હિન્દુ મરણ
દસા સોરઠિયા વણિક
મુંબઈ માટુંગા નિવાસી રજનીબેન (ઉં. વ. ૭૮) બુધવાર તા. ૨૯-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કૃષ્ણકાંત મોહનલાલ શાહ (ગગલાણી)ના ધર્મપત્ની. પ્રિતેશ તથા દીપ્તીના માતુશ્રી. આકોલા નિવાસી મગનલાલ મોતીચંદ સાંગાણીની દીકરી. દર્શના અને અમીત લોટિયાના સાસુ. હર્ષિલ, હેતાંશ અને કવિશ, જસના દાદી-નાની. પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. અનુસુયાબેન (સીતાબેન) તુલસીદાસ ઠક્કર (દનાણી) કચ્છ ગામ મોટી વમોટી હાલે મુલુંડવાળાના મોટા પુત્ર દિનેશભાઈ (ઉં. વ. ૭૪) તે સ્વ. નિર્મલાબેનના પતિ. તે સ્વ. સરસ્વતીબેન ગોપાલજી તન્ના કચ્છ ગામ મોથાળાવાળાના નાના જમાઈ. તે સ્વ. મનીષા તથા કવિતા રાહુલભાઈ રાયકુંડલીયાના પિતાશ્રી. તે રમેશભાઈ, હરીશભાઈ, સ્વ. હર્ષદભાઈ તથા કમળાબેન અશ્ર્વિનભાઈ અરોડાના મોટાભાઈ. તે ઓમના નાના બુધવાર તા. ૨૯-૩-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૧-૪-૨૩ ૫.૩૦થી ૭.૦૦. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી ગ્રાઉન્ડ ફ્લોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
કચ્છ ગામ તેરાવાલા સ્વ. કલ્યાણજી રામજી ગણાત્રાના પુત્ર હરીશના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૭૮) તે સ્વ. હરીશ વાઘજી સોતાની દીકરી. તે જયાબેન, વિજયાબેન, અશ્ર્વીન, મહેશના બેન. તે ધર્મેન્દ્ર, ફાલ્ગુની અશોકકુમાર સેજપાલના માતુશ્રી. વર્ષાના સાસુ. તે સાગર, હર્ષના દાદીમા. તા. ૩૦-૩-૨૩ ને ગુરુવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સંદતર બંધ છે. હરીશ કલ્યાણજી ગણાત્રા, સર્વોદય પૂજા, સી વિંગ, ૪૦૫, રાધાનગર સામે, ખડકપાડા, આયુષ હોસ્પિટલની બાજુમાં, કલ્યાણ (વેસ્ટ).
મેઘવાળ
ગામ સાવરકુંડલા, હાલ મુંબઈ (મહાલક્ષ્મી) સ્વ. ડાયાભાઈ લાખાભાઈ બારીયા તેમજ ગં. સ્વ. ઉમાબેનના મોટા પુત્ર. કિશોરભાઈ મંગળજી મહિડાનાં જમાઈ. માનસીના પપ્પા. નયનાબેનના પતિ સ્વ. દેવરાજ બારીયા તેઓ તા. ૨૭-૩-૨૩ ના રામશરણ પામ્યા છે. તેમના બારમાંની વિધી તા. ૨-૪-૨૩ રવિવારના ૫.૦૦. બી-૨, ૨૦૮, મહાલક્ષ્મી રેસકોર્સ, મુંબઈ-૩૪.
છારિયા ઉનેવાળ બ્રાહ્મણ
કોડીનાર નિવાસી (હાલ મુંબઈ) અ.સૌ. મિતા ઉપાધ્યાય (ઉં. વ. ૬૧) તા. ૩૦-૩-૨૩ ગુરુવારના કૈલાસવાસી થયા છે. તેઓ યશવંત (હસમુખ) ઉપાધ્યાયના ધર્મપત્ની. દર્શન, અમીના માતુશ્રી. અયાનના દાદી. પ્રતિક, શ્ર્વેતાના સાસુશ્રી. સરોજબેન શાંતિલાલ પંડ્યાની પુત્રી. સ્વ. બાલકૃષ્ણભાઈ, સુરેશભાઈ, હરેશભાઈ, જયવંતીબહેન, પુષ્પાબહેન, પ્રફુલ્લાબહેનના ભાભીશ્રી. પ્રાર્થનાસભા તા. ૧-૪-૨૩ શનિવારના ૫ થી ૭. શ્રી લોહાણા મહાજન વાડી, બીજા માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી લોહાણા
રાજકોટ નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. જયાબેન દલપતરાય કાનાણી (ઉં. વ. ૮૦) તે હરેશ, હિના, કેતનના માતુશ્રી. સ્વ. શાન્તાબેન રણછોડદાસ કોટેચા (સાવરકુંડલા)ના દીકરી. બિપિનકુમાર રાજા. રીના, જાગૃતિના સાસુ. કરણ, શ્ર્વેતા, કૃણાલ, કરિશ્મા, કૌશલ, વિધી, છવી, દિવીત, દ્વિતીના દાદી-નાની. એકતા, વિરલ, મિત્તલ તથા તરુણના દાદી નાની સાસુ. પ્રાર્થનાસભા શનિવાર તા. ૧-૪-૨૩ના ૪થી ૬. સ્થળ : હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ. વી. લોડ, કાંદિવલી વેસ્ટ. ૧લા માળે.
ઘોઘારી મોઢ વણિક
હળવદ નિવાસી હાલ મુંબઈ સ્વ. પુષ્પાબેન અને સ્વ. કેશવલાલ કૃષ્ણાલાલ ગાંધીના મોટાપુત્ર રાજેશ (ઉં. વ. ૭૦) તે મહેન્દ્ર, સતીશ, ભાવેશ અને નીલા નરેનભાઈ દાણીના ભાઈ. હર્ષા, લીના અને નીલિમાના જેઠ. મોસાળપક્ષે સ્વ. રજનીકાંત વૃજલાલ વોરા અને સ્વ. કિશોર વૃજલાલ વોરાના ભાણેજ ૨૯/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
ત્રાપજવાળા હાલ બોરીવલીના સ્વ. વિજયાબેન વરજીવનદાસ કાચરીયાના પુત્ર નરેશ (ઉં. વ. ૭૨) તે ચારુલત્તાના પતિ. તેજસ તથા મિહિર-દીપિકાના પિતાશ્રી. સ્વ. લલિતચંદ્ર, સ્વ. પ્રવિણચંદ્ર, પ્રફુલભાઈ, રસિકલાલના ભાઈ. સાસરાપક્ષે મહુવાવાળા સ્વ. નાનાલાલ પરષોત્તમદાસ દોશીના જમાઈ તે તા. ૨૮/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨/૪/૨૩ રવિવારના સમય ૫ થી ૭ કલાકે લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
સુરતી વિશા લાડ વણિક
અ. સૌ. કૈલાશ રશેષ માસ્તર (ઉં. વ. ૬૪) તે દહિસર નિવાસી તા. ૨૯/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રશેષ કિશોરભાઈ માસ્તરના ધર્મપત્ની. ઈશાના માતુશ્રી. પિયરપક્ષે થાણાવાળા કાંતાબેન તથા લાલદાસ મંગલદાસ થાણાવાળાના દીકરી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. નિવાસસ્થાન: એ/૦૦૩ રજની ગંધા સોસાયટી, બિસ્કીટીયા નગર, વિદ્યા મંદિર રોડ કબૂતર ખાનાની પાસે, દહિસર ઈસ્ટ.
દશાનીમા વણિક
ઝાલોદના હાલ મુંબઈ અક્ષય દેસાઈ (ઉં. વ. ૮૪), તે જમુુબેન મણીલાલ દેસાઈના પુત્ર. મનોરમાબેનના પતિ. તે રોહન, રૂપલ, નમ્રતાના પિતાશ્રી. દિપા, નિલેશ, પારીનના સસરા. તે ક્રિશ, શના, આસ્થા, તનાયાના દાદા-નાના. ગં. સ્વ. વિલાસબેન, શશિકાંતભાઈ, અનિલભાઈના ભાઈ ૩૦-૩-૨૩, ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
કંઠી ભાટિયા
અ. સૌ. વંદના ગોંડલીયા (ઉં. વ. ૫૮) તે મહેશ ગોંડલિયાના ધર્મપત્ની. હીરલ (ડોલી) અને નિશાંતના માતુશ્રી. શ્યામલ રાજેશ વૈદ્યના સાસુ. સાન્વીના નાની. ગં. સ્વ. વાસંતી હંસરાજ ગોંડલિયાના દેરાણી. અરૂણા, નયના તથા વીણાના ભાભી ૩૦-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૨-૪-૨૩ (રવિવાર) સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (પૂર્વ).
