હિન્દુ મરણ
કપોળ
ઓથાવાળા હાલ વસઈ સ્વ. ગુલાબબેન છોટાલાલ ગાંધીના પુત્ર રાકેશ (ઉં. વ. ૬૫), તે સ્વ. કોકિલાના પતિ. તે મહેશ અને ગિરિશના પિતા. તે સ્વ. સનતભાઈ અને સ્વ. ઉદયભાઈના મોટાભાઈ. તે ભામિની વિનોદરાય વોરા અને નીલા હસમુખરાય મહેતાના નાનાભાઈ. તે હલિયાદવાળા સ્વ. કેશવલાલ ભવાનીદાસ મેહતાના જમાઈ. તા. ૨૭-૩-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
સિદ્ધપુર સંપ્રદાય ગામ મુડેટી હાલ મુંબઇ. નૈષધ શુક્લ (ઉં. વ. ૫૯) તે મમતાબેનના પતિ. સ્વ. દેવયાની મણીશંકર ઉમાશંકર શુક્લના પુત્ર. ધરા, કરણના પિતા. ગં. સ્વ. કલ્પનાબેન, પંકજ, સ્વ. ગીતા, સ્વ. ભારતી, સ્વ. હંસાના ભાઈ. સ્વ. વાસુદેવ ગૌરીશંકર વ્યાસ (ખેડ )ના જમાઈ. નયનાબેન, કનૈયાલાલ. રાજેશના બનેવી. તા.૨૭/૩/૨૩ ના કૈલાસધામ સિધાવ્યા છે. સાદડી પ્રથા, લૌકિક વ્યવહાર
બંધ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ લોઅર પરેલ બિપિન બાબુલાલ શાહ ૨૫/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
મોટા દેવળીયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પુષ્પાબેન કાંતિલાલ મલકાણના પુત્ર દિપક (ઉં. વ. ૬૪) તે ૨૭/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે હિનાના પતિ. વિરલ અને હેતલના પિતા. નેહા અને ઉદયના સસરા. જીવા, ઇવાનના દાદા-નાના. સ્વ. વિમળાબેન નવીનચંદ્ર કાચલીયાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ રાણપરડાવાળા હાલ ભાયંદર સ્વ. હંસાબેન ડોડીયા (ઉં. વ. ૭૩) તે ૨૬/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. બાબુભાઇ રામજીભાઈ ડોડીયાના ધર્મપત્ની. કવિતા કમલેશ, અંજલિ નિલેશ, પ્રિયંકા પિન્ટુ, મનિષા ધર્મેન્દ્રના માતુશ્રી. ભવ્ય, દેવાંશ, આર્યાના દાદી. પિયરપક્ષે પાલીતાણાવાળા સ્વ. મગનભાઈ પ્રેમજી કવાના દીકરી. સ્વ. ચંપકભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. પ્રહલાદભાઈ, અરવિંદભાઈ, કાંતિભાઈ, વિનુભાઈ, સ્વ. લાભુબેન, સ્વ. ભાનુબેન, કાંતાબેન ભાસ્કરભાઈ ચિત્રોડાના બેન. પ્રાર્થનાસભા ૩૦/૩/૨૩ ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માળીયા હાટીના નિવાસી દિપકભાઈ (ઉં. વ. ૫૭) હાલ મુલુંડ તે સ્વ. નિર્મળાબેેન અને નગીનદાસ વૃંદાવન શાહ (જુઠાણી)ના પુત્ર શનિવાર, ૨૫ માર્ચ ૨૦૨૩ના અવસાન પામ્યા છે. તે સૌ. ચંદ્રકલાબેન શરદકુમાર રૈયાણી અને સૌ. માલતીબેન સુરેશકુમાર રૈયાણીના ભાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા સોરઠીયા વણિક જ્ઞાતી
જામનગર વતની હાલ વિરાર શ્રી બળવંતરાય ગોકળદાસ સાંગાણી (ઉં. વ. ૮૫) ૨૪-૩-૨૩ ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સરોજબેનના પતિ. ભાવેશભાઈ તથા મનીષભાઈના પિતા. સ્વ. નર્મદાબેન રતિલાલ ઝવેરીના નાના ભાઈ. જયેન્દ્રભાઈ, પરેશભાઈ ભગવાનદાસ માંડવીયા તથા પન્નાબેન દિનેશચંદ્ર વૈધના બનેવી. સાદડી તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ બાહેઠ (માંડવી) હાલ મુલુંડના સ્વ. કલ્યાણજીભાઈ શામજી ઠક્કર (ખાંટ)ના ધર્મપત્ની સ્વ. ગુણવંતીબેન (ઉં. વ. ૮૩) તે સ્વ. માધવજીભાઈ અને સ્વ. મણીબેન માધવજીભાઈ ચંદેના પુત્રી. તે રાજેશભાઈ તથા ગં. સ્વ. લતાબેન ભરતભાઈ દાવડાના માતુશ્રી. તે અ. સૌ. શોભનાબેન રાજેશભાઈ ઠક્કર (ખાંટ)ના સાસુમા. કુશલ અને કેવલ, રોનક, તેજસના દાદી-નાની. તે મહેશભાઈ માધવજી, અ. સૌ. ભાનુમતીબેન જયંતભાઈ, અ. સૌ. કુસુમબેન નરેન્દ્ર, અ. સૌ. નહેલબેન (મીનાબેન) નરેન્દ્રભાઈના બહેન સોમવાર, તા. ૨૭-૩-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, ૨૯-૩-૨૩ ૫ થી ૭. કચ્છી લોહાણા મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે). લૌકીક વ્યવહાર બંધ છે.
કપોળ
ઉમરાળાવાળા હાલ અંધેરી સ્વ. પ્રેમકુંવરબેન જગજીવનદાસ મહેતાના પુત્ર જશવંતરાય (ઉ.વ.૮૬) તે સ્વ.જસવંતીબેનના પતિ. નૈલેશ, જતીન, કલ્પના (કપી)ના પિતાશ્રી. તે નીતા, કાનન તથા ભરતકુમાર ચંદુભાઇ પારેખના સસરા. સ્વ. મુળજીભાઇ, હિંમતભાઇ, અંતુભાઇ, સ્વ. મુળકરણભાઇ, શશીકાંતભાઇ, સ્વ. ભારતીબેન પરષોતમદાસ, સ્વ. સમતાબેન પ્રભુદાસ, ઉષાબેન શરદકુમારના ભાઇ. સિહોરવાળા સ્વ. શાંતિલાલ જમનાદાસ દોશીના જમાઇ. સ્વ. પ્રભુદાસ ચુનીલાલ મહેતાના ભાણેજ. તા.૨૬-૩-૨૩ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૩૦-૩-૨૩ના ૫થી ૭. ઠે. વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧લે માળે, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, સંન્યાસ આશ્રમ રોડ, બીએમસી સ્કૂલની બાજુમાં, વિલેપાર્લે (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ ભાણવડ હાલ ડોમ્બિવલી નિવાસી કિરણભાઇ (ઉં. વ. ૬૬) સોમવાર તા. ૨૭-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હંસાબેન તથા સ્વ. લક્ષ્મીદાસ હરિદાસ ચંદારાણાના પુત્ર. તે કવિતાબેન (વંદુબેન)ના પતિ. તે રાકેશભાઇ તથા ખ્યાતીબેનના પિતા. તે જીતેન્દ્રભાઇ, તથા હર્ષાબેન જયપ્રકાશ ગણાત્રાના ભાઇ. તે સ્વ. કરસનદાસભાઇ શામજીભાઇ બથીયાના જમાઇ. તે નેહાના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
જશવંતરાય દુર્ગાપ્રસાદ દવે (ઉં. વ. ૮૪) તા. ૨૭-૩-૨૩ના કૈલાસવાસ પામેલ છે. તે સ્વ. દુર્ગાપ્રસાદ છોટાલાલ દવેના પુત્ર. ગં. સ્વ. કુમુદબેનના પતિ. તથા દક્ષાબેન રાજેશકુમાર, અને વિપુલ જે. દવેના પિતા. અમી વિપુલ દવે અને રાજેશકુમાર આર. મહેતાના સસરા. સ્વ. વિનોદભાઇ ડી. દવેના નાનાભાઇ. સ્વ. રજનીબેન આર. મહેતા, અશોકભાઇ ડી. દવે હેમંતભાઇ ડી. દવેના મોટાભાઇ. ગં. સ્વ. લીલાબેન જશવંતરાય ભટ્ટ અને ઘાંઘળી નિવાસી પરશોતમભાઇ એમ. પંડયાના મોટા જમાઇ. તેમની બન્ને પક્ષોની સંયુક્ત સાદડી તા. ૩૧-૩-૨૩ના શુક્રવારે ૪થી ૬. વિભાગ નં.૨, રામવાડી, ભીડભંજન મહાદેવ સામે રાખેલ છે.
પંચાલ
નરોડા નિવાસી હાલ ગ્રાંટરોડ જયેન્દ્રભાઈ ચંદુલાલ મિસ્ત્રી (ઉં. વ. ૭૭) અને ઈલાબેન જયેન્દ્રભાઈ મિસ્ત્રી (ઉં. વ. ૭૦) તા. ૨૪-૩-૨૩ના અવસાન પામ્યા છે. તે દેવાંગભાઈ અને કાનનબેનના પિતાજી તથા માતાજી. કિરણભાઈ ચંદુલાલ મિસ્ત્રીના ભાઈ અને ભાભી. જતીનભાઈ બિપીનભાઈ શાહના વેવાઈ અને વેવાણ. બીજલકુમાર જતીનભાઈ શાહના સસરા અને સાસુ. ધ્રુવીલ બિજલકુમાર શાહના નાના અને નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગં. સ્વ. મિસ્ત્રી શાંતાબેન પ્રભુદાસ રાઠોડ (ઉં.વ.૮૭) (ઘોઘારી રાઠોડ હાલ પૂના) તે સ્વ. મિસ્ત્રી પ્રભુદાસ નારાયણદાસ રાઠોડના ધર્મપત્ની. યોગેશભાઇ તથા રાજેશભાઇ મિસ્ત્રી અને પ્રવિણાબેન ચીનુભાઇ ચૌહાણના માતુશ્રી. તે સ્વ. નાનજી ગંગાદાસ મકવાણાના સુપુત્રી. તે સ્મિતાબેન અને બિંદુબેનના સાસુ. તે રિંકલબેનના વડસાસુ. હેમાંગી અભિષેક અને રુદ્રના દાદીજી. તા. ૨૬-૩-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તા.૩૦-૩-૨૩ના ગુરુવારના ૪થી ૬, ઠે. યોગેશ મિસ્ત્રી, ૨૯ આકાશ દર્શન, ૭૬ રામબાગ કોલોની, પૌડ રોડ, કોથરૂડ, પૂના-૩૮. લૌકિક પ્રથા બંધ છે.