હિન્દુ મરણ
પાટણ વિશા પોરવાલ
પાટણ ચોધરીની શેરી ફોફલીયા વાડો હાલ બ્રીચ કેન્ડી મુંબઈના સ્વ. ભરતભાઈ ચીમનલાલ જવેરી (સાયબા)ના ધર્મપત્ની ગીતાબેન (ઉં.વ. ૭૮) તે વસંતબેન મોહનલાલ શાહના પુત્રી. રાજીવ તથા તૃષાના માતુશ્રી. નિલેશભાઈ, જીજ્ઞાના સાસુમા. દિનેશભાઈ, સંગીતાબેન, રોહિતભાઈ, પ્રવિણાબેનના ભાભી. ચાર્મી, ધ્રુવ, રાશી, શૈલીના દાદીમા ગુરુવાર, તા. ૧૬-૩-૨૩ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા સ્વ. મગનલાલ ભાયચંદ પારેખ તથા સ્વ. કંચનગૌરીના પુત્ર સ્વ. અનંતરાયની પત્ની નલિનીબેન (ઉં.વ. ૮૩) તા. ૧-૩-૨૩ના અમેરિકા મધ્યે અવસાન પામેલ છે. તે હીના, નીના, રાજેશ, અમિતના માતુશ્રી. પ્રતિમા, વીણા, પ્રશાંતના સાસુ. પિયર પક્ષે સાવરકુંડલાવાળા સ્વ. ગુલાબબેન તથા સ્વ. લક્ષ્મીદાસ ચત્રભુજ મોદી (બચુભાઈ સોપારીવાળા)ની દિકરી. મોસાળ પક્ષે ચિતળવાળા સ્વ. જગમોહનદાસની ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ ભાટિયા
અજીતસિંહ (જેરાજાણી) (ઉં.વ. ૮૩) તે સૌ. સ્વ. કુમુદબેનના પતિ. સ્વ. માધવદાસ ચત્રભુજ કાપડીયાના પુત્ર. સ્વ. આણંદજી માવજી વેદના જમાઈ. અ. સૌ. બીના આશર, અ. સૌ. પ્રીતી જયેશ આનદાની, અ. સૌ. નીપા મયુર પોરેચાના પિતાશ્રી. શશીકાંત અને સ્વ. ભાનુબેન મોહનલાલ આશરના ભાઈ. અ. સૌ. પૂજા શેન કુટીનો, જય, યશ, મીતી, ટ્રીશા, રોહનના નાના તા. ૧૫-૩-૨૩, બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વહેવાર બંધ છે.
વડનગર નાગર
અંધેરી નિવાસી સ્વ. સુરેન્દ્રભાઈ વોરાના ધર્મપત્ની શ્રીમતી ધૈર્યબાળા (ઉં.વ. ૮૨) તે આનંદભાઈ, અપૂર્વભાઈ, ઓજસભાઈના માતુશ્રી. રીટાબેન, નેહાબેન, તેજલબેનના સાસુ. અંશુલ, અર્પણ, વિનીત, મિહિરના દાદી શનિવાર, તા. ૧૧-૩-૨૩ના સ્વર્ગવાસ પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯-૩-૨૩ના ૫ થી ૬. સ્થળ: સિંધિયા સોસાયટી, એ-૨ હોલ, નટરાજ સ્ટુડિયો / બીમા નગર પાસે, અંધેરી ઈસ્ટ.
કપોળ
જાફરાબાદવાળા (હાલ થાણા) ડો. મહેશભાઈ વેલજીભાઈ પારેખના ધર્મપત્ની અ. સૌ. સરોજબેન (ઉં.વ. ૮૧) તે લીખાળાવાળા સ્વ. પ્રમીલાબેન ધીરજલાલ ગાંધીના પુત્રી. જાફરાબાદવાળા ગં. સ્વ. ભાનુબેન હરકિશનદાસ દોશીના ભાભી. દિનેશભાઈ, દક્ષાબેન, મીનાક્ષીબેન, રશ્મિબેન, રેખાબેનના બહેન. રીટાબેનના નણંદ મંગળવાર, તા. ૧૪-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
મોડાસા એકડા દશા ખડાયતા
ઓઢા નિવાસી હાલ બોરીવલી, સ્વ. હીરાબેન તથા પૂજાલાલ મગનલાલ શાહના સુપુત્ર શ્રી મનહરલાલ (ઉં.વ. ૮૦) તા. ૧૪-૩-૨૩ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ વિજયાબેનના પતિ. જયંતીલાલના ભાઈ તથા ભાવિકભાઈ, રાજેશ્રીબેન, કામિનીબેનના પિતા તથા નિશાબેન, કેતનકુમાર, વિપુલકુમારના સસરા. વૈભવી-નિપુણ, પ્રથમ, રાધી, અભી તથા જયના દાદા. તેમની પ્રાર્થના સભા તા. ૧૭-૩-૨૩ શુક્રવારના ૪ થી ૬ સર્વોદય હોલ, વર્ધમાન સ્થાનક વાશી જૈન સંઘ, એલ ટી રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ. પિયર પક્ષ: સ્વ. પૂનમચંદના જીવાલાલ શાહ પ્રાર્થનાસભા એજ સ્થળે રાખેલ છે.
