હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

અમરાપુર હાલ મુંબઈ અનિલકુમાર વાડીલાલ વોરા (ઉં.વ. ૮૦) અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૫-૭-૨૨, સમય: સાંજે ૪ થી ૬ દરમ્યાન, સ્થળ: જલારામ હોલ, એન એસ રોડ નં ૬, હાટકેશ સોસાયટી, જેવિપીડી સ્કીમ, વિલે પાર્લે વેસ્ટ.
કોળી પટેલ
ગામ કોલવા હાલ નાલાસોપારા સ્વ. ચંદ્રકાંત દુર્લભભાઈ પટેલ (ચીના) (ઉં. વ. ૫૫) બુધવાર, ૨૦-૭-૨૨ના અવસાન પામ્યા છે. તે સ્વ. જાસ્મીનના પતિ. ભૂમિકા, નેહાના પિતા. આતિશ, સુનિલના સસરા. દક્ષ, રૂદ્ર, શિવાંશના નાના. પુષ્પપાણી રવિવાર, ૩૧-૭-૨૨ના ૩થી ૫. ઠે.: સી-૨, સાઈપ્રસાદ બિલ્ડીંગ, બોરી કોલોની, આચોલે રોડ, નાલાસોપારા (પૂ.) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેસાઇ સઈ-સુથાર જ્ઞાતિ સમાજ
પાદરગઢ હાલ વસઇ હિંમતભાઈ ભીખાભાઇ સરવૈયાના પુત્ર અતુલભાઈના ધર્મપત્ની ગીતાબેન (ઉં.વ. ૩૫), ગુરુવાર, તા. ૨૧/૭/૨૨ના રામચરણ પામ્યા છે. તે હિંમતભાઈના પુત્રવધૂ અને અનિલભાઈ તથા અમૂલભાઈના નાનાભાઈના પત્ની. તે રમેશભાઈ ડોઈફોડેના દીકરી. તેમની સાદડી તા. ૨૪/૭/૨૨ના રવિવારે સાંજના ૪ થી ૬ વાગે છે. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. ન્યૂ સ્વામિનારાયણ મંદિર, સાઈ નગર, વસઈ રોડ વેસ્ટ.
કચ્છી લોહાણા
ગામ ભદ્રેસર હાલ બોરીવલીના ગં.સ્વ. મંજુલાબેન ત્રિકમજી જેરામ દૈયા (ઉં.વ. ૯૫) તે ૨૧/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ભગવતીબેન, અરવિંદ, દિલીપ, અજય, નવીનના માતુશ્રી. સરલા, અમિતા, લતા, વર્ષા તથા દિલીપ બાલાશંકરના સાસુ. બિનિતા, નિમિતા, ભક્તિ, ઝરણાં ધવલ, ભવ્ય, મહેન્દ્ર, ગીતા, રાજુ, સ્મિતા, સંધ્યાના બા. પિયરપક્ષે કચ્છ મથલ નિવાસી સ્વ. કાનજી માવજી પલણના દીકરી. ગં.સ્વ. મંજુલા, સ્વ. રવિકાન્ત ભાણજી આઇયાના મામી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૫/૭/૨૨ના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય
ગંગા સ્વરૂપ નિર્મળાબેન (ઉં.વ. ૮૩) તે સ્વ. જયચંદ્ર હરિલાલ સિંધવડના ધર્મપત્ની. જયેશ, વિજય અને આશા અશોકકુમાર ટોકલેના માતુશ્રી. ઉમા તથા દીપાલીના સાસુ. વિધિ, ક્રુપા અને કુશલના દાદીમા. તે સ્વ. વ્રજલાલ ખટાઉ જોગીના દીકરી ૨૨/૭/૨૨ના શ્રીરામશરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
પરજીયા સોની
ગાધકડાવાળા હાલ મલાડના સ્વ. શાંતિભાઈ બચુભાઈ ધાણકના પત્ની ગં. સ્વ. રંજનબેન ધાણક (ઉં.વ. ૬૬) તે સ્વ. જયંતિલાલ શામજીભાઈ સતિકુંવર (સાવરકુંડલા)ના દિકરી. તે સ્વ. મુળજીભાઈ, ગં.સ્વ. શારદાબેન કાંતિલાલ ધકાણ, ગં. સ્વ. હીરાબેન ભગવાનદાસ ધકાણ, સ્વ. જસવંતભાઈ, હસુભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. ભરતભાઈ, હરેશભાઈ, કિશોરભાઈ, વિનોદભાઈના મોટાભાભી. તે પ્રતિભાબેન ભરતભાઈ ધકાણ, ગિરીશભાઈ, તેજલબેન જગદીશભાઈ થડેશ્ર્વર, જિજ્ઞેશભાઈના માતા તા. ૨૧-૭-૨૨ ગુરૂવારના રામશરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૨૫/૭/૨૨ ને સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે.
