હિન્દુ મરણ
કચ્છી ભાટિયા
જયસિંહ આશર (ઉં.વ. ૮૮) તે સ્વ. દામદોર વિસનજી અને લક્ષ્મી દામોદર આશર (સાનડા)ના જયેષ્ઠ પુત્ર. તે સ્વ. જ્યોતિકાબેનના પતિ, સ્વ. ચત્રભુજ પોરેચાના જમાઈ. તે વિજયાબેન, લલિતભાઈ, જયાબેન, કોકિલાબેન, વિનોદભાઈ, રંજનબેનના ભાઈ. મિલન અને ભાવનાના પિતાશ્રી. સૌ. ગીતાના સસરા દુબઈ મધ્યે શુક્રવાર, ૩૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
જંબુસર લાડ વણિક
ગં.સ્વ. નિર્મળાબેન ભગત (ઉં.વ. ૯૭) તે પ્રવીણકુમાર છોટાલાલ ભગતના પત્ની. અજીત, મીના તથા મયુરીના માતુશ્રી. સ્વાતી, શિરિષભાઈ તથા અમિષભાઈના સાસુ. હેતલના દાદી. પાયલ તેમજ પ્રિયાંશીના નાની ૩૧-૩-૨૩, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.).
સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ
ગામ ચીત્તલ (અમરેલી) હાલ જોગેશ્ર્વરી મુંબઈ નિવાસી સ્વ. પાર્વતીબેન વશરામભાઈ પટેલ (બોરડ) (ઉં.વ. ૮૮) તા. ૩૧-૩-૨૩ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. વશરામભાઈ અરજણભાઈ બોરડના પત્ની. અનિલભાઈ તથા અનિતાબેન કિશોરભાઈ શ્યાણીના માતુશ્રી. ભાનુબેનના સાસુ. અક્ષય તથા મીનલ કૃષ્ણ સાવલીયાના દાદી. અવનીના દાદીસાસુ. તેમની પ્રાર્થનાસભા તા. ૨-૪-૨૩ના રવિવારે સાંજે ૫થી ૭. સ્થળ: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, જોગેશ્ર્વરી ભવન મધ્યે, પહેલે માળે રાખેલ છે.
દશા વાયડા વણિક જ્ઞાતિ
ઘાટકોપર નિવાસી શ્રી સુધીર પરીખ (ઉં.વ. ૭૪), તા. ૧-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ શ્રીમતી રેખાબેનના પતિ. ચિ. અનૂપના પપ્પા. તેઓ સ્વ. શારદાબેન તથા મણિકાંત નટવરલાલ પરીખના પુત્ર. તેઓ સ્વ. બિંદુ બાળકૃષ્ણ પરીખ, સ્મિતા અમિત સુતરીઆ અને વિશાખા રાસેષ શાહના ભાઈ. પ્રાર્થના સભા તા. ૨-૪-૨૩ના ૪.૦૦ થી ૬.૦૦, સ્થળ: ડી ૫૭, ન્યુ વસંત વિલા અમૃત નગર ઘાટકોપર વેસ્ટ, ચક્ષુદાન કર્યું છે.
ચારણ બારોટ
ગામ કાકડા (કચ્છ) નિવાસી હાલ કાંદિવલી ભીમસિંગ સજણ બારોટ (ઉં.વ. ૮૯) તે ૩૦/૩/૨૩ના રામશરણ પામેલ છે. તે માળશી, ભવાનજી, નાનજીના પિતા. હાસબાઇ ભીનાબેનના પિતા. એમની પ્રાર્થનાસભા ૨/૪/૨૩ના ૪ થી ૬. નિવાસ સ્થાન: જય સોનલ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં ૭૦૩, સાતમે માળે, ઈરાનીવાડી, સરોજિની નાયડુ રોડ, કાંદિવલી વેસ્ટ.
