હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
મહેશભાઈ ઠક્કર (ઉં.વ. ૭૬) (પડઘાવાળા) હાલ થાણા ગુરુવાર, તા. ૧૮-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેન મંગલદાસ ઠક્કરના પુત્ર. ઉષાબેનના પતિ. ફોરમ મેહુલ ઠક્કર, સોનલના પિતાશ્રી. સ્વ. રજનીકાંતના ભાઈ. નીલાબેનના દિયર. કુન્દા અશોકભાઈ ભાયાણી, સુચિતા અંબરીષભાઈ સોઢાના ભાઈ. કાન્તાબેન પ્રેમજીભાઈ તન્નાના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૦-૫-૨૩ના ૪ થી ૬ ધ થાને કલબ, અદારા હોલ, મોહન કોપીકર રોડ, રાહેજા ગાર્ડન સામે, તીન હાથ નાકા, થાણા વેસ્ટ.
લોહાણા
થાણા નિવાસી ગં. સ્વ. કંચનબેન (ઉં.વ. ૯૦) તે સ્વ. કાંતિલાલ ચત્રભુજ ખાલપાડાના ધર્મપત્ની. તે દિનેશભાઈ, રાજુભાઈ, કેતનભાઈ, પ્રવિણાબેન વિજય ઝવેરી, ભારતીબેનપ્રકાશ રામાનીના માતુશ્રી. કલ્યાણવાળા સ્વ. પ્રભુદાસ મગનલાલ રેલીયાના દિકરી. ગુણવંતરાય, કિશોરભાઈ, પોપટભાઈ, મહેન્દ્રભાઈ રેલીયા, હિરાબેન રામદાસ માણેક, હર્ષાબેન નરેન્દ્ર રાચ્છના બહેન. કિર્તીબેન, ભાવનાબેન, જાગૃતીબેનના સાસુમા ગુરુવાર, તા. ૧૮-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા નગર વાણિયા
રાજેન્દ્ર ચિનુભાઈ શાહ (ઉં.વ. ૭૩) તે રાગિણીબેનના પતિ. નૈની નિહિર ભૂવા, માનસીના પિતા. સ્વ. શારદાબેન ચિનુભાઈ શાહના પુત્ર. સ્વ. કોકિલાબેન નગીનદાસ શાહના જમાઈ. દર્શ નિહિર ભૂવાના નાના. સ્વ. દેવિયાનીબેન, સ્વ. દિનેશભાઈ, સ્વ. જયોત્સનાબેન, રણજીતભાઈ, ઉમેશભાઈના ભાઈ વરલી મુકામે તા. ૧૭-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
સુરેન્દ્ર જગજીવનદાસ અઢિયા (ઉં.વ. ૮૩) ગુરુવાર, તા. ૧૮-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે શર્મિષ્ઠાબહેનના પતિ. સ્વ. હરેન્દ્રભાઈના ભાઈ. જિજ્ઞા, સમીર, તેજલ રોહિત તન્નાના પિતા. સપનાના સસરા. જનક, ધ્રુવ, સોનુ, શકીલ, જોય, જીલ, રાજવી, નેહા, આશિરિયાના નાનાજી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૨-૫-૨૩ના ૪ થી ૬. સરનામું: ડ્રીમ અરેના બેન્કવેટ, ઓપલ સોલિટેરની સામે, સ્ટેલા પેટ્રોલ પમ્પની પાછળ, વસઈ વેસ્ટ.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
અ. સૌ. જસુમતિ જોશી (ઉં. વ. ૭૪) તે ૧૨/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. ગામ દેશોતર હાલ મલાડ મહેન્દ્રકુમાર સમરથલાલ જોશીના ધર્મપત્ની. હરજીવન ગોરની પુત્રી. નીલમ હર્ષદ, રૂપલ તુષાર, વિશાખા પ્રફુલ, ફાલ્ગુની જીતેન્દ્ર તથા તેજસના માતુશ્રી. સ્વ. શાંતાબેન, સ્વ. શશીકાંતભાઈના બહેન. સ્વ. લીલાબેન, ગં. સ્વ મંજુલાબેન, સ્વ. રમીલાબેન, ચંદ્રકાન્તભાઈના ભાભી. સદ્દગતનું બેસણું ૨૧/૫/૨૩ ના ૫ થી ૭ પારેખ હોલ, જીતેન્દ્ર ક્રોસ રોડ,જૈન મંદિરની પાસે મલાડ ઈસ્ટ.
કપોળ
સિહોર હાલ કાંદિવલી રજનીકાંત પોપટલાલ મહેતાના ધર્મપત્ની અ. સૌ. સુધાબેન (ઉં. વ. ૭૦) તે ૧૬/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે વિદુર-કિંજલ, ભાવેશ-બિન્દાના માતુશ્રી. સ્વ. જ્યોતિન્દ્રભાઈ, ક્રિષ્નાબેન ધનેશભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. પ્રદીપભાઈ, ગં. સ્વ. હર્ષદાબેન રમેશચંદ્ર, ઉર્વશીબેન દિલીપ, શરદભાઈ તથા બીના જીતેન્દ્રના ભાઈના પત્ની. પિયરપક્ષે ફોર્ટ સોનગઢ નિવાસી સ્વ. મટુબેન રતિલાલ મહેતાના દીકરી. કિરીટભાઈ, સ્વ. આશાબેન બિપીનચંદ્ર તથા સ્વ. રાજેન્દ્રભાઈના બહેન. સદ્દગતની બંને પક્ષની પ્રાર્થનાસભા, ૨૧/૫/૨૩ના ૫ થી ૭ હાલાઇ લોહાણા બાળાશ્રમ હોલ, અતુલ ટાવરની પાસે, મથુરાદાસ એક્ષટેનશન રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
મૂળ ભાવનગર હાલ બોરીવલી જયંતભાઈ શ્રીમાકર (ઉં. વ. ૭૭) તે ગો.વા.લાભુબેન અને ગો.વા. રમણીકલાલ ફુલચંદ શ્રીમાકરના પુત્ર. સ્વ. નાનજી અમરશી બાબરીયાનાં જમાઈ, ચંદ્રિકાબેનના પતિ. હરીશ ભાઈ. ગો.વા. યોગેશભાઈ, અજયભાઈ તથા વિજયભાઈના મોટાભાઈ. રસેશ, કલ્પેશ તથા જીજ્ઞેશના પિતાશ્રી તા.૧૮.૦૫.૨૩ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠિયા વણિક
બળેજવાલા હાલ કાંદિવલી શાહ ભગવાનદાસ (ભરતભાઈ) માણેકચંદ (ઉં. વ. ૭૬) તે ચંદ્રિકાબેનના પતિ. સમીર, શીતલના પિતા. સ્વ. મગનભાઈ, સ્વ. જગજીવનદાસ, સ્વ. વ્રજલાલભાઇ, સ્વ. લીલાધરભાઇ, સ્વ. દીવાનલાલ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. અમીબેન તથા સ્વ. માલતીબેનના ભાઈ. જીનલ, કલ્પેશકુમારના સસરા. તે વનિતાબેન નરોત્તમદાસ ગુલાબચંદ શાહના જમાઈ તા. ૧૭.૦૫.૨૦૨૩, ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦.૦૫.૨૦૨૩ શનિવારે ૫ થી ૭: ૬ એ વૈષ્ણવ હોલ, પારેખ નગર, શતાબ્દી હોસ્પિટલની સામે, એસ. વી.રોડ, કાંદિવલી (વેસ્ટ).
વિસા સોરઠીયા વણિક
પોરબંદરવાળા હાલ કાંદિવલી સૌ. સ્મિતા શાહ (ઉં. વ. ૬૫) તે અરૂણકુમાર અભેચંદ શાહના ધર્મપત્ની. સ્વ. બિપીન, શ્રી કિરીટ, સ્વ. પુષ્પા મહેન્દ્ર, સૌ. ઉષા ઉમેશના ભાભી. સ્વ. જયશ્રી તથા સો. અલ્પાના જેઠાણી. ખુશી તથા શુભમના ભાભૂ. માંગરોળવાળા સ્વ. મોરારજી વલ્લભજી શાહના પુત્રી તે તા. ૧૬.૦૫.૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તેમજ લોકિક વ્યવહાર બંધ છે.
ચિંચણ-તારાપુર ઘોઘારી દશા પોરવાડ વણિક
ગં. સ્વ. કપિલાબેન મંગળદાસ શાહ (હાલ પાલઘર) (ઉં.વ.૯૫) તે નર્મદાબેન પરમાનંદદાસના દીકરી. સ્વ. નિર્મળાબેન, સ્વ. જગમોહન, કૃષ્ણકાંત અને વિનોદના બહેન. તે કિરણ, કલ્પના, શૈલા, દક્ષા અને ચેતનના માતુશ્રી. અને પ્રવિણા, મહેન્દ્રકુમાર, અનિલકુમાર, રાજેશકુમાર, પ્રિતીના સાસુજી. તા. ૧૮-૫-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૧-૫-૨૩ના ૪થી ૫-૩૦. ઠે. અંબામાતા હોલ, પાલઘરમાં છે.
સૌરાષ્ટ્ર પ્રજાપતિ વરિયા સમાજ
નમ્રતા સુરાણી (ઉં.વ.૪૦) હાલ મુંબઇ ઘાટકોપર જે નિલેશ ભવાનભાઇ સુરાણીના પત્ની. સ્વ. ભવાનભાઇ તથા વિજયાબેન સુરાણીના પુત્રવધૂ. રિશી અને જેનીલના મમ્મી. શારદાબેન તથા છગનભાઇ જોટાણીયાના સુપુત્રી. તા. ૧૭-૫-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવારે, તા. ૨૧-૫-૨૩ના ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).