કચ્છી લોહાણા
સ્વર્ગીય દમયંતીબેન અને સ્વર્ગીય વેલજીભાઈ શિવજીભાઈ કોટેચા કચ્છ ગામ અંજાર હાલે નાશિકના સુપુત્ર સ્વર્ગીય પ્રકાશભાઈ (ઉં.વ. ૬૬)નું તા. ૨૨-૭-૨૨ના નિધન થયેલ છે. તે પ્રીતિબેનના પતિ. તે સ્વર્ગીય મથુરાદાસ કેસરિયા (રાયપુર)ના જમાઈ. તે હિંમતભાઈ અને પુષ્પાબેન કરસનદાસ કતીરા અને રાજુભાઈના ભાઈ. તે મયુર, પ્રતીક અને દિવ્યા અક્ષય ગાડેના પિતા. તા. ૨૪-૭-૨૨ના રોજ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી નાસિક ખાતે સાંજે ૪:૦૦ થી ૫.
લુહાર સુથાર
પીઠવડીવાળા હાલ ઘાટકોપર હિંમતલાલ ગોકળભાઈ પરમાર (ઉં.વ. ૬૪) શુક્રવાર, તા. ૨૨-૭-૨૨ના શ્રીરામચરણ પામ્યા છે. તે જયશ્રીબેનના પતિ. હરેશભાઈ, અમીશાબેનના પિતાશ્રી તથા અરવિંદભાઈ, પરષોત્તમભાઈ, અશોકભાઈ, સ્વ. ચંપાબેન હરજીવનભાઈ મકવાણા, મંજુલાબેન ગુણવંતભાઈ દાવડાના ભાઈ. સ્વ. ભગવાનભાઈ વાલજીભાઈ ચિત્રોડા (ગામ ધારીવાળા)ના જમાઈ. દિક્ષીતાબેન અને હર્ષલ કુમાર પ્રવીણભાઈ મકવાણાના સસરા. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૫-૭-૨૨ના ૪ થી ૬ શ્રી અક્ષર પરષોત્તમ સ્વામી નારાયણ સંસ્કાર કેન્દ્ર, સરીતી પાર્ક, ગારોડીયા નગર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર-ઈસ્ટ.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
શિહોર હાલ ગોરેગામ, અ.સૌ. ભારતીબેન વામન (બકુલ) ઉપાધ્યાય (ઉં.વ. ૭૦), અ.સૌ. ભૂમિ અનિકેતના સાસુ. સ્વ. રંભાબેન ભગવાનજી ઉપાધ્યાયના પુત્રવધૂ. મંજુબેન ઈન્દ્રવદન, વિદ્યાબેન જયંતિલાલ, દિપીકાબેન જીતેન્દ્રભાઈ, નિશીથ બિપીનના ભાભી. સ્વ. વિમળાબેન જયંતિલાલ યાગ્નિક (ઉસરડનિવાસી)ના પુત્રી. યોગેશભાઈ યાગ્નિક તથા વીણાબેન વિજયભાઈ પંડ્યાના બહેન, તા. ૨૩-૭-૨૨ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૭-૨૨ના રોજ સરદાર પટેલ, જવાહરનગર હોલ, ૧લે માળે, સીટી સેન્ટરની સામે, એસ.વી. રોડ, ગોરેગામ (વેસ્ટ), ૫ થી ૭.
મોઢ બ્રાહ્મણ
હાલ મુંબઈ ગોરેગામ નિવાસી અ.સૌ. હેમલતા ભટ્ટ (ઉં.વ. ૬૬), તા. ૨૨-૭-૨૨ના દેવલોક પામ્યા છે. તે વાસુદેવ ભટ્ટના પત્ની. બકુલ પંચાલના બેન. સ્વ. ચાર્મી મીસ્ત્રીના માતુશ્રી. સ્વ. કિશોરચંદ્ર ભટ્ટ, સ્વ. લીલાબેન ભટ્ટના પુત્રવધૂ. સ્વ. ધીરજલાલ પંચાલ- સ્વ. કુસુમબેન પંચાલના પુત્રી. લૌકિક પ્રથા બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
શ્રીમતી બેલા કડકીઆ (મરઘા) (ઉં.વ.૬૨) તે પંકજ ઓચ્છવલાલ કડકીઆના પત્ની. સ્વ. ઓચ્છવલાલ તથા સ્વ. સુર્યાબેન કડકીયાના પુત્રવધૂ. સ્વ. નવનીતલાલ તથા અ.સૌ. સરલાબેન દેસાઈ (દેડકી)ની પુત્રી, મીતાબેન તથા સ્વ. અસિતના બહેન. નિકુંજકુમારની સાળી, તા. ૨૨-૭-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી કડવા પાટીદાર
રત્નાપર (મઉ) હાલ ઘાટકોપર અરજણભાઈ ચોપડા (ઉં.વ.૯૧) તા. ૨૦-૭-૨૦૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. રામબાઈ રામજી ગોપાલના પુત્ર. તે સ્વ. મોંઘીબેનના પતિ. સ્વ. કરસનભાઈ, સ્વ. જીવરાજભાઈ, સ્વ. રતનશીભાઈ, ધનજીભાઈ, સ્વ. હરજીભાઈ, રવજીભાઈ, સ્વ. મોંઘીબેન મનજી લીંબાણી (વેસલપર)ના ભાઈ. જયંતિભાઈ, જાદવજી, લીલાબેન ડાહ્યાભાઈ વાસાણી, વિજયાબેન પ્રકાશ પોકાર, જ્યોતિબેન હિતેશ વેલાણીના પિતાશ્રી. વનિતાબેન, આરતીબેનના સસરા. સ્વ. ડાહીબેન વાલજી ભાણજી ઠાકરાણી વડવા (કાંયા)ના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૪-૭-૨૦૨૨ના રવિવાર ૪.૦૦થી ૫.૩૦ કલાકે. પાટીદાર વાડી, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ) મધ્યે રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
મુંબઈ નિવાસી હાલ નાઈરોબી (કેન્યા) ગં. સ્વ. જ્યોતિબેન તથા સ્વ. મનસુખલાલ કાળીદાસ રાજકોટીયાના પુત્ર ધર્મેશભાઈ (ઉં. વ. ૪૮) તે દિપાબેનના પતિ. આદિત્ય, રુદ્રના પિતાશ્રી. સોનલ નિલેશ શાહ, રેશ્મા રાજેશ શાહના ભાઈ. નાઈરોબીવાળા ગિરીશભાઈ વ્રજલાલ કઢીના જમાઈ ગુરુવાર, ૩૦-૬-૨૨ના નાઈરોબી મુકામે શ્રીજીચરણ પામ્યા છે. અંતિમવિધિ શુક્રવાર, ૧-૭-૨૨ના નાઈરોબી મુકામે કરેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ જામનગર હાલ કાંદિવલી ગં. સ્વ. ચંદ્રિકાબેન (ઉં. વ. ૮૭) તે સ્વ. પુષ્પાબેન પુરુષોત્તમદાસ ઠક્કર (ચનાપઠ્ઠા)ના પુત્રવધૂ. તે સ્વ. કૃષ્ણકાંત ઠક્કરના પત્ની. સ્વ. કાંતાબેન કરસનદાસ ઠક્કર (ખંધેડિયા)ના પુત્રી. હિમેશ તથા અમિતના માતુશ્રી. રશ્મી તથા જાગૃતિના સાસુ. મુક્તિ-ભવ્ય, ધૈર્ય તથા કશીશના દાદી ૨૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
તળાજિયા ઔદિચ્ય બ્રાહ્મણ
સથરા નિવાસી હાલ વસઈ સ્વ. ભાનુશંકર મણીશંકર જોષીના ધર્મપત્ની પુષ્પાબહેન જોષી (ઉં. વ. ૭૯) તે રાજુભાઈ, ભાવિકભાઈ તથા સંગીતાબહેન નિલેશભાઈના માતુશ્રી. દર્શનાબહેન તથા મમતાબહેનના સાસુ. ભાવનાબહેન કિરીટભાઈ જોષીના મોટા બહેન. સ્વ. શશીકાંત લક્ષ્મીશંકર જોષીના કાકી. જય, ઓમ, અક્ષત, આસ્થાના દાદી. બ્રિન્દા, આદિત્યના નાની શુક્રવાર, ૨૨-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સ્થળ: જોષી પાર્ટી હોલ, શુભલક્ષ્મી શોપિંગ સેન્ટર, ૨જા માળે, વસંતનગરી ગ્રાઉન્ડની પાસે, વસઈ (ઈસ્ટ) ખાતે રવિવાર, ૨૪-૭-૨૨ના સાંજે ૪થી ૬. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા ધાર્મિક સ્થળે રાખેલ છે.
ઘોઘારી લોહાણા
મૂળ ગામ કેરીયાના (હાલ મુંબઈ- જોગેશ્ર્વરીના) કનૈયાલાલ મંગળદાસ અઢીયા (ઉં. વ. ૭૨) શુક્રવાર, ૨૨-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ઉર્મિલાબેનના પતિ. તે હિંમતભાઈ, ઉર્વશીબેન, દીનાબેન, મીનાબેનના ભાઈ તથા સ્વ. લીલાધર વશરામભાઈ રાચ્છના જમાઈ. તે તૃષા ધર્મેશ તન્ના અને ધારા હિમાંશુ રાજાના પિતાશ્રી. તે શ્રુતીકા દ્રુપદ અઢીયા તથા ક્ધિનરી મેલ્વીન સીકવેરાના અદા, તે પ્રીત, તેજસ્વી, શ્યામ, કેનીશાના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

1 thought on “હિન્દુ મરણ

  1. મારી મુંબઈ સમાચાર e-paper ની સાઈટ ખુલતી નથી. કેટલાયે વખતથી આખું મુંબઈ સમાચાર 0n line વાંચવા મળતું નથી. તો શું કરવું તે જણાવશો. જરૂર ખુટતુ કરશો Thankyou.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.