Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

કપોળ
મહુવાવાળા સ્વ. જયાલક્ષ્મી ધરમદાસ જમનાદાસ મોદીના પુત્ર દેવેન્દ્ર (ઉં.વ. ૭૪) તા. ૧૯-૩-૨૩ના અમેરિકા (એટલાન્ટા) મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઉષાબેનના પતિ. હિરેન-હેતલ, તેજસ-કાવ્યાના પિતા. ધિરેન્દ્ર-કેતકી, સ્વ. ચંદ્રીકાબેન અનંતરાય મહેતા, શોભના મુકુંદરાય ચીતલીયા, સ્વ. ભારતી ભરતકુમાર મેહતા, ભાવના પંકજકુમાર મેહતા, વર્ષા સંજયકુમાર મોદી, દિપ્તી જયેશ કાલરાના ભાઈ. શ્ર્વસુર પક્ષે હિમ્મતલાલ ગાંધીના જમાઈ. ગંગાદાસ લક્ષ્મીદાસ પારેખના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
દિહોર નિવાસી હાલ ઘાટકોપર રમણીકલાલ મોહનલાલ દેસાઈ (ઉં.વ. ૯૫) તા. ૧૭-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શારદાબેનના પતિ. મહેશ, સતીશ, ભાવેશ, ચારુના પિતાશ્રી. જયશ્રી, બિંદુ, રશ્મીના સસરા. હર્ષલ, યશિત, સૌરભ, દિશા મંથન શાહ, શ્રેયા અજય પાલા, ત્વીષા કાર્તિક શાહના દાદા. શિખા નિર્મલ ધોળકીયાના નાના. સ્વ. અમૃતલાલ, સ્વ. દ્વારકાદાસ, સ્વ. પ્રભાબેન, સ્વ. ચંદનબેનના ભાઈ. રતિલાલ પાનાચંદ મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
દર્શા મોઢ વાણિયા
સુરત નિવાસી હાલ મુંબઈ (તારદેવ) સ્વ. ઈન્દિરા ધનસુખલાલ મહેતાના પુત્રવધૂ શ્રીમતી પ્રેરણા જગદીશ મેહતા (ઉં.વ. ૭૬) તે નિશ્ર્ચલ, પ્રિયલના માતુશ્રી. જેનીકાના સાસુ. ક્ષેય, જોવિતા, ક્રિશના દાદી. સ્વ. સરલાબેન તથા પદમાકાંતભાઈ મેહતાની પુત્રી. નિખીલ, વર્ષા, વ્દીપાના બેન શનિવાર, તા. ૧૮-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. (સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.)
લોહાણા
ગં. સ્વ. ભાનુમતી (ઉં.વ. ૮૧) તે સ્વ. હસમુખભાઈ કોટાડિયાના ધર્મપત્ની મંગળવાર, તા. ૨૧-૩-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શામલજી ઠક્કર અને રતનબેનના પુત્રી. તે સ્વ. સવિતાબેન અને વૃન્દાવનદાસના પુત્રવધૂ. જીતીન, નેમિષના માતાજી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન ડોસાભાઈ ગણાત્રા (ગામ જખૌ)ના પુત્રવધૂ અ. સૌ. વસંતબાળા (ઉં.વ. ૭૭) હાલ કોલાબા તે શંકરલાલના ધર્મપત્ની. સ્વ. દામજી લાડક ભંગદે કોઠારાવાળાની પુત્રી. સ્વ. ઉમરશીભાઈ, જમાનાદાસના ભાઈની ધર્મપત્ની. હરીશભાઈ, વિનોદભાઈ, સ્વ. મંગળાબેનના ભાભી. સ્વ. ગોપાલજી (બાબુ મોટા), સ્વ. ચત્રભુજ, સ્વ. શંકરલાલ, સ્વ. મંગલદાસ, સ્વ. રૂક્ષ્મણીબેન, જયાલક્ષ્મીબેનના બેન. ચેતન, હીનાબેન, રમેશ, ભાવનાબેનના માતુશ્રી તા. ૨૦-૩-૨૩ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૩-૨૩ના આર્ય નિવાસ ટ્રસ્ટ, ૭૦૧ વિકાસ સેન્ટર, એન. એસ. રોડ, મુલુન્ડ વે.માં ૫ થી ૭. લૌકિક વહેવાર તદ્દન બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ હૈદરાબાદ હાલ વડોદરા ગં. સ્વ. રંજનબેન શશીકાંત રાયચુરા (ઉં. વ. ૭૫) તે સ્વ. નારણદાસ હંસરાજ ગોટેચાના દીકરી. ચેતન અને પિયુષના માતા. નીતા તથા મમતાના સાસુ. ગૌરવ, કૌશિક, કૌશલ, ધવલના દાદી. અરવિંદભાઈ, હંસાબેન, મધુબેન, મહેશભાઈ, છાયા અશોક, નીતા અને બીનાના મોટાબેન ૧૯/૩/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપડવંજ દશાપોરવાડ વણીક
સુધાબેન (ગોદાવરી) દેસાઈ (ઉં. વ. ૮૮) સ્વ. જયંતિલાલ મણીલાલ દેસાઈના ધર્મપત્ની યોગીન, બકુલાના માતુશ્રી. સ્વ. નવિનચંદ્ર, ઉષાબેન, નયનભાઈના ભાભી. શોભના સુનીલભાઈ રાજ અને મીનેશના દાદીસાસુ. રૂબીન, સોનાલી, રૂચીના દાદી. મોંઘીબેન વૃંદાવનદાસ શાહના પુત્રી તા. ૧૬/૦૩/૨૦૨૩ના બોરીવલી મુકામે શ્રીજી ચરણ પામ્યા છે. સરનામું : ૧૦૧, યોગેશ્ર્વરકૃપા એલ.ટી. રોડ, એન.આર. કોમ્પલેક્ષ, વીર સાવરકર ઉદ્યાન, ગેટ નં.૧ ની સામે, બોરીવલી (વેસ્ટ),
કાશી વૈષ્ણવ
સ્વ. ગોપાલભાઈ ઘનશ્યામદાસ ગુપ્તાના પત્ની અલ્કાબેન તા. ૨૦/૩/૨૩ ના પ્રભુશરણ પામેલ છે. તે જમનાદાસ પરીખની દીકરી, માલવિકાના માતુશ્રી. અનુજ ગાંધીના સાસુ. ગુલાબભાઇના ભાભી. તેમની પ્રાર્થનાસભા ૨૩/૩/૨૩ ના ૩ થી ૫ વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
ભાવનગર નિવાસી હાલ અંધેરી ગૌરવ દવે (ઉં. વ. ૪૧) તે નયના જીતેન્દ્ર બાબુલાલ દવેના પુત્ર. એકતાના પતિ. જશના પિતા. નીતા હર્ષદભાઈ જોશીના જમાઈ. સ્વ. મહેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈ, ભારતીબેન, અરૂણાબેન, રક્ષાબેનના ભત્રીજા. ઘાંઘળી નિવાસી સ્વ. શારદાબેન બળવંતરાય પંડ્યાના દોહિત્ર. ૨૦/૩/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩/૩/૨૩ ના ૫ થી ૭ પહેલે માળે વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે વેસ્ટ.
કપોળ
સિહોર નિવાસી હાલ બોરીવલી અ. સૌ. ઇન્દુમતી મહેતા (ઉં. વ. ૭૪) તે વસંતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની. પ્રીતિ, જતીન, હેમલ અને સચિનના માતા. દર્શના, દેવાંગી, નમ્રતા અને રાજેશ મહેન્દ્ર મુનિના સાસુ. સ્વ. બીપીનભાઈ, સ્વ. અરવિંદભાઈ, જીતેન્દ્રભાઈ, હર્ષદભાઈ, દિલીપભાઈ, મુકેશભાઈ, સ્વ. નિર્મળાબેન, માલતીબેન, રેખાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. તાપીબેન હરિલાલ વનમાળીદાસ મહેતાના દીકરી. તેમની સર્વપક્ષની પ્રાર્થનાસભા ૨૩/૩/૨૩ ના ૫ થી ૭ લોટસ, રઘુલીલા બોરીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળ ગામ પોરબંદર હાલ મથુરા (હાથરસ) મયૂરી મનદીપ શર્મા (ઉં. વ. ૩૪) તે સ્વ. અંજુબેન તથા અનીલભાઈ નરોત્તમદાસ કોટેચાના સુપુત્રી. તે તેજસ અનીલભાઈ, અ.સૌ.ચૈતાલી ભાવિકકુમારના બહેન. તે રાજેશ હરિદાસના ભાણેજ. તે અ.સૌ. કુસુમબેન પ્રવિણચંદ્ર, અ. સૌ.દક્ષાબેન પ્રકાશકુમાર, અ.સૌ.પ્રજ્ઞાબેન પ્રતાપરાય, અ.સૌ. દેવિયાનીબેન જગદીશકુમાર તથા મહેન્દ્ર નરોત્તમદાસના ભત્રીજી તા. ૨૦/૩/૨૩ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩/૩/૨૩ ગુરુવાર ના ૪ થી ૫ ઝૂમ મીટીંગ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ રાણપુર, ભેંસાણ, હાલ દાદર, નિવાસી લલિતભાઈ વણઝારા (ઉં. વ. ૭૩) તે સ્વ. વૃન્દાવનદાસ તથા સ્વ. જયાબેન વણઝારાના પુત્ર. ઉષાબેનના પતિ. સ્વ. સત્યેન, અમર, કરણના પિતા. રૂપા અમર વણઝારાના સસરા, તે મહેન્દ્ર વણઝારા, રમાબેન પ્રભુદાસ કોટક, જ્યોત્સનાબેન વણઝારા, વીણાબેન વીપીન બાટવીયા, પન્ના રાજન અંગરીશના ભાઈ, તે સ્વ. જયંતીલાલ તથા સ્વ. જયાબેન સાંગાણીના જમાઈ તા. ૨૦.૦૩.૨૦૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
મોઢ વણિક જ્ઞાતિ
ભરૂચ નિવાસી, હાલ કાંદિવલી સ્વ. વિનોદભાઈ અનખીવાલા (ઉં. વ. ૬૮) તે વીણાબેનના પતિ ૨૦-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૩-૩-૨૩ને ગુરુવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, નરવણે સાંસ્કૃતિક હોલની સામે, એમ. જી રોડ, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી લોહાણા
મૂળ વતન ભાવનગર હાલ દહાણુ ગં. સ્વ. નીલાબેન રોહીતકુમાર તન્ના (ઉં. વ. ૭૬) તે કેતન, દેવાંગ અને ક્રિષ્ણા ભાવેશ મશરાણીના માતા. છાયાનાં સાસુ. સૃષ્ટિ, ઋષિનાં દાદી. પિયરપક્ષે સ્વ. સવિતાબેન ડાહ્યાલાલ માધવાણીનાં દિકરી તા. ૨૦-૩-૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંધ
રાખેલ છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -