હિન્દુ મરણ
શ્રી શ્રીગૌડ મેડતવાળ બ્રાહ્મણ
મુળવતન સામતેર હાલ પાર્લા અ. સૌ. ઇલાબેન દિક્ષિત (ઉં. વ. ૬૪) તે જગદીશભાઇ દામોદરભાઇ બેચરભાઇ દિક્ષિતના ધર્મપત્ની. તે નયનભાઇ, રૂચિતાબેન, ભૂમિકાબેનના માતુશ્રી. તે મેઘનાના સાસુ તથા કાયરાના દાદી. સ્વ. કિરીટકુમાર, ભાનુમતિબેન ચંદ્રકાન્ત, મિનાક્ષીબેન પ્રવિણકુમાર, સુશીલાબેન સનતકુમાર, સરલાબેન પ્રફુલ્લકુમાર, બિનાબેન સમીરકુમારના ભાભી. તે સ્વ. પ્રભાબેન વાડીલાલ રામશંકરભાઇ ત્રિવેદીનાં દીકરી તા. ૨૧-૫-૨૩ રવિવારે કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા હાલ વિલેપાર્લેના સ્વ. રણછોડદાસ વ્રજલાલ પારેખના પુત્ર રમેશભાઈના પત્ની અ. સૌ. મીનાબેન (ઉં. વ. ૭૨) તા. ૨૧.૫.૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પુજા, બીજલ અને યશના માતુશ્રી. ક્ધિનરી નીરજ અને નિશાંતના સાસુ. તે હંસા નરેન્દ્ર વોરા, ઇન્દુમતી જશવંતરાય દેસાઈ તથા મહેન્દ્ર, પ્રવીણ, પ્રફુલના નાનાભાઈના પત્ની. તે સ્વ. જયાબેન તથા સ્વ. પ્રતાપરાય હરગોિંવદદાસ કાણકીયાના પુત્રી. પ્રાર્થના સભા તા. ૨૫.૫.૨૦૨૩ના ગુરુવાર ૫.૦૦ થી ૭.૦૦ સન્યાસ આશ્રમ, વિલે પાર્લે (વેસ્ટ),
શ્રીમાળી બ્રાહ્મણ
કચ્છ માંડવીના હાલ મુલુંડ, સ્વ. દલપરામ ઉમિયાશંકર ઓઝાના પુત્રવધૂ લતાબેન તે ભાસ્કર ભાઈના પત્ની. સ્વ. વસંતરાય, સ્વ. હરીશચંદ્ર તથા બિપીન, રમેશ, સ્વ. લલીતાબેન, સ્વ. ઇન્દિરા બેન અને મૃદુલાબેનના ભાભી. તેઓ વિનય તથા બીનાના મમ્મી, સ્વાતિ વિનય ઓઝા તથા અમિત હર્ષદ દેસાઈના સાસુ. ચિ. કેયુષ અને યશ્ર્વીના નાની, તા. ૨૨ મે ૨૦૨૩ ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ડેડાણવાળા હાલ કાંદિવલી સ્વ. ચંદ્રકાન્ત મુળજી પારેખના ધર્મપત્ની ગં. સ્વ. ચંદ્રિકાબેન (ઉં. વ. ૮૫) તે ઉર્મિલા પ્રવિણચંદ્ર, જયશ્રી વામનકુમાર, ભાવના પંકજકુમાર, પલ્લવી હરેશકુમાર, જાગૃતિ સંજયકુમાર મહેતાના માતુશ્રી. સ્વ. બળવંતભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. શાંતિભાઈ, રમેશભાઈ તથા સ્વ.સવિતાબેન, સ્વ. મંગળાબેન તથા ગં. સ્વ મંજુલાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. નાગરદાસ ભગવાનદાસ ચિતલિયાના દીકરી. પરમાણંદભાઈ, અમુભાઈ, સ્વ. પ્રવીણભાઈના બેન. ૨૨/૫/૨૩ ના ગૌલોકવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨૫/૫/૨૩ના ૫ થી ૭ લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ.
ખેડવાબાજ બ્રાહ્મણ
જયંતીલાલ ત્રિભોવનદાસ ઠાકર (ઉં. વ. ૭૯) ગામ કડિયાદરા હાલ મીરારોડ તા. ૧૫-૦૫-૨૦૨૩ સોમવારે કૈલાશવાસી થયા છે. તે રસીલાબેનના પતિ. તેમજ અંકિત તથા અલ્પાબેન મનોજ જાની(બડોલી) ના પિતાશ્રી. તેમજ સ્વ. રમેશભાઈ, સ્વ. બાલકૃષ્ણના ભાઈ. સ્વ. ચીમનભાઈ, લાભુભાઈ, સ્વ. નટવરલાલ, સ્વ. કૈલાશબેનના બનેવી. પ્રાર્થનાસભા તા. ૨૪-૦૫-૨૦૨૩ બુધવારના બંને પક્ષની ૪ થી ૬. સરનામું: ઈ-૧૨/૧૦૨ પુનમ સાગર કોમ્પ્લેક્સ, પરિવાર હોટલ પાસે, મીરારોડ (ઇસ્ટ).
દશા શ્રીમાળી વણિક
માણાવદર નિવાસી હાલ વસઈ સ્વ. ધીરજબેન લક્ષ્મીદાસ જસાપરાના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં. વ. ૬૪) તે કિર્તીદાના પતિ. હિનલ વિકી કાપડિયાના પિતા. રજનીકાંત, ભુપેન્દ્ર, સરલા જયેન્દ્ર ધ્રુવના ભાઈ. હસુમતિ કિશોરચંદ્ર પારેખના જમાઈ. કિરીટભાઈ કાંતિલાલ કાપડિયાના વેવાઈ. ૨૩/૫/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ભાવનગરવાળા હાલ કાંદિવલી સ્વ. લીલાવતી નાનજી મહેતાના સુપુત્ર નરેન્દ્રભાઇ (ઉં. વ. ૮૫) તે સ્વ. વસુમતીબેનનાં પતિ. જયંત, સનત તથા હિમાક્ષીનાં પિતા. અ.સૌ. જાગૃતિ, અ.સૌ. દીપા તથા રાજેન પ્રવિણચંદ્રનાં સસરા. વસંતભાઈ તથા નિરંજનભાઈનાં ભાઈ. ભેરાઈવાળા સ્વ. ઠાકરશીભાઈ નરોત્તમદાસ ગાંધીનાં જમાઈ. મોસાળ પક્ષે પાલીતાણાવાળા સ્વ. અમૃતલાલ હરજીવનદાસ મહેતાના ભાણેજ સોમવાર તા. ૨૨/૦૫/૨૩ ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની સર્વપક્ષીય પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૫/૦૫/૨૩ ના ૫ થી ૭, લોટસ બેન્કવેટ, ૪થે માળે, રઘુલીલા મોલ, પોયસર બસ ડેપોની પાછળ, બોરસાપાડા રોડ, કાંદિવલી (પ.).