હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
કચ્છ ગામ મોટી મઉંવાળા (હાલ મુલુંડ) સ્વ. જયંતીલાલ નથુરામ ચાંપશી ઠક્કર બાંટના ધર્મપત્ની રતનબેન (ઉં. વ. ૮૧) ૧૭-૭-૨૨, રવિવારના શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. કરશનદાસ માધવજી ટોડાઈ મુંદ્રાવાળાની પુત્રી. તે પ્રવિણ ઠક્કર બાંટ, પ્રીતીબેન પ્રકાશ તન્ના, મીનાબેન ધીરેન કોઠારી, ભાવનાબેન વિજય પલણના માતુશ્રી. હીનાબેન પ્રવિણ ઠક્કર બાંટના સાસુ. હીરેન, પાયલના દાદી. ઉર્વેશ, વિરલ, પાર્થના નાનીની પ્રાર્થનાસભા ૧૯-૭-૨૨ના ૫.૩૦ થી ૭. ઠે. ગોપુરમ બાલાજી હોલ, મુંલુડ (વે). લૌકીક વ્યવહાર સદંતર બંધ છે.
સ્વ. પાર્વતીબાઈ દયાળજી કક્કડ રતડીયાના પુત્ર નવીનભાઈ (ઉં. વ. ૮૦) હાલે મુલુંડ ૧૭-૭-૨૨ના અવસાન પામ્યા છે. તે સ્વ. મૂળજી કાનજી કોઠારી સુમરી રોહાના જમાઈ. સ્વ. સુશીલાબેનના પતિ. મનીષા ક્ધહૈયાલાલ સોમૈયા, બિંદુ કેતન ધામી, નિમેષના પિતા. હીનાના સસરા. રંજનબેન મહેન્દ્ર ઠક્કર, ભગવતીબેન જયંતીલાલ ઠક્કરના ભાઈની પ્રાર્થનાસભા ૧૯-૭-૨૨, મંગળવારના ૫ થી ૭. ઠે. ગોપુરમ હોલ, આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગં. સ્વ. પ્રભાબેન કરસનદાસ પલણ (ઉં. વ. ૮૨) કચ્છ વિંજાણ, હાલે થાણે તે રવિવાર, ૧૭-૭-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. કરસનદાસ માધવજીના પત્ની. સ્વ. લીલાવંતીબેન તથા માધવજીના પૂત્રવધુ. સ્વ. મટુભાઈ કાનજી મજેઠીયા મઉં મોટીના પુત્રી, નિતાબેન અને વિપુલના માતુશ્રી. અશ્ર્વિનભાઈ કોઠારી તથા ભાવનાના સાસુજી. તે સ્વ. નાનજીભાઈના ભાઈના પત્ની. મોહનલાલ, સુરેશભાઈ, વિજયભાઈના કાકી. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, ૧૯-૭-૨૨ના ૫ થી ૭. સ્થળ: સારસ્વતવાડી, ઝવેર રોડ, મુંલુડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાનુશાલી
સ્વ. કરમશી દામજી દામાના સુપુત્ર ભા. ભરત દામા (ઉં.વ. ૬૮) ગામ જખૌ, તા. ૧૬-૭-૨૨ના કામોઠે નવી મુંબઇ મધ્યે ઓધવશરણ પામેલ છે. ભાઇઓ: વેરશી, પોપટલાલ (મુરજી), સ્વ. રમેશ કરમશી દામા, સ્વ. દયારામ જેઠાભાઇ દામા. કાકા: સ્વ. શંકરલાલ કલ્યાણજી દામા. પુત્રો: હરીશ, મયૂર. પૌત્ર : કાવ્ય. બનેવી : સ્વ. દામજી ટોપણદાસ માવ, નાની વમોટી. સ્વ. મુરજી થાર્યા મંગે, હમીરપર સ્વ. કરસનદાસ શીવજી મંગે, મોથાળા, સાસરા પક્ષ: સ્વ. બાબુભાઇ વલ્લભજી ભદ્રા, રવા. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
બાંદ્રા નિવાસી પ્રવિણાબેન મગદાણી (ઉં. વ. ૭૯) તે સ્વ. કનૈયાલાલ અમૃતલાલ મગદાણીના ધર્મપત્ની. તે ધર્મીબેનના માતુશ્રી. તે સ્વ. કિશોરભાઇ, પંકજભાઇ, સ્વ. શારદાબેન ભોગીલાલ જીવરાજાણી, ભારતીબેન જયપ્રકાશ વાઘાણી, વંદનાબેન કિશોરભાઇ લાખાણી, વત્સલાબેન દિનેશભાઇ ઠક્કર, તે કનકબેન તથા ક્રિષ્ણાબેનના ભાભી. સ્વાતિ, ભાવેન, નિમિષા, નિયતિ, અમિષી, શુભના મોટા મમ્મી. તે બાંદ્રા નિવાસી સ્વ. છગનલાલ જેઠાભાઇ દત્તાના સુપુત્રી તા. ૧૮-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૭-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. એમ.એમ.પ્યુપિલ્સ હાઇસ્કૂલ, ખાર એજયુકેશન સોસાયટી, એસ. વી. રોડ., ખાર પોલીસ સ્ટેશનની બાજુમાં, ખાર (વેસ્ટ).
પોરબંદર દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પોરબંદર હાલ કાંદિવલી ગં. સ્વ. સુશીલાબેન (માનવંતીબેન) અને સ્વ. હસમુખલાલ હરખલાલ ભગતના સુપુત્ર ભરતભાઇ (ઉં. વ. ૬૨) તે અલકાબેનના પતિ. હિરલ અને બીનલના પિતા. સ્મિતભાઇના સસરા. સ્વ. જીતેન્દ્રભાઇના ભાઇ. તે સ્વ. જસુમતીબેન તથા સ્વ. મનસુખલાલ ત્રિભુવનદાસ દેસાઇના જમાઇ તા. ૧૭-૭-૨૨ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૭-૨૨ મંગળવારના સાંજે ૪થી ૬. ઠે. પાવનધામ, એમ.સી.એ. ક્લબની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).
વિસનગરા નાગર બ્રાહ્મણ
સરઢવ હાલ મુંબઇ અજય રાવલ (ઉં. વ. ૬૮) તા. ૧૨-૭-૨૨ મંગળવારના હાટકેશ શરણ થયા છે. તે સ્વ. ઘનશ્યામભાઇ અને સ્વ. રેખાબેનના પુત્ર. વંદનાના પતિ. અપૂર્વના પિતા. સૌ. સ્નેહના સસરા અને પંકજના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૨૧-૭-૨૨ સાંજે ૫થી ૭. ઠે. પ્રભુઉપવન, એકતાભૂમિ ગાર્ડન, સાઇ સર્વિસની બાજુમાં, દત્તપાડા રોડ, બોરીવલી (ઇસ્ટ). પિયરપક્ષના માણસાવાળા સુશીલાબેન વિષ્ણુપ્રસાદ પંડયા તરફથી પ્રાર્થનાસભા સાથે જ રાખી છે.
લોહાણા
વાંદરા નિવાસી પ્રવિણાબેન મગદાણી (ઉં. વ. ૭૮)તે સ્વ. છગનલાલ જેઠાભાઇ દત્તાની સુુપુત્રી તથા સ્વ. કનૈયાલાલ અમૃતલાલ જીવરાજભાઇ મગદાણીના ધર્મપત્ની. તે સ્વ. સૂર્યકાંતભાઇ, સ્વ. મનહરલાલભાઇ, રમેશભાઇ, પુષ્પકાંતભાઇના બેન. સ્વ. લક્ષ્મીબેન, સ્વ. મૃદુલાબેન, ઇન્દિરાબેન, ભાવનાબેનના નણંદ. તા. ૧૮-૭-૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૭-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. એમ.એમ.પ્યુપલ્સ હાઇસ્કૂલ, ખાર એજ્યુકેશન સોસાયટી, એસ. વી. રોડ, ખાર પોલીસ સ્ટેશનની બાજુમાં, ખાર (વેસ્ટ).
હાલાઈ ભાટિયા
અ. સૌ. ભારતી નિતીન ઉદેશી(વૈઘવાળા), તા. ૨૭/૬/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. કુસમબેન અને જમનાદાસ (નાથુભાઇ)ની વહુ. ભાનુબેન અને મથરાદાસ (ખટોભા)ની દિકરી. અમી તથા ભાવિકના માતુશ્રી. અ. સૌ. અંજના વનરાજ લીલાણી. અ. સૌ. ચંદ્રિકા જયેશ વેદના ભાભી.
ચિંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ
સ્વ. ભાનુમતિ વૈકુંઠલાલ શાહની પ્રાર્થનાસભા રાખેલ છે. તા. મંગળવાર, તા. ૧૯ જુલાઈ ૨૦૨૨ સમય – સાંજના ૫.૦૦ થી ૭.૦૦ કલાકે. સ્થળ – ઠાકરે નાટ્ય મંદિર, મલ્ટીપરપઝ હોલ, “સી” વિન્ગ, ૧લા માળે, સોડાવાળા લેન, ચામુંડા સર્કલ પાસે, બોરીવલી (પ.).
વિશા સોરઠીયા વણિક
હાલ સુરતના શાંતાબેન જમનાદાસ શાહ (ઉં. વ. ૮૩) તે ૧૭/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે રહીજવાળા રંભાબેન વાલજી શાહના દીકરી. હરેશભાઇ, સ્વ. રાકેશભાઈ, ભારતીબેન લક્ષ્મીચંદ શાહ, સર્યુબેન અશ્ર્વિનભાઈ શાહ, વર્ષાબેન ધૈવન્તભાઈ માંકડના માતુશ્રી. જેસલબેન દિપાલીબેનના સાસુ. ઉમંગ રાકેશ શાહના દાદી, જશવંતીબેન નવલબેન નિમુબેન કાકુભાઇ તથા ફૂલચંદભાઈના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચિંચણ તારાપુર દશા સોરઠીયા વણિક
હાલ સાંતાક્રુઝ ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૮૬) તે સ્વ. જયંતભાઈ અમૃતલાલ શાહના ધર્મપત્ની, સ્વ. સંતોકબેન ગીરધરલાલ સાંગાણીના પુત્રી. કલ્યાણી હરેશ વિભાકર તથા જાગૃતિના માતુશ્રી. હરેશ અરવિંદ વિભાકરના સાસુ. ત્રિશા, દેવીનાના નાની. ૧૪/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી વિસા સોરઠિયા વણિક
ઝરીયાવાળા અરવિંદકુમાર નરસિંહદાસ શાહ (ઉં. વ. ૭૮) એ તા. ૧૬/૭/૨૨ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નિમેળા શાહના પતિ. લિના, પારુલ, કલ્પેશ, જીગનાના પપ્પા. પુેવી-અજય-રાકેશ-મહેન્દ્રના સસરા. સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ.દિલીપભાઈના ભાઈ. ગણોદવાળા સ્વ. ચંદુલાલ દુલેભજી શાહના જમાઈ. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
વિનોદ સંપટ (ઉં. વ. ૮૫) તે સ્વ. ધરમસિંહ જીવણદાસ સંપટના પુત્ર. જયાના પતિ. સ્વ. કિશોર, તારા, અશોકના ભાઈ. કપિલ તથા નેહાના પિતા, કંચન, પ્રભાકરના સસરા. હર્ષિત, રવીના દાદા-નાના ૧૫/૭/૨૨ના સિકંદરબાદ મધ્યે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.