હિન્દુ મરણ
શ્રીમતી મીરા પ્રતાપ દેસાઈ ૧૪ માર્ચ ૨૦૨૩ના સ્વર્ગસ્થ પામ્યા છે. બેસણું ૧૬ માર્ચ ૨૩ ના સાંજે ૫:૩૦ થી ૭. સરનામું ૩૯, રુંગટા પાર્ક, ટાગોર રોડ, સાંતાક્રુઝ પશ્ર્ચિમ.
વડનગરા નાગર
ગં. સ્વ. અંજનાબેન માંકડ તે સ્વ. દુષ્યંતભાઈ (ભગતભાઈ) માંકડના ધર્મપત્ની. સંદીપ, મેઘાના માતુશ્રી તા. ૧૩-૩-૨૩ના સોમવારે હાટકેશ શરણ થયેલ છે. નિવાસસ્થાન: એ/૧૦૧, કુસુમ ભારતી, દત્તપાડા રોડ, બોરીવલી (ઈસ્ટ).
કપોળ
જલગાંવવાળા સ્વ. તુલસીદાસભાઈ પરમાનંદદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. મધુબાલાબેન મહેતા (ઉં. વ ૮૩) તા. ૭-૩-૨૩ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે ઉકઈ સોનગઢવાળા સ્વ. કંચનબેન બાબુલાલ મહેતાના પુત્રી. સ્વ. હસુમતીબેન, અશ્ર્વિનભાઈ, સ્વ. જયશ્રીબેન, સ્વ. મીનાબેન, લતાબેન, જ્યોત્સનાબેન, સ્વ. રસુબેનના બેન. રાજેશ, સ્વ. યોગેશ તથા શૈલેષના માતોશ્રી. જયશ્રી, જાગૃતિ તથા પલ્લવીના સાસુ. અ. સૌ. સુજલ, ભાવિન, અ. સૌ. કોમલ, રોનક, કિંજલ, રાજીવ તથા તેજસના દાદી.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. સુશીલાબેન કાકુ (ઉં. વ. ૭૨) તે સ્વ. કાંતિલાલ શામજી કાકુના ધર્મપત્ની. તે ઉલ્કા શ્રીકાંત કોઠારીના માતુશ્રી. તે હરીલાલ મીઠાભાઈ પડીયાના દીકરી. સ્વ. કાંતિભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, રમેશભાઈ તથા દિનેશભાઈ – સ્વ. રમાબેન ચંપકલાલ આસરા તથા મીનાબેન અરવિંદકુમાર જગડના બેન. સાક્ષી તથા દેવના નાની. મંગળવાર, તા. ૧૪-૩-૨૩ને શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.
ધોરાજી હાલ સાંતાક્રુઝ સ્વ. હરજીવનદાસ હંંસરાજભાઈ પડિયાના સુપુત્ર નરોત્તમદાસ પડિયા (ઉં. વ. ૮૩) તે દેવેન્દ્રના પિતા. કુંજલના સસરા. નૈતિકના દાદા. સ્વ. ભગવાનજીભાઈ કેશવજીભાઈ દુબળના જમાઈ તથા સ્વ. રામજીભાઈ ઓધવજીભાઈ ગરાચના ભાણેજ સોમવાર, તા. ૧૩-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા રાખેલ નથી.
હાલાઈ લોહાણા
દ્વારકા હાલ મુંબઈ સ્વ. રંજનબેન વસનજી કાલીદાસ ગોકાણીના સુપુત્ર ભાવેશભાઈ (ઉં. વ. ૫૪) બુધવાર, તા. ૧૫-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સુનીતાબેનના પતિ. તે સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈ, શૈલેષભાઈ, વિજયભાઈ, પારૂલબેન અજીતકુમાર તન્ના, મીનાક્ષીબેન પરેશકુમાર કોટક તથા રશ્મિબેન ધર્મેન્દ્રકુમાર દેવાણીના ભાઈ. તે લાંબાવાળા પ્રેમજી ગોકળદાસ કાનાણીના ભાણેજ. તે ગં. સ્વ. વત્સલાબેન રણજિતભાઈ વસંતલાલ ઠક્કર (સુરતવાળા)ના જમાઈ. તે ધર્મેશભાઈ, ભાવેશભાઈના બનેવી. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
સમસ્ત દરજી સમાજ બાબરીયાવાડ
ગામ નાની કઠેચીવાળા હાલ મલાડ સ્વ. લાખાભાઈ માવજીભાઈ વાઘેલાના પત્ની ગં. સ્વ. કમળાબેન (ઉં. વ. ૮૯) તા. ૧૩-૩-૨૩ના સોમવારના અક્ષરનિવાસી થયા છે. તે ધર્મેશભાઈ, કંચનબેન, સ્વ. કોકિલાબેનના માતુશ્રી. તે શિલ્પાબેન, હરજીવનભાઈ તથા રતિલાલભાઈના સાસુ. તે નેહા, દીશા, અક્ષય, વત્સલ, કિયાના દાદી. તે સ્વ. રામજીભાઈ દામજીભાઈ, સ્વ. બચુભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. જેન્તીભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. કલાબેન, સ્વ. વિમળાબેન તથા મંગળાબેન, ધનવંતીબેન અને ચેતનાબહેનના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૬-૩-૨૩ને ગુરુવારના ૩ થી ૫. પ્રાર્થનાસભા – પારેખ હોલ, જીતેન્દ્ર ક્રોસ રોડ, મલાડ પૂર્વ. લૌકિક પ્રથા બંધ છે.
કંઠી ભાટીયા
સાયર હાલ તિલકનગર ધીરેન નરેન્દ્ર વેદ (ઉં. વ. ૪૮) તે સ્વ. રાધાબેન તથા સ્વ. રતનશી ચાંપશીના પૌત્ર. સ્વ. નરેન્દ્ર વેદ તથા ગં. સ્વ. ભારતીબેનના પુત્ર. તે નિકીતાના પતિ. વિવા તથા ફેનિલના પિતા. સ્વ. રતનબેન તથા સ્વ. ધીરજલાલ ટીકડીયાના જમાઈ. જામનગર નિવાસી જીવણદાસ હીરજી ધોરમ તથા જયવંતીબેનના દોહિત્ર તા. ૧૪-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વહેવાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. શાંતાબાઈ દેવજી વિસનજી જોબનપુત્રા ગામ હરૂડી હાજાપરવાળાના પુત્ર પ્રકાશભાઈના ધર્મપત્ની અ. સૌ. જ્યોતિ (ઉં. વ. ૬૮) તા. ૧૩-૩-૨૩, સોમવારના રામશરણ પામ્યા છે. ગં. સ્વ. સાવિત્રીબેન ધરમશીભાઈ માંડલવિઝારના સુપુત્રી. નરેન્દ્રભાઈના બહેન. ચંપાબહેન, ચંપાબેનના નણંદ. નીરૂબેન ભગવાનદાસ, ગં. સ્વ. ભાવનાબેન પ્રફુલ્લ, ભાવનાબેન દિનેશ, કુસુમબેન શશીકાંત, ચારુલતા કિશોરભાઈના ભાભી. ચિ. વિરલ, હેતલ જીગ્નેશભાઈ રાઈકુંડલિયાના માતુશ્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૩-૨૩, ગુરુવાર ૫.૩૦ થી ૭. લૌકિક વહેવાર બંધ છે. સભા સ્થળ: ગોપુરમ હોલ, ભગીરથી બેંકવિટ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલની પાસે, ડૉ. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ).
ગિરિનારાયણ બ્રાહ્મણ
સ્વ. તુષાર ગુણવંતરાય જોશી (ઉં.વ. ૫૮) મુળ ઉના, સુરત ખાતે તા. ૧૪-૩-૨૩ના કૈલાસવાસ પામેલ છે. તે હસુમતિબેન અને સ્વ. ગુણવંતરાય જોશીના પુત્ર. આશા, નીતા, સ્વ. હેમાક્ષીના ભાઈ. વર્ષાના પતિ. જીગરના પિતા. સ્વ. ગૌરીબેન અને અમૃતલાલ પંડયાના જમાઈ. કિશોરભાઈ, શર્મિલાબેનના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૭-૩-૨૩ના ૪ થી ૬ સુરત મુકામે રાખેલ છે.
