હિન્દુ મરણ
મૂળ દમણ હાલ કાંદિવલીના અમીબેન પંચાલ, તા. ૧૬-૫-૨૩ને દેવલોક પામ્યા છે. તે ભૌતેષ પંચાલના ધર્મપત્ની. ધનંજય નગીનદાસ, કલ્પનાબેન (મીનાબેન) પંચાલના પુત્રવધૂ અને ક્રિયાંશના માતુશ્રી. તે ચિખલીના રમેશભાઈ છગનભાઈ મિસ્ત્રી અને મીનાબેન મિસ્ત્રીના પુત્રી અને જીગરના બેન અંકિતાના નણંદ. દીતીના ફોઈ. એમની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૨-૫-૨૩ના ૪.૦૦થી ૬.૦૦ સરનામું: બી-વિંગ, ફ્લેટ-૭૦૧ એ, રિવેરા ટાવર, લોખંડવાલા ટાઉનશિપ, અકુર્લી રોડ, કાંદિવલી (પૂર્વ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
શિહોર સંપદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ભાવનગર હાલ મુંબઈના અરુણકુમાર ગિરિજાશંકર જાનીના પત્ની દેવીબેન (શોભાબેન), તે ઈચ્છાબેન લક્ષ્મીશંકર ત્રિવેદીના પુત્રી. સત્યેન, ભિષ્મની માતા. રિદ્ધિ અને નિર્વાના સાસુ. પાર્શ્ર્વ, યુગ અને નીલના દાદી તા. ૧૫-૫-૨૩, સોમવારના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૫-૨૩ના ૫થી ૭ના અગ્રસેન હોલ, ૯૦ ફીટ રોડ, સ્વામિનારાયન મંદિરની ઉપર, ઘાટકોપર (ઈ).
નવગામ ભાટિયા
અમરેલીવાળા (હાલ મુંબઈ, મીરારોડ) અનિલભાઈ (ભાયાભાઈ) તે સ્વ. કાંતાબેન પાનાચંદ આશરના પુત્ર, તે રતુભાઈ, સ્વ. કાંતિભાઈ, પ્રવીણભાઈ, અશોકભાઈ, વિજયભાઈના ભાઈ. તે ગોપાલદાસ મોતીચંદ સંપટના જમાઈ. તે નિલેશ, દીપક તથા સોનલના પિતા. તે નેહા, રશ્મી, તેમજ રમેશભાઈના સસરા. તે કાજલ અને યશના દાદા-નાના. શુક્રવાર, ૧૯-૫-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
પાટણ (ઉગુ) હાલ કાંદિવલી મંજુલાબેન વ્યાસ (ઉં.વ. ૮૭) તે નિરંજનભાઈના પત્ની. અલ્કેશ, રાજુ, સ્વ. રાજેશના માતુશ્રી. મમતા, સંગીતાના સાસુ. કિંજલ, મિત્તલ, ઉમંગ તથા પ્રતીકના દાદી. હિરલ, રીતિ, વિકીકુમાર તથા દિવ્યાના વડસાસુ. દીવીજા, અમાયરા, ધ્યાના, ધ્રુવ અને કિયારાના બા ૧૯/૫/૨૩ના અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર, ૨૨/૫/૨૩ના ૫ થી ૭ વૈષ્ણવ હોલ, પારેખ નગર, શતાબ્દી હોસ્પિટલ સામે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
ઝાલાવાડી સઈ – સુથાર – દરજી
અરવીંદભાઈ પરમાર (ઉં.વ. ૭૪) તે નરેશ પરમારના પિતાશ્રી. ગીતાબેન પરમારના પતિ. તે સ્વ. હરગોવિંદદાસ તુલશીદાસ પરમારના પુત્ર તા. ૧૩/૫/૨૩ ને શનિવા૨ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૨૧/૫/૨૩ ને રવિવારના ૪ થી ૬, ગોપાલજી હેમરાજ સ્કૂલ, એમ.જી. રોડ, બોરીવલી ઈસ્ટ, લૌકીક વ્યવહાર રાખેલ નથી.