Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
સ્વ. શામજી રાઘવજી રૂપારેલ કચ્છ સંઘડવાળાના ધર્મપત્ની ગં. સ્વ. ગોદાવરી બાઈ (ઉં. વ. ૯૩) હાલે કોપર ખેરના નવી મુંબઈ તા. ૮/૧૧/૨૦૨૨ને મંગળવારે રામશરણ પામેલ છે. તે સ્વ. લાલજી જેઠા અડવા કચ્છ વરલીવાળાની પુત્રી સ્વ. કાશીબેન ખીમજી કોઠારી, સ્વ. મંજુલાબેન મોહનલાલ જોબનપુત્રા, ભારતીબેન ચંદ્રસેન ડોડેચા, સુરેશભાઈ, વિજયભાઈ, પંકજભાઈના માતુશ્રી. વર્ષાબેન, સ્મિતાબેન, દક્ષાબેનના સાસુ. સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. તુલસીદાસભાઈ, સ્વ. ગોવિંદભાઈ, સ્વ. રતનબેન વીઠલદાસ રૂપારેલના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૧/૧૧/૨૦૨૨ ને શુક્રવારે ૫.૩૦ થી ૭. ઠે. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે.), મુંબઈ. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વહેવાર બંધ છે.
દારાનીમા વાણીયા
બાલાસિનોર, હાલ નાલાસોપારાના સ્વ. જીવકોરબેન મણિલાલ ચંદુલાલ પારેખના પુત્ર રજનીકાંત પારેખ (ઉં.વ. ૮૭) તે નલિનીબેનના પતિ તથા શ્રી કીર્તિલાલ પારેખ, સ્વ. પ્રવિણચંદ્ર, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. સુરેશભાઈ, શકુંતલાબેન રણજિત મહેતા, શોભનાબેન યોગેશભાઈ કડકિયાના ભાઈ તથા સ્વ. નંદલાલ હરજીવન મહેતાના જમાઈ તા. ૫-૧૧-૨૨ શનિવારના શ્રીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મોણપુર (ભાવનગર) હાલ મલાડ અમૃતલાલ કમળશી ભુછડા (ઉં.વ. ૯૦) તે ૭/૧૧/૨૨ સોમવારના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. રમેશ-અ.સૌ. ગીતા, ચંદ્રિકા અરવિંદકુમાર જોગી, જ્યોતિ અશોકકુમાર જગડ, ભારતી મનહરલાલ કાકુ, સ્વ. રેખા અતુલકુમાર પડિયાના પિતાશ્રી. આશિષ-અ.સૌ. લેખા, સ્વ. મનસ્વી, નયના, શ્ર્વેતા ઉત્સવકુમાર ગરાછના દાદા. અનસૂયા બટુકકુમાર આશરા, સ્વ. વિજય મનહરલાલ ભુછડા, ચંદ્રિકાબેન ધનવંતરાય જાજલના કાકા. પ્રાર્થનાસભા ૧૧/૧૧/૨૨ના ૪ થી ૬ કલાકે લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્મિતા બકુલ છોટાલાલ પ્રેમજી સંઘવીના પુત્ર જય (ઉં.વ. ૨૬) તે ૯/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં.સ્વ. પ્રાણકુંવરબેનના પૌત્ર. નટુભાઈ, કિશનભાઇ, રવીન્દ્રભાઈ, સ્વ. પુષ્પાબેન, લતાબેન, બીનાના ભત્રીજા. મોસાળપક્ષે શ્રી નિવાસ કચરદાસ નાવાંદર નીતિન તથા નીતાના ભાણેજ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા સોરઠિયા વણિક
માંગરોળ હાલ કાંદિવલી અરૂણ ભાણજીભાઇ ભોવાન (ઉં.વ. ૭૦) તે ૩/૧૧/૨૨ અમેરિકા મુકામે શ્રીજીશરણ પામેલ છે. નયનાબેનના પતિ. મીરાગ (મોન્ટી)ના પિતા. રોશની સસરા. સુરેશભાઈ, જયાબેન ચંદ્રકાન્ત ગાંધીના ભાઈ. જામનગરવાળા સ્વ. કાંતિભાઈ નથુભાઈ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
અમરેલી હાલ મલાડ સ્વ. કાશીબેન ઈશ્ર્વરલાલ કાંકરેચાના પુત્ર પ્રાણલાલ (ઉં.વ. ૬૭) તે ૭/૧૧/૨૨ના રામશરણ પામેલ છે. મધુબેનના પતિ. સ્વ. બચીબેન શામજીભાઈ રાઠોડના જમાઈ. મિત્રા તથા સાગર વ્રજલાલ પરમારના સસરાની પ્રાર્થનાસભા ૧૧/૧૧/૨૨ના ૫ થી ૭ કલાકે મામલતદાર વાડી, રોડ નં ૩, મલાડ વેસ્ટ.
કપોળ
સિહોરવાળા હાલ પાર્લા સ્વ. પુષ્પાબેન ઉત્તમરાય રતિલાલ ચિતલીયાના પુત્ર હિતેનભાઈ ચિતલીયા (ઉં.વ. ૫૮) તે તા. ૯/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે પૂજા(પ્રતીક્ષા)ના પતિ. ડેડાણવાળા હાલ મુંબઈ સ્વ. જ્યોત્સનાબેન રસિકલાલ પુરુષોત્તમદાસ ગોરડિયાના જમાઈ. સ્વ. ભરત, દિપક, આશા જનક પારેખ, બીના રોહિત દોશીના ભાઈ. મોસાળપક્ષે ચંપકલાલ નગીનદાસ મથુરિયા, સ્વ. લલિતભાઈ નગીનદાસના ભાણેજ. સર્વપક્ષની પ્રાર્થનાસભા ૧૨/૧૧/૨૨ શનિવાર રોજ સાંજે ૫ થી ૭ કલાકે જલારામ હોલ, એન.એસ. રોડ નં ૬, જોગર્સ પાર્કની સામે, જુહુ, વિલેપાર્લે (વેસ્ટ).
ગુર્જર ક્ષત્રિય કડિયા
કુંભણ હાલ બોરીવલીના રામજીભાઈ વાઘજીભાઈ ચાવડા (ઉં.વ. ૭૮) તા. ૯-૧૧-૨૨, બુધવારના રામશરણ પામેલ છે. તે સવિતાબેનના પતિ. જીતુભાઈ, જાગૃતિબેન ભાલીયા, જયશ્રીબેન ચાપાનેરાના પિતાશ્રી. રીટાબેન, કેતનકુમાર ધીરૂભાઈ ભાલીયા, હસમુખભાઈ શંભુભાઈ ચાપાનેરાના સસરા. સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. શામજીભાઈ, સ્વ. કડવીબેન ચૌહાણ, સ્વ. નંદુબેન ટાંક, સ્વ. કમળાબેન પટેલ, સ્વ. નાનબાઈ ચૌહાણના ભાઈ. સાસરા પક્ષે સોનાબેન નથુભાઈ વાળાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૧-૧૧-૨૨ના સમય ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
પાટણવાડા પંચાલ
ગામ બાલીસણા હાલ વિલેપાર્લા સ્વ. મથુરદાસ ચીમનલાલ પંચાલના ધર્મપત્ની સ્વ. રમીલાબેન (ઉં.વ. ૭૮) તા. ૨૧-૧૦-૨૨, શુક્રવારના શ્રીચરણ પામ્યા છે. તે અશોક, સ્વ. ભરત, જગદીશ, ગીતાના માતુશ્રી. યામીની, નીતા, અમીતા, શૈલેશકુમારના સાસુ. પ્રયાગ, ગુંજન, પૃથ્વી, નેહાલી, પ્રાંજલ, અંજલી, ફીનોલીના દાદી. રશ્મી, પ્રણયકુમારના વડસાસુ. ભીખાભાઈ, રમેશભાઈ, કંચનબેનના મોટા બેન. (ગામ રૂની). પ્રાર્થનાસભા તા. ૧૨-૧૧-૨૨ના રોજ સરદાર પટેલ બાગ, વિલેપાર્લે (પૂર્વ), સમય સાંજે ૪ થી ૬. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ કુરિયાણી (હાલે મુલુંડ) ગં. સ્વ. કાશીબાઈ ઠાકરશી ઠક્કર (ગીયાસોતા)ના મોટા પુત્ર હરિરામભાઈ (હરીશભાઈ) (ઉં. વ. ૭૧) ૯-૧૧-૨૨, બુધવારના શ્રીરામશરણ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. સ્વ. મહેશભાઈ અને નરેન્દ્રભાઈ (પપ્પુ)ના મોટા ભાઈ. હર્ષદભાઈ અને આશીષભાઈના પિતાશ્રી. અ. સૌ. વૈશાલીબેન અને અ. સૌ. કવિતાબેનના સસરાજી. સ્વ. લક્ષ્મીદાસ શામજી ખાંટ (બાયઠવાળા)ના જમાઈ. પ્રાર્થનાસભા ૧૧-૧૧-૨૨ના ૪.૩૦ થી ૬. ગોપુરમ હોલ, ડૉ. આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલ પાસે, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
સરસીયાવાળા (હાલ મલાડ) સ્વ. સોની વિમળાબેન (ચલ્લા) (ઉં. વ. ૮૩) ૮-૧૧-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સોની બાબુલાલ આણંદજીભાઈ ચલ્લાના ધર્મપત્ની. તે અ. સૌ. નયનાબેન દિલીપકુમાર સતિકુંવર તથા પ્રફુલભાઈ, નિલેશભાઈના માતુશ્રી. તે શ્રેયા, પાર્થના દાદી. તે સ્વ. સોની હરિભાઈ મુળુભાઈ લુહાર સીમરણ જીરાવાળાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૧-૨૨, શનિવારે ૪ થી ૬. સ્થળ: સોની વાડી, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (પ.).
નાઘેર દશા શ્રીમાળી વણિક
ઉના (હાલ સાયન) વિનોદચંદ્ર મોહનલાલ શાહ (ઉં. વ. ૮૪) તે રંજનબેનના પતિ. વિપુલ તથા વૈશાલીના પિતાશ્રી. મનીષા તથા રાજેશના સસરા. તરૂણના દાદાજી. સ્વ. જયાબેન, સ્વ. મંજુલાબેન ચંદુલાલ ગાંધી તથા સ્વ. હસમુખભાઈના ભાઈ. સ્વ. નરોત્તમદાસ દુર્લભદાસના જમાઈ ૯-૧૧-૨૨ને બુધવારના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

RELATED ARTICLES

Most Popular