Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

લુહાર સુથાર
દેલવાડા હાલ કાંદિવલી વાલીબેન રતિલાલ કવા (ઉં. વ. ૯૦) તે રતિલાલભાઈના પત્ની. સ્વ. જેન્તીભાઈના માતુશ્રી. મધુબેન, દિલીપભાઈ, ચંદ્રિકાબેન પ્રભુદાસ શાંતિલાલના માતા. સ્વ. હંસાબેનના સાસુ. દક્ષા તથા જયશ્રીના સાસુ. ૨૦/૫/૨૩ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા ૨૩/૫/૨૩ ના ૫ થી ૭ લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩ અંબામાતા મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.
ઝાલાવાડી સ્થા વિશા શ્રીમાળી
બોટાદ હાલ ભાંડુપ કીર્તિકાન્ત ચમણલાલ દોશી (ઉં. વ. ૮૨) તે હંસાબેનના પતિ. જશવંતભાઈ, રંજનબેન રમેશચંદ્ર, મનુભાઈ, બિપીનભાઈ, કોકિલાબેન નિરંજન, કિશોરભાઈ અને નરેન્દ્રભાઈના મોટાભાઈ. મનીષ, નીપા, જલ્પા કલ્પેશ જૈનના પિતા. પ્રીતમ જાધવજી સંઘવી, પ્રભા નગીનભાઈ દોશીના બનેવી. સાક્ષી, દક્ષ આગમ યાંશીના દાદા ૨૨/૫/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
કૈકા હાલ વિલેપાર્લે નંદલાલ જગજીવનદાસ શાહ (ઉં. વ. ૯૧) તે સ્વ. પ્રભાબેનના પતિ. રાજેશ, નિલેશ, હર્ષા અને પલ્લવીના પિતા. હિના, મુકેશ, વિક્રમના સસરા. સ્વ. રસીલા ચંદ્રકાન્ત પારેખ, શરદ, દિલીપના મોટાભાઈ. ચિતલ નિવાસી હાલ મુંબઈ સ્વ. વાલજીભાઈ ભગવાનભાઈ મહેતાના જમાઈ. વૃચિત, નિકી, અને હિયાના દાદા. ૨૧/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૩/૫/૨૩ ના ૫ થી ૭ ઋતુંભરા હોલ, નિર્મલા દેવી અરુણકુમાર આહુજા રોડ, જેવીપીડી સ્કીમ જુહુ વિલે પાર્લે વેસ્ટ.
કપોળ
વેળાવદર, હાલ ઘાટકોપર, અશોકભાઇ (ઉં. વ. ૭૨) તે સ્વ. ગુલાબબેન અમૃતલાલ મેહતાનાં પુત્ર. ભારતીબેનનાં પતિ. સ્વ. રમેશભાઇ, કુમુદબેન અને સ્વ. મીનાબેનનાં ભાઈ. કાર્તિકભાઈ તથા જસ્મીનબેનના પિતા. મિતલબેન તથા સ્વ. ચિરાગભાઈનાં સસરા. સ્વ.શાંતિલાલ હરિલાલ સંઘવીનાં જમાઈ તા.૨૦.૦૫.૨૩નાં શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા ૨૩.૦૫.૨૩ નાં મંગળવારે ૫ થી ૭, લાઇન્સ કોમ્યુનિટી હોલ, ગોરડિયા નગર, ઘાટકોપર ઇસ્ટ.
