હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

સૌ. રેવતી, રવિન્દ્ર સંપતના પત્ની. રતનશી કરસનદાસ વિસનજીના પુત્રી. ઉદયસિંહ આનંદજી હરિદાસના પુત્રવધૂ (ઉં.વ. ૭૭) પુના મુકામે તા. ૨૦-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. ધ્રૂવ, શૈફાલીના માતા. ઉષ્મા, અતુલ તિવારીના સાસુ. સ્વ. વીરેન્દ્ર, સ્વ. ભરતના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
લોહાણા
અમરેલી નિવાસી (ઘાટકોપર) હાલ વસઈ સતીષભાઈ (ઉં.વ. ૬૭) તે સ્વ. કનૈયાલાલ તુલસીદાસ કાનાબારના પુત્ર. પ્રફુલાબેન (ટીનુબેન)ના પતિ. ભુષણ, ધર્મીન, માનસીના પિતાશ્રી. સ્વ. બાલુભાઈ પોપટલાલ રાયચાના જમાઈ. હિંમતલાલ કાનાબારના ભત્રિજા. કૌશિક, સ્વ. ભરતભાઈ, મીનાબેનના ભાઈ ગુરુવાર, તા. ૨૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૩-૭-૨૨ના સાંજે ૪.૩૦ થી ૬. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમન્ડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
ખંભાતી લાડ વણીક
સ્વ. દેવીના દિલીપ ચણીયારી (ઉં. વ. ૬૩), ૨૦-૭-૨૨ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હરિયંતલાલ, ગં. સ્વ. નિર્મળા ચણીયારીના પુત્રવધૂ. ડૉ. દિલીપ ચણીયારીના પત્ની. ચી. કુનાલના મમ્મી. જૂનીના સાસુ. આરીની, વિહાનના દાદી. સ્વ. કુમુદબેન, સ્વ. ઈન્દ્રવદન દેખતાવાલાની પુત્રી. સંજય દેખતાવાલા, ગીતા ધનંજય શાહ, ડૉ. સ્મિતા વિનોદ પાલેજવાલાના બહેન. પ્રાર્થનાસભા ૨૪-૭-૨૨ રવિવારના રોજ સાંજે ૫ થી ૭. ઠે: હોટેલ આદિત્ય રેસીડેન્સી, રામદાસ નગર, વસઈ રોડ (પૂર્વ) રેલવે સ્ટેશનની સામે.
કપોળ
રસનાળ નિવાસી સ્વ. લીલાવતી હિંમતલાલ મહેતાના પુત્ર કૌશિક મહેતા (ઉં.વ. ૫૯) તે ૨૧/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે પૂનમના પતિ. સૌમિક તથા સૌમ્યના પિતા. સ્વ. ગીતા રાજેન્દ્ર શાહ, વિમલ, નીતા, વર્ષાના નાનાભાઈ. સુરત નિવાસી ગં.સ્વ. સરોજબેન તથા સ્વ. સુરેશભાઈ રમાકાંત વકીલના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા સોરઠીયા વણિક
ગામ સુત્રાપાડા હાલ બોરીવલી પ્રદીપ હરજીવનદાસ તલાટી (ઉં.વ. ૫૮) તે ૨૧/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં.સ્વ. જમનાબેન તથા સ્વ. હરજીવનદાસ નાથાલાલ તલાટીના પુત્ર. મોનાબેનના પતિ. પ્રવીણભાઈ, હસમુખભાઈ, હેમંતભાઈ, કલ્પના રમેશભાઈ શાહના ભાઈ. વરુણ તથા નિયતિના પિતા. સાસરાપક્ષે ઉમરેઢ નિવાસી હાલ બોરીવલીના શર્મિષ્ટાબેન તથા રમેશભાઈ પુનમચંદ દોશીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
મિી પંચાલ
ગામ બીલીમોરા હાલ મલાડ સ્વ. ઉત્તમલાલ પ્રાણજીવનદાસ મિીના ધર્મપત્ની ગં.સ્વ. જશુબેન (ઉં.વ. ૭૫) તે ૧૭/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. નીલાબેન, અનિલભાઈ, પંકજભાઈના માતુશ્રી. ભુપેન્દ્રભાઈ, તૃપ્તિબેન, યમુનાબેનના સાસુ. અંકિત, પાર્થ, પ્રણય, ચાણક્યના બા. સ્વ. પાર્વતીબેન પરસોત્તમભાઈ ભીખાભાઇ મિીના દીકરી. સદ્દગતનું બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૪/૭/૨૨ના ૪ થી ૬ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલો માળ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
દંઢાવ્ય ઔદીચ્ય સહ બ્રહ્મસમાજ
ગં.સ્વ. કુસુમબેન જયકૃષ્ણ શુક્લ (ઉં.વ. ૮૦) તે મુકામ કડી હાલ કાંદિવલી ૨૦/૭/૨૨ના દેવલોક પામેલ છે. તે સ્વ. જગન્નાથ મોહનલાલ શુક્લના પુત્રવધૂ. સ્વ. આનંદીબેન હરિનારાયણ રાવલના દીકરી. જયેશ, વિજય, હર્ષિદાના માતુશ્રી. ધારિણી, દિવ્યા, જગદીશકુમારના સાસુ. જેસિકા, ક્ષિતિજના દાદી. પ્રિયા તથા વિશાલકુમારના દાદીસાસુ. પ્રાર્થનાસભા ૨૩/૭/૨૨ના ૫ થી ૭ કલાકે પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, એસ.વી. રોડ, નટરાજ માર્કેટ પાસે, મલાડ વેસ્ટ.