નાથડિયા ઉનેવાળ બ્રાહ્મણ
મૂળગામ લોઢવા નિવાસી હાલ બોરીવલી ડોલરરાય કરુણાશંકર ઓઝાના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન ઓઝા (ઉં.વ. ૬૭) તે ૩૦/૩/૨૩ના ગુરુવાર વૈકુંઠવાસ પામેલ છે. તે પાયલ જીનીતકુમાર તથા અમી જયકુમારના માતુશ્રી. ગં. સ્વ. નયના સાંકળચંદ, સ્વ. પ્રવીણા લલિતકુમાર, ભરત તથા સ્વ. દિપકના ભાભી. પિયરપક્ષે માણાવદર નિવાસી સ્વ. ગંગાબેન તથા સ્વ. નરભેરામ કરશનજી મહેતાના દીકરી. ઓમ, જીયાન, વિહાનના નાની. સદ્દગતની બંનેપક્ષની પ્રાર્થનાસભા ૨/૪/૨૩ રવિવાર ઓનલાઇન રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દમણીયા દરજી
સ્વ. તુલસીદાસ દયારામ દમણીયા તથા ગં. સ્વ. માણેકબેનના પુત્ર ભરત દમણીયા (ઉં.વ. ૫૬) તે ભારતીબેનના પતિ. નરેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, બિપીનભાઈ, હરીશભાઈ, ભુપેન્દ્રભાઈ, કાંતાબેન મહેશભાઈ મરોલીયાના ભાઈ. ચંદ્રિકા, હંસા, પ્રવીણા, મીનાક્ષી, નનીબેનના દિયર. ૨૬/૩/૨૩ના દેવલોક પામેલ છે. તેમનું બેસણું ૬/૪/૨૩ના ૪ થી ૬ સાંઈ પાર્વતી ફ્લેટ નં ૮૨૧, સાંઈવાડી, તેલીગલ્લી, અંધેરી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
હાલ બોરીવલી સ્વ. વૃંદાવન મુલજી દેવાણીના ધર્મપત્ની ગં. સ્વ. ધનકુંવરબેન (ઉં.વ. ૯૧) તે ૩૧/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પંકજભાઈ, મિલનભાઈ, સાધનાબેન, સ્વ. સુનીતાબેનના માતુશ્રી. ચાર્મીના દાદી. પિયરપક્ષે સ્વ. જીવનદાસ કરસનદાસ અભાણીના દીકરી. સ્વ. ગોરધનદાસ, સ્વ. મથુરાદાસ, સ્વ. બચુભાઈના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
રિતેન (શિવભાઈ) જોશી (ઉં.વ. ૫૩) તે ૩૧/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે જયશ્રીબેન જયંતભાઈ જોશીના સુપુત્ર. છાયાબેનના પતિ. શ્રેયના પિતાશ્રી. કેયૂરીના સસરા. આશાબેન શાંતિલાલ જોશીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨/૪/૨૩ના ૪ થી ૬ સી/૧૦૧ સ્ટાર સફાયર, એક્સપર્ટ સ્કૂલની સામે, વાય કે એન. એક્ષ વિરાર વેસ્ટ.
નવગામ વિશા દિશાવાળ
સરઢવવાળા હાલ બોરીવલી ચંદ્રકાન્તભાઈ શાહ (ઉં.વ. ૭૮) તે સ્વ. કાંતિલાલ હીરાલાલ શાહના પુત્ર ૨૯/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે વ્રજબાળાબેનના પતિ. દેવેશ, મનિષા, ચિરાગના પિતા. રાજેશ, સંધ્યા, વીણાબેન, જયશ્રીના ભાઈ. મિલનકુમાર, શિલ્પા અને શેફાલીના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા મોઢ માંડલિયા વણિક
જસદણના હાલ બોરીવલી જસુભાઈ દલપતભાઈ પટેલ (ઉં.વ. ૮૬) તે ૩૧/૩/૨૩ના હરિશરણ પામેલ છે. તે મૃદુલાબેનના પતિ. સંજય તથા સ્વાતિના પિતા. ફાલ્ગુની અને પરેશ ચંદ્રકાન્તના સસરા. સ્વ. રસિકભાઈ, સ્વ. તારાબેન ચંદ્રકાન્ત, કોકિલાબેન હરિકાન્તના ભાઈ. સાસરાપક્ષે જસદણવાળા હાલ દહિસર સ્વ. શાંતાબેન રમણલાલ અંબાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૯/ અંબાજી ધામ, ફેક્ટરી લેન, બોરીવલી વેસ્ટ.
મોડાસા એકડા દશા ખડાયતા
રૂપાલ નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. ગિરીશભાઇ માણેકલાલ શાહ (ઉં. વ. ૬૪) શુક્રવાર, તા. ૩૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. તે રાજ તથા બિનલ રવિકુમાર મોદીના પિતા. તે સ્વ. દશરથભાઇ, હરીશભાઇ, સ્વ. પ્રવિણભાઇ, સ્વ. ગોવિંદભાઇ, ધર્મેન્દ્રભાઇ, સ્વ. શારદાબેન તથા સર્મિષ્ટા બેનના ભાઇ. તે રવિકુમાર જયંતકુમાર મોદીના સસરા. તે સ્વ. શંકરલાલ તથા ઓચ્છવલાલના સાળા. તે લીંબડીયાવાળા ગં. સ્વ. કપિલાબેન કાન્તિલાલ શાહના જમાઇ. તેમનું બન્ને પક્ષનું બેસણું મંગળવાર, તા. ૪-૪-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. હેગડેવાર સભાગૃહ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની પાછળ, દિન દયાલ ક્રોસ રોડ નં. ૧, ડોમ્બિવલી (વેસ્ટ).
કચ્છી મારૂ કંસારા સોની
ગામ દુધઇ હાલ ડોમ્બિવલી સ્વ. ધીરજલાલ સોલંકી (ઉં. વ. ૭૩) તા. ૩૦-૩-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ.ગં.સ્વ.ગંગાબેન નરભેરામ સોલંકીના પુત્ર. તે હંસાબેનના પતિ. તે વિજયાબેન નાનાલાલ, સ્વ. રેખાબેન યશવંતભાઇ, સ્વ. વિનોદભાઇના નાનાભાઇ. તે બીનાના પિતા. તે પ્રથમના નાના. તે (ભુજ)ના સ્વ. દયાબેન જયંતીલાલ સાકરીયાના જમાઇ. સાદડી રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. સરલાબેન તથા સ્વ. પ્રેમજીભાઇ લીલાધર દુઆખોભડીયા (કમાણી) કચ્છ ગામ ગુવર હાલ મુલુંડના પૌત્ર ભાવનાબેન તથા વિલાસભાઇના પુત્ર. કોમલબેનના પતિ મિતેશ (ઉં. વ. ૩૩) ગુરુવાર, તા. ૩૧-૩-૨૩ના રામશરણ પામેલ છે. શિવાંશીના પિતા. આરતીબેન અમિતભાઇ ઠકકરના ભાઇ. મંગલદાસ જેઠાભાઇ ગીરી કચ્છ ગામ મોરકીબાવલાના જમાઇ. લહેરીભાઇ, દિપકભાઇ તથા રેખાબેનના ભત્રીજા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨-૪-૨૩ના ૫થી ૭. ઠે. કચ્છી લોહાણ મહાજનવાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ.
૮૩૫, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ડાકોર નિવાસી, હાલ અંધેરી અ. સૌ. સરોજબેન ઉપાધ્યાય તે સતિષ મોહનલાલ ઉપાધ્યાયના પત્ની (ઉં. વ. ૮૨) તે સ્નેહા, અનુપા તથા કૌશલના માતુશ્રી. તે ખગેશકુમાર અને રેશમાના સાસુજી. ગુરુવાર, તા. ૩૦-૩-૨૩ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨-૪-૨૩ના તેમના નિવાસસ્થાન: ૫૦૫, ફલાયઓવર એપાર્ટમેન્ટસ, આકૃતિ હબ ટાઉનની બાજુમાં, અંધેરી (ઇસ્ટ), ૪થી ૬.
સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
જાફરાબાદ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. દોલતરાય ભાણજીભાઇ વ્યાસના ધર્મપત્ની રમાબેન (ઉં.વ. ૯૨) તા. ૩૦-૩-૨૩ના ગુરુવારના સ્વર્ગવાસ થયેલ છે. તે અશોકભાઇ, સ્વ. શૈલેષકુમારના માતુશ્રી. તે ચંદ્રિકાના સાસુ. તે સ્વ. જતીનભાઇ, નિલેશના દાદી. તે રીના નિલેશ વ્યાસનાં દાદીસાસુ.તે વિષ્ણુરામ ગીલાભાઇ જોશીના દીકરી. (કામળીયા ગોર).બન્ને પક્ષની સાદડી ઘાટકોપર મુકામે રાખેલ છે. ઠે. અગ્રસેન ભવન, સાંજે ૪થી ૬. ત્રીજા માળે, સ્વામીનારાયણ મંદિરની ઉપર, લેવેંડર બાગની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
દશા નિમા વણીક વાણીયા
બારીયા હાલ મલાડ મુંબઇ મયુરા અશોકકુમાર પરીખ (ઉં. વ. ૭૦) તે સ્વ. મધુબેન અને સ્વ. અશોકકુમાર પરીખના સુપુત્રી. તા. ૨૯-૩-૨૩ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.