કપોળ
જાંજમેરવાળા (હાલ મલાડ) સ્વ. અમૃતલાલ માધવજી મેહતાના પુત્ર ભુપતરાય (ઉં. વ. ૮૧) તે સ્વ. અરૂણાબેનના પતિ. રાજેશ, નયના, ડીમ્પલના પિતા. પ્રશાંત શાહ તથા માધવીના સસરા. સ્વ. હરીલાલ ડાહયાલાલ મેહતાના જમાઈ તા. ૨૦/૫/૨૦૨૩ ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
સમસ્ત દરજી સમાજ બાબરિયાવાડ
ગામ નાગેશ્રી હાલ ભાંડુપ સ્વ. શંભુભાઇ મોહનભાઇ ચાવડાના ધર્મપત્ની ગં. સ્વ. લલીતાબેન (ઉં. વ. ૬૫) તા. ૨૧/૫/૨૩ રવિવારના રામચરણ પામ્યા છે. તે દિનેશભાઇ મોહનભાઇ, ગંગાબેન ગોવિંદભાઇ, ગં. સ્વ. મંજુલાબેન બચુભાઇ, ગં. સ્વ. દેવીબેન વાલજીભાઇના ભાભી. તે ભાવેશભાઇ, ચેતનભાઇ, અમીતભાઇના માતુશ્રી. તે ઉર્મિલાબેન, સંગીતાબેનના સાસુ તેમજ ગામ જીંજકા હાલ અમદાવાદ નિવાસી સ્વ. મોહનભાઇ નારણભાઇ સોલંકીન સુપુત્રી. તેમની પ્રાર્થનાસભા તા. ૨૩/૦૫/૨૩ મંગળવારના ૪ થી ૬. લૌકિક પ્રથા બંધ છે. ગીતા હોલ, શ્રી ભાંડુપેશ્ર્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ, ભાંડુપેશ્ર્વર મંદિર રોડ, સ્ટેશન રોડ, ભાંડુપ (વેસ્ટ).
વીસાનાગર વણિક
ઊંઝા, હાલ કાંદીવલી, રવીન્દ્ર મણિલાલ ગાંધીના ધર્મપત્ની નીતા ગાંધી તા.૨૦-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે મિતેશ, સેજલના માતૃશ્રી. ઉત્તમકુમાર, સેજલના સાસુ. સ્વ. સુંદરલાલ સ્વરૂપચંદ શાહની સુપુત્રી તથા તારાબેન અને સરોજબેનના નણંદ. પ્રાર્થનાસભા તા.૨૩-૫-૨૩ મંગળવારે ૫ થી ૭ લોહાણા મહાજન વાડી એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
હાલાઇ ભાટીયા
કૃષ્ણકુમાર જમનાદાસ ગોકલદાસ કાપડીયા (ઉ. વ. ૯૧) સ્વ. કુમુદબેનના પતિ. સ્વ. શામજી પરમાનંદ રાજાના જમાઇ. ગીરીશ, બીપીન, વિનયના પિતા. હર્ષા, નીના, સ્વ. જયોતીનાં સસરા. સ્વ. લીલાધર, સ્વ. ગોકીબેન, સ્વ. મધુરીબેન, વલ્લભદાસનાં નાનાભાઇ. રુચિ, ધવલ, ઉષ્મા, જેસલ, મેઘાના દાદા. તા. ૨૧-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૩-૫-૨૩ના ૪-૩૦થી ૬. ઠે. જૂની હાલાઇ ભાટીયા મહાજનવાડી, કાલબાદેવી રોડ, મુંબઇ-૨, લૌકિક વ્યવહાર
બંધ છે.
નવગામ ભાટિયા
અ. સૌ. વૈશાલી મનિષ ઉદેશી (ઉં. વ. ૪૪) તે ગં. સ્વ. દમયંતી હરિદાસ ઉદેશીના પુત્રવધૂ. તે સ્વ. પ્રમિલા સુરેશ વેદના સુપુત્રી. તે મનિષ હરિદાસ ઉદ્દેશીના ધર્મપત્ની.તે નીલ અને આયુષના માતુશ્રી. તે અપેક્ષા લાલુ ઉદેશીના ભાભી. તા. ૨૧-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૫-૨૩ના ધરમસિંહ હોલ પ્રાર્થનાસમાજ ૫થી ૬-૩૦.