પાટણ દશા પોરવાડ
પાટણ હાલ મુંબઈ સ્વ. હરીશ મટુલાલ પરીખના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રિકાબેન (ઉં.વ. ૭૦) તે ૨૦/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ભાવેશના માતા. પ્રિયાના સાસુ. રુદ્રના દાદી. કિરીટ, રાજુ, દિપક, દત્તાબેન રીટા, ઈલાના ભાભી. હંસાબેન, કિરીટભાઈ, અરવિંદભાઈ, કિશોર ભાવસારના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેસાઈ સઈ સુતાર
ગામ સથરા હાલ પાલવા વનમાળીદાસ નાગજીભાઈ વાઘેલા (ઉં.વ. ૮૪) તે ૨૧/૭/૨૨ના રામચરણ પામેલ છે. તે સ્વ. ભાનુમતીબેનના પતિ. સ્વ. વાલજીભાઇ નાગજીભાઈ વાઘેલાના મોટાભાઈ. સ્વ. સુરેશભાઈ, સ્વ. સુભાષભાઈ, ભરતભાઈ, અરૂણાબેન મહેશકુમાર ગોહિલ, રેખાબેન મુકેશકુમાર વાઢેળ, ભારતીબેન બ્લેન મેન્ગાઈના પિતા. સ્વ. કૈલાશબેન અશોકકુમાર દેસાઈ, અનિલ, વિનોદના મોટાબાપુજી. સ્વ. કાનજીભાઈ નાગજીભાઈ સરવૈયા બુધેલના બનેવી. તેમની સાદડી ૨૩/૭/૨૨ના ૪ થી ૬ કલાકે દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ મંડળ, અશોક ચક્રવતી રોડ, સ્વયંભૂ ગણપતિ મંદિર, કાંદિવલી ઈસ્ટ.
મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ
જેતપુર નિવાસી હાલ (કાંદિવલી) સ્વ. પ્રભાબેન જમનાદાસ ધામેચાના પુત્ર રમેશભાઈ ધામેચા (બિલ્લુભાઈ) (ઉં.વ. ૬૬) તા. ૨૦-૭-૨૨ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે રસીલાબેનના પતિ. હિરેન – અ.સૌ. રેખાબેન તથા અંજના ધર્મેશકુમાર લિંબડના પિતા. સ્વ. નિર્મલાબેન ધનજીભાઈ ધામેચાના જમાઈ. સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. અનિલભાઈ અને હંસાબેન રમાબેન તથા પ્રફૂલાબેનના ભાઈ. તેમની સાદડી તા. ૨૩-૭-૨૨ શનિવાર ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. સરનામું: ૨૦૭/૭, નીલાંબર સોસાયટી, હનુમાન મંદિર બસ સ્ટોપ પાસે, ચારકોપ સેક્ટર-૨, કાંદિવલી વેસ્ટ.
પરજીયા સોની
પાંચવડા હાલ કાંદિવલી (ચારકોપ) સ્વ. શાંતીલાલ કાનજીભાઈ થડેશ્ર્વરના ધર્મપત્ની ગં. સ્વ. ચંપાબેન થડેશ્ર્વર (ઉં.વ. ૮૭) તા. ૨૧/૭/૨૨ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભીખાલાલ, સરોજબેન અને ઇલાબેનના માતુશ્રી. ઉષાબેનના સાસુ. સ્વ. કાંતિલાલ, ધીરુભાઈ, વનમાળીભાઈ તથા વિઠ્ઠલભાઈના ભાભી. મામૈયાભાઇ માણસુરભાઈ જગડાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૩/૭/૨૨ ને શનિવાર, સમય: સવારે ૧૧.૦૦થી ૧૨.૦૦ શ્રી સોનીવાડી, સિમ્પોલી (બોરીવલી) રાખેલ છે.
