હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

વિશા સોરઠીયા વણિક
મુંબઈવાળા હાલ બરોડા વર્ષાબેન (ઉં.વ. ૬૫) તે સ્વ. અશ્ર્વિન વલ્લભદાસ શાહના ધર્મપત્ની. સ્વ. કમલાવંતી વલ્લભદાસ ગોકલદાસના પુત્રવધૂ. ગુંજન (ગોટુ) તથા ડીમ્પીના માતુશ્રી. કિરીટ, અંજુ, સ્વ. મુકેશ, ભારતી, રૂપાના ભાભી. સ્વ. રસવંતી અમૃતલાલ દામોદર ખીમાણીના પુત્રી. ચિંતન, સોનલના સાસુ ૯/૭/૨૨ના બરોડા મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસા સોરઠીયા વણિક
ગણોદવાળા (હાલ નાસિક) પ્રભાબેન વ્રજલાલ કોઠારી તથા સ્વ. વ્રજલાલ ત્રિકમદાસના પુત્ર કિરણ કોઠારી (ઉં.વ. ૫૯) તે મધુભાઈ વોરા અને જશવંતીબેનના જમાઈ. જ્યોતિના પતિ. રવિના પિતા. હર્ષાબેન જીતેન્દ્ર શાહ, લતાબેન લલિત શાહ, વિજય તથા સ્વ. કમલેશના ભાઈ. રાજૂભાઈ, અજયભાઈ, વર્ષાબેનના બનેવી. તા. ૧૪-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
અ. સૌ. નિર્મલાબેન ચંદ્રકાન્ત મોતા (ઉં. વ. ૬૪) ગામ હાલે ભુજ તા. ૧૨-૭-૨૨ના રામશરણ પામેલ છે. તે ચંદ્રકાન્ત મોતાના ધર્મપત્ની. ગં. સ્વ. ઝવેરબેન ગૌરીશંકર મોતાના પુત્રવધૂ. મયુર અને કુલદીપનાં માતુશ્રી. નીકિતાના સાસુ. ચંદ્રિકાબેન રમેશચંદ્ર જોશી, ગં. સ્વ. પ્રફુલ્લાબેન મહેન્દ્રભાઇ ઉગાબી, કમલેશભાઇ, રાજુભાઇ અને સ્વ. મીનાબેન મહેશભાઇ માકાણીના ભાભી. સ્વ. મોંઘીબેન હરીરામ કાનજી જોશીની સુપુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુતાર
વાવેરા હાલ ભાયંદર ગં. સ્વ. મણીબેન તથા સ્વ. જીવાભાઇ મકવાણાના પુત્ર રતિલાલ (ઉં. વ. ૮૩) તે રમાબેનના પતિ. દીપકભાઇ, પ્રકાશભાઇના પિતા. સ્વ. બાબુભાઇ, ભીખાભાઇ, કાંતિભાઇ, પ્રવીણભાઇના ભાઇ. પાર્થના દાદા. મહેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ, નવનીતભાઇ ડોડિયા ઉમાબેન વસંતભાઇ વોરાના બનેવી મંગળવાર, તા. ૧૨-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૫-૭-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. લુહાર સુતાર વેલફેર સેન્ટર, દત્તપાડા મેન રોડ, બોરીવલી (ઇસ્ટ). લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. પ્રદીપભાઇ વેલજી જોબનપુત્રા (ઉં. વ. ૭૬) ગામ કચ્છ તુણા હાલ ડોમ્બિવલી. તે તરુલતાના પતિ. નરોતમભાઇના નાનાભાઇ. સ્વ. કેશવકાંતભાઇ, પંકજભાઇ, વસંતબેન, પુષ્પાબેનના ભાઇ. રૂપા, જયશ્રી, પરાગના પિતા. વિઠ્ઠલદાસ જાદવજી સોમૈયા પીપરાણી ખંભરાવાળાના જમાઇ તા.૧૨-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.