હાલાઇ લોહાણા
શરદભાઇ કલ્યાણજી વિઠલાણી (કાપડિયા) (ઉં. વ. ૭૫) તા. ૨૧-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે મંજુબેનના પતિ. તે મણિલાલભાઇ, ચુનિલાલભાઇ, પ્રભાબેન ડ્રેસવાલા, સ્નેહલતાબેન ઝવેરીના નાનાભાઇ. તે શિલ્પા જાગૃત કોટેચા તથા અનિશના પિતા. તે દેવજી ભીમજી ભિમજીયાણીના જમાઇ. તે રાજલક્ષ્મીના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
ભાવનગરવાળા હાલ વિલેપાર્લે નવનીતરાય ભુત્તા (ઉં. વ. ૮૬) તે તા. ૧૬-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રમીલાબેન ભુત્તાના પતિ. સ્વ. ગીરજાબેન અને સ્વ. શાંતિલાલ હરિલાલ ભુત્તાના પુત્ર. સાસરપક્ષે સ્વ. ભાનુમતી અને સ્વ. મધુસુદન ભનસાલીના જમાઇ. સ્વ. જવાહરભાઇ, હસમુખભાઇ, અનંતભાઇ તથા સ્વ. શારદાબેનના ભાઇ. અજય ભુત્તાના પિતા. અ. સૌ. શ્ર્વેતાના સસરા. ઠે. શાંતા આશ્રમ બિલ્ડિંગ, ૯૨, ગ્રાઉન્ડ ફલોર, દિક્ષિત રોડ, વિલેપાર્લે (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.
જામનગર ગિરીનારાયણ બ્રાહ્મણ
અ. સૌ. રંજના બીપીન પુરોહિત (ઉં. વ. ૭૨) તે સ્વ. સાવિત્રીબેન જેષ્ટારામ ઠાકરના પુત્રી. તથા સ્વ. જશોદાબેન પ્રાણજીવન પુરોહિતના પુત્રવધૂ. વિહંગ, પૂર્વાના મમ્મી અને જેસિકા. પરિમલના સાસુ. તે તિર્થેશના દાદી અને દુર્વા અને સ્વસ્તિના નાની. તા. ૨૦-૫-૨૩ના શનિવારના હાલ બોરીવલી મુકામે શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવા નિવાસી સ્વ. સવિતાબેન વ્રજલાલ દેવીદાસ પારેખની સુપુત્રી કોકીલાબેન વ્રજલાલ પારેખ (ઉં. વ. ૬૫) સોમવાર, તા. ૨૨-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. તરુણાબેન નવલભાઇ મહેતા, ઇન્દિરાબેન, સ્વ. નીતીનભાઇ વળિયા, પ્રફુલ્લાબેન તથા મહેશભાઇના બેન. રત્નાબેનના નણંદ અને નીકીતાબેન, સુકેતુભાઇ, બંસરીબેન અને ગોપીબેનના માસી. માનવભાઇના ફૂઇ. લૌકિક પ્રથા બંધ છે.
કપડવંજ દશા પોરવાડ
મલાડ નિવાસી ગં. સ્વ. અશ્ર્વિનીબેન દેસાઈ, તે શાંતિલાલ રતનલાલના પત્ની. હીરાલાલ ઓછવલાલ પરીખ અને માણેકબેન પરીખના પુત્રી. સ્વ. ગોકુલભાઈ, પરમાનંદભાઈ, વસુમતિબેનના બેન. ભાવના, મેહુલ, સ્વ. આશિષના માતા. જનકભાઈ, બેલાબેન, કલાના સાસુ. સાહિલ, દિશાના દાદી, ૨૨/૫/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ કચ્છ માંડવી હાલ માટુંગાના કુસુમ ઠક્કર (બજાજ) (ઉં.વ. ૮૪) તા. ૨૧-૫-૨૩, રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. અજીત કુમારના પત્ની. સ્વ. કસ્તુરબાઇ મુલજી ઠક્કર (બજાજ)ના પુત્રવધૂ. સ્વ. મણિબેન છોટાલાલ ભવાનજી ઠક્કર (ટપ્પર સોનારવાલા)ના દીકરી. મુકેશ, સુચિતા સેઠિયાના માતુશ્રી. જયશ્રી, રાજેશ સેઠિયાના સાસુજી. સ્વ. પ્રતાપભાઈ, પ્રવીણભાઈ, હરીશભાઈ, સ્વ. જયાલક્ષ્મીબેન, સ્વ. રજનીબેન, સ્વ. ઉષાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.