પરજીયા સોની
રાજકોટવાળા હાલ અંધેરી, સ્વર્ગવાસી સોની કમળાબેન અને જીવણલાલ મુળજીભાઈ ધોરડાના સુપુત્ર સુરેશભાઈ ધોરડા (ઉં.વ. ૬૩) તા. ૧૯/૭/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ગંગાસ્વરુપ ગીતાબેનના પતિ. બ્રિન્દા, શ્રુતિ, રોહન (ક્રિષ્ણા)ના પિતાશ્રી. પન્નાબેન યોગેશકુમાર ધકાણ અને હિનાબેન જગદીશભાઈ મોદીના ભાઈ. સ્વર્ગવાસી રતનશીભાઈ ધકણના જમાઈ. લૌકિક વ્યહાર બંધ છે. ટેલિફોનિક બેસણું શનિવાર, ૨૩/૭/૨૨ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઓદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
તણસા હાલ બોરીવલી સ્વ. જસુમતી વિનયકાન્ત જોશીના સુપુત્ર વિરલ (ઉં.વ. ૪૬) તા. ૧૮/૭/૨૨ના અક્ષરનિવાસી થયા છે. દિપાલીબેનના ભાઈ. આનંદભાઈના સાળા. મિતાલી, ઉત્સવીના મામા. મોસાળ પક્ષ વિજયભાઇ, સ્વ. દિનેશભાઈ, ભરતભાઈના ભાણેજ. (લૌકિક પ્રથા બંધ છે.)
વિસા સોરઠીયા વણિક
માધવપુરવાળા ગં. સ્વ. ભાનુબેન (ઉં. વ. ૭૯) હાલ કાંદીવલી (પ.) તે ડો. નરોત્તમદાસ ગોરધનદાસ શાહના પત્ની. ભાવેશ તથા ડો. શીલ્પા નરેશ ભાટીયાની માતા. જીગીશા ભાવેશ તથા ડૉ. નરેશ ભાટીયાના સાસુ. સ્વ. જશવંતીબેન મથુરાદાસ તથા ગં. સ્વ. કાંતાબેન રતિલાલના દેરાણી અને ગં. સ્વ. હંસા વજુભાઈના જેઠાણી તથા બામણાસાવાળા સ્વ. લીલાવતી દેવચંદ ગાંધીની પુત્રી સોમવાર, તા. ૧૮ જુલાઈના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકીક પ્રથા બંધ છે.
સિ. સં. ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ત્રાપજ હાલ મુંબઈ જીતેન્દ્ર દિનકરરાય મહેતા (ઉં. વ. ૭૭) સ્વર્ગવાસ થયેલ છે. તે દિનકરરાય જાદજી મહેતાના પુત્ર. રેખા જીતેન્દ્ર મહેતાના પતિ. ટવીંકલ જીતેન્દ્ર મહેતાના પિતાશ્રી. વિકી રતિલાલ વર્માના સસરા. મહેન્દ્ર, ઉષાના ભાઈ. લૌકિક પ્રથા મુલત્વી રાખેલ છે.
મેઘવાળ
હણોલ (હાલ મુંબઈ)ના સ્વ. રાજીબેન તથા સ્વ. મેઘજી બિજલ સોલંકીના પુત્રવધૂ. કેશવભાઈ મેઘજી સોલંકીના પત્ની શાંતાબેન (ઉં. વ. ૬૨) ૧૨-૭-૨૨ના દેવલોક પામ્યા છે. તે કંચન, પ્રકાશ, સુધીર, પ્રશાંતના માતા. સ્વ. રુડીબેન તથા સ્વ. રામજી માવજી જાદવના દીકરી. પુનિતભાઈ રજનીકાંત અજમેરા, જીયા, દીપિકા, ચંદ્રીકા, તરુણા, વૈશાલીના સાસુ. પ્રેમજીભાઈ, પ્રેમિલાબેનના ભાભી. નંદાબેન સોલંકીના જેઠાણી. તેમની બારમાની વિધી ૨૩-૭-૨૨ના શનિવારે ૪ કલાકે મેઘભવન હોલ, આર્યર રોડ, ચીંચપોકલી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.