કચ્છી લોહાણા
વડાલા નિવાસી વાઘજી ખેપાર રૂપારેલના ધર્મપત્ની ગં. સ્વ. દેવકીબેન રૂપારેલ (ઉં.વ. ૯૦) તે ભરત, સ્વ. ઉમરશી, મુકેશ, ઝવેરબેન, દેવીબેન, ઈલાબેન, ગીતાબેનના માતા. અ. સૌ. પ્રફુલ્લા ભરત રૂપારેલના સાસુમા. સ્વ. કમળાબેન જંગુભાઈ જયરામ કતીરાના પુત્રી શ્રી કૃષ્ણશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શ્રી કૃષ્ણ જ્ઞાન મંદિર, ૨૫૪, સ્ટેશન રોડ, વડાલા વેસ્ટ ૫ થી ૬.૩૦. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
સામતેર નિવાસી હાલ મુલુંડ ચેકનાકા, કુંદનલાલ ચાવડા (ઉં.વ. ૭૩) તા. ૨૫-૩-૨૩, શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે જશવંતિ કુંદનલાલ ચાવડાના પતિ. સ્વ. દિવાળીબેન જુગલદાસ ચાવડાના પુત્ર. ભોગીલાલભાઈ, દિનેશભાઈ, અનસુયાબેન રસીકલાલ કામદાર, જશુબેન કનૈયાલાલ ગાંધી, કંચનબેન મનસુખલાલ શાહ, કાંતાબેન નવીનચંદ્ર શાહ, અરૂણાબેન અતુલકુમાર મહેતાના ભાઈ. મિલન, સોનલબેનના પિતા. અલ્પેશ, રીમાના સસરા. ગં. સ્વ. જયાબેન હરિલાલ ચૌહાણના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાંચગામ વિશા ઝારોળા
ભૂપેન્દ્ર સુંદરલાલ ગાંધી (ઉં.વ. ૭૪) તે મૂળ વતન પાટણ હાલ મુંબઈ તા. ૨૫-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કમળાબેન અને સ્વ. સુંદરલાલ હરગોવિંદદાસ ગાંધીના જયેષ્ઠ પુત્ર. સુલોચનાબેનના પતિ. લિના, નિપા, નિલેશના પિતા. ઘનશ્યામકુમાર આનંદવારા, જતીનકુમાર ભુતાના સસરા. પ્રફુલભાઈ, સ્વ. નિરંજનાબેન, સ્વ. રાજેન્દ્રભાઈ, સ્વ. યશવંતિબેન, હિનાબેન, દક્ષાબેન, રેખાબેનના ભાઈ. સ્વ. બાળાબેન અને સ્વ. રસિકલાલ માણેકલાલ ગાંધી ધણોજવાળાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ગુંદાલા હાલ મુલુન્ડ ગં. સ્વ. નર્મદાબેન તથા સ્વ. મણીલાલ વીરજી પવાણીના પુત્ર સ્વ. મહેન્દ્રભાઈ પવાણી (ઉં.વ. ૬૫) તા. ૨૬-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વાતિબેનના પતિ. વસુબેન, દિનેશભાઈ, હસમુખભાઈ, સ્વ. રાજેશના ભાઈ. સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. મુલજીભાઈ, સ્વ. છગનલાલ, સ્વ. હરીરામ તથા નરભેરામના ભત્રીજા. બેચરદાસ નારાયણ રાજદે (અંજારવાળા)ના દૌત્ર. સ્વ. લલિતાબેન તથા સ્વ. શ્રીરામ શેટ્ટીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિ
સાયલા નિવાસી હાલ બોરીવલી સ્વ. હસુમતીબેન તથા સ્વ. વ્રજલાલ (વજુભાઇ) જગજીવન વઢવાણના સુપુત્ર નરેશ વઢવાણા (ઉં. વ. ૫૬) તે ૨૪/૩/૨૩ રામશરણ પામેલ છે. તે પિન્કીબેનના પતિ. પારૂલ સુનિલકુમાર ઇન્દોરીયાના ભાઈ. તે સાસરાપક્ષે કાંદિવલી મહાવીર નગર નિવાસી ગં. સ્વ. મિતુબેન પ્રવિણકુમાર દાવડાના જમાઈ. નીલમબેન પ્રકાશકુમાર કેસરના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ
પ્રદીપભાઈ દ્વારકાદાસ પુરોહિત (ઉં. વ. ૭૬) તે હાલ કાંદિવલી સ્વ. ચંપાબેન દ્વારકાદાસ પુરોહિતના પુત્ર. શોભાબેનના પતિ. સ્વ. મેહુલ – મેઘા, હિરેન-આરતીના પિતા. સ્વ. સરોજબેન, સ્વ. પ્રવીણભાઈ, સ્વ.અરુણાબેનના ભાઈ, સ્વ. નિર્મળાબેન હીરાલાલ જોશીના જમાઈ ૨૬/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
મહુવા નિવાસી હાલ વિરાર કાથાવાળા સ્વ. વિમળાબેન શાંતિલાલ મહેતાના પુત્ર જીતેન્દ્ર (ઉં. વ. ૬૨) તે વર્ષાબેનના પતિ. હર્ષના પિતા. જતીન તથા હર્ષા કમલેશ વિરાણીના મોટાભાઈ. ભુપેન્દ્રભાઈ ઝવેરચંદ સાંગાણીના જમાઈ. ૨૬/૩/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા હાલ વાપી, સ્વ. ભાગીરથી અમૃતલાલ નારણદાસ પારેખના સુપુત્ર, પ્રવિણભાઈ, (ઉં. વ. ૮૦) તે કલ્પનાબેનના પતિ. ચિરાગ અને ઝરણા મનીષ દોશીના પિતાશ્રી. અ. સૌ. અસ્મિતા અને મનીષકુમાર ધનેશભાઈ દોશીના સસરા. તે વંશ, મીતના દાદા – નાના, તે સ્વ. વસંતરાય, સ્વ. ભુપતરાય, સ્વ. નિર્મળાબેન પ્રતાપરાય દોશી, સ્વ. દમયંતીબેન અનંતરાય વળિયાના ભાઈ તા. ૨૫-૦૩-૨૦૨૩ના વાપીમાં શ્રીજીચરણ પામેલ છે. જેની લૌકિક પ્રથા બંધ છે.
ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
સ્વ. કાંતાબેન વ્રજલાલ ત્રિવેદીના સુુપુત્ર કિશોર ત્રિવેદી (ઉં. વ. ૭૨) તે જયશ્રીબહેનના પતિ. તે મોહનલાલ તુળજાશંંકર જાનીના જમાઇ. સ્વ. હરિશ, સ્વ. પ્રવીણ, સ્વ. ગિરીશ, સ્વ. વસુમતીબેન, ગં. સ્વ. જ્યોત્સના જાની, અ. સૌ. લતા ભાસ્કર પંડયાના ભાઇ. અ. સૌ. સોનાલી તૃષાન્ત ત્રિવેદી, અ. સૌ. અપર્ણા કલાપી ત્રિવેદીના સસરા. તે આર્યા, વિહાન, યોહાનના દાદા. શુક્રવાર તા. ૨૪-૩-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૩૦-૩-૨૩ના ૪થી ૬. ઠે. રવજી જીવરાજ ચંગડાઇવાલા હોલ, એસ.એન.ડી.ટી., ૩૩૮, રફી અહેમદ કિડવાઇ રોડ, માટુંગા (ઇસ્ટ).
કપોળ
મહુવાવાળા હાલ બોરીવલી સ્વ. દોલતરાય કાળીદાસ પારેખના ધર્મપત્ની લીલાવંતી બેન (ઉં. વ. ૯૮) તે ગીરધરલાલ જીવનદાસ ગાંધીના પુત્રી. તે શાંતાબેન તુલસીદાસ સંઘવી અને કાંતાબેન હરજીવનદાસ સંઘવીના બેન. તે ભરતભાઇ, વિજયભાઇ, ભાનુબેન, નીલાબેનના માતુશ્રી. તે રુષભ અને જીજ્ઞેશભાઇના દાદી તા. ૨૬-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ઇડર ઔદીચ્ય પીસ્તાળીસ જ્ઞાતિ
મહેન્દ્રભાઇ વ્યાસ (ઉં. વ.૮૭) તે ગામ મુડેરી હાલ બોરીવલી નિવાસી. તે કાશીરામ મોતીરામ વ્યાસ (મેવાવાલા)ના પુત્ર. હંસાબેન વ્યાસના પતિ. ગીરીશભાઇ અને ધીરેનભાઇના પિતા. પ્રેરણાબેન અને વૈશાલીબેનના સસરા. જુગલ, રિદ્ધિ અને અનુષ્કાના દાદા. સ્વ. યજ્ઞદત્ત દુર્ગાશંકર શાસ્ત્રી (ઠાકર)ના જમાઇ તા. ૨૭-૩-૨૩ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.