કપોળ
સથરાવાળા હાલ અંધેરી સ્વ. નરેન્દ્રભાઈ શાંતિલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. કલ્પનાબેન મહેતા (ઉં.વ. ૭૬) તા. ૨૧-૫-૨૩ ને રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે કાર્તિક-માધવી, રૂચિક-કાજલના માતૃશ્રી. ગિરીશ-જયશ્રી, સ્વ. સરલાબેન કિશોરચંદ્ર ગાંધી, ભામિનીબેન દિલીપકુમાર મહેતાના ભાભી. સાંચી ઇવા અને સ્વનિકના દાદી. પિયર પક્ષે સ્વ. ભૂપતરાય નાગરદાસ સંઘવી (લાઠીવાળા)ના દીકરી. તે સ્વ. અશ્ર્વિનભાઈ સંઘવી, હંસાબેન ભૂપેન્દ્રકુમાર મહેતાના બેન. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
ચંદ્રકાન્ત (ઉં.વ. ૭૬), મૂળ ગામ મંડેર હાલ કાંદિવલી, તે સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. વૃજલાલ ઓધવજી દાસાણીના સુપુત્ર. તે મીનાબેનના પતિ. તે સ્વ. જયેન્દ્ર, સ્વ. કિરીટ, પ્રકાશ, સ્વ.અશોક, સ્વ. સુધીર, સ્વ. કમલેશ, સ્વ. જ્યોતિ-નીલા ભૂપેન્દ્ર તેજૂરાના મોટાભાઈ. સ્વ. દેવિદાસ, સ્વ. બાબુભાઈ, સ્વ. લાલુભાઈના ભત્રીજા. તે નેહલ, કેતન, ડિમ્પલ રાકેશકુમાર કારિયા, નિકિતા મિતેશકુમાર પટેલના પિતાશ્રી. તે સ્વ. રાઘવજી નાનજી ઠક્કર (ઉનડકટ)ના જમાઈ. તા. ૨૦-૫-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
ડેડાણવાળા હાલ મલાડ સ્વ. કાંતિલાલ ભગવાનદાસ સતીકુંવરના ધર્મપત્ની ગં.સ્વ. રમાબેન સતીકુંવર (ઉં.વ. ૮૫) તા. ૨૧-૫-૨૩ ને રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે ખાંભાવાળા જમનાદાસભાઈ દેવદાનભાઈ ધકાણના દીકરી. તે દિનેશભાઇ, બાલકૃષ્ણભાઈ, ચેતનભાઈ તથા કિરણબેન દિલીપકુમાર, સ્વ. જયશ્રીબેન અનીલકુમારના માતુશ્રી. તે નિશાબેન, વંદનાબેન, સોનલબેનના સાસુ. તે અમીષ, વિરલ, દિશાંક, દર્શિત, જેનીશા, દિશાલીના દાદીમા મલાડ મુકામે અવસાન પામેલા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ બિલખા હાલ મીરા રોડ, સ્વ. કુસુમબેન ચત્રભુજ ગણાત્રાના પુત્ર તથા સ્વ. લલિતાબેન કરસનદાસ વસાણીના જમાઈ દિલીપ ગણાત્રા (ઉં.વ. ૭૦) તા. ૨૦-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે હંસા ગણાત્રાના પતિ તથા કમલ અને ડીમ્પલ રૂશીન કાનાબારના પિતા. લીલાવંતી અને ધીરજલાલ, મનીષા અને બિપીન, સ્વ. હર્ષાબેન હિમ્મતલાલ, સ્વ. પુષ્પાબેન ધીરજલાલ, કોકિલા ભરતકુમાર, આરતી પ્રહલાદના ભાઈ. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૫-૨૩ના ૫.૦૦ થી ૬.૩૦ શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજો માળ, એસ. વી. રોડ, શંકર મંદિરની પાસે, કાંદિવલી-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -