હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ઇડર બેતાલીસ પંચાલ સમાજ
સાબલવાડ હાલ બોરીવલી સ્વ. પ્રદીપકુમાર પંચાલ (ઉં.વ.૫૬) તા. ૧૯-૬-૨૨ના સ્વર્ગવાસી થયા છે. સ્વ. કંકુબેન ઇશ્ર્વરભાઇના પુત્ર. વિણાબેનના પતિ. પ્રિયંકભાઇ અને નીજલબેનના પિતા. મનોજભાઇ, વિરેન્દ્રભાઇ, મંજુબેન, સુશીલાબેન, સ્વ. ભાનુબેન, હેમીનાબેનના ભાઇ. રતનપુર નિવાસી સ્વ. ડાહીહેન પોપટલાલના જમાઇ. સાદડી તા. ૨૪-૬-૨૨ના શુક્રવારે સાંજે ૪થી ૬. ઠે. અમન સોલીટર, એસ. ફલોર, ચંદાવરકર રોડ, બોરીવલી (વેસ્ટ), એપેક્સ હોસ્પિટલની સામે.
કપોળ
ઉગલવાણ હાલ વિલપાર્લે સ્વ. ભાગિરથીબેન ચુનીલાલ અમૃતલાલ મહેતાના પુત્ર સ્વ. પ્રવીણભાઇના પત્ની હીનાબેન (ઉં. વ. ૬૩) તે જિજ્ઞા તેજસ મહેતા તથા ધવલના માતુશ્રી. તે નયના કિરીટભાઇ મહેતા, સંગીતા જિતુભાઇ મહેતા, રીટા પરેશભાઇ મહેતા. કાશ્મીરા અશ્ર્વિનભાઇ મહેતા, શોભનાબહેન જયંતભાઇ ભાલરિયાના ભાભી. સ્વ.જયાબેન નાગરદાસ કિકાણીના દીકરી. તા. ૨૨-૬-૨૨ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૬-૨૨ શનિવારે સાંજે ૫થી ૭. ઠે. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).
હાલાઇ લોહાણા
કાંદિવલી (પશ્ર્ચિમ) કમલાબેન દત્તાણી (ઉં. વ. ૭૧) તે સ્વ. કમલેશભાઇ દત્તાણીના ધર્મપત્ની. તે સ્વ. પૂજય દત્તાણી બાપાના પુત્રવધૂ. તે વિશાલ દત્તાણીના માતુશ્રી. તે ચિ. હિતાર્થના દાદીમા. તે પૂનમના સાસુમા. તે નરેન્દ્રભાઇ અને પ્રતાપભાઇના ભાભી. તા. ૨૨-૬-૨૨ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સાવરકુંડલા વાળા હાલ ઘાટકોપર સ્વ. દેવકુંવરબેન મગનલાલ નથુભાઇ સંઘવીના પુત્ર રમેશચંદ્ર (ઉં.વ. ૮૭) તે હંસાબેનના પતિ. તે ગૌરાંગ-રોહિણી, તુષાર-બીનાના પિતા. સ્વ. અનિરુદ્ધભાઇ તથા સ્વ. હસુમતીબેન વસંતરાય ગાંધીના ભાઇ. તે લાઠીવાળા હરગોવિંદદાસ દયાળજી વળીયાના જમાઇ. તા. ૨૨-૬-૨૨, બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૬-૨૨, શનિવારે બપોરે ૪થી ૬. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, પ્લોટ ઇ-૩, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કૃષ્ણકુમાર ઠક્કર (કનુભાઇ) (ઉં.વ. ૭૩) તે સ્વ. શાંતાબેન અને સ્વ. જમનાદાસ નાનજી હરીરામ (શંકરશેઠ) (ગામ કચ્છ લાયજા હાલ નવી મુંબઇ)ના સુપુત્ર. તે પુષ્પાબેનના પતિ. તે સ્વ. મોંઘીબાઇ અને સ્વ. જાધવજી મોનજી સેજપાલ (ગામ ભુજ હાલ મુલુંડ)ના જમાઇ. તે જીજ્ઞા અને હિતેશના પિતા. તે દેવાંગભાઇ તથા પ્રીતિના સસરા. તે સ્વ. રંજનબેન મહેન્દ્રભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, હરીશભાઇ, મંગલાબેન, ગં. સ્વ. નયનાબેન રોહિતભાઇ તથા તુષારભાઇના ભાઇ. તા. ૨૧-૬-૨૨ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૬-૨૨ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. લોહાણા સમાજ, નવી મુંબઇ, સેકટર ૧૦, ડી માર્ટ પાસે, કોપર ખૈરાણે, નવી મુંબઇ, લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલી હાલ ઘાટકોપર સ્વ. ચંપાબેન આણંદજી મહેતાના સુપુત્ર જયંતિલાલ (ઉં. વ. ૮૪) બુધવાર તા. ૨૨ જૂનના શ્રીજીચરણ પામ્યા છે. તે હેમાબેનના પતિ. ઉમેશ અને નીરજના પિતા. છાયા અને પ્રીતિના સસરાજી. તે સ્વ. પ્રીતમલાલ, સ્વ. હસમુખભાઇ, અનિલભાઇ, સ્વ. સરલાબેન હિંમતલાલ બુસા, સ્વ. શારદાબેન જગમોહનદાસ, સ્વ. મીનાબેન સુરેશકુમારના ભાઇ. તે સામા પક્ષે સથરાવાલા સ્વ. મંગળાબેન અમૃતલાલ મથુરીયાના જમાઇ. સર્વે પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫ જૂનના સાંજે ૫થી ૭. ઠે. નીલયોગ સ્કેવર મોલમાં નીલયોગ બેન્કવેટસ, ૭મે માળે, આર. બી. મહેતા માર્ગ, ઘાટકોપર (પૂર્વ).
ઝાલાવાડી સઇ સુતાર
ચૂડા હાલ મુંબઇ (દાદર) ડો. દલસુખભાઇ કાનજીભાઇ ચૌધરી (ઉં. વ. ૭૯) સ્વ. લાલજીભાઇ વઢવાણા (રાણપૂર)ના જમાઇ તથા મૃદુલાબેનના પતિ. ડો. દેવાંગ તથા ડો. રૂપલના પિતા. સોનલબેનના સસરા. ચિ. નીલના દાદા. તા. ૨૨-૬-૨૨ના અક્ષરનિવાસી પામેલ છે. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા. ૨૪-૬-૨૨ના શુક્રવારના ૪થી ૫.૩૦. ઠે. યોગી સભા ગૃહ, ગ્રાઉન્ડ ફલોર, સ્વામિનારાયણ મંદિર પાછળ, દાદર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
ગામ નેસડી હાલ વિરાર સ્વ. સોનાબેન કેશુભાઈ સલ્લા (સોની)ના પુત્ર મનોજભાઈ સોની (ઉં.વ. ૬૦) તે ૨૧/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે પુનમબેનના પતિ. નિલેશ, નંદિની તથા પ્રકાશના પિતા. પૂર્વા તથા તુષારકુમાર જેન્તીભાઇ પરમારના સસરા. સ્વ. રતિલાલ, ધરમદાસબાપુ, ઘનશ્યામભાઈ, સ્વ. દિનેશભાઇ, સ્વ. કાંતાબેન કેશવલાલ સાગર તથા સ્વ. શાંતાબેન નાથાલાલ થડેશ્ર્વરના ભાઈ. સાસરા પક્ષે સ્વ. લલીતાબેન કરસનભાઈ પટેલ બીલીમોરાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા નીમા
કપડવંજ હાલ કાંદિવલી સ્વ. વિમલાબેન જયંતીલાલ શાહના પુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૭૪) તે ૨૨/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે કૌમુદિનીબેનના પતિ. મોના તથા નિધિના પિતા. મિતુલકુમારના સસરા. દિલીપભાઈ, રાજુભાઈ, હંસાબેન, મનોરમાબેન, ચેતનાબેનના ભાઈ. નીતિનભાઈ, અરૂણભાઇના બનેવી. પ્રાર્થનાસભા ૨૪/૬/૨૨ના રોજ ૩.૩૦ થી ૫.૩૦ કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, લુહાણા મહાજનવાડીની સામે, કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
ગામ સુરેન્દ્રનગર હાલ બોરીવલી સ્વ. ભગવાનદાસ જગજીવનદાસ પીઠવાના ધર્મપત્ની ગં.સ્વ. કમળાબેન પીઠવા (ઉં.વ. ૮૪) તે ૨૨/૬/૨૨ના રામશરણ પામેલ છે. તે હરેશ, મીના, રાજુ તથા વિપુલના માતુશ્રી. ભાવના, નિમીષા, ગાયત્રી, સ્વ. ભરત રણશી દેઢિયાના સાસુ. ચેતન, જીનલ, પાર્થ, ભૂમિક, હર્ષિતા, ગુંજન, અંકિત, જતીન, યશ, શ્રુતિના બા. પિયરપક્ષે કરાચીવાળા સ્વ. ઝવેરબેન તથા સ્વ. શિવજી તુલસીદાસ પરમારના દીકરી. પ્રાર્થનાસભા ૨૪/૬/૨૨ના રોજ ૪ થી ૬ કલાકે લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
ઔદીચ્ય ટોળક બ્રાહ્મણ
