કપોળ
ગામ મહુવાવાળા સ્વ. ઈન્દુભાઈ નરોતમદાસ શેઠના ધર્મપત્ની તરુણીકાબેન (ઉં. વ. ૮૮) તા. ૧૮-૩-૨૩ને શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તથા લૌકિક ક્રિયા રાખેલ નથી.
ભાવનાગરી મોચી
ગામ પરવડી હાલ બોરીવલી પોપટભાઈ હરખાભાઈ સરવૈયા (ઉં. વ. ૮૨) તા. ૧૭-૩-૨૩, શુક્રવારના રામચરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. અશોકભાઈ, અરવિંદભાઈ, સ્વ. કૈલાશબેન, હંસાબેનના પિતાશ્રી. ભાવનાબેન, ઉર્મિલાબેન વલ્લભભાઈ વનરા, મંગળદાસ વનરાના સસરા. અંકિતા, ખુશબુ, દયા, અમિત, કિરણ, રામના દાદા. સ્થળ: વિઠ્ઠલ મંદિર, રાય ડોંગરી, કાંટા રોડ નં. ૫, બોરીવલી (ઈસ્ટ).
કપોળ – નાગર વણિક
વડોદરાવાળા હાલ ગોરેગાંવ, સ્વ. પુષ્પાબેન કંચનલાલ પરીખના પુત્ર સ્વ. વિજયભાઈના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૭૬) રવિવાર, તા. ૧૯-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે કેયુર તથા વિભાના માતુશ્રી. કાનન તથા કલ્પેશ રમેશભાઈ કૌશિકના સાસુ. પિયર પક્ષે પાંચતલાવડાવાળા સ્વ. કાંતાબેન જયંતિલાલ કણકિયાના પુત્રી. તે ભરતભાઈ, કિશોરભાઈ-દર્શના તથા પ્રતિમાબેન અજીતભાઈ ભટ્ટના ભાભી. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૧-૩-૨૩ના ૫ થી ૭. અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લા (વેસ્ટ). સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગઢશીશા હાલે ડોમ્બીવલી ઠા. સુરેશ માધવજી મોટનપૌત્રાના ધર્મપત્ની અ.સૌ. જ્યોતિબેન (ઉં. વ. ૬૬) તે સ્વ. મૈનાબેન કાનજી કોઠારીની પુત્રી. જીજ્ઞા રવિ મોદી, ભક્તિ પ્રકાશ સોમૈયા, વંદના અર્જુન રાજપુતના માતા. સ્વ. મધુબેન અને ગં. સ્વ. જ્યોતિબેન શંભુભાઈની દેરાણી. સ્વ. ગોદાવરીબેન, સ્વ. મૈયાબેન, સ્વ. દમયંતિબેન, ગં. સ્વ. હેમલતા મહેન્દ્ર સોમૈયા, સ્વ. જયશ્રીબેનના ભાભી. મધુ હેમાળી, બીના માણેક, ગં. સ્વ. રીટા રૂપારેલના બહેન રવિવાર, તા. ૧૯-૩-૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૧-૩-૨૩ના ૫.૩૦થી ૭ ઠે. શ્રી કચ્છી લોહાણા મહાનજવાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
વડનગરા નાગર
ડૉ. ગજેન્દ્રભાઈ શાંતિલાલ હાથી જેઓ ડૉ. હર્ષાબેન (હસુબેન) હાથીના પતિ. ચિ. મૌલિક-મનનના પિતાશ્રી. સૌ. મનીષા-પ્રાપ્તિના સસરા. ચિ. આધ્યાના દાદાશ્રી. સ્વ. સુરેન્દ્રભાઈ હાથીના નાનાભાઈ. ગં. સ્વ. અખીલેશ્ર્વરીબેનના દેર. સૌ. અમીષા વસાવડાના કાકા તા. ૧૯-૩-૨૩ના મુંબઈ ખાતે હાટકેશશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૩-૨૩ ગુરુવારના ૪ થી ૬, રોટરી કલબ હોલ, એલ. એમ. પટેલ આઈ હૉસ્પિટલ બિલ્ડિંગ, ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની બાજુમાં, મલાડ (વેસ્ટ).
