હિન્દુ મરણ
કચ્છી લોહાણા
ગં.સ્વ. દમયંતીબેન દેવેન્દ્ર ચંદે (ઉં.વ. ૬૯) કચ્છ-નલિયા, હાલે-મુલુંડ, તા. ૨૩-૫-૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તે શ્રી ઓધવજી ભીંડેના સુપુત્રી. સ્વ. દેવેન્દ્ર ચંદેના ધર્મપત્ની. ચિ. જયેશ, પ્રીતિ, જતીન ચંદેના માતુશ્રી. કૌશિક હરિયાણીના સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. સ્થળ: ૨૦૮, હિના કિશન એપાર્ટમેન્ટ, દાદાસાહેબ ગાયકવાડ રોડ, તાંબેનગર, મુલુંડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
વિશા સોરઠિયા વણિક
સૂત્રાપાડા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રામદાસ મોરારજી તલાટીના સુપુત્ર મનીષ (ઉં.વ. ૫૮) તે વંદનાના પતિ. સ્વ. ઈન્દિરાબેન, સ્વ. મહેશભાઈના નાનાભાઈ. રાજવી, કુંજનના પિતાશ્રી. સ્વ. હરકિશનદાસ સંઘવીના જમાઈ. તા. ૨૩-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. (સાદડી અને લૌકિક વ્યવહાર બંધ છે.)
બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ
શ્રીમતી પ્રભાબેન પુરોહિત મૂળ ભાણવડ હાલ મુંબઈ (ઉં.વ.૮૦) તે મણીલાલ માધવજી પુરોહિતના ધર્મપત્ની. જ્યોત્સના, મીના, સાધના, અપૂર્વ, નિમેષ તથા મનીષના માતુશ્રી. શીતલ, અપેક્ષા તથા આરતીના સાસુમા. શિવમ, સિમરન, ક્ષમા, શ્રિયા, નિષ્ઠા તથા સાંઈના દાદી. તા. ૨૨-૫-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મ.મા. પ્યુપીલ્સ સ્કૂલ, ખાર (વેસ્ટ). સાંજે ૫થી ૭.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ગામ ગોરડકા, હાલ મુંબઈ (ગોરેગાંવ), રમેશચંદ્ર પી. પંડ્યા (ઉં.વ. ૯૦) તા. ૨૨-૫-૨૩, સોમવારે કૈલાસવાસી થયેલ છે. તે જયેશ, અશ્ર્વિન, દક્ષાબેન, ચેતનાબેન, જાગૃતિબેન, રીટાબેનના પિતા. ભૂષણકુમાર, અજયકુમાર, જયેશકુમાર, નિખિલકુમાર અને રૂપલના સસરા. રુદ્ર, કોમલ, કિંજલ, સ્નેહા, સાગર, ધ્રુવી, ધ્રુવલના દાદા. (સાદડી પ્રથા બંધ છે.)
વાલમ બ્રાહ્મણ
ગં.સ્વ. ઉર્મિલાબેન ગુલાબભાઈ વ્યાસ (ઉં.વ. ૯૨) તા. ૨૨-૫-૨૩ના કૈલાસવાસી થયેલ છે. તે મૂળ ગોંડલ, હાલ મીરા રોડ, તે અ.સૌ. અર્ચનાબેન, કૌશિકભાઈ, મોહિતભાઈ, અ.સૌ. યોગિનીબેનના માતુશ્રી. અ.સૌ. સિંધુબેન, અ.સૌ. ઈલાબેનનાં સાસુજી. ચિ. ભાર્ગવ, માનસી, અ.સૌ. ખુશ્બુ, કેતનનાં દાદીમા. અ.સૌ. જાવી, ચિન્મય, અભિષેકનાં નાનીમા. મનોજભાઈ જોશી, જગદીશભાઈના સાસુ. ટેલિફોનિક બેસણું તા. ૨૫-૫-૨૩, ગુરુવારે ૪.૩૦થી ૬.૩૦ સરનામું કૌશિકભાઈ જી. વ્યાસ, ફલેટ નંબર-૧૦૦૨, ૧૦મો માળ, કક્કડ પેરેડાઈઝ, પેણકર પાડા, ગણેશ મંદિરની સામે, મીરા રોડ (ઈસ્ટ).