ભાલોદ હાલ બોરીવલી પદ્મકાન્ત પંડ્યા (ઉં.વ. ૯૦) તે સ્વ. તુલજાશંકર ધિરાજરામ પંડ્યાના પુત્ર. સ્વ. વિદ્યાગૌરીના પતિ. નીલકંઠ, સ્વ. જાગૃતિ, અજિતના પિતા. નલિની તથા પ્રકાશના સસરા. જયદીપ તથા ઉર્વશી મયંક રાજ્યગોરના દાદા ૨૦/૬/૨૨ના રોજ દિવગંત પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
પોરબંદરવાળા હાલ કાંદિવલીના હર્ષદ ઓઝા (ઉં.વ. ૮૨) તે સ્વ. પુષ્પાબેન હરિલાલ ઓઝાના પુત્ર. સ્વ. દેવકાબેન દયાળજી જોશીના જમાઈ. સ્વ. રમાબેનના પતિ. સ્વ. મુકુંદભાઈ, સ્વ. ગુણવંતભાઈ, રજનીકાંતભાઈ, બકુલભાઈ, સ્વ. ઇંદુલાબેનના ભાઈ. કલ્પેશ તથા કરિશ્માના પિતા ૨૨/૬/૨૨ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨૫/૬/૨૨ શનિવાર ૬ થી ૭ કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અક્ષરધામ કોમ્પ્લેક્સ, મિલાપ ટોકીઝ નજીક, કાંદિવલી વેસ્ટ.
શ્રીમાળી સોની
ખંભાતના હાલ મુંબઈ સ્વ. સરોજબેન ઝવેરી (ઉં.વ. ૭૨), તે યોગેશચંદ્ર મણીલાલ ઝવેરીના પત્ની. હેમા, સંજય અને જીગરના માતા. મનોજકુમાર, શીતલબેન અને અરૂણાબેનના સાસુ. ધીતીના નાની. ખ્યાતી, રિષભ, મહેક અને દિયાના દાદી તા. ૧૫-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૬-૨૨ના શનિવારે ૫.૦૦ થી ૭.૦૦, સ્થળ:- શ્રી રાધા ગોપીનાથ મંદિર (ઈસ્કોન ચોપાટી), ૭, કે.એમ. મુનશી માર્ગ, ગિરગાંવ ચોપાટી, મુંબઈ-૪૦૦૦૦૭.
કચ્છી ભાટીયા
ગં.સ્વ. કાંતાબેન પલ્લિયા, તે ધર્મસિંહ ગોપાલદાસ પલ્લિયાના પત્ની. જેઠાલાલ હીરજી ભાઈ વેદ (ઉજ્જેન)ના દિકરી. શૈલેશ, પ્રદીપ, પ્રિતી, રીટા અને મનીષના માતુશ્રી. સુશીલા, રશ્મિ, મોનિષાના સાસુ. ચંદ્રેશ પુરુષોત્તમ તથા સંજય સુતરિયાના સાસુ તા. ૨૧-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવારના તા. ૨૪-૬-૨૨, ઈટરનીટી બેન્કઅંટ, ગરજતો મરાઠી, ચંદાવરકર રોડ, રેલનગર પાસે, પુષ્પા પાર્કની સામે, બોરીવલી વેસ્ટ, સાંજે ૫ થી ૭ રાખેલ છે.
હાલાઇ લોહાણા
રાકેશભાઈ (મુન્નાભાઈ) (ઉં.વ. ૫૧) તે મુળ ગામ રાણા ખીરસરા હાલ કાંદિવલી ગં.સ્વ. હેમલતાબેન તથા સ્વ. રમણીકલાલ પોપટલાલ કાનાબારના પુત્ર. જ્યોતિબેનના પતિ. જ્યોતિબેન અનીલકુમાર ભટનાગર, જીતુભાઇ, મમતાબેન સંજયકુમાર ઠકરારના ભાઈ. ધીરલના પિતાશ્રી. સ્વ. મગનલાલ ગોવિંદજી વડેરાના જમાઈ તા. ૨૨/૬/૨૨ના બુધવારના રોજ શ્રીજીશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪/૬/૨૨ શુક્રવાર રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ કલાકે લોટસ બેન્કવેટ હોલ, ચોથે માળે, રઘુલીલા મોલ, પોઇસર કાંદિવલી વેસ્ટ ખાતે રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.