હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

મનફરા હાલ મલાડ માતુશ્રી રાધીકા રશ્મી ઝવેરી (છેડા) શુક્રવાર, તા. ૮-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે નવીનભાઇ ઝવેરી (છેડા)ના પત્ની. તે ડો. બિલોવ (ખુશી) ઝવેરીના માતા. તે અમૃતબેન ચાપસીભાઇ છેડાના પુત્રવધૂ. તે સ્વ. મંગળાબેન તથા સ્વ. મોહનલાલ કારીયાના દીકરી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૭-૭-૨૨ના સાંજે ૬થી ૮. ઠે. ગૌરાંગ હોલ, ઇસ્કોન મંદિર, જુહુ, મુંબઇ ખાતે રાખેલ છે.
ચિંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ વણિક
અ.સૌ. ભાનુમતી (ઉં. વ. ૮૮) તે વૈકુંઠલાલ લલ્લુભાઇ શાહના ધર્મપત્ની સ્વ. શાંતાબેન નંદલાલ પારેખના દીકરી. પરિમલ, તુષારના માતુશ્રી. ભાવનાના સાસુ. ધ્રુવી સુનય કરગાટીયાના દાદી ૧૫/૭/૨૨ના ખાતે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મુંબઈ વણકર સમાજ
મૂળ બીલીમોરા હાલ ગોરેગાંવ, મુંબઈના દેવજીભાઈ હીરાભાઈ બોરીચા (વણકર),(ઉં. વ. ૮૯) ૧૩.૦૭.૨૨ના સ્વર્ગવાસ થયા છે. તે મણીબેનના પતિ. પુષ્પાબેન રાઠોડ, દિલીપભાઈ બોરીચા, રક્ષાબેન પડાયા, વર્ષાબેન ભાદરકાના પિતાજી. રવિન્દ્રભાઈ રાઠોડ, મંજુલાબેન બોરીચા, ડાહ્યાલાલ પડાયા અને કિશોરભાઈ ભાદરકાના સસરા. કુણાલ બોરીચા અને ઉત્કર્ષા સુમરાના દાદા. પ્રાર્થનાસભા બારમાનીવિધિ તા. ૧૮.૦૭.૨૦૨૨ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે, નવજીવન સંસ્કારધામ હોલ, શિવ મંદિર, બાંગુર નગર, ગોરેગાંવ (વેસ્ટ).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
બાબાપરવાળા હાલ મલાડ ગં.સ્વ. જશવંતી મનસુખલાલ પડીઆ (ઉં. વ. ૭૬) તે ૧૫/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે રમેશ દુર્લભજી પડીઆના ભાભી. નૂતન રમેશ પડીઆના જેઠાણી. સચિન-ખ્યાતિ, નિકુંજ -શ્ર્વેતા, મિહિર-શ્રુતિના ભાભુ. રીટાબેન નાથાણી તથા દિપાલી વિજય સિંઘવડના માતુશ્રી. ધારીવાળા સ્વ. ગીરધરલાલ ભગવાનજી બોસમીયાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૧૭/૭/૨૨ના ૪ થી ૫.૩૦ કલાકે લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
લેઉવા પટેલ
સ્વ. ગોરધનભાઈ મનુભાઈ બંભરોલિયા શ્રીજીશરણ પામેલ છે. સદગતનું બેસણું તા. ૧૮/૦૭/૨૦૨૨, સોમવારના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ : સૌરાષ્ટ્ર પટેલ સમાજ, અશોક વન, હનુમાન ટેકરી, શિવવલ્લભ રોડ , દહિસર (ઈ).
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ
મૂળ ગામ ધુળકોટ હાલ બોરીવલી સ્વ. જીતેન્દ્રભાઈ જેરામભાઈ મિસ્ત્રી (માકડીયા)ના પત્ની શોભાબેન મિસ્ત્રી (ઉં. વ. ૫૬) તા.૧૫/૭/૨૨ શુક્રવાર ના રોજ સ્વર્ગવાસ થયો છે. તે મોનીષભાઈની માતા, અશ્વિન ભાઈ, નીતિનભાઈ, અલ્પાબેનના ભાભી. શાંતાબેન દામજીભાઈ ટાંકની દીકરી. ગીતાબેન, નીતાબેન, રેખાબેન, જિતેન્દ્રની બહેન. તેમની પ્રાર્થનાસભા તા. ૧૮/૭/૨૨ સોમવારના ૫ થી ૭. સ્થળ: શ્રી લુહાર સુતાર વાડી, કાર્ટર રોડ નં – ૩, દત્ત પાડા મૈન રોડ, અંબાજી મંદિર પાસે, બોરીવલી (ઈસ્ટ).
નાઘેર દશા શ્રીમાળી વણિક
મોઠા નિવાસી હાલ ઘાટકોપર તારાચંદ હીરાચંદ પારેખ (ઉં. વ. ૯૦) તા. ૧૫ જુલાઈ ૨૦૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે વેણીબેન (વીણાબેન)ના પતિ. તે વિજય અને પ્રેમલના પિતા. તે હર્ષા અને હિતેશ પ્રવિણચંદ્ર શાહના સસરા. તે ધ્વનિ જીમિત ગાંધી, જય અને ઋષિ, રાજના દાદા-નાના. તે સ્વ. પુષ્પાબેન, કંચનબેન, સ્વ. કળાબેન, કિશોરભાઈ અને ઇલાબેનના મોટા ભાઈ. તે સામતેર નિવાસી સ્વ. દુલ્લભ ગીગાના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે.
વણકર સમાજ
બીલીમોરા હાલ ગોરેગાંવ, મુંબઇના દેવજીભાઇ હીરાભાઇ બોરીચા (વણકર) (ઉં. વ. ૮૯) તા. ૧૩-૭-૨૨ના સ્વર્ગવાસ થયા છે. તે મણીબેનના પતિ. પુષ્પા, દિલીપ, રક્ષા, વર્ષાના પિતા. રવિન્દ્ર, મંજુલા, ડાહ્યાલાલ અને કિશોરના સસરા. કમળાબેનના મોટાભાઇ. કુનાલ અને ઉત્કર્ષાના દાદા. કમલેશ, કિંજલ, અર્ચના, હર્ષિતા, જીજ્ઞેશ અને કિર્તિના નાના. સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા અને બારમાની વિધિ તા. ૧૮-૭-૨૨ના રોજ સાંજે ૫.૦૦ કલાકે. ઠે. નવજીવન સંસ્કાર ધામ હોલ, શિવમંદિર, બાંગુર નગર, ગોરગાંવ (વેસ્ટ).
કચ્છ કડવા પાટીદાર
કચ્છ ગામ હરિપર હાલ કલ્યાણ નિવાસી હંસાબેન અને ખીમજી રતનશી પોકારનાં પુત્રવધૂ જાગૃતિબેન (ઉં. વ. ૪૬) તે નીતિનભાઇના ધર્મપત્ની. તે મણીલાલ, નરસિંહ, હેમલતાબેન તથા સરિતાબેનના ભાઇનાં પત્ની. તે જીત તથા દિપનાં માતુશ્રી. તે રવી, વિજય, હિતેશ, જીગર તથા પુનિતનાં કાકી. તે ભગવતીબેન તથા સ્વ. હંસરાજ તેજાભાઇ રવાણી, (રસલીયા) હાલે નાશિક નિવાસીના દીકરી. તેમનું શુક્રવાર તા. ૧૫-૭-૨૨ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૭-૭-૨૨ના બપોરે ૩-૩૦થી ૫. ઠે. સેરેમની બેન્કવેટ, રામ મંદિરની સામે, કલ્યાણ ભિવંડી રોડ, કોન ગામ ખાતે રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ધનબાઇ મનજી લક્ષ્મીદાસ અનમના નાના સુપુત્ર તુલસીદાસ (ઉં. વ. ૭૭) સ્વ. મથરાદાસ, સ્વ. જીવરામ, સ્વ. બબીબેન ઠાકરશી ગણાત્રા, સ્વ. બચુબેનના ભાઇ. ગં. સ્વ. તારાબેનના પતિ. રંજનબેન, રમેશભાઇ, ચંદન, મેઘપર, કરસનદાસ, સુરેશ, શંકરના પિતા. રેખાબેન, શિલ્પાબેન (દીપા) નેહલબેનના સસરાજી. સ્વ. સરસ્વતીબેન રામદાસ હંસરાજ મૃગ જખો, હાલ મુલુંડવાળાના નાના જમાઇ. તા. ૧૨-૭-૨૨ મંગળવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૭-૨૨ રવિવારના સાંજે ૫થી ૭, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. બાલાજી હોલ, પુરસોત્તમ ખેરાજ એસ્ટેટ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, રામતત્વ ભાવનાની સામે, ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ).
કચ્છી વાયડા જ્ઞાતિ
ગં. સ્વ. લીલાવતીબેન ભોગીલાલ શાહ તે સ્વ. ભોગીલાલ ચાંપશી શાહના ધર્મપત્ની હાલ મુલુંડ મુંબઇ (ઉં. વ.૯૦) તે ભાઇ જીતેન્દ્ર, રાજેશ, સ્વ. તારાબેન, અ. સૌ. ભારતીબેન તથા ઇલાબેનના માતુશ્રી. અ. સૌ. સુનિતાબેન તથા હર્ષાબેનના સાસુજી. તે મૌલિક અને અ. સૌ. શ્રુતિબેનના દાદી. અભિષેક શેલારના દાદીસાસુ. તા. ૧૫-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
અ. સૌ. લક્ષ્મીબેન ખિમજી ગણાત્રા (ઉં. વ. ૮૫) તે સ્વ. નેણબાઇ પુરુષોતમ શિવજી ભીંડે (કચ્છ મોટાભાડીયા) હાલ મુંબઇવાળાના સુપુત્રી તા. ૧૪-૭-૨૨ ગુરુવારે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
અનાવિલ બ્રાહ્મણ
ગામ સોનવાડા હાલ મુલુંડ સંજીવભાઇ (ગણુ) (ઉં. વ. ૪૩) તે સ્વ. અશોકભાઇ મગનલાલ દેસાઇ તથા ગં. સ્વ. ગીતાબેનના સુપુત્ર. નેહલ (નેહા)ના પતિ. દેવના પિતા. સચીનભાઇ (સોમુ)ના ભાઇ. ટુકવાડા નિવાસી સ્વ. સુધીરભાઇ રણછોડજી દેસાઇ અને ગં. સ્વ. કુસુમબેનના જમાઇ તા. ૧૫-૭-૨૨ શુક્રવારના દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૭-૭-૨૨ના બપોરે ૩થી ૫. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ સભાગ્રહ, એલ. ટી. રોડ, રાધાકૃષ્ણ હોટેલની બાજુમા, બોરીવલી (વેસ્ટ) લૌકિક રિવાજ બંધ છે.
વિશા સોરઠીયા વણિક
કુતિયાણાવાળા હાલ મીરારોડ સ્વ. વ્રજલાલ પરસોત્તમ શાહ તથા સ્વ. ધનલક્ષ્મીબેન વ્રજલાલ શાહના સુપુત્ર ભરતભાઇ (ઉં.વ. ૭૧) તા. ૧૪-૭-૨૨ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રફુલ્લાબેનના પતિ. પ્રીતી, ખુશબુના પિતા. સ્વ. ઝવેરબાઇ, સ્વ. સરયુબેન, ભારતીબેન, જયોતીબેન, ઇલાબેન, સ્વ. મધુકાન્તભાઇ, દીપકભાઇ, રાજેશભાઇ તથા કનકબેનના ભાઇ. સ્વ. જમનાદાસ ઠાકરસી મંગ તથા લક્ષ્મીબેન (મંડેર)ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા લાડ વણિક
અંધેરી સ્થિત જયાબેન દલાલ (ઉં. વ. ૯૦) તે સ્વ. ઠાકોરદાસ હરકિશનદાસ દલાલના પત્ની. મયુર, સોનલ અને રોબીનના માતુશ્રી. માધવી, મુકેશ મિસ્ત્રી અને વિભૂતીના સાસુ. સાગર, રીમા, બીનોય અને જૈનેશના દાદી તા. ૧૫-૭-૨૨ના અક્ષરનિવાસી થયા છે. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
હીનાબેન પુજારા (ઉં. વ. ૫૬) ગામ આધોઇ હાલ થાણા તા. ૧૫-૭-૨૨ના શ્રીના ધામમાં ગયેલ છે. વિલાસભાઇ રમણીકલાલ પુજારાના ધર્મપત્ની. રમણીકલાલ પોપટલાલ પુજારાના પુત્રવધૂ. ટોકરશી કેશવજી રામાણીના પુત્રી. નિવેદીતા ચેતન મોરેના માતુશ્રી. કિરણબેન દિનેશભાઇ પુજારાના દેરાણી. કાજલબેન કૌશલભાઇ પુજારાના કાકીજી. પ્રાર્થનાસભા તા. ૧૭-૭-૨૨ના સાંજે ૫થી ૬. ઠે. થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, નૌકા વિહાર તળાવ પાળીની સામે, વિવિધ લક્ષ્મી હોલ, ત્રીજા માળે, ડો. મુસ રોડ, થાણા (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
બેલા શૈલેષ રાચ્છ (ઉં. વ. ૬૧) તે અ. સૌ. ભાનુમતી કરસનદાસ બથિયાના સુપુત્રી. સ્વ. તારાબેન સનતકુમાર રાચ્છના પુત્રવધૂ. સાગર રાચ્છ, ડો. આકૃતિ ભોજાણીના માતા. શ્ર્વેથા રાચ્છ, અમિત ભોજાણીના સાસુ. નિહીરા રાચ્છના દાદી. તથા આહાન ભોજાણીના નાની તા. ૧૪-૭-૨૨ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ઉરણ હાલ સુરત કાંદિવલી ગં. સ્વ. પ્રભાવતી બાલકૃષ્ણદાસ મોદી (ઉં. વ. ૯૬) તે ડુંગર નિવાસી મગનલાલ ત્રિભોવનદાસ ભગતના દીકરી. પ્રવીણચંદ્રના માતુશ્રી. હર્ષાબેનના સાસુ. હેતલ, હિરેન, રીના, અભિષેકના બા. મૈત્રી, દ્રિતી, રોનક, ધનવીના પરદાદીનું નિધન તા. ૧૩-૭-૨૨ના થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
નાધેર દશા શ્રીમાળી વણિક
ગં. સ્વ. લતાબેન પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૭૦) બુધવાર, તા. ૬-૭-૨૨ના ગુરુચરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણચંદ્ર શાહના પત્ની. તે જિજ્ઞા, ભાવેશ, જુલી, દીપ્તિના માતા. સ્વ. હિરેનકુમાર, મનિષાબેન, રોશનકુમાર અને વિરાજકુમારના સાસુ. પીહુના દાદી. મૌલી, યશસ અને રાધિકાના નાની. ભાનુબેન રમણીકલાલ ગાંધીના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ગઢાળી હાલ દાદર સ્વ. અચરતબેન અને સ્વ. ધીરજલાલ મહેતાલીયાના પુત્ર બળવંતભાઇ મહેતાલીયા (ઉં. વ. ૮૬) ગુરુવાર, તા. ૧૪-૭-૨૨ના અક્ષરનિવાસી થયેલ છે. તે સુમિત્રાબેન મહેતાલીયાના પતિ. ગૌરી (સોનાલી) ડો. અનુજ અમીન, ડો. નિરાલી કશ્યપ કપાસીના પિતા. તે આન્યા, કિયાના નાના. તે ચંદ્રકાન્તભાઇ, ડો. સુરેશભાઇ, શરદભાઇ, ઇન્દુબેન હિંમતભાઇ ખેતાણી, રંજનબેન અનંતભાઇ શેઠ, સુરભીબેન જયેન્દ્રભાઇ ગાંધીના ભાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૮-૭-૨૨ના સાંજે ૬થી ૭.૩૦. ઠે. યોગી સભા ગૃહ, દાદર (ઇસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.