Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર કિશોરભાઈ દોશી (ઉં.વ. ૮૧) તે સ્વ. રમાબેન તથા સ્વ. જયંતીલાલ વ્રજલાલ દોશીના પુત્ર. હર્ષવીણાબેનના પતિ. અમીત, નિકુંજના પિતાશ્રી. અ. સૌ. જયોતિ, અ. સૌ. અમીના સસરા. નરેન્દ્રભાઈ, સ્વ. કિરીટભાઈ, સતીષભાઈ, દિપકભાઈના ભાઈ. સ્વ. અમૃતલાલ રામજીભાઈ મહેતાના જમાઈ તા. ૨૪-૩-૨૩ના ઘાટકોપર મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. નિવાસ: ૩૧, શંકર નગર, ૫૪, તિલક રોડ, ઘાટકોપર (ઈ.). પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૭-૩-૨૩ના સાંજે ૫ થી ૭. સ્થળ: પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે.).
નાઘેર દશા શ્રીમાળી વણિક
સામતેર નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. ઈન્દુબેન અનિલભાઈ શાહના પુત્રવધૂ અ. સૌ. હીનાબેન (ઉં.વ. ૫૧) રવિવાર, તા. ૨૬-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હીતેષભાઈના ધર્મપત્ની. પ્રકાશ, કલ્પના સુભાષ દેસાઈના ભાભી. અરૂણાબેન અમિચંદભાઈ ઘેલાણીના પુત્રી. જયેશ, નીપા અતુલ મોદીના બહેન. છાયાના નણંદ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૭-૩૨૩ના બપોરે ૪ થી ૬ ગુરુદ્વારા, સાઈબાબા નગર, સાંઈબાબા મંદિરની બાજુમાં, બોરીવલી વેસ્ટ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા સોરઠિયા વણીક
બાબરા નિવાસી હાલ મુંબઇ સ્વ. સુમિત્રા પ્રતાપરાય મયાણીના સુપુત્ર હરેન્દ્ર (ઉં. વ. ૬૬) તે સ્મિતાબેનના પતિ. મિહિર, ચિરાગના પિતા. મિલોની, રુચિના સસરા. સ્વ. મનસુખલાલ મોહનલાલ સેલારકાના જમાઇ. વિજય રાજા સેલારકાના બનેવી. શુક્રવાર તા. ૨૪-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
ગામ ખરેડ (મહુવા) હાલ મહાલક્ષ્મી સ્વ. અર્જુન નથુ જીતીયા (ઉં. વ. ૮૦) તા. ૧૬-૩-૨૩ના રામશરણ પામ્યા છે. તે સ્વ. ગગુબાઇ અને સ્વ. નથુભાઇ મુળાભાઇ જીતીયાના પુત્ર તથા સ્વ. જસુબેનના પતિ. તથા સ્વ. હિરુબેન અને સ્વ. રામજી ત્રિકમ મારુના જમાઇ. તથા સ્વ. ભીમજીભાઇ, સ્વ. જેઠાભાઇ, રામજીભાઇ, હિરુબેન, નામલબેન, લક્ષ્મીબેન, અમરીબેનના ભાઇ. તથા જયોત્સનાબેન, ગીતાબેન, શાંતિલાલ, ધીરજના પિતા. તથા ગૌરીબેન, સ્વ. લતાબેન, દક્ષાબેનના સસરા. બારમાની વિધિ તા. ૨૭-૩-૨૩ના સોમવારે સાંજે ૫.૦૦ કલાકે. ઠે. બી-૧, મહાલક્ષ્મી, રેસકોર્સ ગેટ નં.૪ સામે, સંત વિર મેઘમાયા રોડ, મુંબઇ:૩૪.
ઔદિચ્ય સહસ્ત્ર બસિયા જ્ઞાતિ
સરડોઇ નિવાસી ગુણવંતલાલ દામોદરદાસ ભગત, (ઉં. વ. ૭૮) તે સુભદ્રાબેનના પતિ. દિપકભાઈ, રાકેશભાઈના પિતા. પારૂલ દિપક ભગત, બીના રાકેશ ભગતના સસરા. માનસી અને ચાર્મીના દાદા. ઇંદીરાબેન મનહરલાલ ભટ્ટ, તારાબેન અમૃતલાલ ભટ્ટ, ઉષાબેન ભુપેન્દ્ર પંડ્યા તથા સુરેશભાઈ દામોદરદાસ ભગતના ભાઈ. શ્ર્વસુરપક્ષે સ્વ. બહેચરદાસ મોહનદાસ ભટ્ટજીના જમાઈ. તા.૨૪-૩-૨૩ના મુલુન્ડ મુકામે દેવલોક પામેલ છે.પ્રાર્થનાસભા તા.૨૭-૩-૨૩ ને સોમવારના ૫ થી ૭ રાખેલ છે. સ્થળ- મોડેલ ટાઉન કોમ્યુનિટી હોલ, ગેટ નં.૨, બાલ રાજેશ્ર્વર રોડ, મુલુન્ડ, મુંબઈ- ૮૦. ઉત્તરક્રિયા મુલુન્ડ મુકામે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ છે.
