હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

સુરત હાલ કાંદિવલી ગિરીશચંદ્ર, તે સવિતાબેન બાબુભાઇ રૂપારેલિયાના પુત્ર (ઉં. વ. ૭૪) તે કનકલતાબેન (કનુબેન)ના પતિ. સ્વ. ડાહ્યાભાઇ ભવાનજી દાવડા (વલસાડ)ના જમાઇ. હેતલ જીતેશ રાજા અને અમિતના પિતા. તે ધીરજલાલ, સુરેશભાઇ, નીલાબેન જગદીશભાઇ કારીયા, હંસાબેન અશોકભાઇ માધવાણી અને જયશ્રીબેનના ભાઇ. તા. ૮-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે, ચક્ષુદાન કરેલ છે.
મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ
મૂળ ગામ સોલડી હાલ અંંધેરી કાંતિલાલ મણિશંકર વ્યાસ (ઉં.વ . ૯૦) તે સ્વ. ઇંદિરાબેનના પતિ. સ્વ. મયૂરભાઇ, હેમાંશુભાઇ, આનંદભાઇ, કાનનબેનના પિતા. ગં. સ્વ. રક્ષાબેન, સ્વ. હંસાબેન, દિપાલીબેનના સસરા. જીજ્ઞેશ, વ્રજેશ, મિતાલી, ઉત્સવીના દાદા. ઇશાના નાના. તા. ૭-૭-૨૨ના અક્ષરનિવાસી થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
મોડાસા એકડા દશા ખડાયતા વણિક
મેઢાસણ હાલ તારદેવ પરેશભાઇ (ઉં. વ. ૫૮) શ્રીજીચરણ પામેલ છે. તે મૂલચંદદાસ તથા જશોદાબેનના સુપુત્ર. તે અનિલભાઇ, જયોતિબેનના ભાઇ. તે હીનાબેનના જેઠ. પરેશકુમાર ઓચ્છવલાલ શાહના સાળા. તે રીષભ, મિહિરના કાકા. તા. ૭-૭-૨૨ના ગુરુવારના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૧-૭-૨૨ના સોમવારે બપોરે ૩.૩૦થી ૫.૩૦. ઠે. શ્રીકૃષ્ણા એપાર્ટમેન્ટની સામે, સાને ગુરુજી માર્ગ, તારદેવ-૪૦૦૦૩૪.
લુહાર સુથાર
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્વ. અંજવાળીબેન ગીરધરલાલ વાઘેલાના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૨) તે ૮/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે અરૂણાબેનના પતિ. કલ્પેશ- અ.સૌ. ડોલી તથા સ્વ. વિરેશના પિતાશ્રી. સ્વ. મનુભાઈ, ધીરૂભાઇ, સુરેશભાઈ તથા રંજનબેન હસમુખભાઈ ડોડીયાના ભાઈ. ગોંડલ નિવાસી રણછોડભાઈ અમરશીભાઇ ડોડીયાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૧/૭/૨૨ના, ૫ થી ૭ લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩ અંબામાતા મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસો બ્રાહ્મણ
સાણોદર નિવાસી હાલ કાંદિવલી બિમલ નિરંજન ભટ્ટના ધર્મપત્ની હીનાબેન (ઉં. વ. ૫૫) તે અનંતરાય, ઘનશ્યામભાઈ, મહેશભાઈ, નરેશભાઈ, પ્રવિણાબેન જોશી તથા નલીનીબેન બધેકાના ભત્રીજા વહુ, જશ તથા શ્રુતિના માતુશ્રી. મધુબેન પ્રવિણચંદ્ર બધેકાના દીકરી. હિરેનભાઈ, સ્મિતાબેન જોશી, ભાવનાબેન ગગવાનીના બહેન ૭/૭/૨૨ના કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠીયા વણિક
ઝરિયાવાળા હાલ કાંદિવલી જમનાદાસ શામજી ગાંધીના ધર્મપત્ની શાંતાબેન (ઉં. વ. ૮૪) તે ૬/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. ઈલા, વીણાના માતુશ્રી. ભુપતભાઇ, સ્વ. જયેશભાઇના સાસુ. ધનીબેન સ્વ. છોટાલાલ, ચંદુભાઈ, હંસાબેનના ભાભી. લોઢવાવાળા સ્વ. ભાણજી હરિદાસના દીકરી, નાથાલાલ, સ્વ. પુષ્પાબેન, નયનાના મોટાબહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
વંથલી સોરઠ હાલ લંડન સ્વ. રૂક્ષમણિબેન ધીરજલાલ મીઠાણીના સુુપુત્ર વિરલ (ઉં. વ. ૬૫) તે ધૈર્યતાના પતિ. સુદાન નિવાસી સ્વ. શાંતિલાલ રાજપરાના જમાઇ. પૂજા, મેહા, ક્રિષ્ણાના પિતા. કંદર્પના સસરા. તા. ૨-૭-૨૨ના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.