Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
રસિકલાલ લીલાધર ભાયાણી (ઉં. વ. ૮૦) મૂળ ગામ જામ કલ્યાણપુર હાલ બોરીવલી, તે રમાબેનના પતિ. રીટા દિનકર બેટાઈ, અલ્કેશ અને વિજયના પિતા. ગો. વા. વાલીબેન નારણદાસ, ગો.વા. દિવાળીબેન જમનાદાસ રાજા, ગો.વા. મોહનલાલ, અ.સૌ. શાંતાબેન નાગરદાસ મજીઠીયાનાં ભાઈ. સ્વ. મોહનલાલ કાનજી દત્તા (પોરબંદર વાળા)ના જમાઈ. દક્ષા અને પાયલના સસરા સોમવાર તા. ૭ નવેમ્બરના શ્રીજીચરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થના સભા ગુરુવાર તા. ૧૦ નવેમ્બરે સવારે ૧૦ થી ૧૧ હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ ખાતે રાખી છે.
સૌરાષ્ટ્ર બાજખેડાવાળા બ્રાહ્મણ
કંચનબહેન જે. મહેતા (ઉં.વ.૯૫) હાલ બોરીવલી સ્વ. જગજીવન મહેતાનાં પત્ની. હરીશ, નરેશ તથા વસુબહેનનાં માતુશ્રી. મનુભાઈ દવેનાં બહેન અમિત, દિપાલી, પ્રિતેશ, દીપકનાં દાદી તા. ૮-૧૧-૨૨, મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ત્રીવેણીબેન અર્જુનભાઈ નારાણજી અનમ કચ્છ ગામ ગઢશીશા હાલે મુલુન્ડવાળાના પુત્રવધૂ નલિનીબેન (લાલીબેન) (ઉં.વ. ૬૭) મંગળવાર તા. ૮.૧૧.૨૨ના શ્રી કૃષ્ણશરણ પામેલ છે. તે મહેશભાઈના ધર્મપત્ની. તે શીવજીભાઈ બેચરદાસ ઠક્કર આશનશોલવાળાની દિકરી. તે ભરત અને દર્શનના માતુશ્રી. તે દક્ષા મનીષભાઈ સોતાના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૦-૧૧-૨૨ના સાંજે ૫ થી ૭ શ્રી જીવરાજ ભાણજી સભાગૃહ મેહુલ ટોકિઝની બાજુમાં, અશોકનગર નાહુર રોડ, મુલુન્ડ વેસ્ટમાં રાખેલ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર સંદતર
બંધ છે.
ઘોઘારી લોહાણા
ગં.સ્વ. માલા ઠક્કર (જીવરાજાણી) (ઉં. વ. ૬૨) મૂળ દામનગર હાલ કાંદિવલી તા. ૭-૧૧-૨૨ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જયેશ નંદલાલ ઠક્કરના ધર્મપત્ની. તે ગં.સ્વ. નિર્મળા નંદલાલ ઠક્કરના પુત્રવધૂ. તે નિકિતા, જીજ્ઞેશના માતુશ્રી. તે સ્વ. હંસા જયંતિલાલ મોદીના સુપુત્રી. તે યતીન ઈશ્ર્વરલાલ વાઘેલા, વૈશાલી ઠક્કરના સાસુ. તે રાજેશ નંદલાલ ઠક્કરના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૨ ગુરુવાર, હાલાઈ લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વે.) સમય: ૫ થી ૭ મધ્યે
રાખેલ છે.
હાલારી ભાનુશાળી
જામનગર નિવાસી હાલ મુંબઈ વનિતાબેન વિજયભાઈ મોહનલાલ ચાંદ્રાના સુપુત્ર ચેતનકુમાર (ઉં. વ. ૫૨) તે ભાવનાબેનના પતિ. નિધિ તથા ધ્રુવના પિતાશ્રી. ઉર્મિલાબેન તથા હરીશભાઈ નંદાના જમાઈ. ભરતભાઈ, સુનિલભાઈ, જયશ્રીબેન, ભરતભાઈ નંદાના ભાઈ સોમવાર તા. ૭-૧૧-૨૨ના રોજ અવસાન પામ્યા છે. રહેઠાણ: સુબોધગુરુ બિલ્ડીંગ, ટાગોર રોડ, સાંતાક્રુઝ (વે.).
ગુજરાતી વૈષ્ણવ
સરઢવ નિવાસી હાલ અંધેરી સમીર શાહ (ઉં. વ. ૪૭) તે દિનેશ બાબુલાલ શાહ તથા કુંજલતાબેનના સુપુત્ર તથા શ્ર્વસુર પક્ષ કાંતિલાલ કચરાલાલ શાહ તથા ડૉ. રમેશભાઈ શાહ (સસરા) તા. ૬-૧૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૧૧-૨૨ શુક્રવારના રોજ સાંજના ૫ થી ૭ કલાકે રાખેલ છે. વાલીયા હૉલ, બરફીવાલા સ્કૂલ, કોસ્મોપોલીટન એજ્યુકેશન સોસાયટી રોડ, વર્સોવા પોલીસ સ્ટેશનની બાજુમાં, ડી. એન. નગર, અંધેરી વેસ્ટ.
