હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

સુરત હાલ કાંદિવલી ગિરીશચંદ્ર, તે સવિતાબેન બાબુભાઇ રૂપારેલિયાના પુત્ર (ઉં.વ.૭૪) તે કનકલતાબેન (કનુબેન)ના પતિ. સ્વ. ડાહ્યાભાઇ ભવાનજી દાવડા (વલસાડ)ના જમાઇ. હેતલ જીતેશ રાજા અને અમિતના પિતા. તે ધીરજલાલ, સુરેશભાઇ, નીલાબેન જગદીશભાઇ કારીયા, હંસાબેન અશોકભાઇ માધવણી અને જયશ્રીબેનના ભાઇ. તા. ૮-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. ચક્ષુદાન કરેલ છે, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
ગામ મોટા દેવાળિયા હાલ કાંદિવલી સ્વ. જયાબેન તથા સ્વ. બાબુભાઇ મોતીભાઈ ગોવિંદભાઈ ગોહિલના પુત્ર તથા સ્વ. હરિભાઈ જીવાભાઈ ગોવિંદભાઇ ગોહિલના ભત્રીજા રાજુભાઈ (ઉં.વ. ૬૨) તે ૮/૭/૨૨ના અક્ષરનિવાસી થયેલ છે. તે મોટા દડવાવાળા સ્વ. જમનાદાસ દાનાભાઇ સલ્લાના જમાઈ. હિનાબેનના પતિ. વિજય, સ્વ. રમેશ, હંસાબેન અરવિંદભાઈ, જ્યોતિબેન રાજનભાઈ, ઉષાબેન જગદીશભાઈના ભાઈ. પ્રાર્થનાસભા ૧૧/૭/૨૨ના રોજ સવારે ૧૦ થી ૧૨ સોની વાડી, સિમ્પોલી, બોરીવલી વેસ્ટ.
પરજીયા સોની
જસદણવાળા હાલ કાંદિવલીના ચંદ્રસેન પોપટલાલ મીનવાલા (ઉં.વ. ૭૦) તે ૭/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. નીતિન, સ્વ. તારાબેન, સ્વ. સરલાબેન, સ્વ. ભાનુબેન, મનોરમાબેન, જયશ્રીબેન, સુલોચનાબેન તથા ગીતાબેનના ભાઈ. દર્શના તથા દર્પણભાઇના પિતા. રૂપેશ વ્યાસ તથા હિરલના સસરા. હમીરભાઇ હરિભાઈ સલ્લાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૧/૭/૨૨ના રોજ ૫ થી ૬ સોની વાડી, સિમ્પોલી, બોરીવલી વેસ્ટ.
લુહાર-સુથાર જ્ઞાતિ
સ્વ. રવજીભાઈ મકનભાઈ પરમારના ધર્મપત્ની ગં. સ્વ. મંગળાબેન રવજીભાઈ પરમાર (ઉં.વ. ૮ર), ગામ- બાબાપુર, હાલ- ભાંયદર, ૯/૭/૨૨ને શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે શ્રી પ્રવીણભાઈ, નરેશભાઈ, રાજુભાઇ ભાવનાબેન જયેશકુમારના માતુશ્રી તથા રસિલાબેન, જ્યોસ્તનાબેનના સાસુ તથા લાલજીભાઈ મકનભાઈના ભાભી. તે ગામ છતડીયાવાળા સ્વ. બાલુભાઈ જેરામભાઈ, શ્રી. રમેશભાઈ, સ્વ. કાશીબેન, સ્વ. સમજુબેન, સ્વ. વજીબેન, ગં.સ્વ. મુકતાબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૧૧/૩/૨૨ ને સોમવારના રોજ સમય: ૪ થી ૬. સ્થળ: શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, વેલ્ફેર સેન્ટર, વિશ્ર્વકર્મા ચૌક, કાર્ટર રોડ નં.૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂર્વ).
કચ્છી ભાટીયા
જનક પ્રાગજી ભીમાણી (ઉં.વ. ૮૪), તે સ્વ. પ્રેમકૂંવરબાઈ પ્રાગજી ભીમાણીના સુપુત્ર. તે બીન્દુબેનના પતિ. વીરલ પારસ સાવલાના પિતા. પારસ રમેશભાઈ સાવલાના સસરા. ઠા. સ્વ. વલ્લભદાસ ગોરધનદાસ મુંદ્રાઈના જમાઈ. ચિ. મોક્ષના નાના, તા. ૧૧-૭-૨૨, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
અમરેલીવાળા હાલ વાશી વિજયભાઈ જવાહરભાઇ નિર્મળ (ઉં.વ. ૬૦) તે ૧૦/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. દુર્લભદાસ મનોરદાસ જાજલના જમાઈ. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. જ્યોત્સનાબેન મહેન્દ્ર ભાટિયા, સ્વ. નલિની ભુપેન્દ્ર તેજાણી, સ્વ. રેખા કિશોર પડિયાના ભાઈ. જ્યોતિબેનના પતિ. પ્રેમલના પિતા. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
હાલ વિલેપાર્લે નિવાસી ગં.સ્વ. નિર્મળાબેન (બચીબેન) બાટવીયા (ઠક્કર) (ઉં.વ. ૮૩) તે સ્વ. નંદકિશોર વસનજી બાટવીયા ઠક્કરના ધર્મપત્ની. સ્વ. દેવીબેન અમૃતલાલ ગાંધી પાઉંના દીકરી. પન્નાબેન, કિરીટ તથા હેમંતના માતુશ્રી. સ્વ. મધુભાઈ, સ્વ. રસિકભાઈ, ચંદુભાઈ, સ્વ. હેમાબેન પુજારા તથા સ્વ. મીરાબેન બેરિસ્ટરના બહેન. કલ્પના, આશા તથા સ્વ. શૈલેષભાઇ મારફતિયાના સાસુ. તા. ૧૦/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક સાદડી ૧૨/૭/૨૨ના રોજ ૪ થી ૬.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. નીતાબેન (મધુરીબેન) નલીનકુમાર માધવજી વેદ (ઉં. વ.૭૭) તે સ્વ. આણંદજી ભગવાનદાસ આશર (જખૌ)ના પુત્રી. તે સ્વ. નરોતમ, સ્વ. કનકસિંહ, સ્વ. જયસિંહ, સ્વ. રમેશ, સ્વ. મુળરાજના ભાભી. તે તૃપ્તી સુનીલ સંપટ (અંજાર) અને રૂપલ પ્રજીત નેગાંધી (મીરજ)ના માતુશ્રી. ચિ. ચિરાગ અને ચિ. તન્વીના નાની તા. ૧૦-૭-૨૨ના મીરજ મધ્યે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે, ચક્ષુદાન કરેલ છે.
