોરાના જમાઈ.
૨૫ ગામ ભાટીયા
ગં. સ્વ. કાંતાબેન (રોહિણીબેન) (ઉં. વ. ૯૦) તે ખોખરીવાળા રમણીકલાલ મથુરાદાસ આશરના ધર્મપત્ની. સ્વ. દ્વારકાદાસ, સ્વ. કરસનદાસ, સ્વ. અનિલકુમાર, સ્વ. પ્રતાપ, સ્વ. કુસુમબેન કરસનદાસ સરૈયાના ભાભી. તે ભરત, મીના, ગં. સ્વ. રીટા પંકજ સંપટના માતુશ્રી. તે સ્વ. ભગવાનદાસ ત્રિભોવનદાસ પાલેજા, સ્વ. રમણીકલાલ, સ્વ. પુષ્પાબેન પ્રભુદાસ ગોકળગાંધીના બેન. ફોરમ પ્રતીક જાની, હેમાંગ, પીનાંકના નાની સોમવાર, ૨૫-૭-૨૨ના મલાડ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર, ૨૭-૭-૨૨ના સાંજે ૫થી ૭. સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર
બંધ છે.
દિવેચા બ્રહ્મક્ષત્રિય
નાગપુર નિવાસી ભદ્રસેન ત્રિભોવનદાસ ગુલાબચંદ દિવેચા (ઉં.વ. ૭૬) તે ૨૧/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે અનસુયાબેનના પતિ. સ્વ. વિમળાબેન નારણદાસ ખુવાના જમાઈ. વિરેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રશેખરભાઈ, ગીતાબેન, મીરાબેનના ભાઈ. હિરેનભાઈ, નયનભાઈ, કાનનબેનના પિતાશ્રી. દિપ્તીબેન, દિપાલીબેન, પ્રશાંતભાઈ વલ્લભદાસ ઠક્કરના સસરા.
કપોળ
સિહોરવાળા સ્વ. યશવંતીબેન ગુણવંતરાય ભુત્તાના પુત્ર, સ્વ. તનસુખભાઈના ધર્મપત્ની લત્તાબેન (ઉં.વ. ૭૮) તે તા. ૨૪-૭-૨૨ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે કૈલાશ-જંખના, દિપાલી-જીતલ મહેતા, જસ્મીના-અમીત શાહના માતુશ્રી. સ્વ. દિપકભાઈ- ભારતી, શિરીષભાઈ-હિના, સ્વ. વીણાબેન પ્રફુલ્લચંદ્ર પારેખ, સુધાબેન ભરતકુમાર મુનીના ભાભી. રેયાંશ, ત્રીશા, નક્ષના દાદી, નાની. તે અમરેલીવાળા વિમળાબેન, જયંતીલાલ ગાંધીના પુત્રી, સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
સ્વ. વિજયસિંહ મંગળદાસના પત્ની ચંદ્રબાળા મંગળદાસ (ઉં. વ. ૯૫) તે નીતિન અને સ્વ. હમીરનાં માતા. ડૉ. રક્ષા અને હર્ષાના સાસુ. રવિ, અમી, જયના અને કપિલના દાદી. નોયોનિકા, અનાયા, ક્રિષ્ણા, તપસ્યા, આદિત્ય, દેવ અને શૌર્યનાં પરદાદી ૨૬-૭-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૯-૭-૨૨ના સેવા સદન હોલ, ગામદેવી પોલીસ સ્ટેશન પાસે, પંડિતા રમાબાઈ માર્ગ, નાનાચોક, મુંબઈ-૭. સાંજે પાંચથી સાત વાગ્યા દરમિયાન રાખેલ છે.
પરજીયા સોની
દાઠાવાળા હાલ કાંદીવલી મનુભાઈ જીવાભાઈ સુરૂ (ઉં. વ. ૮૨) સોમવાર, ૨૫-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મુક્તાબેનના પતિ તથા મહેશભાઈ તથા ભાવેશભાઈ તથા ગીતાબેન વિજયકુમાર ધોરડાના પિતાશ્રી. તે દિપાબેન, દિવ્યાબેનના સસરા તથા ભૌમિક, દર્શિત, કૌશલ, શ્રુતિના દાદા તે હરીભાઈ જેરામભાઈ સાગરના જમાઈની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૮-૭-૨૨ના ૧૦.૩૦ થી ૧૨. સ્થળ: લોહાણા બાલાશ્રમ, બેંકવેટ હોલ, મથુરાદાસ એકસટેનસન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદીવલી (વે.).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.