હિન્દુ મરણ
ખાપરવાડા (હાલ મીરા રોડ)ના વતની કાંતિલાલ રવજીભાઇ આર્ય (ઉં. વ. ૮૦) શનિવાર, તા. ૨-૭-૨૨ના શ્રીરામશરણ પામ્યા છે. તે સરોજબેનના પતિ. ઉમેશ, વિમલબેન, નીલમબેનના પિતા. સ્વ. લક્ષ્મીબેન, લક્ષ્મણભાઇ, રણજિતભાઇના ભાઇ. રાજેશભાઇ, શૈલેષભાઇ, રીનાબેનના સસરા. ગ્રીષ્મા, વૃણલના દાદા. ફોરમ, લવિના, સ્મિતના નાના. ઉત્તરક્રિયા બુધવાર, તા. ૧૩-૭-૨૨ના સવારે ૧૦.૦૦ કલાકે. ઠે. બિલિપત્ર હાઉસ, સહયોગ નગર, ખાપરવાડા મુકામે રાખવામાં આવી છે.
હાલાઇ ભાટિયા
સૌ. મીનાબેન માનસિંહ ચીખલ (ઉં. વ. ૭૯) સ્વ. લીલાબાઇ ધરમશી ચીખલના પુત્રવધૂ. સ્વ. માલતીબેન મથરાદાસ સંપટના પુત્રી. બિમલ, જયેશ તથા પારૂલના માતુશ્રી. સૌ. શૈલા, સ્વ. હિના તથા જયેશ સંપટના સાસુ. નીલ, રાજ, નિધિ, પ્રથમના દાદી-નાની. પૂના મુકામે, તા. ૯-૭-૨૨ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કોળી પટેલ
ગામ ખખવાડા (જિ. નવસારી) હાલ કાંદિવલીના બાબુભાઇ (ઉં.વ. ૮૦) તે સ્વ. જમનાબેન તથા સ્વ. નીછાભાઇના પુત્ર. સ્વ. નર્મદાબેનના પતિ. સ્વ. દિનેશભાઇ, હિતેન્દ્રભાઇના પિતા. ગં. સ્વ. પૂનમ, સંગીતાના સસરા. પિયર પક્ષે ગામ ખરસાડ (હાલ ઘાટકોપર), સ્વ. ભાણાભાઇ ધનજીભાઇના જમાઇ. ગુરુવાર, તા. ૭-૭-૨૨ના અવસાન પામ્યા છે. બારમાની વિધી તથા પુષ્પપાણી સોમવાર, તા. ૧૮-૭-૨૨ના સાંજે ૩થી ૫. ઠે. ૩૦૬, શિવશંકર એસઆરએ બિલ્િંડગ નં.૨, લાલજી પાડા, દહાણુકર વાડી, સ્મશાનભૂમિ રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સં. ઔદિચ્ય બ્રાહ્મણ
વલ્લભીપુર હાલ બોરીવલી ગં. સ્વ. રમાબેન સુભાષચંદ્ર મહેતા (ઉં. વ. ૭૯) રવિવાર, તા. ૧૦-૭-૨૨ના અવસાન પામ્યા છે. તે નારણજી કાનજીનાં પુત્રવધૂ. સ્વ. દોલતરાય મગનલાલ ભટ્ટની દીકરી. તે ભાવના વિજયકુમાર પંડયા, હર્ષદા કિરીટકુમાર મહેતા, ફાલ્ગુની કેતનકુમાર જોષી, ભાર્ગવ સુભાષચંદ્ર મહેતાના માતુશ્રી. અલ્પા ભાર્ગવ મહેતાના સાસુ. તે નીલના દાદી. વિશાલ, ઉમંગ, જાનકી, હર્ષ, દ્રષ્ટિ, ઉર્મિના નાની. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૧-૭-૨૨ના સાંજે સમય: ૫થી ૬.૩૦, ઠે. એલ. ટી. રોડ., ઓપો. ડાયમંડ ટોકીઝ, વર્ધમાન હોલ, બોરીવલી (વેસ્ટ).