દશા લાડ વણિક
સ્વ. કું. ઉર્વશીબેન હસમુખલાલ નાણાવટી (ઉં. વ. ૭૮) તા. ૧૧-૭-૨૨ના સોમવારના અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે. તે સ્વ. હસમુખલાલ નાણાવટીના પુત્રી. અનિલા કાપડિયાના બહેન. કિરીટભાઇના સાળી. વંદના તથા નયનના માસી. ઠે. અનિલા કિરીટ કાપડિયા, કલ્યાણ બિલ્ડિંગ નંબર-૪, રૂમ. નંબર-૨૨, બીજે માળે, ૧૩૦-એ, ખાડિલકર રોડ, ગિરગામ, મુંબઇ-૪૦૦૦૦૪.
કચ્છી લોહાણા
કુમુદબેન પ્રતાપરાય ટોડાઇ (ઉં. વ. ૭૫) કચ્છ ગામ મુંદ્રા હાલ ઘાટકોપર તા. ૭-૭-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. હરીરામ રાઘવજી ટોડાઇના મોટા પુત્રવધૂ. સ્વ. પ્રતાપરાય ટોડાઇના ધર્મપત્ની. સ્વ. દયાળજી કરમશી પંજુઆણીના દીકરી. સ્વ. હરીશચંદ્ર, વસંતલાલ, વિમળાબેન, કુસુમબેનના બેન. બાબુલ અને હેતલ, નીલેશ ધેરાઇના મમ્મી. એશના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાવેર દશા મોઢ માંડલીયા વણિક
ગીર ગઢડા હાલે કાંદિવલી (મુંબઇ) સ્વ. ચીમનલાલ મોહનલાલ મહેતા (ઉં. વ. ૭૮) તા. ૧૦-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે વિદુલાબેનના પતિ. લીના, પારૂલ, હર્ષિલના પિતા. આષીત કુમુદચંદ્ર શાહના સસરા. જસદણ નિવાસી સ્વ. નટવરલાલ કરશનજી કલ્યાણીના જમાઇ. સાદડી પ્રથા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
સિહોર હાલ કોલાબા મુંબઇ ગં. સ્વ. પદમાબેન મહેન્દ્રભાઇ મહેતા (ઉં. વ. ૮૬) તે નર્મદાબેન તથા રતિલાલ બેચરદાસ મહેતાના પુત્રવધૂ. જનક અને છાયાના માતુશ્રી. બ્રિન્દા (નીકી)નાં દાદી. નિયતિ અને પાર્થિવના નાની. ચિમનલાલ ચકુભાઇ પરીખનાં દીકરી. રવિવાર તા. ૧૦-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
દિનેશ બેચરદાસ કોડરાણીના પત્ની સંગીતા (દિપ્તી) (ઉં. વ. ૬૧) તે સ્વ. નર્મદાબેન બેચરદાસ પુત્રવધૂ તથા સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી નૈન સૌમેયાના તથા સચીનના સાસુજી. સ્વ. મંગલાબેન મોહનલાલ, સ્વ. રંજનબેન કેશવલાલ, મધુરીબેન શાંતિલાલ, પ્રમીલાબેન, હસમુખરાયના દેરાણી. બિનાબેન ભરતકુમારના જેઠાણી.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ
વળાવડ ગામના વતની હાલ મીરારોડ સ્વ. ઘનશ્યામભાઇ પ્રભાશંકર મહેતાના નાના પુત્ર ચેતનભાઇનું અવસાન તા. ૧૦-૭-૨૨ના રવિવારે થયેલ છે. તે સ્વ. ઉષાબેન લાભશંકર પંડયાના પુત્ર. તથા અનિતા ચેતન મહેતાના પતિ. અને તનુજાના પિતા. તે પ્રશાંત ઘનશ્યામભાઇ અને પારૂલ, ભાવેશ જોષીના ભાઇ. ટેલીફોનિક સાદડી રાખેલ છે, તા. ૧૪-૭-૨૨ના સાંજે ૪થી ૬.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.