અનાવિલ બ્રાહ્મણ
ગામ મરોલી (નવસારી) હાલે બોરીવલી ભરતભાઈ સુમંતભાઈ મહેતા (ઉં.વ. ૫૫) તે ૧૩/૩/૨૩ના રોજ દેવલોક પામેલ છે. તે નલિન તથા વિનોદના ભત્રીજા. ધર્મેશ તથા જાગૃતિ દુષ્યંત દેસાઈના ભાઈ. ઉજ્જવલા ધર્મેશ મહેતાના જેઠ. પ્રિયંકા દુષ્યંત દેસાઈના મામા. કનિષ્કા તથા ધ્રુવિનના કાકા. તેમનું બેસણું ૧૯/૩/૨૩ રવિવારે ૩ થી ૫. સ્થળ: દત્તધામ સોસાયટી કમ્પાઉન્ડ, દેવીદાસ રોડ, બ્રહ્માકુમારી ગાર્ડનની સામે, એકવેરિયા ક્લબની સામે, બોરીવલી વેસ્ટ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
પાટણવાળા હાલ ગોરેગાવ સુરેશભાઈ મણિયાર (ઉં.વ. ૬૭) તા. ૧૪/૩/૨૩ મંગળવારે શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. કમળાબેન કાનજી મણિયારના પુત્ર. નીલમબેનના પતિ. ભક્તિ, જાગૃતિના પિતા. મહેશભાઈ, સ્વ. કલુબેન, સ્વ. પુષ્પાબેન, મીનાબેન, પ્રફુલાબેન તથા આશાબેનના ભાઈ. સ્વ. નટવરલાલ તથા સ્વ. હર્ષદ વૃજલાલ નિર્મળના ભાણેજ. ડુંગરવાળા ઓધવજી ખીમજી મચ્છરના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૧૭/૩/૨૩ના ૫ થી ૬. સ્થળ: આર્ય સમાજ હોલ, પ્લોટ નં. ૨૨૮, ગોરેગાવ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ગોભવા મોઢ વણિક
નંદરબાર નિવાસી હાલ કાંદિવલી અ. સૌ. તારાબેન મંગળદાસ મહેતા (ઉં.વ. ૮૨) તે ૧૪/૩/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે જયેશ, દીપેશ, હિનાના માતુશ્રી. હેમા, નીતા, આશિષ ચોક્સીના સાસુ. વિરલ, ઉન્નતિ, મોના તથા તન્વી ચોક્સીના બા. બોટાદનિવાસી સ્વ. જમનાદાસ છોટાલાલ વડોદરિયાના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા પોરવાડ વૈષ્ણવ
પાટણ નિવાસી હાલ યોગીનગર બોરીવલી (વે.) સ્વ. શ્રી કિરીટકુમાર મટુલાલ પરીખ (ઉં.વ. ૮૨) તે સ્વ. ઉમાબેનના પતિ. નૌશીરકુમાર, ડોક્ટર કાજલ અને સેજલના પિતાશ્રી. સ્વેનીબેન સમીરભાઈ સમીષભાઈના સસરા. સ્વ. દત્તાબેન, સ્વ. હરીશભાઈ, સ્વ. રાજુભાઈ, સ્વ. રીટાબેન દીપકભાઈ અને ગં.સ્વ. ઈલાબેનના ભાઈ. તે સ્વ. મંગળદાસ ડોક્ટરના જમાઈ. સ્વયમ, પુરવ, માહી, હના અને હર્ષલના દાદા તા. ૧૩/૩/૨૩ના શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૮/૩/૨૩, ૫ થી ૭, સ્થળ: સ્વામી નારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (વેસ્ટ).