હાલાઇ લોહાણા
જયશ્રી (ઉં. વ. ૫૭) તે નાગલપુરવાળા હાલ કાંદિવલી-મુંબઇ કુસુમબેન તથા સ્વ. રસિકલાલ રણછોડદાસ ઠક્કર (ઉનડકટ)ની દીકરી. તે સ્વ. ઉર્મિલાબેન તથા સ્વ. વસંતલાલની ભત્રીજી. તે તેજલ, નીરવ, મીના જયંતકુમાર સંપટ, પ્રીતી સંજીવકુમાર શાહ, ભરત તથા સ્વ. સુનીલના બેન. તે જૂનાગઢવાળા સ્વ. રમેશભાઇ તથા પ્રમોદભાઇ હરિદાસ રાજાના ભાણેજ. તે રવિવાર, તા. ૧૦-૦૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
સુરતી વિશા લાડ વણિક
ગં. સ્વ. ઉર્વશીબેન ધનસુખ લોઢીવાલા (ઉં. વ. ૮૪) તે સ્વ. ધનસુખ છગનલાલ લોઢીવાલાના પત્ની. ગૌરવ લોઢીવાલાના માતુશ્રી. લોપાના સાસુ. સમર્થના દાદી. સ્વ. જીતેન્દ્ર, સ્વ. વિભૂતી લોઢીવાલાના ભાભી. પાર્થિવ, નિર્મિતા દિપન તન્નાના કાકી. સ્વ. બાબુભાઇ, દેવેન્દ્ર ઠાકોરદાસ દલાલ, સ્વ. વિરમતીબેન, સ્વ. સરોજબેનના બહેન. શનિવાર, તા. ૯-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીમાળી સોની
સ્વ. સોની ચંદ્રીકાબેન ગિરીશચંદ્ર ભુવા (ઉં.વ. ૭૩) મૂળ ગામ જામનગર હાલ વિરાર તા. ૯-૭-૨૨, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે ગિરીશચંદ્ર અમૃતલાલના પત્ની. રામજીભાઇ ત્રિભુવનદાસ લાડીગરાના પુત્રી. તેમ જ સ્વ. મહેન્દ્રભાઇ, હંસાબેન, તનસુખભાઇ, ભારતીબેનના મોટાબહેન. તે પૂજા જીતેન્દ્ર પારેખ, રાજેશ, મુકેશ, જુગલના માતુશ્રી. ઇલા, સુમી, સમીક્ષાના સાસુ. તે વિશાલ, ભાવિક, પલક, કિંજલ, વિવાન, શ્રાવ્યના દાદી. પ્રાર્થનાસભા બન્ને તરફથી તા. ૧૧-૭-૨૨ના સોમવારે સાંજે ૪થી ૬. ઠે. પ્રેમવલ્લભ સભાગૃહ, દડવી હોસ્પિટલ પાસે, અગાસી રોડ, વિરાર (વેસ્ટ).
હાલાઇ લોહાણા
દ્વારકા હાલ ભિવંડીના પડઘાવાળા સુરેશભાઇ (ઉં. વ. ૭૪) તે સ્વ. પ્રાગજી દ્વારકાદાસ તથા સ્વ. રમાબેન પ્રાગજી જટણીયાના પુત્ર. તે સોનલબેનના પતિ. તે ચિરાગ, ધવલ તથા અંકુરના પિતા. તે નમ્રતાબેન (રીમાબેન) તથા જસ્મિતબેનના સસરા. તે સ્વ. ગુલાબબેન ચંદ્રકાન્ત દાવડા, સ્વ. વીણાબેન કિશોરચંદ્ર લાખાણી, જયોતિબેન મણિલાલ પોપટ, રાજેન્દ્ર તથા રવિન્દ્રના ભાઇ. તે સ્વ. છોટાલાલ અમરશી ઠકરારના જમાઇ. શુક્રવાર, તા. ૮-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૭-૨૨ના સાંજે ૪-૩૦થી ૬. ઠે. થાણા હાલાઇ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, જાંબલી નાકા પાસે, થાણા (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
શિહોરવાળા હાલ મુંબઇ (માટુંગા) ચંદ્રકાન્તભાઇ ગીરધરલાલ મહેતા (ઉં. વ. ૮૨) તા. ૧૦-૭-૨૨ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રતિભાબેનના પતિ. ચિ. સુનીલ-પૂજા, કોમલના પિતા. ચિ. ભાવીના દાદા. સ્વ. પ્રભાબેન ગંગાદાસ પારેખ, સ્વ. મનસુખભાઇ, સ્વ. મંગળદાસભાઇ, સ્વ. નવનીતભાઇ, સ્વ. કનૈયાલાલના નાનાભાઇ. સ્વ. અનંતરાય (બાબુભાઇ) તુલસીદાસ મહેતાના જમાઇ. તે કીર્તિભાઇ, અનીલભાઇ, સ્વ. લતાબેન તથા કલ્પનાબેનના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ડુંગરવાળા હરીબેન પ્રભુદાસ મહેતાના પુત્ર (હાલ પૂના) મધુસુદનભાઇ (ઉ. વ. ૮૫) દમયંતીબેનના પતિ. સ્વ.મહેશભાઇ, સ્વ. સરસ્વતીબેન આત્મારામ મુની, સ્વ. રમાબેન મુરલીધર મહેતાના ભાઇ. તે વિરેન્દ્ર, વિપુલ, તૃપ્તી શૈલેશ સંઘવીના પિતા. નીતાબેન, પલ્લવીબેન, શૈલેષભાઇ સંઘવીના સસરા. ગુંદરણવાળા દુર્લભદાસ ઓધવજી મહેતાના જમાઇ. તા. ૮-૭-૨૨ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
અમરેલી હાલ સુરત કિરણભાઇ નરભેરામ મહેતાના ધર્મપત્ની અ. સૌ. વર્ષાબેન તે મીનલ અને વિરલના માતુશ્રી. તે માનસી, અભિષેક ભણસાળીના સાસુ. ક્રિશના કિશોર મહેતા, હર્ષા તરુણ મહેતા, દિનતા રાજેશ પારેખ અને રશ્મી મુકેશ ભુતાના ભાભી. તથા પિયરપક્ષે સ્વ. છોટાલાલ છગનલાલ વોરાના દિકરી. તા. ૬-૭-૨૨ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ નથી.