હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
મૂળગામ પોરબંદર હાલ થાણા નિવાસી ઉમંગ પ્રવિણચંદ્ર કોટક (ઉં.વ. ૫૨) તે સ્વ. મૃદુલાબેન તથા પ્રવીણચંદ્ર લક્ષ્મીદાસ કોટકના પુત્ર. તે મેઘાના પતિ. તે મોહિતના પિતા. તે કશ્યપ તથા અ. સૌ. દિપ્તી યોગેશભાઇ પોપટના મોટાભાઇ. તે વૈદહીના સસરા. તે સ્વ. ચંપાબેન તથા સ્વ. કાંતિલાલ કરસનદાસ મામતુરા (લાલ)ના જમાઇ બુધવાર તા. ૧૩-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૬-૭-૨૨ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. શ્રી થાણા હાલાઇ લોહાણા મહાજન વાડી, એન. કે. ટી. કોલેજ પાસે, ખારકર આળી, થાણા (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
જામનગર હાલ મીરા રોડ ઉમેશચંદ્ર જોશી (ઉં. વ. ૭૨) તે સ્વ. નરેન્દ્ર નારાયણદાસ જોશી અને સ્વ. તરલા જોશીના પુત્ર. તે સ્વ. મનહરલાલ પ્રાગજી વ્યાસ અને હીરાબેન મનહરલાલ વ્યાસના જમાઇ. તે સરલા ઉમેશચંદ્ર જોશીના પતિ. ચિતન અને નિખિલના પિતા. તે જાગૃતિ અને શિલ્પાના સસરા. સ્વ. સનત અને પ્રજ્ઞાના ભાઇ તા. ૧૪-૭-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. મંગલદાસ પુરુષોતમ આથા તથા ગં. સ્વ. જયાબેન આથા કચ્છ ગામ દેશલપર (ગુંતલી) હાલ મુુલુંડના પુત્ર દિપકના ધર્મપત્ની અ. સૌ. દિનાબેન ઉર્ફે કલ્પનાબેન (ઉં. વ. ૫૪) તા. ૧૪-૭-૨૨ના ગુરુવારે રામશરણ થયેલ છે. તે નિધિ હર્ષદભાઇ તથા કેવલના માતુશ્રી. હિમંતલાલ, મધુકાન્ત, મહેશભાઇના નાના ભાઇના પત્ની. રાજેશ, કલ્પનાબેન વિનોદભાઇ પોપટના ભાભી. ગુણવંતીબેન ધરમશી તન્ના કચ્છગામ મુરૂના વચેટ પુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૬-૭-૨૨ શનિવાર સાંજે ૫થી ૭. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, (ગ્રા. ફલોર),મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે, બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
કપોળ
નાગેશ્રીવાળા સ્વ. અમૃતબેન દુર્લભદાસ માધવજી મહેતાના પુત્ર કિશોરભાઇ (ઉં. વ. ૭૯) હાલ મુંબઇ તા. ૧૪-૭-૨૨ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ધર્મિષ્ઠાબેનના પતિ. પ્રણવ અને કાનનના પિતા. સોના તથા ધીરેનના સસરા. દિવીજા, ધ્વીની, નમસ્વી, રાજવીના દાદા. મોટ લીલીયાવાળા સ્વ. હરીભાઇ નાથાલાલ મહેતાના જમાઇ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
વાગડ લેવા પાટીદાર
ગામ સાંપ, હાલ મરોલ અંધેરી ગણેશભાઇ મનજીભાઇ મંજેરીના ધર્મપત્ની વેલીબેન મંજેરી (ઉં. વ. ૫૧) બુધવાર, તા. ૧૩-૭-૨૨ના દીને રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. લાધીબેન મનજીભાઇ મંજેરીના પુત્રવધૂ. તે નયના, દમયંતી, શાંતિ, રમેશ અને રોનકના માતુશ્રી. તે હંસા, મંજુ, શૈલેષ, ચેતનના કાકી. તે ગંગાબેન, કેસરબેન, શાંતિબેન, દામજીભાઇ, રાજેશભાઇ, શામજીભાઇ અને ગામ પદમપરના ફૂલીબેન કેશવજી નોરના ભાભી, ગામ પીછાણા (બાદલપર)ના માનાબેન ભીખાભાઇ વાવીયાના દીકરી. પ્રાર્થનાસભા (કાણ) શનિવાર તા. ૧૬-૭-૨૨ના સવારના ૧૦.૩૦થી ૧૨ કલાકે. ઠે. રામ મંદિર, આરે કોલોની યુનિટ નં.૨૦, આરે ચેક પોસ્ટ, મરોલ, અંધેરી (ઇસ્ટ).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ધોરાજી હાલ મલાડ સ્વ. રંભાબેન તારાચંદ મણીયારના સુપુત્ર જયસુખભાઇ (ઉં.વ. ૭૨) તા. ૧૪-૭-૨૨ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. તે સ્વ. દીનેશભાઇ, હરકીશનભાઇ, સ્વ. મનસુખભાઇ, નટુભાઇ, સ્વ. ભરતભાઇના ભાઇ. વિશાલ, દીપક, અજય, તૃપ્તી નીલેશ જગડના પિતા. ચીતલવાળા જગજીવનદાસ નિર્મળના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૭-૭-૨૨ રવિવારે બપોરે ૪થી ૬. ઠે. પારેખ હોલ, જીતેન્દ્ર રોડ, મલાડ (ઇસ્ટ).
કપોળ
મુંબઇ હાલ ભાવનગર જસવંતરાય ગોકલદાસ ચિતલિયા (ઉં. વ. ૭૯) તે સ્વ. હિંમતલાલ ચિતલિયાના ભાઇ. સ્વ. રંજનબેનના પતિ. વિરેન્દ્રભાઇ ચિતલિયાના કાકા. મેહુલ, પારીસ, વર્ષા અમિતકુમાર રાઠોડના પિતા સોમવાર, તા. ૧૧-૭-૨૨ના ભાવનગર મુકામે શ્રીજીચરણ પામેલ છે. દેહદાન કર્યું છે.
દશા શ્રીમાળી મોઢ વણિક
વિલેપાર્લે સ્થિત માલવ ઝવેરી (ઉં.વ. ૫૨) તા. ૧૨-૭-૨૨એ શ્રીજીચરણ પામેલ છે. તે અમલભાઇ મંગલદાસ ઝવેરી અને શોભનાબહેનના પુત્ર. વૈશાલી હિતેશભાઇ ઉદાણીના ભાઇ. વ્રજલાલભાઇ અને સુશીલાબહેન ઢાંકીના દોહિત્ર. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
ગણદેવી વિશા લાડ વણિક
કીર્તિભાઇ શાંતિલાલ શ્રોફ (ઉં.વ. ૮૧) તે હાલ કાંદિવલી વીણાબેનના પતિ. સ્વ. ગ્રીષ્મા, નિશીધ-માનસીના પિતાશ્રી. સિદ્ધમ તથા જયના દાદા. સ્વ. ધનસુખભાઇ, ગીરીશભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. કિશોરીબેન, સ્વ. હંસાબેન, હીનાબેનના ભાઈ. સ્વ. ગોમતીબેન માણેકલાલ શાહના જમાઈ. ૧૩/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૬/૭/૨૨ના ૫ થી ૭ કલાકે બેન્કવેટ હોલ, અંશુલ હાઈટ્સ ઓફ લિંક રોડ, વસંત કોમ્પ્લેક્સની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.