મોઢ બ્રાહ્મણ
શ્રીમતિ દમયંતીબેન ત્રિવેદી (ઉં.વ. ૮૬) સ્વ. જનક ભાનુશંકર ત્રિવેદીના પત્ની. સ્વ. પરાગ તથા સ્વ. સૌરભના માતુશ્રી. શ્રીમિત મંદાકિની ત્રિવેદીના સાસુ. ચિ. દેવદત્તના દાદી. તા. ૨૨-૫-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
જામનગર ગીરીનારાયણ બ્રાહ્મણ
અ.સૌ. કોમલ મયૂર ભટ્ટ (ઉં.વ. ૫૧) તે સ્વ. નિરંજનાબેન ચંદ્રવદન શાહ (મેવાડા)ના સુપુત્રી. તે સ્વ. રમીલાબેન દિનેશચંદ્ર ભટ્ટના પુત્રવધૂ. તે કિંજલ ચિરાગ શાહના બેન. તે દ્વિજ, વિશ્વાના માતુશ્રી તા. ૨૩-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૬-૫-૨૩ના સંન્યાસ આશ્રમ, પહેલે માળે, વિશ્ર્વેશ્ર્વર ભવન, વિલે પાર્લે (વેસ્ટ). ૫.૦૦થી ૭.૦૦. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છ વાગડ લોહાણા
ગામ રાપર હાલે મરોલ મુંબઈ સ્વ. વિઠ્ઠલજી ઠક્કર (પંડિતપૌત્રા) (ઉં.વ. ૮૪) તે તા. ૨૨-૫-૨૩, સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રંભાબેન કુંવરજી વિશ્રામજી ઠક્કરના પુત્ર. તેઓ સ્વ. દેવજીભાઈ ફુલચંદ ભીંડેના જમાઈ. તે સ્વ. વિમળાબેન (પાચીબેન)ના પતિ. તે ત્રિકમજીભાઈ, જીવરાજભાઈ, ચમનભાઈ, સ્વ. કંકુબેન ભુરાલાલ, સ્વ. ઝવેરબેન અર્મુતલાલ, સ્વ. શાંતાબેન લાલજીના ભાઈ. તે કલ્પના ધર્મેન્દ્ર મજેઠિયા, સ્વ. ભરતભાઈ, ધર્મેન્દ્ર, પ્રીતિ ધીરેન રામાણીના પિતા. સોનલ ધર્મેન્દ્ર ઠક્કરના સસરા. તેઓની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૫-૨૩, ગુરુવારે ૪થી ૬ સ્થળ: ઝવેરબેન ઓડિટોરીયમ , બીજે માળે, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.)
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
મલાડ નિવાસી વિરેશ દામોદરદાસ દયાણી (ઉં.વ. ૬૮) તે પ્રીતિબેનના પતિ. જય અને રીનલના પિતાશ્રી. કાજલ તથા કરણ પડીયાના સસરા. સ્વ. હસમુખભાઈ, સ્વ. ભુપેન્દ્રભાઈ, જીતેશભાઇ, સ્વ. પદમાબેન, સ્વ. કુસુમબેન, સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. શકુન્તલાબેન તથા રેખાબેનના ભાઈ. સ્વ. શાંતિલાલ દામોદરદાસ જોગીના જમાઈ. સ્વ. નરોતમ મનજી યોગીના ભાણેજ, રવિવાર, તા. ૨૧-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક બેસણું – ગુરુવાર, તા. ૨૫-૫-૨૩, ૪
થી ૬.
પરજીયા સોની
ચીમનલાલ રતિલાલભાઈ સતિકુંવર (સોની) વાળુકડવાળા હાલ વિરાર પુત્ર નિલેષકુમાર (ઉં.વ. ૪૯) તે ૨૩/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે દિપીકાબેનના પતિ. નમન તથા સમર્થના પિતા. ચેતનાબેનના મોટાભાઈ. તે ધવલના મામા, નારણભાઇ દગડુભાઈ ભંડારીના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે. ઠે: ૦૮, સી વિંગ એમ. જી. એમ. સ્કૂલની બાજુમાં, કલાવતી મંદિરની બાજુમાં, એમ બી. ઈસ્ટેટ વિરાર વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી
નવાગામ હાલ વસઈ ગં. સ્વ. સરોજબેન (ઉં.વ. ૭૯) તે સ્વ. પ્રતાપરાય મનુભાઈ શેઠના ધર્મપત્ની. જગદીશ, હિતેશ, હરેશના માતા. સ્વ. નીલાના સાસુ. પિયર પક્ષે સ્વ. ચંપાબેન ચીમનલાલ દાણીના પુત્રી. સ્વ. લલિતભાઈ, મહેન્દ્રભાઈ, મહેશભાઈ, સુધાબેન ગોસલીયા, પ્રફુલાબેન મકાતીના બેન. જગતભાઈ હિંમતભાઇ શેઠના ભાભી. ૨૨/૫/૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ કુંદરોડીના ઉર્મિલાબેન મામતોરા (ઉં.વ. ૮૧) તે હાલ કાંદિવલી ૨૧/૫/૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. પોપટલાલ મેઘજી મામતોરાના ધર્મપત્ની. હસમુખના માતા. સંગીતાના સાસુ. હેતના દાદી. સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. જેઠાલાલ તથા સ્વ. કાનજીભાઈના ભાભી. ગુંદાલાના સ્વ. મોરારજી લીયાના દીકરી. પ્રાર્થનાસભા ૨૫/૫/૨૩ના ૪ થી ૫. શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, પાંચમા માળે, લોહાણા મહાજનવાડી સામે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
કપોળ
જુનાસાવરવાળા હાલ કાંદિવલી સ્વ. જશવંતીબેન વૃજલાલ હરિલાલ મહેતાના પુત્રવધૂ અ. સૌ. ઉષા ઉદય મહેતા (ઉં.વ. ૫૮) તે પ્રિયેશ- અ. સૌ. રાધિકા તથા અમિષા દર્શનકુમાર મોદીના માતુશ્રી. ભુપેન્દ્ર-અ. સૌ. દિવ્યા, કુંદનબેન ધીરેન, પ્રવિણાબેન ધર્મેશ, દક્ષાબેન જવાહર, પ્રતિમાબેન દિપક, મમતા પિયુષના ભાભી. પિયરપક્ષે જાફરાબાદવાળા સ્વ. વસુમતિબેન વસંતરાય જયંતીલાલ મહેતાના દીકરી. મોસાળપક્ષે રાજુલાવાળા સ્વ. ગોકળદાસ જેઠાલાલ પારેખના દોહિત્રી. રવિવાર, ૨૧/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મતિરાળાવાળા હાલ બોરીવલી રમેશચંદ્ર નાગરદાસ જેઠાભાઇ મોદી (ઉં.વ. ૭૮) તે ૨૨/૫/૨૩ સોમવાર શ્રીજીશરણ પામેલ છે. તે માલતીબેનના પતિ. સમીર-અ. સૌ. માનસી તથા સ્નેહલ- અ. સૌ. ગાયત્રીના પિતાશ્રી. સ્વ. પ્રતાપભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, સ્વ. પુષ્પાબેન વસંતરાય પારેખના ભાઈ. જાનવી, હેત્વી તથા ક્રિશના દાદા. શ્ર્વસુરપક્ષે ડેડાણવાળા સ્વ. ગોકળદાસ કેશુરદાસ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ ભુજ, સ્વ. પુષ્પાબેન નરભેરામભાઈ જોબનપુત્રાના સુપુત્ર આશિષભાઈ (ઉં.વ. ૫૪). અલ્પાબેનના પતિ. તે ગં. સ્વ. મંજુલાબેન કેશવજી આનંદજી અનમ મુરૂવાડાના જમાઈ. તે સ્વ. શીતલ તથા ડોક્ટર મમતાબેન નિલેશકુમાર પંડ્યાના ભાઈ. તે સ્મિત તથા કોમલના પિતાશ્રી. તે અરજણ વિશનજી આડઠક્કર (મોટી ચિરઈ) વાળાના દોહિત્ર. તા. ૨૩/૫/૨૩ મંગળવારનાં રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫/૫/૨૩ ગુરુવાર ૦૫:૩૦ થી ૭, કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર આર ટી રોડ, મુલુંડ (વેસ્ટ). બહેનોને તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા હાલ વિરાર સ્વ. હીરાબેન શરદચંદ્ર મહેતા (વોરા કિકાણી)ના પુત્ર ધર્મેશ (ઉં.વ. ૫૪) તા. ૨૩-૫-૨૩ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે મનીષાના પતિ. પાર્થ તથા હીરલના પિતા. નિધીના સસરા. રાકેશ તથા નીતા પરેશ મહેતાના નાનાભાઈ. તે ડુંગરવાળા હાલ બોરીવલી સ્વ. હસમુખરાય અમૃતલાલ સંઘવીના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ ભાટિયા
અરુણા જયરાજ ઉદેશી તે સ્વ. જયરાજ (વામનભાઈ) ઉદેશીનાં પત્ની. સ્વ. વિપુલ અને ચિ. હિતેષનાં માતા. બિજલ ઉદેશીના સાસુ. જગજીવન ઠાકરશી ગેમાણીનાં દીકરી બુધવાર, તા. ૨૪-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, ૨૭-૫-૨૩ના ૫થી ૬.૩૦ એફપીએચ ગરવારે હોલ, લાલાલજપતરાય માર્ગ, પમે માળે, હાજીઅલી, મુંબઈ- ૪૦૦૦૩૪. લૌકિક વ્યવહાર બંધ છે.