નથુ તુલસી ઔદિચ્ય બ્રહ્મ સમાજ
બોરીવલી નિવાસી સ્વ. મનસુખલાલ હીરાલાલ જોશીના ધર્મપત્ની મંજુલાબેન મનસુખલાલ જોશી (ઉં. વ. ૮૩), તે મનીષભાઈ, યગ્નેશભાઈ, પિયુષભાઈના માતુશ્રી. પ્રતીમા, જીગ્નાના સાસુ. કર્ણ, ફોરમ, ટ્વીંકલ, આદર્શના દાદીમા. સ્વ. કંચનબેન, સ્વ. દિનકરભાઈ, સ્વ. લીલાવતીબેન, સ્વ. પ્રફુલ્લચંદ્ર, રમેશભાઈ, દ્વિજેન્દ્રભાઈના ભાભી. સ્વ. લાભશંકર મયાશંકર પંડ્યાની સુપુત્રી. સ્વ. ચંદ્રકાન્તભાઈ, ઈન્દ્રવદનભાઈ, તરૂણાબેન, સરયુબેનના બહેનનું શનિવાર તા. ૨૫-૩-૨૦૨૩ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સર્વોદય હોલ, એલ. ટી.રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ, સાંજે ૪ થી ૬.
કડવા પાટીદાર
મૂળગામ ગોમટા, હાલ મલાડ સ્વ. રેખાબેન અશોકભાઈ ભાણવટીયા તે અશોકભાઈના પત્ની. વિજયાબેન નાથાભાઈ વાછાણીના દીકરી. સોનમ હિરેન, હેત્વી જીમિતના માતુશ્રી. ચંદુભાઈ, કિરણભાઈ અને બીના પ્રવીણના ભાભી. લીના ના દેરાણી અને મમતાના જેઠાણી.૨૫/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૭/૩/૨૩ ના રોજ ૫ થી ૭ કલાકે પાટીદાર સેવા સમાજ, વીર સાવરકર નગર, નેન્સી ડેપો સામે બોરીવલી ઈસ્ટ.
કપોળ
કોટડી (રાજુલા)વાળા હાલ તિલકનગર ગં. સ્વ. નિર્મળાબેન નાગરદાસ દોશી (ઉં. વ. ૯૧) તે સ્વ. જીતેન્દ્ર-કૃષ્ણા, સુરેશ-નયના, પ્રકાશ-ભૈરવી, ભારતી (ભાવના) નરેશ મહેતાના માતુશ્રી. સ્વ. જયંતીલાલ, હીરાલક્ષ્મી, સ્વ. શાંતિલાલ, સ્વ. વિજ્યાલક્ષ્મી, સ્વ. કમળાબેન, સ્વ. જડીબેનના ભાભી. ડુંગરવાળા સ્વ. નાનાલાલ રૂઘનાથ મહેતાના પુત્રી. ગં. સ્વ. ભાનુબેન, સ્વ.અરવિંદભાઈ, કનૈયાલાલના મોટાબેન. સ્વાતિ -વિરલ, હિમાંશુ – પૂનમ, શ્રુતિ – અંકિત, નિકિતા-અંકિત, નમ્રતા – ચિંતન, જેસલ, યશ, ફાલ્ગુની, પરાગના બા. શનિવાર ૨૫/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
લેઉવા પટેલ
ધારી નિવાસી, હાલ બોરીવલી, ગં.સ્વ. રતનબેન ખોડાભાઈ પટેલના સુપુત્ર પ્રેમજીભાઈ ખોડાભાઈ પટેલ તા. ૨૫.૩.૨૩ના ગૌલોક વાસી થયા છે. તે શિલ્પા, ગિરધર, રશ્મિ, સેફાલી, સોનલ, નયના, હરેશના પિતાશ્રી. તે મિલિંદ, આયુષ, કિંજલ, અંજલીના દાદા. તે શીલા, મમતા, ચંદ્રકાંત, નિલેશ, ઘનશ્યામ, ચંદ્રકાંત, કૌશિકના સસરા. પ્રાર્થનાસભા તા. ૨૭.૩.૨૩ ના સોમવાર સમય ૪:૩૦ થી ૬.૦૦ સાંજે તેમના નિવાસસ્થાને રાખેલ છે. એડ્રેસ બી/ ૭, ઓમ શ્રીનાથ કુંજ, શતાબ્દી હોસ્પિટલની સામે કાર્ટર રોડ નંબર ૨, બોરીવલી, ઇસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ દાત્રાણા નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. જયાબેન સાંગાણી (ઉં. વ. ૯૦) તે સ્વ. ગોવિંદભાઇ કેશવજી સાંગાણીના ધર્મપત્ની. સ્વ. પ્રેમજી વેલજી વિઠલાણીના દીકરી. ભરતભાઈ, અને હીનાબેન અમલાનીના માતુશ્રી. કનૈયાલાલ અને રતિભાઈ સાંગાણીના કાકી. રશ્મિબેન રોહિત અમલાની તથા ભાવના હિતેન અમલાનીના નાની. મિથિલ અને ધૈર્યના જય બા. ૨૫/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
સ્વ. ભારતીબેન બળદેવ વ્યાસ. અશ્ર્વિન ફાલ્ગુનીના માતા. પૂર્ણિમાના સાસુ. દિવ્યેશના દાદી. યશોધરા મહેન્દ્રના બેન ૨૫/૩/૨૩ના કૈલાશવાસી પામેલ છે. પ્રાર્થનાસભા ૨૭/૩/૨૩ ના રોજ ૫ થી ૭ કલાકે. ઠે. બી ૪૦૩, શૈલેષ સોસાયટી એસ. વી. પી. રોડ બોરીવલી વેસ્ટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -