હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
પારલા સુરેશભાઇ જયંતિલાલ જોષી (ઉં. વ. ૭૫) તે જયંતીલાલ મંગલજી જોષીના પુત્ર. તે જયોત્સનાબેન જોષીના પતિ. તે તેજસ જોષીના પિતા. તે મનુબેન અને અરવિંદરાય મહેતાના જમાઇ. તા. ૧૦-૭-૨૨ના સ્વર્ગસ્થ થયા છે. લૌકિક પ્રથા રાખવામાં આવેલ નથી.
નવગામ ભાટીયા
વિરાર (મોડાવાળા) પૂર્ણેશભાઇ (ઉં. વ. ૫૪) તે સ્વ. અ. સૌ. ભારતીબેન અને ચંદ્રકાંતભાઇ છીછીયાના પુત્ર. તે જીજ્ઞાબેનના પતિ. ચિ. પ્રેરક તથા ક્રિસાના પિતા. તે અમરેલીવાળા હિંમતભાઇ સવજીભાઇ સંપટના જમાઇ. તે સ્વ. રાજેનભાઇ સ્વ. દ્વારકેશભાઇ, સ્વ. મધુબેનના ભત્રીજા. તા. ૧૧-૭-૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવારે તા. ૧૪-૭-૨૨ના સાંજે ૪થી૬. ઠે. તેરાપંથી ભવન, લક્ષ્મીકુટીર બિલ્ડિંગની સામે, અહિંસા માર્ગ, હવેલી, શ્રેય હોટેલની ગલી, વિરાર (વે.), લૌકિક વ્યવહાર બંધ છે.
દરજી સમાજ બાબરીયાવાડ (મુંબઇ)
ગામ રાજુલા (વાંઢ) હાલ મુલુંડ રામજીભાઇ દામજીભાઇ જેઠવા (ઉં. વ. ૮૯) તે તા. ૭-૭-૨૨ ગુરુવારના રામશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. બચુભાઇ, સ્વ. કાંતીભાઇ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. રમેશભાઇ, કમળાબેન, સ્વ. કલાબેન, સ્વ. વિમળાબેન, મંગળાબેન, ધનુબેન, ચેતનાબેનના ભાઇ. તે હસમુખભાઇ, સ્વ. હેમંતભાઇ, વિનોદભાઇ, દિનેશભાઇના પિતા. તે ભેરાઇ નિવાસી સ્વ. વિઠલભાઇ બાઉભાઇ જાધવના જમાઇની પ્રાર્થનાસભા તા. ૧૩-૭-૨૨ બુધવારે બપોરના ૩થી ૫. ઠે. કાલીદાસ નાટ્યગૃહ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી
ઉરણવાળા અરૂણભાઈ જયકીશનદાસ મોદીના ધર્મપત્ની સુરેખા (ઉં.વ. ૬૪) તે તેજલ મનીષ શાહ, યોગીની (રૂપા), કશ્યપના માતુશ્રી. તે મનીષ શાહ, રૂપક મહેતા, રીમા મોદીના સાસુ. તે પુષ્પાબેન લાલદાસ શાહના પુત્રી. તે સ્વ. હસમુખભાઈ, પ્રવીણભાઈના બેન તા. ૧૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૪-૭-૨૨ ને ગુરૂવારે દશાશ્રીમાળી હોલ (બેંક ઓફ મહારાષ્ટ્ર પાસે) ઉરણ મધ્યે સાંજે ૪.૦૦ થી ૬.૦૦.