ઈડર ચૌદશી તપોધન બ્રાહ્મણ
ગામ દાવડ (હિંમતનગર) હાલ ગોરેગાંવ સ્વ. સવિતાબેન રાવલ (ઉં.વ.૭૧) તે દશરથલાલ પોપટલાલ રાવલના ધર્મપત્ની તથા દર્પણ, બીના, દર્શનના માતુશ્રી. નીશા, બિના, ઉર્વશીના સાસુ. કશ્યપ, કાવ્ય, આર્યન, કુજના દાદી. સ્વ. ચુનીલાલ શંકરલાલ રાવલના સુપુત્રી. જગજીવનદાસ શંકરલાલ રાવલની ભત્રીજી તે તા. ૭-૧૧-૨૨ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૨, ગુુરુવારના સાંજે ૫થી ૭ નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: જવાહર હોલ, સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, ૨૭, જવાહર નગર, એસ. વી. રોડ, ગોરેગાંવ (વેસ્ટ).
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
તણસા (હાલ ભાવનગર) હસમુખભાઈ જોશી (ઉં.વ. ૭૨) તા. ૭-૧૧-૨૨ના રોજ કૈલાસવાસ થયેલ છે. તે સ્વ. શાંતિલાલ રૂગનાથ જોશી, સ્વ. મંછાબેન જોશીના પુત્ર. મંજુલાબેનના પતિ તથા હાર્દિક, પૂજાના પિતાશ્રી. નરેન્દ્રભાઈ, રજનીભાઈ, પરેશભાઈ તથા પદ્માબેન નવનીતરાય, મધુબેન, હર્ષદરાય, ઉષાબેન નરેશભાઈ, પ્રવીણાબેન જોશીના ભાઈ. વિનોદ, જયેશ, યશ, નિશિતના કાકા. તે ગૌતમરાય ત્રિવેદીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૨ના સાંજે ૪થી ૬ રામવાડી વિભાગ નં-૪, માળીવાળો ખાચો ખાતે રાખેલ છે.
નવગામા વિશાનાગર વણિક
પિલવઇ નિવાસી હાલ કાંદિવલી અશોકભાઈ (ઉં.વ. ૬૮) તે સ્વ. સવિતાબેન તથા સ્વ. બાબુલાલ અમથાલાલ શાહના પુત્ર. રેખાના પતિ. હેતલ, પૂજાના પિતા. હર્ષ ભુવનેશ વૈદ્ય, પાર્થ પ્રશાંત દીવાનના સસરા. સ્વ. વનુભાઈ વલ્લભદાસ કુરાણીના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૧/૧૧/૨૨ના ૫ થી ૭ કલાકે લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, મથુરાદાસ એક્સટેંશન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.
ગુર્જર ક્ષત્રિય કડિયા
ગામ અમરેલી હાલ બોરીવલી દિલીપભાઈ હરિભાઈ જાધવ (ઉં.વ. ૫૯) તે ૭/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે પૂજાના પતિ. ગિરધરભાઈ તથા ગીરીશભાઈના ભાઈ. જાન્વીના પિતા. લલિત મેવાડાના સસરા. મુકુંદભાઈ, ભરતભાઈ, જગદીશભાઈ, કંચનબેનના બનેવી. સાદડી શુક્રવાર, ૧૧/૧૧/૨૨ના ૫ થી ૭ કલાકે શ્યામ સત્સંગ ભવન, એકતા નગર, ઓફ લિંક રોડ, કાંદિવલી વેસ્ટ.
નવગામ વિશા દિશાવાળ
પાનસર (હાલ ભાયંદર) પરમાનંદ ભગવાનદાસ શાહ (ઉં.વ. ૮૭) તે જ્યોતિન તથા મયુરના પિતા. ઉપમા, ફાલ્ગુનીના સસરા. સ્વ. કાંતિભાઈ, નવીનભાઈ, તરૂબેન, કલાબેન, રેખાબેન, વીણાબેનના મોટા ભાઈ અને ફલક, કેવિન, દ્રુતિ, જીયાના દાદા તા. ૮-૧૧-૨૨ના મંગળવારના રોજ નિકુંજવાસી થયાં છે. પ્રાર્થના સભા તા. ૧૦-૧૧-૨૨ને ગુરુવારના રોજ કપોળ વાડી, ગીતા નગર, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ) ખાતે સાંજના ૫ થી ૭ કલાકે. શ્ર્વસુર પક્ષે કોલવડાના સ્વ. શાહ ભોગીલાલ મણિલાલ તરફ્થી બેસણું એ જ સમયે રાખવામાં
આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular