હિન્દુ મરણ
વીશા સોરઠિયા વણિક
પ્રસ્નાવાડાવાળા (નાલાસોપારા) ગં. સ્વ. ગુણવંતીબેન (ગોદાવરી) (ઉં.વ . ૭૮) તે સ્વ. શાહ જેઠાલાલ હરીદાસ શાહના ધર્મપત્ની. તે રાજેશ, પ્રદિપના માતુશ્રી. નિહારીકા, ભાવનાના સાસુ. કિસ, કાવ્યના દાદી. ઓસાવાળા સ્વ. હીરાચંદ મોરારજી ઝવેરીના પુત્રી તા. ૧૦-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંધ છે. ઠે. શ્રી પ્રસ્થા, શ્રીપાલ ટાવર, એ-વિંગ ૧૦૨-૧૦૩, પહેલી ગલી, નાલાસોપારા (પશ્ર્ચિમ).
કચ્છી ભાટિયા
જયોતિબેન અજીતસિંહ મર્ચન્ટ (ઉં. વ. ૮૫) તે સ્વ. જીવાબાઇ ખીમજી લાલજી ગોધુના પુત્રવધુ. બિમલભાઇ, દર્શનાબેન, લતાના માતુશ્રી. હિનાબેન મર્ચંટના સાસુ. તે રિદ્ધિ, સાહિલ જુહીના દાદી. સ્વ. ચંપાબેન ખટાઉ ભકતાના પુત્રી. તા. ૧૧-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૩-૨૩ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. સોફિયા કોલેજ ઓડિટોરિયમ, પેડર રોડ, મુંબઇ-૨૬ ખાતે રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
જસદણ નિવાસી હાલ દહિસર સ્વ. શારદાબેન તથા સ્વ.રતિલાલ મોતીલાલ સોલંકીના પુત્ર મનહર (મનુભાઈ) (ઉં. વ. ૬૯) તે ૧૦/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. પ્રિતેશ-નેહા તથા ગૌરવના પિતા. બળવંતભાઈ તથા પદમાં રાજેશ પાટડીયા ના ભાઈ. લાલજી ભુદરભાઈ ચૌહાણના જમાઈ. પ્રાર્થનાસભા ૧૩/૩/૨૩ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્કાર ધામ બી ૩૦૨, ડાયમોરા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ દહિસર પેટ્રોલ પમ્પ પાસે દહિસર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ હેમાળ હાલ ભાયંદર વિઠ્ઠલભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉં. વ. ૮૫) તે ૧૦/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. હેમકુંવરબેનના પતિ. રમેશ, શૈલેષ, સ્વ. કમલેશ, મધુબેન સ્વ. ધીરજલાલ ગોહિલ, અંજુબેન મનસુખલાલ ડોડીયા, તારાબેન મહેશભાઈ કવાના પિતા. સ્વ. નયના તથા ભાવનાના સસરા. સ્વ. બચુભાઈ, સ્વ. વીરજીભાઈ, અનિલભાઈ, અતુલ ના મોટાભાઈ, ધીરુ, મહેશ, જીતુના કાકા. બાબુભાઇ પ્રેમજીભાઈ, સ્વ. પ્રાગજીભાઈ મકવાણાના બનેવી. તેમની પ્રાર્થનાસભા ૧૩/૩/૨૩ ના સાંજે ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩ અંબા માતા મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.
પરજીયા સોની
ઓથાવાડા હાલ મલાડ અનિલ રતિલાલ સોની (સાગર) (ઉં. વ. ૫૮) તે ૧૧/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે બીનાબેનના પતિ. વીરેન તથા જસમાં વિવેક મહેતાના પિતા. ઈલા તથા ધર્મેશના મોટાભાઈ, વિઠ્ઠલદાસ નારણદાસ ધાનક શેડુંભારના જમાઈ. આર્યનના નાના. તેમની પ્રાર્થનાસભા ૧૩/૩/૨૩ ના ૪ થી ૬ કલાકે સોની વાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ કણેરી હાલ નાલાસોપારા ગં.સ્વ.ભારતીબેન (ઉં. વ. ૬૭) તે સ્વ. ભગવાનજી જીવરાજભાઈ સૂબાના ધર્મપત્ની વીરેન્દ્રભાઈ, વિમલભાઈ, મનીશભાઈ, જતીનભાઈના માતુશ્રી. તથા ગીતાબેન જમનાદાસ સુબાના દેરાણી. તે પિયરપક્ષે સ્વ. હીરાબેન તથા સ્વ.વિઠ્ઠલદાસ દામોદરદાસ રાયચુરાના પુત્રી, વિનોદભાઇ રાયચુરા તથા પ્રકાશભાઈ રાયચુરા ના બેન. તા. ૧૧-૦૩-૨૩ના શ્રીજીશરણ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૧૩/૦૩/૨૩ ના સમય ૪ થી ૫ તેમના નિવાસથાન : ઈ ૦૦૩, સાંઈ કૃપા એપાર્ટમેન્ટ, કિશોર નગર, હરિધામ ની સામે નગરપાલિકા રોડ નિલેગાવ નાલાસોપારા(વેસ્ટ).
ઘોઘારી લોહાણા
મૂળગામ કોટડી નિવાસી હાલ મુંબઈ ગં.સ્વ રંજનબેન તથા સ્વ. મગનલાલ જીવણદાસ સોમૈયાના પુત્ર સુરેશભાઈ સોમૈયા (ઉં. વ. ૬૪) તે તા.૧૧/૩/૨૩ના જૂનાગઢ મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. સ્વ. સમીરના પિતાશ્રી. રસીલાબેન જયંતીભાઈ કટારીયાના જમાઈ. સ્વ. નયનાબેન, બીનાબેન રમેશકુમાર જોબનપુત્રા, જ્યોતિબેન વિનોદકુમાર ખાખરીયા, જયશ્રીબેન રમેશકુમાર દાવડા તથા સંજયના મોટાભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: કાનબાઈની ચાલ, રૂમ નં ૩૧ બીજે માળે, કાંદાવાડી સી. પી. ટેન્ક મુંબઈ.૦૪
હાલાઈ લોહાણા
મૂળ ગામ પટેલકા હાલ બોરીવલી અરવિંદભાઈ રામજીભાઈ વલ્લભદાસ તન્ના (ઉં. વ. ૭૫) તે હેમલતાબેન ના પતિ. તે પૂજિત, જય, તથા શ્યામ ના પિતાશ્રી. તે વૃંદા, તન્વી તથા પવિત્રાના સસરા. તે રજનીભાઇ, સ્વ. ઈન્દુબેન દયાળજી કોટેચા, ગં.સ્વ. હંસાબેન અરવિંદભાઈ સોનેચા ગ.સ્વ. ભારતીબેન ભાસ્કરભાઈ દાવડા તથા જગદીશના ભાઈ. તે સ્વ. મણીબેન જમનાદસ હાથી મૂળગામ જામરાવલ હાલ નાથદ્વારાવાળાના જમાઈ. તે તા ૧૧-૩-૨૩ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષ ની પ્રાર્થનાસભા તા.૧૩-૩-૨૦૨૩ ના સોમવારે સવારે ૧૦ થી ૧૧.૩૦ શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી પહેલે માળે, શંકરના મંદિરની બાજુમાં એસ.વી.રોડ કાંદિવલી વેસ્ટ.
લુહાર સુતાર
બાબાપુર વાંકિયા, હાલ દહિસર રહેવાસી રતિભાઈ કેશવભાઈ કારેલીયા, (ઉં. વ. ૭૩) શુક્રવાર, તા. ૧૦-૩-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કેશવભાઈ કરશનભાઈ કારેલીયાના પુત્ર, તે જશુમતિબેનના પતિ. તેઓ અનિલભાઈ, રીનાબેન, રિદ્ધીબેન, જાગૃતિબેનના પિતા. તેઓ તૃપ્તિબેન, અનિલકુમાર, અજયકુમાર, સંદિપકુમારના સસરા. તેઓ બાલુભાઈ, પ્રવિણભાઈ, ચંદુભાઈ, રમેશભાઈ, મંજુલાબેન જીવનભાઈ વાઘેલા, પ્રભબેન અમૃતલાલ મકવાણા, લાભુબેન મધુભાઈ ચૌહાણના ભાઈ. તે ધજડીવાળા જાદવજીભાઈ આંબાભાઈ ચિત્રોડાના જમાઈ, પ્રાર્થનાસભા તા. ૧૩-૩-૨૦૨૩ને સોમવારના ૫ થી ૭, સ્થળ- લુહાર સુતાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
હાલાઈ લોહાણા
મૂળ વતન જામ રાવલ હાલ કાંદિવલી નિવાસી હરજીવનદાસ ગોરધનદાસ જટણીયા, (ઉં. વ. ૮૯) તે સ્વ. કલાવતીબેનના પતિ. તથા સ્વ. હરિભાઈ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. યશવંતભાઈ, સ્વ. હર્ષદભાઈ, રમેશભાઈ, સ્વ. કમળાબેન મથુરાદાસ ગાંધી, ગં.સ્વ. ઈંદિરાબેન હરિદાસ પોપટના ભાઈ. તે સ્વ. ભરત, સંજય-પલ્લવી, જયશ્રી રમેશકુમાર કક્કડ, વનિતા જયંતકુમાર પલણ, જ્યોતિ રાજેશકુમાર ઠક્કરના પિતાશ્રી. સ્વ. પીતાંબરદાસ હરિદાસ ગોકાણી (દ્વારકાવાળા)ના જમાઈ. તે રિષી, સમીર, ખુશ્બુ, દિવ્યા, ઉર્વી, મીનલ, મેહુલ, કરણના દાદા તથા નાના, તા. ૧૧-૩-૨૩ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૩-૨૩ને સોમવારના સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ વાગે કાંદિવલી હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ.વી. રોડ, કાંદિવલી-વેસ્ટ. લોકિક પ્રથા બંધ રાખેલ છે.
શ્રી દશા સોઠીયા વણિક
મૂળ ગામ ઈશ્વરીયા, હાલ કાંદિવલી, અ. સૌ. તારાબેન, (ઉં. વ. ૭૫) તા. ૧૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે રમણીકલાલ મલકાણના પત્ની, તે પ્રગ્નેશ, ઉર્વશી, જશ્મીનાના માતુશ્રી, તે પારૂલ મલકાણ, મનીષ ડુંગરાણી તથા હિતેષ બાબરીયાના સાસુ. તે છબીલભાઈ, કિરીટભાઈ, ગિરીશભાઈના ભાભી. તે સ્વ. છબીલભાઈ, સ્વ. ચંદુભાઈ, દિલીપભાઈ, સ્વ. ઈંદિરાબેન તથા સરોજબેનના બહેન, લોકિક પ્રથા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
ખસ નિવાસી હાલ મલાડ ગં. સ્વ. ચંદનબેન મંગળદાસ શાહના પુત્ર ગીરીશ (ઉં. વ. ૬૨) તા. ૧૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. સૌરભ અને બિંદલના પિતા. મૈત્રી અને દર્શનના સસરા. ધીરજલાલ મહેતાના જમાઇ. હિંમતલાલ પારેખના ભાણેજ. સ્તવ્યના નાના. અરીકાના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ગોદાવરીબેન તુલસીદાસ મોનજી પલણ કચ્છ ગામ જણોદર (કોટળા) હાલ ડોમ્બિવલીના સુપુત્ર હેમંતભાઇ (હિંમતભાઇ) (ઉં.વ.૭૨) તે રેખાબેનના પતિ. સ્વ. અર્જુનભાઇ નારાયણજી ઠક્કર (અનમ)ના જમાઇ. તે ભાવેશ, પલ્લવી જયમલ શેઠીયાના પિતા. તે હરેશ, ભાનુબેન ચેલારામ, સ્વ. કોકીલાબેન જેષ્ઠારામ, કમળાબેન મહેન્દ્રભાઇ , મધુબેન મહેશકુમાર કતિરાના ભાઇ. નંદીના સસરાજી. રીયા અને વશીંના નાનાજી. તા. ૧૧-૩-૨૩ના શનિવારે રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગોપુરમ ભગીરથી હોલ, જ્ઞાન સરિતાની બાજુમાં, ડો. આર.પી. રોડ, મુલુંડ (વેસ્ટ), સાંજે ૫થી ૭. તા. ૧૩-૩-૨૩ના સોમવારે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી દશા મોઢ માંડલિયા
સ્વ. ધનવંતરાય પ્રાણલાલ મહેતા (ઉં. વ. ૭૭) શનિવાર તા. ૧૧-૩-૨૩ના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રાણલાલ માધવલાલ મહેતાના સુપુત્ર. તે સ્વ. લીલાવંતીબેન, સ્વ. ઇન્દિરાબેન, નયનાબેન તેમ જ સુરેન્દ્રભાઇના ભાઇ. તે ચી. જીગર, સૌ. રીના, સૌ. ભાવિકાના પિતા. તે આશીષ, નીખીલ, સૌ. જીજ્ઞાના સસરા. તે જયંતીલાલ દયારામ સીંગ્જીયાણીના જમાઇ. સાદડી પ્રથા બંધ છે.