હિન્દુ મરણ
લુહાર સુથાર
મૂળગામ જાડિયા નિવાસી હાલ ભાયંદર સ્વ. ભીખાભાઇ નાનજીભાઈ ડોડીયાના ધર્મપત્ની ગં. સ્વ કાંતાબેન ડોડીયા (ઉં. વ. ૯૫) તે ૧૮/૫/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ચંપકભાઈ, લલિતભાઈ, સંજયભાઈ તથા રીટા દિલીપકુમાર સિધ્ધપુરાના માતુશ્રી. ભારતી, સ્વ. સરલા તથા હર્ષાના સાસુ, પિયરપક્ષે આકડિયા નિવાસી સ્વ. ડાયાભાઇ ધરમશી મકવાણાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૨૨/૫/૨૩ ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથારની વાડી, કાર્ટર રોડ ૩ અંબા માતા મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.
શ્રી કપડવંજ દશા પોરવાડ
ઉમરેઠ નિવાસી હાલ બોરીવલી સ્વ. વિરમતીબેન ચંદુલાલ પરીખના પુત્ર જગદીશચંદ્ર ચંદુલાલ પરીખ (ઉમર:૮૫) તે સુમિત્રાબેનના પતિ, સુનિલ, ભારતી, ધરા, તૃપ્તિના પિતા, અલ્પા, ધર્મેન્દ્ર ના સસરા, સિદ્ધેશ મનસ્વી ભાવેશ દિવ્યા ના દાદા. ૧૯/૫/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ચંદ્રકાન્ત, ઉ.વ. ૭૬, મૂળ ગામ મંડેર હાલ કાંદિવલી, મુંબઈ, તે સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. વૃજલાલ ઓધવજી દાસાણીના સુપુત્ર, તે મીનાબેનના પતિ, તે સ્વ. કિરીટ, પ્રકાશ, સ્વ.અશોક, સ્વ.સુધીર, સ્વ. કમલેશ, સ્વ. જ્યોતિ-નીલા ભૂપેન્દ્ર તેજૂરાના મોટાભાઈ, સ્વ. દેવિદાસ, સ્વ.બાબુભાઈ, સ્વ. લાલુભાઈના ભત્રીજા, તે નેહલ, કેતન, ડિમ્પલ રાકેશકુમાર કારિયા, નિકિતા મિતેશકુમાર પટેલના પિતાશ્રી, તે સ્વ. રાઘવજી નાનજી ઠક્કર (ઉનડકટ)ના જમાઈ, તે હિયા, નિકેત, મનન, ચાર્મી, શુભ, કુશના દાદા-નાના, તે તા. ૨૦-૫-૨૦૨૩ના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૨-૫-૨૦૨૩ના રોજ ૫.૦૦ થી ૬.૩૦ વાગે રાખેલ છે. સ્થળ- હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ.વી.રોડ, કાંદિવલી-વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
દૂધઇ હાલ કલ્યાણ અ. સૌ. સંધ્યાબેન અરવિંદભાઇ ઠક્કર (ધામે) (ઉં. વ. ૬૧) તા. ૨૧-૫-૨૩ને રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે અરવિંદભાઇના પત્ની. તે ગંગાબેન ગોવિંદજીના પુત્રવધૂ. તે લક્ષ્મીબેન અનંતરાય તન્નાનાં દીકરી. તે અમીતા, હીરલના માતુશ્રી. તે વિરેન્દ્ર જૈનના સાસુ. તે સુરેશભાઇ, ભરતભાઇ અને પંકજભાઇના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૨-૫-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, કલ્યાણ (વેસ્ટ) ખાતે રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. મંજુલાબેન ચંદુલાલ ચાંપશી ખાટ બેટ દ્વારકાવાળાના જમાઇ ચંદ્રેશ દામજી લોડાયા સુથરીવાળાના ધર્મપત્ની ભારતીબેન (ઇલા) (ઉં. વ. ૬૦) તે તા. ૨૦-૫-૨૩ના શનિવારના રામશરણ પામેલ છે. તે જયંત, સ્વ. પંકજ, રાજેશ (રાજુ)ના બેન. તે અ. સૌ. જીજ્ઞાબેન, ગં. સ્વ. પ્રિતીબેન, અ. સૌ. અમીતાબેનના નણંદ. તે કીમ, પારસ, સોમેયા, ભુવનના માતુશ્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.