હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
અજાબ હાલ કાંદિવલી સ્વ. કાંતિલાલ સુંદરજી સોમૈયાના પત્ની મૃદુલાબેન કાંતિલાલ સોમૈયા (ઉં. વ. ૮૩) તા. ૧૪-૭-૨૨ ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે ભાવના જિતેન્દ્ર ઠક્કર, પ્રશાંત, અમિતના માતુશ્રી. જયશ્રી, સારિકાના સાસુ. ઇશાન, દિશા, દેવિકા, સલોની, મંથન, રીમા, તોષાના દાદી-નાની. તે સ્વ. હસમુખભાઇ, સ્વ. ચીમનભાઇ, વિનોદભાઇ, સ્વ. અનસુયાબેન, સ્વ. શારદાબેન, સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. હંસાબેન, ગીતાબેન ભૂપેશભાઇ સોનપાલના ભાભી. ગામ સુથરીના સ્વ. અનિલ નારાયણદાસ અમનકાઠના દીકરી. પ્રાર્થનાસભા હાલાઇ લોહાણા મહાજનવાડી, શંકરના મંદિર પાસે, એસ. વી. રોડ., કાંદિવલી (વેસ્ટ), તા. ૧૮-૭-૨૨ સોમવારે ૪થી ૬. રાખેલ છે.
કપોળ
જાફરાબાદ હાલ કાંદિવલી ક્રિષ્ણકાંત (કનુભાઇ) ગોરડિયા (ઉં. વ. ૬૬) તે સ્વ. ઇચ્છાબહેન મોહનલાલ ગોરડિયાના પુત્ર, પ્રજ્ઞાબહેનના પતિ. પૂરવ અને રોનકના પિતા. નિશા અને વંદનાના સસરા. સ્વ. વસંતબહેન વ્રજલાલ વોરા, સ્વ. નીરુબેન (શાંતિબેન) ગુણવંતરાય કોઠારી, સૂર્યબહેન રાજુભાઇ વોરા, સ્વ. જસુમતીબેન, વિલાસ જિતેન્દ્ર પારેખ, કુસુમ પંકજ મહેતાના ભાઇ. રવિવાર, તા. ૧૭-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૭-૨૨ સોમવારે સાંજે ૫થી ૭. ઠે. ઠઠ્ઠાઇ ભાટિયા હોલ નં.૫, શંકર લેન, ફલાયઓવર સામે, કાંદિવલી (વેસ્ટ), મુંબઇ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ધીરજલાલ પરમાણંદદાસ બોસમીયા (મહુવા-હાલ બોરીવલી) ના ધર્મપત્ની અ. સૌ. અરૂણાબેન (ઉં. વ. ૬૫) તે સ્વ. ભાઇલાલ લલ્લુભાઇ મકોડીયા (ભાવનગરવાળા)ની સુપુત્રી તે તા. ૧૬-૭-૨૨ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે નિયત ને હિરેનના માતુશ્રી. તે શ્રદ્ધા ને હિનાના સાસુ. તે રૂદ્ર ને સાનવીના દાદી. તે સ્વ. ચંદુલાલ, સ્વ. જયોતીન્દ્રભાઇ, વ્રજલાલભાઇ, નવિનચંદ્ર, સ્વ. પ્રતાપરાય તથા સ્વ. ચતુરાબેન દ્વારકાદાસ મણીયાર, સ્વ. નિર્મળાબેન પરશોતમદાસ ગરાછ, ગં. સ્વ. વિજયાબેન રતિલાલ પડિયાના નાનાભાઇના ધર્મપત્નીની પ્રાર્થનાસભા તા. ૧૮-૭-૨૨ સોમવારના સાંજે ૫થી ૭. ઠે. ઠઠ્ઠાઇ ભાટીયા હોલ નં.૩, ૧લે માળે, શંકર ગલ્લી, એસ. વી. રોડ કોર્નર, કાંદિવલી (વેસ્ટ).
હાલાઇ લોહાણા
મૂળ ગામ ખંભાળીયા હાલ થાણા છાયાબેન (સોનલબેન) નીરજભાઇ સવજીયાણી (ઉં. વ. ૫૨) તે સ્વ. નીરજભાઇ નાથાલાલ સવજીયાણીના પત્ની. તે વિનીતા બેન તથા સ્વ. જમનાદાસ દામોદરદાસ તન્નાની પુત્રી. તે સ્વ. જીમીત, સ્વ. દર્શના તેમ જ મિહીરની બહેન. ગુરુવાર, તા. ૧૪-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.
અનાવિલ બ્રાહ્મણ
ચણવઇ હાલ કાંદિવલી મુંબઇના ગં. સ્વ. કુસુમબેન હર્ષદરાય દેસાઇ, તા. ૧૫-૭-૨૨ના દેવલોક પામ્યા છે. તે હિરેનભાઇ, જયનાબેન, જિગીષાબેનના માતુશ્રી. આસુતોષભાઇ, સંદીપભાઇ, મેઘાબેનના સાસુ. હર્ષ અને ઋચિતના દાદી. માધવ અને કૃતિના નાની. પિયરપક્ષે સુમનભાઇ અને કિશોરભાઇ દેસાઇ (વાવ)ના મોટાબેન. લૌકિક રિવાજ બંધ છે.
નવગામ ભાટીયા
અમરેલીવાળા હાલ મુંબઇ અ. સૌ. ખ્યાતિ પિયુષ વેદ (ઉં.વ. ૩૧) તે ગં. સ્વ. ઉષાબેન પ્રવીણભાઇ વેદ, દમયંતી રજનીકાંત વેદ, નયના રોહીત વેદના પુત્રવધૂ. તે માનસી પારસ વેદ, રિદ્ધિ રાજેન સંપટના ભાભી. ચી. ખનકના માતા. તે ગં. સ્વ. ઇન્દુબેન કાંતિલાલ ગોકળગાંધી, ગં. સ્વ. તારાબેન ચુનીલાલ ગોકળગાંધીના પૌત્રી. તે નયનાબેન શૈલેષભાઇ ગોકળગાંધી, પ્રિતીબેન વિક્રમભાઇ, સુષ્માબેન શ્યામભાઇ અને મીતાબેન આનંદભાઇની સુપુત્રી. તે દર્શન અને ઉત્સવના બહેન. શુક્રવાર, તા. ૧૫-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાસિનોર દશા નીમા વણિક
કિરણ નટવરલાલ દેસાઈ (ઉં. વ. ૭૪) તે સ્વ. પુષ્પાબેન નટવરલાલ દેસાઈના પુત્ર. સ્વ. સુશીલાબેન રજનીકાંત શાહના જમાઈ. દક્ષાના પતિ. પૂરવ તથા રીકીનના પિતા. સંમીતા તથા સ્વીટીના સસરા. પ્રિષા, માહિર કિઆનના દાદા ૧૬/૭/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ ચતુર્વેદી બ્રામ્હણ
ક્રાકાંચ હાલ મુંબઈ ગં.સ્વ. અન્નપૂર્ણાબેન ગિરીશભાઈ ત્રિવેદી (ઉં. વ. ૭૦) તા. ૧૬/૭/૨૦૨૨ને શનિવારના શ્રીજીચરણ પામ્યાં છે. જે સ્વ. જયાબેન શાંતિલાલ ત્રિવેદીના દીકરી. જે સ્વ. મુકતાબેન મનહરલાલ ત્રિવેદીના પુત્રવધૂ. જે સ્વ.ગીરીશભાઈ મનહરલાલ ત્રિવેદીના પત્ની. જે નેહલબેન ભૂષણકુમાર દીક્ષિત, બીનાબેન દીપનકુમાર દીક્ષિત, કિરણ ગીરીશભાઈ ત્રિવેદીના મમ્મી. જે ઋતાક્ષીબેન કિરણભાઈ ત્રિવેદીના સાસુ. ટેલિફોનીક બેસણું તા. ૧૮/૭/૨૦૨૨ ના સોમવારે સાંજે ૪-૬ રાખેલ છે.
હાલાઇ લોહાણા
સોમનાથ વેરાવળવાળા હાલ દહીસરના સ્વ. મધુબેન તથા સ્વ. નંદલાલભાઈ નાગજીભાઈ બુધ્ધદેવના પુત્ર રાજુભાઈ (ઉં. વ. ૬૪) તે રવિવાર ૧૭/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે રક્ષાબેનના પતિ. આશિષ-અ.સૌ.પાયલના પિતાશ્રી, ભારતી રમેશચંદ્ર કાનાબાર, સ્વ. કિશોર તથા સ્વ. સુધીરના ભાઈ. સાસરાપક્ષે કાંદિવલી નિવાસી ગં.સ્વ લીલાવતીબેન તથા સ્વ. કાંતિલાલ રામજીભાઈ સુબાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચરોતર રૂખી સમાજ
ખંભાતના વતની હાલ મુંબઇના સ્વ. માણેકબેન નિર્મલ સારવાન (ઉં. વ. ૭૫) તા. ૧૩-૭-૨૨ના દેવલોક પામ્યા છે. તેઓના સુતક સુવાળા (બેસણું) તા. ૧૮-૭-૨૨ના રોજ સાંજે ૪થી ૬. તે રાજેશભાઇ, ભરતભાઇ, મંજુલાબેન, પાર્વતીબેન, મીનાબેન, દમયંતીબેનના માતુશ્રી. દિપીકાબેન, સોનલબેનનાં સાસુજી. સન્નીભાઇ, નિલેશભાઇ, મનિષભાઇ, ભાવનાબેન, રેણુકાબેનના દાદીમા. મિનલબેન, નેહાબેન, ફાલ્ગુનીબેનના દાદી-સાસુજી. વિક્કીભાઇ, ચેતનભાઇ, નીતાબેન, કંચનબેનના નાનીજી. નિવાસ સ્થાન : સેન્ટ જોર્જ હોસ્પિટલ ચાલ નં. ૨૨, રૂમ નં. ૫, સરવન્ટ કોર્ટસ, સી.એસ.ટી.મુંબઇ.
કચ્છી ભાટીયા
મુંબઈ સુરેશ ટોપરાની (ઉં. વ. ૮૪) તા. ૧૬-૭-૨૨ના શ્રીજીના ચરણ પામ્યા છે. બિંદુ(બેના)ના પતિ. દેવાંશી તથા જયના પિતા. ગોપાલ રામસે તથા કનિકાના સસરાજી અને નિહાલના નાના. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.