હિન્દુ મરણ
ધ્રાંગધ્રા નિવાસી હાલ – બોરીવલી સ્વ. ત્રિભોવનદાસ ગીરજાશંકર સોમપુરાનાં પુત્ર હર્ષદભાઈ સોમપુરા (ઉં.વ. ૭૧) તા. ૧૧/૩/૨૩ શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રતિમાબેનનાં પતિ. કૃપા અને વિરલનાં પિતાશ્રી. ગાયત્રી અને આશિષનાં સસરા. મુક્તિનાં દાદા. સ્વ. સુરેશભાઈ અને યોગેશભાઈનાં નાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાનુશાલી
ગંગા સ્વરૂપ જશોદાબેન (મૈયાબાઈ) હીરજી દામજી ભદ્રા (ઉં. વ. ૮૪) કચ્છ ગામ સાંધાણ તા. ૧૪-૩-૨૩ને મંગળવારના મુંબઈ મધ્યે ઓધવરામ શરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સુપુત્રો મધુસુદન, હર્ષદ તથા પરેશ. દીયર તેજપાલ ભાઈ, સ્વ. ચંદ્રકિશોર, શંકરભાઈ, સ્વ. પ્રતાપભાઈ, ચત્રભુજભાઈ તથા જમાઈઓ કાંતિલાલ વેલજી, સ્વ. શંકરલાલ વેલજી, માવજી હિરજી, પ્રકાશ જેઠાલાલ તથા માવીત્ર પક્ષે પ્રતાપભાઈ પ્રધાન કટારીયા, દયારામભાઈ, બાબુભાઈ તથા જયંતીલાલ માવજી કટારીયા શિરવા તા. ૧૫-૩-૨૩ બુધવારના કાલિદાસ મેરેજ હૉલ, મુલુંડ વેસ્ટ ૫ થી ૭. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ગામ ગલોડીયા નિવાસી ગં. સ્વ. ભાનુમતીબેન જોશી (ઉં. વ. ૮૫) તે સ્વ. મોહનલાલ મગનલાલ જોશીના ધર્મપત્ની. તે સ્વ. વિષ્ણુપ્રસાદ, સ્વ. નારાયણદાસ તથા હસમુખભાઈના ભાભી. તે સ્વ. મધુબેન, સ્વ. પ્રવિણાબેન અને લક્ષ્મીબેનના જેઠાણી. તે સ્વ. ભુરીબેન ભગવાનદાસ મહેતાના દીકરી (ઉમેદગઢ). તે સ્વ. ચંદુલાલ, સ્વ. અમૃતલાલ, શારદાબેન, જયાબેનના બેન તા. ૧૦-૩-૨૩ના એકલિંગજી શરણ પામ્યા છે. બેસણું બંને પક્ષનું સાથે રાખેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૩-૨૩ના ગુરુવારે સાંજે ૬ થી ૮. રડવાની પ્રથા બંધ છે. સ્થળ: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કાર ધામ, બી/૩૦૨, ડાયમોડા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ બિલ્ડિંગ, એસ. વી. રોડ, દહીંસર ઈસ્ટ.
કચ્છી બ્રહ્મ ક્ષત્રિય
મૂળ ગામ કચ્છ ડુમરા હાલે માંડવી સ્વ. લાધીબેન પોપટલાલ છાંટબારના પુત્ર પ્રવિણ ઉર્ફે (નંદલાલ) (ઉં. વ. ૬૦) તે પ્રજ્ઞાબેનના પતિ. તે સુરેશ, શૈલેષ, હિતેન તેમજ જયાબેન કિશોરકુમાર કાટબામણાંના ભાઈ. તે ભવ્ય તેમ જ તન્વીના પિતાશ્રી તા. ૧૨-૩-૨૩ને રવિવારના રામશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૫-૩-૨૩ને બુધવારના ૪ થી ૫ નીચેના સરનામે રાખેલ છે. પાંજીવાડી, કાંજુરમાર્ગ, કાંજુર વિલેજ રોડ, સ્ટેશન પાસે, કાંજુરમાર્ગ ઈસ્ટ.
કચ્છી લોહાણા
ગં. સ્વ. લક્ષ્મીબેન જેઠાલાલ નરશી દનાણી કચ્છ ગામ સાયરા હાલ કોઠારા હાલે લાલબાગવાળાના પુત્ર સ્વ. મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૪) તા. ૧૩-૩-૨૩ સોમવારના શ્રી રામશરણ પામેલ છે. તે આશાબેનના પતિ. તે સ્વ. જાનકીબેન પ્રેમચંદ સુગંધી ગામ કરાચી હાલે માહિમવાળાના મોટા જમાઈ. તે પીયૂષ તથા અ.સૌ. મમતા પ્રતીકકુમાર ઠક્કરના પિતાશ્રી. તે સ્વ. હંસરાજભાઈ, સ્વ. મંગલદાસ, સ્વ. શાંતિલાલ, સ્વ. લીલાવંતીબેન કરમશી તથા પ્રતાપભાઈના ભાઈ. તે અ.સૌ. જ્યોત્સનાબેનના જેઠ. તેમની બંને પક્ષની પ્રાર્થના સભા તા. ૧૫-૩-૨૩ બુધવારના સાંજના ૫ થી ૭. પવાણી હોલ, શ્રી કચ્છી લોહાણ મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ વેસ્ટ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
લુહાર સુથાર
ગામ રાજકોટ હાલ બોરીવલી સ્વ. આનંદભાઈ ડાયાભાઇ સોલંકી (ઉં.વ. ૭૩) ૧૨/૩/૨૩ના રામશરણ પામેલ છે. ઇન્દીરાબેનના પતિ. દિનેશભાઇ, નરેશભાઈ, સોનલબેન, કવિતાબેનના પિતા. દેવમ, દેવાંશ, રિષીકા, પલકના દાદા. કુશ, હિતેન, કાવ્યાનના નાના. પ્રદીપ, અશ્ર્વિન, જાગૃતિબેન, ગીતાબેનના સસરા. તેમની પ્રાર્થનાસભા ૧૬/૩/૨૩ ગુરુવારે ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિર પાસે, બોરીવલી (પૂર્વ).
પરજીયા સોની
સરસિયાવાળા હાલ મુંબઈ ગં.સ્વ. ધનકુંવરબેન સલ્લા (ઉં.વ. ૭૭), સ્વ. રમણીકભાઈ રામજીભાઈ સલ્લાના ધર્મપત્ની તથા રથિનના માતુશ્રી. સ્વ. ગોરધનભાઈ, સ્વ. ભાસ્કરભાઈ, અરવિંદભાઈ, જયંતિભાઈ, કંચનબેન રતિલાલ, રંજનબેન રમેશકુમારના મોટાભાભી તથા સ્વ. અરજણભાઈ ભીમજીભાઈ, બગસરાવાળાના દિકરી તા. ૧૦/૩/૨૩ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬/૩/૨૩ના ગુરુવારે ૧૦:૩૦ થી ૧૨, સોનીવાડી, શિમ્પોલી રોડ, બોરીવલી પશ્ર્ચિમ.
પરજીયા સોની
દુબઇ નિવાસી હાલ મુંબઇ ગં. સ્વ. મંજુલાબેન સાગર (ઉં.વ. ૭૦) તા. ૧૨/૩/૨૩ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે બાબુભાઇ શામજીભાઇ સાગરના ધર્મપત્ની. સ્વ. લીલાધર લક્ષ્મણ, સ્વ. રાધાબેન લીલાધરના દીકરી. ધીરજલાલ, સ્વ. કાંતિલાલ, મનસુખલાલ તથા દક્ષાબેનના મોટાબેન. વર્ષાબેન, કિરણબેન, પ્રિતીબેન, રીટાબેન, કાજલબેન, નીતાબેન, પ્રશાંતભાઈ, રશ્મિબેનના માતુશ્રી. ભરત નટવરલાલ, જયેશ જીતુભાઇ, પરેશ લાલજીભાઈ, સ્વ. કનૈયાલાલ ધીરજલાલ, સવીકુમાર નાયર, જયકીશન દયાલ, પિયુષ પ્રકાશભાઈના સાસુમા. ટેલિફોનિક પ્રાર્થનાસભા તા. ૧૬-૩-૨૩ ગુરુવારના ૪ થી ૬.
કપડવંજ મોઢ બ્રાહ્મણ
અ.સૌ. દક્ષાબેન ત્રિવેદી (ઉં.વ. ૬૫) નિખીલભાઈ ત્રિવેદીના ધર્મપત્ની. ગં.સ્વ. વિનોદાબેન રાજેન્દ્રભાઇ ત્રિવેદીના પુત્રવધૂ. ચિ. જયના માતુશ્રી. અ.સૌ. હિતેશ્રીના સાસુ. જીગ્નેશભાઈ, પારૂલબેનના બેન તા. ૧૨/૩/૨૩ના દેવલોક પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવારે ૧૬/૩/૨૩ ના ૫.૦૦ થી ૭.૦૦. સ્થળ: લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (વેસ્ટ).