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્વ. પ્રાણકુંવરબેન તાપીદાસ હરીલાલ સંઘવીના સુપુત્ર સ્વ. વિનોદરાયના ધર્મપત્ની કોકીલા (ઉં.વ. ૮૩) મંગળવાર, તા. ૧૪-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ અજીતભાઈ, નરેનભાઈ, શકુંતલાબેન, કિશોરભાઈ તથા નયનાબેનના ભાભી. નીહાર અને હિરેનના માતુશ્રી અને જયશ્રી, ભુમિકાના સાસુ. સરેરાવાળા સ્વ. નાથાલાલ દુર્લભદાસ દોશીના સુપુત્રી અને સ્વ. વિનોદરાય, સ્વ. જગમોહનદાસ, સ્વ. વામનભાઈ, સ્વ. જશીબેન, સ્વ. કંચનબેન તથા સ્વ. કિશનભાઈના બહેન. તેમની પ્રાર્થનાસભા લોહાણા બાલાશ્રમ હોલ, કાંદિવલી-વેસ્ટ ખાતે તા. ૧૯-૩-૨૩ રવિવારે સાંજે ૫ થી ૭.
દિવેચા બ્રહ્મક્ષત્રિય
ભૂઞ (કચ્છ) હાલ મુંબઈ ચંદ્રકાન્તભાઈ મગનલાલ ખખ્ખર (ઉં.વ. ૮૨), તે સ્વ. મીનાક્ષીબેનના પતિ તા. ૧૫-૩-૨૦૨૩ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રણવ (રાજુભાઈ), સ્વ. ભગુભાઈ, શીતલભાઈ, ગીનીબેન, સાવરીનાબેનના પિતાશ્રી. પૂજાબેન, ગં.સ્વ. અનુરાધાબેન, સીમાબેન, હિતેશકુમાર, કૃષ્ણકાંતકુમારના સસરા. નેહા, પૂરવ, કવિશ, ક્રીશ, નેન્સીના દાદા. રોહનીશ, કરણ, માનવ, ત્રિશાના નાના. સ્વ. લીલાવતીબેન રજનીકાંત પરીખના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૧૭-૩-૨૩ના શુક્રવારે, સમય ૫ થી ૭, માધવબાગ એસી હોલ, સી.પી. ટેન્ક રોડ, મુંબઈ-૪૦૦૦૦૪ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
મણીબાઇ વેલજી કાનજી કતીરા (ઠક્કર) ગામ દુધઇ હાલ મુલુંડના પુત્રવધૂ જયાબેન કતીરા (રસીક) (ઉં. વ. ૮૬) તે હાંસબાઇ દેવચંદ દામજી પૂજારાની પુત્રી. ગુરુવાર તા. ૧૬-૩-૨૩ના પરમધામ પામ્યા છે. તે રણછોડદાસ કતીરાના પત્ની. તે મહેશ, જગદીશ, ધર્મેન્દ્ર, શૈલેષ, રંજન રસિકલાલ, નલીની ચંદ્રેશ વોરા, કંચન રૂપમ ભાટીયાના માતુશ્રી. ભાવના, ભારતી, જીજ્ઞાના સાસુ. પુનિત, દેવાંશ, બંસી, મીનલ મેહુલ જોબનપુત્રાના દાદીમા. રીટા, દર્શના, પૂજા, રૂપલના નાનીમા. પ્રાર્થનાસભા સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ, શુક્રવાર તા. ૧૭-૩-૨૩ના સાંજે ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
ચીખલી મોઢ વણિક
સ્વ. નવનીતલાલ તથા સ્વ. તારાબેન શેઠના સુપુત્ર ભાસ્કર શેઠ (ઉં.વ.૬૨) તા. ૧૪ માર્ચ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે અંજલીના પતિ. ધ્રુવેશના પિતા. આફ્રિકાના સ્વ. નવનીતલાલ તથા અરૂણાબેનના જમાઇ. હિમાંશુ શાહના બનેવી. સ્વ. પ્રતિમા અનીલ જરીવાલા, દીપા વિનય શાહ, બંકિમ શેઠ, ક્રિષ્ણા રાજેન દમણીયાના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૧૮ શનિવાર ૫-૭. ઠે. ૧લે માળે, વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે વેસ્ટ.
ખંભાતી વિશા લાડ વણિક
હરિયંત કાંતિલાલ વખારીયા (ઉં.વ. ૮૭) તે ઉષાબેનના પતિ. સુચિતા, સંજયના પિતા. સંદિપ, પૂર્વીના સસરા. રોહન, મિહિકા, અક્ષયના દાદાજી. તા. ૧૫-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.