હિન્દુ મરણ
માતુશ્રી ગં.સ્વ. જશુબેન અમૃતલાલ પંચાલ ગામ: જમણપૂર (હાલ-મુંબઈ)-(ઉંમર વર્ષ-૭૭) સ્વ. તારીખ: ૦૮-૦૩-૨૦૨૩ના બુધવારે દેવલોક પામ્યા છે. તે ગીતાબેન, જાગૃતિબેન, રાજેશભાઈના માતુશ્રી. નિલેશકુમાર, પ્રફુલકુમાર, નીતાબેનના સાસુ. તેમની પ્રાર્થનાસભા તારીખ: ૧૦-૦૩-૨૦૨૩ શુક્રવારને ૪થી ૬ પિયર પક્ષ- જેઠાલાલ શંકરલાલ પંચાલ (સુપુત્ર) રાજેશભાઈ જેઠાલાલ પંચાલ (ગામ-માતપુર)-મોટીબેન. સ્થળ: કબીરવાડી મંદિર હોલ, ગ્રાન્ટ રોડ-ઈસ્ટ, પન્નાલાલ ટેરેસની નજીક.
નવગામ વિસાનાગર વણિક
ગામ કુકરવાડા હાલ મુંબઈ – કાંદિવલી નવનીતલાલ ચુનીલાલ ગાંધી (ઉં.વ. ૯૭) તે સ્વ. મણીબેનના પુત્ર. સ્વ. શારદાબેન તથા સ્વ. સીતાબેનના પતિ. બીપીન, શરદ, નયનાબેનના પિતા. સ્વ. બીના, ગીતા, સ્વ. નવીનકુમારના સસરા. સૌરભ, દિવ્યેશ, ભાવિકા, શ્રુતિના દાદા. પ્રેરક, સ્વ. અવનીના નાના તા. ૮-૩-૨૩, બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૩-૨૩, શુક્રવારે ૫ થી ૭. સ્થળ: હાલાઈ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એકસટેન્શન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી પશ્ર્ચિમ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
જયોતિ પ્રતાપ ઠક્કર (ઉં. વ. ૬૭) ગામ કચ્છ (બાળા) હાલ મુલુંડ તા. ૮-૩-૨૩ના બુધવારના રામશરણ પામેલ છે. સ્વ. સરસ્વતી વસનજી બુધાની દીકરી. પ્રતાપ પોપટલાલ ઠક્કરના પત્ની. નમ્રતાબાઇ અને પોપટલાલના પુત્રવધૂ. નીતિન, મેહુલ, સંગીતા, સ્વ. સુનિલના માતા. જાનવીની નાની. ક્રિશની દાદી. અ. સૌ. આશા નીતિન ઠક્કરની સાસુ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૩-૨૩ના શનિવાર સાંજે ૫થી ૭. ઠે. મુક્તેશ્ર્વર મંદિર, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જગજીવનરામ નગર, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ
રાણપુર સોરઠ નિવાસી સ્વ. પ્રભાબેન પીનાકીનભાઇ કાંતિલાલ દવેનાં સુપુત્ર મહેશભાઇ (નાનુભાઇ) (ઉં. વ. ૬૧) તા. ૭-૩-૨૩ને મંગળવારના વડોદરા મુકામે કૈલાસવાસી થયેલ છે. તે નીશાબેનના પતિ. જેશલ, મંથનના પપ્પા. અશ્ર્વીનભાઇ, વિભૂતીભાઇ, પારેશ્ર્વરભાઇ, નીલાબેન ભરતકુમાર શુક્લ તથા જયોતીબેન કૌશીકકુમાર ભટ્ટના ભાઇ. શ્ર્વસુર પક્ષે સ્વ. હંસાબેન પ્રતાપરાય ઇશ્ર્વરલાલ ત્રિવેદી (રાજકોટ)નાં જમાઇ. ભાવેશભાઇ ત્રિવેદીના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૦-૩-૨૩ને શુક્રવારના સાંજે ૪.૩૦થી ૬. ઠે. બ્રાહ્મણ સમાજ વાડી, જોશી લેન, ઘાટકોપર (પૂર્વ).
કચ્છી ભાટીયા
સુરેન્દ્ર (શીવજી) ડુંગરસી મટાણી (ઉં. વ. ૯૩) તે સ્વ. નિર્મળાબેન (મથુરાદાસ પલીચાનાં પુત્રી)ના પતિ. તે પ્રજ્ઞા (મલ્લીકા), જયેશ અને દક્ષયના પિતા. તે જિજ્ઞા, મમતા અને મુકુંદ ગોપાલદાસ ભાટીયાના સસરા. તે ઇશિતા, નીશાંત અને દીશાના દાદા-નાના. તે સ્વ. હરગોવિંદભાઇ, સ્વ. માધવસીભાઇ, પ્રતાપસી, સ્વ. ઝવેરબેન તથા સ્વ. માનકુંવરબેન ડુંગરશી ત્રીકમદાસ આશરના ભાઇ. બુધવાર તા. ૮-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વૈષ્ણવ વણિક
મૂળ વતન સરધારવાળા (હાલ કાંદિવલી) સ્વ. હસમુખરાય ગીરધરલાલ લોટીયાના ધર્મપત્ની ગં. સ્વ. તરલિકાબેન (ઉં. વ. ૮૨) તે હીનાબેન નરેન્દ્રકુમાર, જાગૃતિબેન હિતેષકુમાર, મૌલિકભાઇનાં માતુશ્રી. અ. સૌ. દર્શનાના સાસુ. ચિ. ચિરાગ, હેમાલી, વિભૂતિ અને જયનાં દાદી-નાની. મોસાળ પક્ષે સ્વ. વચ્છરાજ લીલાધર સાંગાણીના દિકરી. મંજુલાબહેન, સ્વ. નાગરભાઇ, સ્વ. નવીનભાઇ, ગં. સ્વ. ચંદ્રિકાબહેન, કીર્તિકુમાર તથા સુરેશભાઇના બહેન. સોમવાર, તા. ૬-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. ટેલિફોનિક બેસણું શુક્રવાર, તા. ૧૦-૩-૨૩ના સાંજે ૫થી૭. ઉત્તરક્રિયા ઘરમેળે રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ કોઠરા હાલે મુલુંડવાળા સ્વ. કરસનદાસ કાનજી રતાડિયાના ધર્મપત્ની ગં. સ્વ. રૂક્ષમણીબેન રતાડિયા (ઉં.વ. ૮૫) બુધવાર તા. ૮-૩-૨૩ના રામશરણ પામેલ છે. તે મુલબાઇ ખેરાજ તન્નાના મોટા દીકરી. તે સુરેશભાઇના માતુશ્રી. તે હર્ષિકાબેનનાં સાસુ. તે પ્રશાંત, બ્રિજેશ અને અ. સૌ. દીપ્તી કેતન કોટરાનીના દાદીમાં. તે અ. સૌ. ઉર્વી પ્રશાંત રતાડિયાના દાદીસાસુમાં. પ્રાર્થનાસભા તા. ૧૦-૩-૨૩ના શુક્રવારે ૫થી ૭. ઠે. સારસ્વતવાડી, ગાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ગામડિયા દરજી
પારડી નિવાસી હાલ અંધેરી ધીરજલાલ પારડીવાલા (ઉં. વ. ૮૬)તે નંદનબેનના પતિ. તે સ્વ. કાશીબેન નરોતમદાસ પારડીવાલાના પુત્ર. તે સંજય પારડીવાલા, બેલા જયેશ માસ્ટર અને વૈશાલી રજનીશ બુલસારાના પિતા. તે ભાવના સંજય પારડીવાલાના સસરા. તે સ્વ. નરસિંહભાઇ, સ્વ. પ્રવીણભાઇ, કિશોરભાઇ અને વિનોદભાઇ, ગં. સ્વ. ભારતીબેન શાંતિલાલ રાજાના ભાઇ. સ્વ. જેકોરબેન શંકરલાલ ત્રિકમદાસ મેરાઇના જમાઇ. તે તા. ૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૩-૨૩ના રવિવારે ૪થી ૬. ઠે. રાજકુમાર કોર્નર સીએચએસ લિમિટેડ ૧૦૫, જે.પી. રોડ, અંધેરી પશ્ર્ચિમ, આઝાદ નગર, મેટ્રો સ્ટેશનની બાજુમાં, લૌકિક રિવાજ બંધ છે.
કચ્છી લોહાણા
મૂળ ગામ મોટી મઉં હાલે મુલુન્ડ ગં. સ્વ. ભારતી વસંત ચંદેના પુત્ર દિલીપ ચંદે (ઉં. વ. ૪૦) તા. ૭-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. જમનાબેન શંભુરામ ચંદેના પૌત્ર. કુસુમ મનોજ ચંદેના ભત્રીજા. ગં. સ્વ. ભગવતી સુરેશ કતીરા, સ્વ. પુષ્પા મહેશ પવાણીના ભાણેજ. હર્ષદા ભાવિન વિક્રમના ભાઇ. મંદા પિક્કી ચંદેના દિયર. તા. ૭-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.