અમદાવાદ દશા દિશાવળ વણીક
હાલ સાંતાક્રુઝ જયદેવલાલ રમણલાલ કોઠારીનાં પુત્ર નિકુંજ તા. ૨૯-૩-૨૩ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે અલકાના પતિ. પ્રદીપભાઇના નાનાભાઇ. જયોતીબેનનાં દીયર. અમીત-શૈલીના પિતા. સેજલ તથા દુષ્યંતનાં સસરા. લૌકીક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ત્રાપજ નિવાસી હાલ ગોરેગામ સ્વ. ધનપ્રસાદ રેવાશંકર મહેતાના પત્ની વિમળાબેન. તે સ્વ. કાળીદાસ દયારામ જોશીનાં દિકરી. તે ભાવના પી. વાંકાવાળા, સ્વ. રાજેશ, જયેશ, સ્વ. ઉમેશ અને સ્વ. દેવાંગના પી. જાનીના માતુશ્રી. તે કિંજલ, હસિત, જય અને પરિતાનાં દાદી. તે સ્વ. ચંદ્રકાન્ત રેવાશંકર, સ્વ. હરિવદન રેવાશંકર, સ્વ. અનસુયાબહેન, સ્વ. બાળાબેન, સ્વ. મંજુલાબેનના ભાભી. તે ગીતા, રાજેશ, કલ્પના જયેશ, લતા ઉમેશ, પ્રવીણકુમાર, પરેશકુમારના સાસુ. તે તા. ૩૦-૩-૨૩ના સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨-૪-૨૩ના રવિવારના ૪થી ૬.ઠે. સ્વામીનારાયણ હરિ મંદિર, ગોેરેગામ બસ ડેપોની સામે, (વેસ્ટ).
સિહોર સં. ઔ. અ. બ્રાહ્મણ
સ્વ. અ. સૌ. હિરાલક્ષ્મી ગિરધરલાલ જોશીના પુત્ર નાગધણીબા નિવાસી હાલ કાંદિવલી (પાલી મારવાડ) કીરીટભાઇ જોશી તે નીતાબેનના પતિ (ઉં વ. ૬૮) તા. ૩૦-૩-૨૩ના કૈલાસવાસી થયેલ છે. વિશાલભાઇ અને મેઘાબેનના પિતા. તે ખુશી (જલ્પા) અને ચિરાગકુમારના સસરા. સ્વ. રમેશચંદ્ર, સ્વ. પ્રવિણચંદ્ર, સ્વ. નયનાબેન, મહેશભાઇ, સ્વ. યોગેશભાઇના ભાઇ. તથા મંગળાબેન કાંતિલાલ બધેકાના જમાઇ. બન્ને પક્ષની સાદડી તા. ૧-૪-૨૩ના ૪થી ૬. ઠે. ગંગા સહાય હોલ, ઉષા નગર, એસ. વી. પી. રોડ, ગોકુલ હોટેલની સામે, બોરીવલી (પ.) લૌકિક પ્રથા બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઘાંઘળી નિવાસી હાલ ભાડુંપ સ્વ. તનસુખરાય જગજીવનદાસ પંડયાના પત્ની શારદાબેન (ઉં. વ. ૭૫) ૨૯ માર્ચે, કૈલાસવાસી થયા છે. તે હિતેશ, જીજ્ઞેશ, હિના તથા રૂપાના માતુશ્રી. નીતા, દિશા, જગદીશ તથા રવીન્દ્રના સાસુ. સ્વ. લક્ષ્મીબેન હરિલાલ જાનીના દીકરી. સ્વ. (કનુભાઇ, ચંદુભાઇ, ઊર્મિલાબેન, હંસાબેન)તથા અરૂણાબેનના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૪-૨૩ શનિવારે ૪થી ૬. ઠે. ગીતા હોલ, ભાડુંપેશ્ર્વર મંદિર, સ્ટેશન રોડ, ભાડુંપ (વેસ્ટ).
ઔ. સ. ઝા. સત્તર તાલુકા બ્રાહ્મણ
લીંબડી નિવાસી હાલ વિલેપાર્લે (પૂર્વ) ગં. સ્વ. કલાવતી નવીનચંદ્ર ભટ્ટ તા. ૩૧-૩-૨૩ના શુક્રવારે કૈલાસવાસી થયા છે. તે ડો. હરીશ, મયંક, પરેશના માતુશ્રી. સ્વ. નવીનચંદ્ર જે. ભટ્ટના પત્ની. શૈફાલી, સેવા, રક્ષાના સાસુ. તથા રૂચા, સુશેણ, નુપુર, આયુષ, આદિત્યના દાદી અને મીતુલકુમાર તથા વિભુતીના વડસાસુ.