Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
સ્વ. બચુબાઈ પુરુષોતમ ભાણજી આઇયા. કચ્છ મોથારા હાલે ઘાટકોપરના પુત્ર. અરુણકુમારના ધર્મપત્ની અ.સૌ. પ્રેમીલાબેન (ઉં.વ. ૭૦) ૨૨/૧૧/૨૨ના રોજ અક્ષરવાસી થયા છે. તે હેમાંગ તથા હેમાલીના મમી તથા ભાવિકા અને મયંકના સાસુ તથા બેબીબેન, સરસ્વતીબેન, રૂક્ષ્મણીબેન તથા વસંતભાઈના ભાભી તથા સ્વ. છગનલાલ મોરારજી જોબનપુત્રા (હાજાપર તા. ભુજ)ના પુત્રી. સ્વ વિજયભાઈ, ચંદુભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, હંસાબેન હસમુખભાઈ કોટક, રમાબેન રાજેશભાઈ પલણ, યામિનીબેન નવીનકુમાર રૂપારેલના બહેન . તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર રાખેલ નથી. રહેઠાણનું સરનામું: ૪૦૨, ૪મી માળ પૂનમ વ્યૂ.વિક્રાંતની સામે.બિલ્ડિંગ વિક્રાંત સર્કલ પાસે, આર.બી.મહેતા.રોડ, ઘાટકોપર.(પૂર્વ.) મુંબઈ-૪૦૦૦૭૭.
નવગામ વિશા નગર વણિક વાણીયા
માણસા નિવાસી હાલ કાંદિવલી સ્વ. ચંદુલાલ મથુરદાસ શાહના ધર્મપત્ની ગં.સ્વ કલાવતીબેન (ઉં.વ.૮૯) તે ૨૪/૧૧/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે નરેશ, ગીતા, નીના, શીલા તથા કલ્પેશના માતુશ્રી, ગીતાબેન, અલ્પા, સ્વ. રાજેશ શાહ, વ્યોમેશ મહેતા, દિલીપ શાહના સાસુ, પિયરપક્ષે સ્વ. ચંપાબેન હરગોવિંદદાસ શાહ માણસાવાળાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૨૭/૧૧/૨૨ રવિવારના રોજ ૫ થી ૭ કલાકે શ્રી હાલાઇ લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્સ્ટેન્શન રોડ, કાંદિવલી વેસ્ટ. મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદીચ્ય સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ
લક્ષ્મીપુરા નિવાસી હાલ દહિસર સ્વ. નર્મદાશંકર ગિરજાશંકર રાવલ (ઉં.વ.૭૦) તે ૨૩/૧૧/૨૨ના રોજ કૈલાશવાસી થયેલ છે. તે મુક્તાબેનના પતિ, છાયા તથા યોગેનના પિતા, આર્યના દાદા, સ્વ. ઈશ્ર્વરભાઈ, સ્વ. લીલાબેન, સ્વ. નિર્મળાબેનના ભાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૭/૧૧/૨૨ના રોજ ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન: સદગુરુ છાયા, સી/૨૦૩, સી.એસ.રોડ ૩, સુધીન્દ્ર નગર, દહિસર ઈસ્ટ.