શ્રીમાળી સોની
પરેશ પ્રાણલાલ રાજપરા ઝવેરીના પત્ની બિંદુ (ઉં.વ.૫૩) તા. ૮-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે યશના માતા. તે સ્વ. નિર્મળાબેન તથા સ્વ. પ્રાણલાલ વસરામ રાજપરાના પુત્રવધુ. નિરંજના તથા દિનેશ હરિલાલ ગુંસાણીના દીકરી. હાલ નવી મુંબઇ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
અ. સૌ. આશા હેમંત આશર (ઉં.વ. ૪૯) મુક્કામ ન્યૂજર્સી (અમેરિકા) તા. ૧-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ. જયાબેન દિલીપભાઈ આશર (અમદાવાદ)ના પુત્રવધૂ. સ્વ. ભારતીબેન તથા ગજેન્દ્ર પ્રેમજી ભાટે (સાંગલી)ના પુત્રી. શ્યામ, મૈત્રીના ભાભી. હર્ષા સંજય જસાણી, જયોતિ દિપેશ વેદના બહેન. વિશાલના માતુશ્રી. હર્ષના કાકી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વ્યાસ બ્રાહ્મણ
મૂળ ગામ મતીરાળા હાલ ઘાટકોપર સ્વ. ઈન્દુબેન રમેશભાઈ કલોલાના પુત્ર ભરતભાઈ કલોલા (ઉં.વ. ૬૦) તા. ૭-૩-૨૩ના કૈલાસવાસી થયેલ છે. તે સાધનાબેનના પતિ. પિનાક, રિદ્ધીના પિતા. જલય, ભાવિનીના સસરા. નિવાનના નાનાની પ્રાર્થનાસભા તા. ૧૦-૩-૨૩, શુક્રવારના ૪.૩૦ થી ૬. સ્થળ: બ્રાહ્મણ સમાજ વાડી, રામજીઆસર સ્કૂલની સામે, જોશી લેન, ઘાટકોપર ઈસ્ટ. (બાકીના લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી ભાટિયા
મંજુલાબેન વિજયસિંહ વેદ (ઉં.વ. ૮૫) તે કલકત્તા નિવાસી ભાનુશંકર ત્રિવેદીના પુત્રી. દક્ષેશ, ડોલી, સ્વ. પારૂલ, મોનાના માતા. મુકેશ ઉદેશી, ભાવના, જયેશ સંપટના સાસુ તા. ૯-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. નિવાસસ્થાન: કેશુ સી, ૦૦૪ સેકટર, વસંત નગરી, વસઈ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક જ્ઞાતિ
મુંબઈ નિવાસી સ્વ. પ્રભુદાસ વીરચંદ લોટીયા (ઉં.વ. ૯૫) તા. ૮-૩-૨૩, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. દીનમતીબેનના પતિ. સસરા પક્ષ સ્વ. મગનભાઈ શેઠના જમાઈ. પૂર્ણિમા, મીના, માધવી, ગિરીશના પિતાશ્રી. સ્વ. છબીલદાસ, નવનીતભાઈ, સ્વ. રશ્મિકાંત, સ્વ. વિમળાબેન વ્રજલાલ, શ્રીમતી લીલાવતી વલ્લભદાસના ભાઈ. દેવેન્દ્રકુમાર, નીલકંઠકુમાર, રાજેશકુમાર,, નીતાબેનના સસરા. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૧-૩-૨૩ના ૫ થી ૭. હોટેલ રંગશારદા, રેકલેમેશન, બાંદ્રા વેસ્ટ.
કચ્છી લોહાણા
કચ્છ કોઠારા હાલે ભુજના સ્વ. મૂળજીભાઈ મોરારજી ધીરાવાણીના જયેષ્ઠ પુત્ર રમેશચંદ્ર (ઉં.વ. ૬૭) તા. ૭-૩-૨૩, મંગળવારના રામશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. સ્વ. વેલજી પ્રેમજી ખાંટ લઠેડીવાળાના જમાઈ. ડો. મીરલ, ડો. શીતલ રિદ્ધીશ લાણીયાના પિતાશ્રી. અનાયાના દાદા. ધીર, ધિવાન, ધીઆના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ભુજ મધ્યે તા. ૧૦ માર્ચ, શુક્રવારના બંને પક્ષ તરફથી પ્રાર્થના રાખેલ છે.