સોરઠિયા પ્રજાપતિ કુંભાર
સંજયભાઈ રમેશભાઈ માવદીયા (ઉં. વ. ૪૭) ૧૩-૩-૨૩ના દેવ થઈ ગયા છે. રમેશભાઈ નારાયણભાઈ માવદીયા અને ગં. સ્વ. નિર્મળાબેનના સુપુત્ર એ સ્વ. શ્રીમતી દેવીબેન અને સ્વ. નારાયણદાસ ખીમજીભાઇ માવાદીયાના પૌત્ર. ધર્મપત્ની કિરણ સંજય માવદીયા. દીકરી વેધાન્ય અને નિશી જમાઈ લક્ષ્મીકાંત ગોપાલભાઈ જેઠવા. પ્રાર્થનાસભા શુક્રવાર ૧૭ /૩/૨૩ના બપોરે ૨ થી ૪ કલાકે. પ્રાર્થનાસભા સ્થળ: લુહાણા મહાજન વાડી, શંકર મંદિર પાસે એસ. વી. રોડ, કાંદીવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
અરવિંદભાઈ વલ્લભદાસ ગોકાણી (ઉં. વ. ૭૫) તે નયનાબેનના પતિ. જય અને અમીના પિતાશ્રી. નેહા અને હિમાંશુના સસરા. ધીરુભાઈ, હંસાબેન અને શોભનાબેનના ભાઈ. પુષ્પાબેન અને મુકુંદભાઈ ધુપેલીયાના જમાઈ. અંશ અને કવિરના દાદાજી તા. ૧૪-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
દિવેચા બ્રહ્મક્ષત્રિય
સમીરભાઈ ચત્રભુજ ખખ્ખર (ઉં. વ. ૭૧) તે સ્વ.ભગવતીબેન તથા સ્વ.ચત્રભુજ ખખ્ખરના સુપુત્ર. તે કિરણબેનના પતિ. તે સ્વ. દિપક, સ્વ. અનુપ તથા ગણેશના ભાઈ. તે ચારુબેન, સોનલબેનના જેઠ. તે ઉષ્મા, કૃણાલ, ઈસાની, તથા પ્રૃથાના કાકા. બુધવાર તા. ૧૫/૩/૨૩ના વૈકુંઠવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
મોઢ ચાતુર્વેદી ચુથા સમવાય બ્રાહ્મણ
ધરવાળાવાળા હાલ દહિસર અનંતભાઈ ત્રિવેદી (ઉં. વ. ૭૬) તે ૧૩/૩/૨૩ના અવસાન પામેલ છે. તે કુસુમબેનના પતિ. ભાવેશ, પિયુષ તથા ધર્મિષ્ટા નિલેષકુમાર, માયા શૈલેષકુમારના પિતાશ્રી. અશ્ર્વિનભાઈ, સ્વ. જશીબેન બળવંતરાય, સરોજબેન ઘનશ્યામરાય , રંજનબેન ગુણવંતરાય , પુષ્પાબેન કિશોરભાઈના ભાઈ. સ્વ. ઈચ્છાબેન તથા સ્વ. જયંતીલાલ જટાશંકર ત્રિવેદીના પુત્ર. પ્રવીણભાઈ કાંતિલાલ, ચંદ્રકાન્ત, બાબુલાલ, રજનીકાંત (રાહુલ) બળવંતરાય, કમલેશભાઈ નવનીતરાયના પિતરાય ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૬/૩/૨૩ના ૪ થી ૬. સમાજ કલ્યાણ હોલ, જરીમરી ગાર્ડનની બાજુમાં, સી. એસ. રોડ, દહિસર (ઈસ્ટ).
કચ્છી રાજગોર
તુલસી બચુભાઈ જોશી (મોતા) (ઉં. વ. ૭૦) તે ગામ મસ્કા હાલે કાંદિવલી સ્વ. શાંતાબેનના પુત્ર. સ્વ. રવિભાઈ, સ્વ. ચંદુભાઈના મોટાભાઈ, ગં. સ્વ. પ્રભાબેન તથા ચંપાબેનના જેઠ. અખિલ, મેહુલ, વિશાલ તથા સોનલ ચિંતન પડિયાના કાકા, મિતાલી, પૂજા, પ્રિયંકાના કાકાસસરા. સિયા, વાહી તથા વિહાનના દાદા. તા.૧૨/૩/૨૩ ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૬/૩/૨૩ના ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. જય સોનલ આપર્ટમેન્ટ, સરોજિની નાયડુ રોડ, ભુરાભાઇ હોલની પાછળ, કાંદિવલી (વેસ્ટ).
પરજીયા સોની
લાઠીવાળા હાલ કાંદિવલી સ્વ. મનુભાઈ માધવજી ભગત (સુરૂ)ના ધર્મપત્ની ગં. સ્વ ચંપાબેન (ઉં. વ. ૯૨) તે ૧૨/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે જયંતીભાઈ કાનજી સોની તથા પ્રવીણભાઈ માધવજી સોનીના ભાભી, જીવાભાઈ શાર્દુલભાઈ જગડાના પુત્રી, અશોકના માતુશ્રી, કુણાલના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોઢ માંડલિયા વણિક
ચોરવાડ નિવાસી હાલ નાલાસોપરા અ. સૌ. સરોજબેન (ઉં. વ. ૭૪) તા. ૧૪/૩/૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રવિણચંદ્ર અમીદાસ દામાણીના પત્ની, શ્રીકાંત, અભય તથા પ્રમેશના માતુશ્રી. મનિષાના સાસુ. સેજલ તથા મયંકના દાદી. સ્વ. ભાનુમતી શશીકાંત, ગં. સ્વ હંસા વિનોદચંદ્ર, ગં. સ્વ સૂર્યાબાળા પ્રવિણચંદ્રના ભાભી. ગં. સ્વ. હંસાબેન ભરતકુમાર, અ. સૌ. પૂર્ણિમા કિર્તીકુમાર, સ્વ. મહેશ ભાઇલાલ, સ્વ. ધીમંત ભાઇલાલના બહેન. પ્રાર્થનાસભા ૧૬/૩/૨૩ ના સાંજે ૪ થી ૬ ગણેશ મંદિરની ઉપર, સ્ટેશનની સામે, નાલાસોપારા ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ
મૂળ ગામ સનખડા નિવાસી હાલ દહિસર સ્વ. ગીરજાશંકર દુર્ગાશંકર દીક્ષિત (ઉં. વ. ૮૪) તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. સ્વ. યોગેશભાઈ, સ્વ. જયેશભાઇ અને હર્ષદભાઈના પિતા. સ્વ. રમણીકલાલ, સ્વ. પ્રવીણભાઈ, ગં.સ્વ. મધુબેનના મોટાભાઈ, આદિત્ય, યશ અને જયના દાદા તા. ૧૨/૩/૨૩ના અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૬/૩/૨૩ના નિવાસસ્થાને છે. રૂમ નં. ૭, ભીખુ ભરવાડ ચાલ, એસ. અને. દુબે રોડ, કરવીર નગરની સામે દહિસર (ઈસ્ટ).
કપોળ
મુળ ગામ ઉમેજ (જાફરાબાદ) હાલે ન્યુ પનવેલ સ્વ.જમનાદાસ પુરુષોત્તમદાસ મેહતાના સુપુત્ર બિપીનભાઇના ધર્મપત્ની અ. સૌ. મધુબાળાબેન (ઉં.વ.૬૯) તે જાફરાબાદવાળા સ્વ.જગમોહનદાસ દેવીદાસ સંઘવીની સુપુત્રી. તે અનિલભાઈ તથા ગં.સ્વ.ભારતીબેન સુબોધચંદ્ર પારેખના બેન. તે ભાવેશ તથા અ.સૌ. ભાવિની ચિરાગ ભુતાના માતોશ્રી, મુકેશ, સુધીર, યજ્ઞેશ તથા અ. સૌ. સ્મિતા દિલીપ ભુવાના ભાભી રવિવાર તા.૧૨/૩/૨૩ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છ વાગડ લોહાણા
મૂળ ગામ વોન્ધ હાલ સાયન મુંબઇના સ્વ. જયાબેન રતનશી ટોકરશી જોબનપુત્રાના સુપુત્ર રમેશભાઇ (ઉં.વ. ૮૧) તે સ્વ. જયશ્રીબેનના પતિ. સ્વ. કાનજીભાઈ માવજી પુજારા (પનવેલ)ના જમાઈ. તે વિપુલભાઈ, જયેશભાઈના પિતાશ્રી. તે દક્ષાબેન મુકેશભાઈ દાવડા તથા પરેશના મોટાભાઇ, તે જ્યોત્સનાબેન તથા ભાવિકાબેનના સસરા, મંગળવાર,તા. ૧૪-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા.૧૬-૩-૨૩ના નોર્થ ઇન્ડિયન એસોસિયેશન, પંજાબ એસોસિયેશનની બાજુમાં સાયન ખાતે સાંજે ૪ .૩૦ થી ૬ લૌકિક વ્યવહાર બંધ છે.
સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
વઢવાણ નિવાસી હાલ મુલુંડ, ગં.સ્વ. ઈન્દીરાબેન રજનીકાંત શુકલ (ઉં.વ. ૮૬), તે સ્વ. રજનીકાંત દુર્ગાશંકર શુક્લના ધર્મપત્ની, પ્રગ્ના, ઉર્વશી, શીતલના માતુશ્રી, તથા પ્રગ્નેશ ભટ્ટ તેમજ ભાવેશ વ્યાસના સાસુ. તે સ્વ. ગોવિંદભાઈ ઠાકરની દીકરી. તા. ૧૨-૩-૨૩ના કૈલાસવાસી થયેલ છે. તેમની સાદડી તા. ૧૬-૩- ૨૩ના ૫ થી ૭. ગોપુરમ બાલાજી હોલ, ગ્યાન સરિતા સ્કૂલની બાજુમાં, ડો. આર. પી. રોડ, મુલુંડ- વેસ્ટ.
કપોળ
અમરેલીવાળા શશીકાંત અમૃતલાલ શેઠના ધર્મપત્ની અ. સૌ. રમાબેન (ઉં. વ. ૭૭) હાલ કાંદિવલી મુકામે મંગળવાર, તા. ૧૪-૩-૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. તે અ. સૌ. માધવી દિનેશ કુમાર ગાંધી તેમ જ વિજયના માતુશ્રી. અ. સૌ. પૂર્વીના સાસુ. સ્વ. મંગાળાબેન નાથાલાલ વોરા, સ્વ. જયાબેન બચુભાઈ મોદી, સ્વ. લક્ષ્મીદાસભાઇ, સ્વ. મુરલીધરભાઈના નાનાભાઈના ધર્મપત્ની, તેમ જ સ્વ. તારાબેન તથા ગં. સ્વ. ચંદ્રિકાબેનના દેરાણી, દેલવાડાવાળા સ્વ. મોહનલાલ માવજી ગોરડિયાના દીકરી. તે દેલવાડાવાળા સ્વ. જીવરાજ કબાભાઈ પારેખના ભાણેજ. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૭- ૩-૨૩ના હાલાઇ લોહાણા મહાજન વાડી, ૨ માળે, એસ. વી. રોડ, કાંદિવલી ( વેસ્ટ ). ૫ થી ૭ લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
લાલજીભાઈ માવાણી (ઉં. વ. ૮૫) ગામ દ્વારકા હાલ એરંડોલ નિવાસી, તે દમયંતીબેનના પતિ. તે લતીશ, નિતીન, યોગેશના પિતાશ્રી. તે સ્વ. મણીબેન હરિદાસ માવાણીના સુપુત્ર, તે સ્વ. રમેશભાઈના, સ્વ. લીલાબેન, કલાવતીબેન, શાંતાબેન, લક્ષ્મીબેન તથા ગ. સ્વ. ઉર્મિલાબેનના ભાઈ. તે સ્વ. શામજી આણંદજી રાયઠઠ્ઠાના જમાઈ. તે સ્વ.
નીતાબેન , સૌ. નિશાબેન, સૌ. ભક્તિબેનના સસરા, મંગળવાર, તા.૧૪/૩/૨૩ ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરવાર, તા.૧૬/૩/૨૩ ના ૪ થી ૫. મધુકર નગર, એરંડોલ, જી. જલગાંવમાં રાખેલ છે.