સુરતી મોઢ
મુંબઈ બોરીવલી નિવાસી વિનેશ જયંતીલાલ મેહતા (ઉં.વ.૮૦) તે ૨૪/૧૧/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે.તે સ્વ. નલીનીબેનના પતિ, આશિષ તથા નેહાના પિતા, હેમલ, ચંદ્રેશના સસરા, સૃષ્ટિ ના દાદા, નિરંજનભાઈ, કિરણના મોટાભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
સરસિયાવાળા હાલ મલાડ અ.સૌ. હંસાબેન નટવરલાલ સલ્લા, (ઉં.વ.૭૨) તા. ૨૪.૧૧.૨૦૨૨ ગુરુવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે, તે નટવરલાલ ત્રિભોવન ભાઈ સલ્લાના ધર્મપત્ની, તે સ્વ.ધનજીભાઇ મામૈયાભાઈ ધકાણ બગસરા વાળાના દિકરી. તે મહેન્દ્રભાઈ, પ્રવિણભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, સ્વ.શારદાબેન મનહરલાલ ધાણક, હંસાબેન જનકકુમાર ધાણક, મીનાબેન વિનોદકુમાર જગડાના ભાભી. તે નીતાબેન વિશ્ર્વજીત ભાઈ જગડા, મનોજ, ચેતન, હિતેશના માતુશ્રી. તે કૃપા બેન, વર્ષા બેન, નિશિકા બેનના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
દેસાઈ સઇ સુથાર જ્ઞાતિ
મૂળ ભાવનગર, તણસા- વાવડી, હાલ ભાયંદર, મુંબઈ દિનેશ રતિલાલ સરવૈયા (ઉં.વ. ૬૪) તા . ૨૪ નવેમ્બર, ૨૨ના ગુરુવારે અવસાન પામ્યા છે. તે સ્વ. કનકબેનના પતિ. ગં. સ્વ. જયાબેન રતિલાલ દેવજીભાઈ સરવૈયાના પુત્ર. પ્રવીણ, રમેશ, રાજેશ, મહેશ, ભૂપતના ભાઈ. નિકુંજ અને શ્ર્વેતા ચિરાગ ચૌહાણ, રિદ્ધિના પિતા તથા ભંડારીયા- ભાવનગરવાળા સ્વ. મનુભાઈ ઝવેરભાઈ ચાવડાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૮મી નવેમ્બરના સોમવારે બપોરે ૩થી૫. સ્થળ: ગુરુદ્વારા હોલ, નવઘર રોડ, ભાયંદર (ઈસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ બચુબાઇ પુરષોતમ ભાણજી આઇયા.કચ્છ મોથારા હાલે ઘાટકોપરના પુત્ર અરુણકુમારના ધર્મપત્ની અ.સૌ. પ્રેમીલાબેન (ઉં.વ. ૭૦) ૨૨/૧૧/૨૨ના રોજ અક્ષરવાસી થયા છે. તે હેમાંગ તથા હેમાલીના મમ્મી તથા ભાવિકા અને મયંકના સાસુ તથા બેબીબેન, સરસ્વતીબેન, રુક્ષ્મણીબેન તથા વસંતભાઈના ભાભી. સ્વ છગનલાલ મોરારજી જોબનપુત્રા (હાજાપર તા. ભુજ)ના પુત્રી. સ્વ વિજયભાઈ, ચંદુભાઈ, સ્વ નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, હંસાબેન હસમુખભાઈ કોટક, રમાબેન રાજેશભાઈ પલણ, યામિનીબેન નવીનકુમાર રૂપારેલના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મોઢ વણિક
ભરૂચના હાલ મુંબઇ મનુભાઇ જમનાદાસ દલાલ (ઉં. વ. ૯૦) તે હિતેનભાઇ દલાલ તથા મીનાબેન તરુણભાઇ ત્રાલસાવાલાના પિતા. જલ્પેશભાઇ તથા માનસીબેન મહર્ષીભાઇ પટેલના દાદા. મનીષાબેનના સસરા. તા. ૨૫-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૧-૨૨ સાંજે ૫થી ૭. ઠે. શંકર શેઠ પેલેસ, સી-વિંગ, ૭મે માળે, શાસ્ત્રી હોલની બાજુમાં, નાના ચોક, તારદેવ રોડ, મુંબઇ.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ગામ કાંધી હાલ મીરારોડ જીજ્ઞેશનભાઈ જયંતિલાલ જોષી (ઉં.વ. ૫૨) બુધવાર, તા. ૨૩-૧૧-૨૨ના કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. જયંતિભાઈ અને જયાબેનના સુપુત્ર. ગં.સ્વ. પ્રીતિબેનના પતિ. કુ. મિતાલીના પિતાશ્રી. અ.સૌ. દક્ષાબેન, અ.સૌ. નયનાબેન, હિતેશભાઈ, સંજયભાઈના ભાઈ, કુ. ભક્તિ, કુ. શુભના કાકા. સ્વ. મહેશભાઈ નાનાલાલ પંડ્યા (કોટગાંગડ-ભાયંદર)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular