હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ ચિત્રોડ હાલ મુંબઈમાં સ્વ. વસંતભાઈ રાજારામ જોષી (ઉં. વ. ૬૯) ૧૦-૭-૨૨, રવિવારના શિવશરણ પામેલ છે. ૧૪-૭-૨૨, ગુરુવારના પ્રાર્થનાસભા રાખેલ છે. સમય સાંજે ૫થી ૭. સ્થળ: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, અશોક વન, હનુમાન ટેકરી, શિવ વલ્લભ રોડ, દહિંસર (ઈસ્ટ). પુત્ર કિરણભાઈ વસંતભાઈ જોષી.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. જયા લાલજી લીલાણી (ઉં. વ. ૮૯) તે સ્વ. લાલજી હંસરાજ લીલાણીના ધર્મપત્ની. સ્વ. ચંપાબેન બાબુભાઈ હરિદાસ ઘેલા દયાળના પુત્રી. નિતીન/ અ. સૌ. દિપ્તી અને અ. સૌ. ઝરણા જયેશ મુકાદમના માતુશ્રી. અ. સૌ. ગૌરી, આરીફ, કોમલ અને મીતના દાદી/નાની. રય્યાનના મોટા નાની ૧૨-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ ચા, ચુંથા સમવાય બ્રાહ્મણ
કિરીટભાઈ ત્રિવેદી (ઉં.વ. ૫૭) તે ૧૨/૭/૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. દુર્ગાબેન તથા સ્વ. કાંતિલાલ જટાશંકર ત્રિવેદીના પુત્ર. પ્રવીણભાઈ, કૈલાશબેન હસમુખરાય દવે, પ્રજ્ઞા યજ્ઞેશકુમાર જોશીના ભાઈ. અનંતરાય, અશ્ર્વિન જયંતીલાલ ત્રિવેદી, ચંદ્રકાન્ત, કૌશિક, મનોજ બાબુલાલ ત્રિવેદી, રજનીકાંત, સ્વ. સંજય બળવંતરાય ત્રિવેદી, કમલેશ, વિપુલ, હેમંત નવનીતરાય ત્રિવેદીના ભાઈ. તેમની સાદડી ૧૪/૭/૨૨ના ૪ થી ૬ કલાકે સમાજ કલ્યાણ હોલ, સી.એસ. રોડ, જરીમરી ગાર્ડનની બાજુમાં,
દહિસર ઈસ્ટ.
ઘોઘારી લોહાણા
દેવળા હાલ કાંદિવલી સ્વ. હિંમતલાલ લક્ષ્મીદાસ રૂપારેલિયાના ધર્મપત્ની પ્રેમિલાબેન (ઉં.વ. ૭૯) તે ૧૩/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે પિયરપક્ષે કમીકેરાળા નિવાસી હાલ બોરીવલીના સ્વ. પરષોત્તમદાસ હરજીવનદાસ ઉનડકકટના દીકરી. લિનેશ તથા મીના (મનીષા) ભરતકુમાર ચોલેરાના માતુશ્રી. ચંદ્રિકાના સાસુ. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૪/૭/૨૨ના ૪.૩૦ થી ૬ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
ઔદીચ સિહોર સંપ્રદાય
ટાણા નિવાસી હાલ મુંબઈ (મલાડ-વેસ્ટ) સ્વ. લલીતકુમાર મોહનલાલ ભટ્ટના પુત્ર નયન (જનક) ભટ્ટ (ઉં. વ. ૬૦) ૧૧-૭-૨૨ના શ્રીજીશરણ પામેલ છે. કલાબેનના પુત્ર. હર્ષાબેનના પતિ. કેશવલાલ ભાનુશંકર ભટ્ટ ભાવનગર નિવાસીના જમાઈ. મોસાળ પક્ષ: સ્વ. ઘનશ્યામભાઈ શાંતિલાલ ભટ્ટ, માલતીબેન ઘનશ્યામભાઈ ભટ્ટના ભાણેજ. બેસણું: ૧૪-૭-૨૨ના બપોરના ૪થી ૬. નિવાસસ્થાન: શ્ર્વેતા સાગર બી-૨૦૮, બીજે માળે, લીબર્ટી ગાર્ડન, મોરબી ફરસાણની ઉપર, મલાડ (વેસ્ટ).
ખડાયતા વણિક
કુમુદીબેન દેસાઈ (ઉં. વ. ૮૩) રાજપીપળા નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. વિભાકરભાઈના ધર્મપત્ની. સ્વ. ધનંજયભાઈના માતુશ્રી. પૂનમબેનના સાસુ. વિરજ, સાહિલના દાદી. મીરાબેનના ભાભી. સ્વ. સાકરલાલ માણેકલાલ પરીખના દીકરી ૧૨-૭-૨૨ના સાંતાક્રુઝ મુકામે સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા દિશાવાળ વણિક
પાટણ નિવાસી સ્વ. મોતીબેન કૃષ્ણલાલ ભીખાભાઈ દલાલના પુત્ર. હાલ થાણા નિવાસી રશ્મીકાંતભાઈ (ઉં. વ. ૭૬) તે વર્ષાબેનના પતિ. વૈશાલી, વૈભવ, દિપેનના પિતા. સ્વ. દેવેન્દ્રભાઈ, સ્વ. પિનાકિનભાઈ, સ્વ. નિતીનભાઈ, સ્વ. ઉષાબેન પ્રવિણચંદ્ર પરીખ, સ્વ. રમાબેન મહેશભાઈ પરીખ તથા રાગીણીબેન પ્રિયવદન મહેતાના ભાઈ ૯-૭-૨૨, શનિવારના પ્રભુશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
પંચાલ સુથાર (દશ ગામ)
ગામ પલસાણા, હાલ ચારકોપ, કાંદિવલીના ગં. સ્વ. કાશીબેન ગોવિંદજી પંચાલના પુત્ર હસમુખલાલ (ઉં. વ. ૮૧) ૧૦-૭-૨૨ના સ્વર્ગવાસ થયા છે. તે હેમલતા (કલુ)બેનના પતિ. આરતી, ધર્મેશ, જીજ્ઞાના પિતાશ્રી. પ્રવિણ, સુબોધ, હેતલના સસરા. સ્વ. જયંતીભાઈ, સ્વ. ચંચળબેન, સ્વ. ઈન્દુબેન, સ્વ. તરુબેન, જયવંતીબેનના ભાઈ. સ્વ. નારણદાસ ડાહ્યાભાઈના જમાઈ. પ્રાર્થનાસભા ૧૪-૭-૨૨, ગુરુવારે તેમના નિવાસસ્થાને સાંજે ૪થી ૬. સ્થાન: ૬/૨૧૫, અભેદ સોસાયટી, સેકટર-૩, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
મૂળ ગામ ધરમપુર હાલ કલ્યાણના સ્વ. મંજુલાબેન રમણીકલાલ સોઢાના જેષ્ઠ પુત્ર નિતીનભાઈ (ઉં. વ. ૭૧) તે સ્વ. નરોત્તમદાસ માવજી સુચકના જમાઈ. તે ભારતીબેનના પતિ. તે પરાગભાઈ, ભાવેશભાઈના પિતા. તે અજીતભાઈ, વિજયભાઈ, સુભાષભાઈ હર્ષદરાય સોઢા, આશાબેન પરેશકુમાર અગરવાલા, રંજનબેન રાજકુમાર સાળીના ભાઈ. તે યુગના દાદા ૧૧-૭-૨૨, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૪-૭-૨૨, ગુરુવારે સાંજે ૪થી ૬. જલારામ હોલ, લોહાણા મહાજન વાડી (પાછળના ભાગમાં), સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પશ્ર્ચિમ).
લોહાણા
કલ્યાણ નિવાસી રમેશભાઈ લખમશી ચંદારાણા (ઉં. વ. ૭૮) ૧૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીબેન અને લખમશીદાસ ચંદારાણાના પુત્ર. તે સ્વ. શાંતાબેન અને કમળશીભાઈ ખંધેડીયાના જમાઈ. તે રશ્મીબેનના પતિ. તે સ્વ. વાસુદેવભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ. મંજુલાબેન, સરલાબેન, સ્વ. ભાવનાબેનના ભાઈ. તે છાયા સંજય જૈન, મીરા મનન શેઠ, કુમારી કિષ્નાના પિતાજી. તે પ્રાર્થના નાના. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪-૭-૨૨ના સાંજે ૪-૩૦થી ૬. સ્વામિનારાયણ હોલ, શંકરરાવ ચૌક, કલ્યાણ (પશ્ર્ચિમ).
પાંચાલ સુથાર
મુળ વલસાડ હાલે થાણા ગં. સ્વ. મધુબેન મિસ્ત્રી (ઉં. વ. ૮૫) ૧૨-૭-૨૨ના દેવલોક પામ્યા છે. તે મનુભાઈ વિઠ્ઠલદાસ મિસ્ત્રીના પત્ની. પિનાકિન, પ્રજેશના માતુશ્રી. રેખા, ચેતનાના સાસુજી. નચિકેત, સલોની, ક્રુતિકના દાદી. હર્ષદભાઈ, જગદીશભાઈ, વિનોદભાઈ, પન્નાબેનના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના રાખેલ નથી.
કપોળ
મહુવાવાળા સ્વ. ચંદ્રિકાબેન નટવરલાલ ભાઈચંદ સંઘવીના પુત્ર પ્રફુલભાઈ (ઉં. વ. ૬૩) ૧૨મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નીતાબેનના પતિ. મોહિત-માનસીના પિતા-સસરા. મીના અશોકભાઈ, અલ્કા દિલીપભાઈ, સ્વ. દેવેન્દ્રના ભાઈ. દોલતરાય રતિલાલ મહેતાના જમાઈ. લાલજીભાઈ માવજીભાઈ મહેતાના ભાણેજ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪મીએ સાંજે ૪થી ૬. ઠે.: મોનિકા આર્કેડ, સુભાષ લેન, કેનેરા બેન્કની સામે, ઓફ દફતરી રોડ, મલાડ (પૂ.).
શ્રીમાળી બ્રાહ્મણ
જોડ્યા નિવાસી હાલ વિલેપાર્લે (વેસ્ટ) શ્રીમતી ચંદાબેન રાજેન્દ્ર પ્રસાદ ભારદ્વાજ (ઉં. વ. ૮૪) તે અજયના માતા. અ. સૌ. રાખીના સાસુ. યશ્વી તથા આશયના દાદી. જુઠીબેન નાનાલાલ દવેની પુત્રી ૧૦-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. શાંતાબેન શીવજી ચાગપાર સોમૈયા કચ્છ ગામ કોટડા (રોહા) હાલે મુલુંડવાળાના પુત્ર નવીન શીવજી સોમૈયા (ઉં. વ. ૭૭) સોમવાર, ૧૧-૭-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. સરોજબેનના પતિ. સાગર અને પીંકીબેન શૈલેશ સેતાના પિતાશ્રી. તે ચંદ્રકાંતભાઈ, સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. કુસુમબેન જયંતીલાલ વડેરા અને સ્વ. જોસનાબેન શશીકાંત ક્કડના ભાઈ. સ્વ. રતનબેન ભગવાનજી મીરાણીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪-૭-૨૨ના કચ્છી લોહાણા મહાજનવાડી, બાલમંદિર હોલ, પહેલે માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). સમય ૪-૩૦થી ૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોની કચ્છી પરજીયા પટણી
સોની હંસાબેન કાગતલા (ઉં. વ. ૭૦) ઘાટકોપર નિવાસી ૧૧-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કમલકાંત ધનજી કાગતલાના ધર્મપત્ની. શાંતાબેન ધનજી કાગતલાના પુત્રવધૂ. ધનવંતીબેન તુલસીદાસ ધકાણના પુત્રી. પ્રીતી સુરેશ ધકાણ તથા જયોતિબેનના મમ્મી. સુરેશ મણીલાલ ધકાણના સાસુમા. લૌકિક વ્યવહાર બંધ છે.
ભાવનગરી મોચી
ગામ ફૂલસર નિવાસી હાલ કાંદિવલીના ગગજીભાઈ મકનભાઈ સોંડાગરના ધર્મપત્ની દયાબેન સોંડાગર (ઉં. વ. ૬૬) ૧૨-૭-૨૨ના અક્ષરનિવાસી પામેલ છે. તે કાશીબેન બચુભાઈ વનરાના દીકરી. દિનેશ, દિલીપ, મીના તથા વર્ષાના માતુશ્રી. કોમલ, અલ્પા ભરતકુમાર તથા ધીરજકુમારના સાસુ બેસણું ૧૪-૭-૨૨, ગુરુવારના ૪થી ૬. અંબિકા દર્શન બિલ્ડીંગ, સ્વામીનારાયણ હરિ મંદિર, બસ ડેપોની પાસે, કાંદિવલી (ઈસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.