હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી રાજગોર
ગામ બાગના હાલ મુલુન્ડ સ્વ. પરષોત્તમ ગોવિંદજી મોતાના ધર્મપત્ની ગં. સ્વ. મણિબેન (ઉં. વ. ૮૮) તે તા. ૨૩-૭-૨૨ના સ્વર્ગવાસી થયા છે. તે ગોધરાના સ્વ. પ્રેમાબેન ભવાનજી વાલજી માકાણીના સુપુત્રી. સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. ઈશ્ર્વરલાલ, દયારામ, સ્વ. શંભુલાલ, ગં. સ્વ. કાશીબેન મંગલદાસ મોતા તેમ જ ગં. સ્વ. વિમળાબેન રામજી મોતાના બેન. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના રાખેલ નથી.
કચ્છી લોહાણા
સ્વ. ચંદુલાલ ચાંપશી ખીમજી ખાંટ ગામ બેટ દ્વારકાવાળાના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૮૬) તે જેઠમલ નારાયણજી ગણાત્રાની જયેષ્ઠ પુત્રી. તે ગં. સ્વ. પુષ્પા અરવિંદ દૈયાના મોટાબેન. જયંત, સ્વ. પંકજ રાજેશ, અ. સૌ. ઈલાબેન ચંદ્રેશ લોડાયાના માતુશ્રી. તે જીજ્ઞા, ગં. સ્વ. પ્રિતી, અમીતાના સાસુમા. તે પ્રાંજલ, નેહા પ્રતીક રૂપારેલ, હર્ષ, ધ્રુવ, ઉદિતના દાદીમા ૨૩-૭-૨૨ને શનિવારના અક્ષરધામ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૬-૭-૨૨ને મંગળવારના સ્વામીનારાયણ મંદિર, સરિતા પાર્ક, ૯૦ રોડ, ઘાટકોપર (પૂર્વ) સાંજના ૪.૩૦ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગામ અમરાવતી હાલ મુંબઈ ગણપતભાઈ લ. શ્રોફ (ઉં. વ. ૮૯) તે તા. ૨૩-૦૭-૨૨ના શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ રશ્મિ શ્રોફના પતિ. તેઓ રાજીવ, પ્રીતિબેન શરદકુમાર પારીખ. તૃપ્તિબેન મેહુલકુમાર શાહના પિતા. તેઓ સારિકા શ્રોફના સસરા. તેઓ પૂજન, શ્રદ્ધા, દિયા, અભિષેક, મિહિકા,પ્રિયંકા અને રાયનના દાદા-નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બ્રહ્મક્ષત્રિય
સુરત નિવાસી હાલ મુંબઈ નીલાંગભાઈ (ઉં. વ. ૭૨) ગીરાબેન તથા અરુણભાઈ ધીરજભાઈ દેસાઈના પુત્ર. પુષ્પાબેન તથા દિલીપભાઈ દુર્લભજીભાઈ ખેતાનીના જમાઈ. મુરલીબેનના પતિ. સુશાંતના પિતા. સીંધુના સસરા. અનંગભાઇ તથા નાલંદાબેન સંજીવભાઈ પાનવાલાના મોટાભાઈ આજરોજ જુલાઈ ૨૨ ના દિવસે મુંબઈ મુકામે નિધન પામેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. સાકરબેન તુલસીદાસ રામાણી ગામ- દરશડીના સુપુત્ર શંભુલાલ તુલસીદાસ રામાણી (ઉં.વ. ૮૧) હાલ સુરત. તે સ્વ. ચત્રભુજ ગોવિંદજી કતીરા ગામ- મસ્કાના જમાઈ. તે સ્વ. લતાબેનના પતિ. તે હિતેષ, હિના, દિપ્તી અને અવનીના પિતા. તે ડૉ. અમી અને મિતેષકુમારના સસરા. તે સાહિલ અને વંશીના નાના તા. ૨૨-૭-૨૨ના શ્રીરામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
સ્વ. માણેકબેન વરજીવનદાસ ગોરડીયાના પુત્ર હર્ષદભાઈ (ઉં. વ. ૮૭), તા. ૨૩-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે ઉર્મિલાબેનના પતિ. સ્વ. ઉદયના પિતા. સ્વ. દ્વારકાદાસભાઈ, હિરાબેન, નલિનીબેનના ભાઈ. સ્વ. નાગરદાસ ભવાનીદાસ વોરાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૬-૭-૨૨, મંગળવારે ૫ થી ૭, લત્તાકુંજ, ૧૨મો રસ્તો, ખાર (વેસ્ટ)માં રાખી છે.
કપોળ
મહુવાવાળા શાંતાબેન કનૈયાલાલ સંઘવીના પુત્ર ઘનશ્યામ ભાઈના પત્ની ભાવનાબેન (ભાનુબેન) (ઉં. વ. ૮૨) તે ફાલ્ગુની, દીપા તથા બ્રિજેશના મમ્મી. કાર્તિકકુમાર, અમિતકુમાર તથા કાશ્મીરાના સાસુ. શિવાનીના દાદી. પાર્થ, જય, આર્યનના નાની. તે દેલવાડાવાળા કાનજી દયાળજી ગોરડિયાની પુત્રી તા. ૨૪-૭-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.