કપોળ
મોટા લીલીયાવાળા હાલ કાંદીવલી સ્વ. ભાનુમતી અને સ્વ. ચીમનલાલ વૃજલાલ મહેતાના પુત્રી કુમારી દર્શના (ઉં. વ. ૫૩) રવિવાર, તા. ૧૯-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હર્ષાબેન બુસા, નીતિન, મુકેશ, બીનાબેન પારેખના બહેન. અ. સૌ. દક્ષા, અ.સૌ. મૃદુલાના નણંદ. તથા કુણાલ, ઉમંગ, ચિંતન, દેવાંગના ફઈ. ચૈતન્ય, દૃષ્ટી અને મનસ્વીના માસી. ડેડાણવાળા સ્વ. વિનોદરાય જયંતિલાલ વોરાની ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
લુણકીવાલા હાલ મુંબઈ નિવાસી પ્રવિણ શેઠ (ઉં. વ. ૬૩) તે સ્વ. ચંપાગૌરી અમરચંદ શેઠના પુત્ર. ભાવનાના પતિ. ચિરાગ, કૃણાલના પિતાશ્રી. ખુશ્બુના સસરા. હર્ષદ, મુકેશ, ભાનુબેન કિરીટકુમાર, ગીતા હર્ષદકુમાર, બીના શૈલેશકુમારના ભાઈ. કુસુમ તથા આશાના દિયર. મુક્તાબેન કિસનલાલ વસાણીના જમાઈ તા. ૧૮-૩-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક પ્રથા બંધ છે.
હાલાઈ ભાટીયા
સ્વ. ડાહીબેન માધવજી કલ્યાણજી આસર (પતંગીયા) જામનગરવાલાના પુત્ર મનસુખલાલ (ઉં. વ. ૯૭) રવિવાર, તા. ૧૯-૩-૨૩ના મુંબઈ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. સ્વ. પાર્વતીબેન રણછોડદાસ સંપટ (બેલગામ) વાલાના જમાઈ. સ્વ. ચીમનલાલ, સ્વ. નરોત્તમભાઈ, સ્વ. મોંઘીબેન નેગાંધી, સ્વ. શાંતાબેન પાલેજા, સ્વ. સૌ. સરલાબેન ઉદેશીના ભાઈ. ચિ. અનીલ, પંકજ, સૌ. પૂનમ હરી હંચાટે, સૌ. રૂપા કેતન અદાનીનાં પિતાશ્રી. હિમેશ અદાનીના નાના. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી વીસા લાડ વણિક
ગં. સ્વ. કોકિલા દલાલ, (ઉં. વ. ૯૦), તે સ્વ. શ્રી પ્રવીણ રેશમ દલાલના ધર્મપત્ની, દિવ્યેશ, કેતન, દીપ્તિ, અને બૈજુના માતુશ્રી, મીતા દિવ્યેશ દલાલ, ટીના કેતન દલાલ, તેમજ રૂપીન ચોક્સીના સાસુ. સોમવાર તા. ૨૦-૩- ૨૩ને રોજ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
ગં.સ્વ. ભાનુમતી રણજીત આશર (પોનાનીવાળા) (ઉં. વ. ૮૪) તે સ્વ. હેમરાજ આશુભાઈ આશરના પુત્રવધૂ. તે સ્વ. જમનાદાસ ઉદેશી (વિઠ્ઠલનગરવાળા)ના પુત્રી. તે સ્વ. ધીરેશ (ધીરુભાઈ) માધવદાસ આશર, ભાનુમતી (લલીતાબેન) ભૂપેન્દ્ર ભાટિયા, ઉષાબેન નટવરલાલ ઉદેશી. પૂર્ણિમાબેન ચંદનભાઈ જેસરાણીના ભાભી. તે સ્વ. ગોવિંદભાઈ અને સ્વ. વિનોદભાઈના બેન. તે ગં. સ્વ. મીનાબેનના જેઠાણી તા. ૧૯-૩-૨૩ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ભૂંભલી નિવાસી હાલ નાલાસોપારા, સ્વ. પુષ્પાબેન હરકિશનદાસ મહેતાના પુત્ર કૌશિક, (ઉં. વ. ૬૫) તે કામીનીબેનના પતિ. જગદીશભાઈ, જયદીપભાઈ, નીતાબેન બીપીનભાઈ મહેતાના ભાઈ. રોહન, ધરીનના પિતાશ્રી. તે સ્વ. નિર્મલાબેન વૃજલાલ મહેતાના જમાઈ. તે પ્રવીણભાઈ, શશિકાન્તભાઈ, મહેન્દ્રભાઈ તથા જયંતીલાલ પ્રાણજીવનદાસ મોદીના ભાણેજ તા. ૧૬-૩-૨૩ના શ્રીજીચરણ પમ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.