સૌરાષ્ટ્ર વરીયા પ્રજાપતિ સમાજ
કમી કેરાળા નિવાસી, હાલ ઘાટકોપર, સવિતાબેન કાનપરા (ઉં.વ. ૭૫), તા. ૧૧/૭/૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે મગનભાઈ ઘુસાભાઇ કાનપરાનાં ધર્મપત્ની. તે કિરણ, ભાવેશ તથા સોનલના માતુશ્રી. તે નિમિષાના સાસુ. તે પ્રથા તથા જાનવીના દાદી તથા જમનાદાસભાઈ રાખસિયા અને મનોજભાઇ રાખસિયાના બહેન. ટેલીફોનીક બેસણું તા. ૧૪/૭/૨૨ના ગુરૂવારના રોજ ૪.૦૦ થી ૬.૦૦. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
ગં. સ્વ. હેમલતા વીસનજી જોશી (ઉં.વ. ૯૮) સોમવાર, ૧૧ જુલાઈ, ૨૨ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. વીસનજી શામજી જોશીનાં પત્ની. સ્વ. લીલાધર બોળાનાં દીકરી. રંજન રવીન્દ્ર જોશી, પ્રતિમા યશવંત વાસુ, નયના હસમુખ જોશીનાં માતુશ્રી. હેમાંગ, વિશાલ, કૃણાલ, અંકિત, નૂપુરનાં નાની. હસમુખ દામોદર જોશીનાં કાકી. તેમની વર્ચ્યુઅલ (ઝૂમ પર) પ્રાર્થનાસભા આજે સાંજે પાંચથી ૬ વાગ્યા દરમ્યાન રાખવામાં આવી છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ
કુતાણા હાલ વસઈ ચંદુલાલ ત્રમ્બકલાલ વોરા (ઉં.વ. ૭૩) તે ૧૦/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ગીતાબેનના પતિ. ભાવેશ, મનીષ, અજયના પિતા. જુલીના સસરા. સરોજ, હંસા, સ્વ. નીમુ તથા સુશીલાના ભાઈ. સાસરાપક્ષે ચાવંડ નિવાસી વસંતભાઈ મુળજીભાઈ કાપડી તથા સ્વ. મનહરભાઈના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
અનાવિલ બ્રાહ્મણ
ગામ દશવાળા હાલ વાપી પ્રવીણભાઈ રમણભાઈ દેસાઈ (ઉં.વ. ૭૩) તે દક્ષાબેનના પતિ. દર્શક તથા હિરલના પિતાશ્રી. ચિંતન તથા નિકિતાના સસરા. સ્વ. મહેન્દ્રભાઈ, કિશોરભાઈ, હર્ષદભાઈ, અશોકભાઈ, બકુલભાઈ તથા ચંદ્રિકાબેનના ભાઈ. ઉમરસાડી નિવાસી સ્વ. ધીરીબેન તથા સ્વ. ભુલાભાઇ રણછોડભાઈ દેસાઈના જમાઈ. ૧૦/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર સુતાર
પડધરી હાલ મલાડના સ્વ. વલ્લભભાઈ કાનજીભાઈ વકેરીયાના ધર્મપત્ની ગં.સ્વ. વિજયાબેન મિસ્ત્રી (ઉં.વ. ૮૩) તે કિરીટભાઈ, હરેશભાઇ, ભરતભાઈના માતુશ્રી. કુંદનબેન, કિર્તીદાબેન, સ્મિતાબેનના સાસુ. તે સ્વ. હેમકુંવરબેન તથા સ્વ. હંસરાજભાઇ નાનજીભાઈ ભારદીયાના દીકરી. તે સ્વ. તારાબેન હરિભાઈ છનિયારાના બહેન. ૧૧/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૪/૭/૨૨ના ૫ થી ૬ કલાકે શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, કાર્ટર રોડ ૩, દત્તપાડા મેઈન રોડ, અંબાજી મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
સાબરકાંઠા ભાવસાર
સંઘપુરવાળા હાલ બોરીવલીના સ્વ. પાર્વતીબેન મીઠાલાલ ભાવસારના પુત્ર મનહરલાલ ભાવસાર (ઉં.વ. ૭૪) તે ૧૦/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. મીનાક્ષી, પ્રકાશ તથા નવનીતના પિતાશ્રી. નિશા, સુધા, વિરેન્દ્રકુમાર ચંદુલાલ ભાવસારના સસરા. સાસરાપક્ષે સ્વ. હીરાબેન તથા સ્વ. મીઠાલાલ મનસુખલાલ ભાવસારના જમાઈ. સદ્દગતનું બેસણું ૧૪/૭/૨૨ના ૫ થી ૭ કલાકે ઠઠ્ઠાઇ ભાટિયા હોલ નં ૩, ગેટ નં ૪, શંકરગલ્લી, કાંદિવલી વેસ્ટ.
વસઈ નીવાસાં દરજી
સ્વ. દામોદરદાસ કરસનદાસ કાપડિયા અને સ્વ. પાર્વતીબેન દામોદરદાસના પુત્ર મહેશભાઈ (મુકેશભાઈ) તા. ૮/૭/૨૨ના સુરત મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે જગદીશ, દિલીપ, સ્વ. કિરીટ, સુનિલ તથા ગં.સ્વ. મૃદુલાબેન તથા સ્વ. સુશીલાબેનના ભાઈ. લૌકિક પ્રથા બંધ છે.
નવગામ ભાટિયા
અમરેલી હાલ મુંબઇ અશોકકુમાર છગનલાલ આશર (ઉં. વ. ૭૩), તે જ્યોતિબેનના પતિ. આશિષ અને મેહુલના પિતા. પ્રીતિ અને રૂજલના સસરા. તે સ્વ. નર્મદાબેન, સ્વ. પ્રભાબેન, ચંદ્રકાન્તભાઇ, સ્વ. કમળાબેન, સ્વ. નટવરલાલ, સ્વ. વીણાબેન તથા ગં સ્વ. નલીનીબેનના ભાઇ. સ્વ. જમનાબેન કુમનદાસ વેદના જમાઇ. તે ભૂમિ અને મિવાનના દાદા તા. ૧૧-૭-૨૨ સોમવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઘોઘારી લોહાણા
અમેરિકા નિવાસી વિનીત જયકુમાર ઠક્કર (ઉં. વ. ૪૨) તા. ૧૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે પલ્લવી જયકુમાર ઠક્કરના પુત્ર. એમીલીનાં પતિ. નીલનાં પિતા. અં. સૌ. નાઓમી ઉદયભાઇ અગ્રવાલના ભાઇ. સ્વ. ધ્રુવકુમાર મુલજીભાઇ ઠક્કરનાં પૌત્ર. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
સ્વ. વિઠ્ઠલદાસ ચાંપશી કોઠારી (ઉં. વ. ૮૩) ગામ સુમરી રોહા હાલ મુલુંડ પ્રભાવતી કોઠારીના પતિ. વેલબાઇ ચાંપશી કોઠારીના સુુપત્ર. કેતન, ધર્મેશના પિતા. જયશ્રી, જીજ્ઞાના સસરા. ગામ ગોપલાવાળા સ્વ. હેમરાજ ગોવિંદજી ગણગણાત્રાના જમાઇ. રમેશ, મહેશ, ઉષા, નિહારીકાના બનેવી. સ્વ. ઝવેરબેન, સ્વ. પ્રેમિલાબેનના ભાઇ તા. ૯-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
મોડાસા એકડા વિશા ખડાયતા
હાલ કાંદિવલી સ્વ. રેવાબેન શંકરલાલ શાહના જયેષ્ઠ પુત્ર બાબુલાલ (રાજેશ) શંકરલાલ શાહ તા. ૧૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કિશોરીબેનના પતિ. ભાવિક, કવિતાના પિતા. દર્શકકુમારના સસરાજી. બેસણું તા. ૧૪-૭-૨૨ના હાલાઇ લોહાણા મહાજન વાડી, કાંદિવલી (વેસ્ટ), સાંજના ૪થી ૬.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.