મુંબઈ વિશા નાગર વણિક જ્ઞાતિ
ભાયંદર નિવાસી શ્રી. લલિત ઝવેરી (ઉં.વ. ૮૧), તે સ્વ. તારામતી હીરાલાલ ઝવેરીના સુપુત્ર, તા. ૭-૩-૨૩ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભારતી ઝવેરીના પતિ. નિમેશ અને કલ્પેશના પિતા. જયાના સસરા અને વનસીતાના દાદા. સ્વ. ઉર્વશીબેન મનહરભાઈ, અશોકભાઈ સુતરિયા, સ્વ. યોગેશભાઈ ઝવેરી, સ્વ. મીરાબેન મહેન્દ્રભાઈ, રસનાબેન દિલીપભાઈના ભાઈ. (લૌકિક વ્યવહાર બંધ છે.) એડ્રેસ- ડી-૧૫૦૩, પીનાકોલો કો.સો. આર.કે.બી સ્કૂલ લેન, ગૌરવ રેસીડેન્સી ફેસ – ૨ની પાસે, મીરા રોડ-ઈસ્ટ.
મુંબઈ વિસા નાગર વણિક
વિલે પાર્લે નિવાસી, શ્રી ચંદ્રકાન્ત શાહ (ઉં.વ. ૯૨), તે સ્વ. શારદાબેન મનહરલાલ મણીલાલ શાહના સુપુત્ર, તા. ૭-૩-૨૩ના દિવસે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પ્રભાબેનના પતિ. તે જતીનભાઈ, મીનાબેન, શૈલાબેન, સોનલબેનના પિતા. તે નીલાબેન, અરૂણકુમાર, સ્વ. ભવનેશકુમાર, પરેશકુમારના સસરા. તે મધુસુદનભાઈ, કુસુમબેન અનિલકુમાર, સ્વ. મુકુંદભાઈ, અરૂણભાઈ, અનિલભાઈ, ડો. અજીતભાઈ, અભયભાઈ, સ્વ. અતુલભાઈના ભાઈ. તે સ્વ. જેમતીબેન જગમોહનદાસ શ્રોફના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બ્રહ્મપુરી નિવાસી, હાલ ભાયંદર શ્રી ગીરીશભાઇ પ્રભાશંકર જાની (ઉં.વ. ૭૭) તા. ૮/૩/૨૩ને બુધવારે દેવલોક પામ્યા છે. તે આશાબેનના પતિ. અંકુર અને કેયુરના પિતા. તે સુનીતા અને રશીદાના સસરા. તે સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. હેમલતા ગજાનન, સ્વ. જીતેન્દ્ર, હંસા, મીના અને આશા મહેશ ત્રિવેદીના ભાઈ. તે યષ્ટી, વ્રિષ્ટી અને હર્વિષના દાદા. તે બ્રહ્મપુરી નિવાસી સ્વ. નારાયણદાસ કાશીરામ ઠાકરના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી ભાટિયા
જયસિંહ રામૈયા (જગુભાઈ ) (ઉં.વ. ૮૫) તે શાંતિબાઈ લાલજી મથુરાદાસ (નિઝામાબાદવાળા)ના સુપુત્ર. ઉષાના પતિ. કનકસિંહ, વિજયસિંહ, સરલા જયંત ઉકા, ઉર્મિલા નિરંજન ટોપરાણી, મીરાં, તરલા મુકેશ આશરના ભાઈ. તે દિવાળીબાઈ રણછોડદાસ સુતરીયાના જમાઈ. તે સ્નેહલ (શ્યામ), પરિમલ, જેતલ, પરીક્ષિતના પિતા. નાસિક મધ્યે તા. ૮ માર્ચ, ૨૦૨૩ના શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૦ માર્ચ, ૨૦૨૩ના ૫ થી ૬. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, ડીંડોરી રોડ, નાસિક મધ્યે રાખેલ છે.
સુરત દશા લાડ વણિક
સુરત નિવાસી હાલ ગોરેગાવ ગં. સ્વ. ઇન્દીરાબેન (ઉં.વ. ૮૪) તે સ્વ. અરુણકુમાર ઈશ્ર્વરલાલ ગાંધીના ધર્મપત્ની. પંકજ-હિમાની, હિમાંશુ-પાયલના માતુશ્રી. સ્વ. મધુસુદનભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. પ્રેમિલા વિનોદચંદ્ર કાજી તથા સ્વ. હંસાબેન ભોગીલાલ શેઠના ભાભી. સ્વ. લીલાવતી ચીમનલાલ શેઠ બારડોલીના દીકરી. સ્વ. નિર્મળા ચંદ્રકાન્ત કાપડિયા, સ્વ. સાવિત્રી ચંપકલાલ દલાલ, સ્વ. પ્રમોદચંદ્રના બેન. ૮/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૦/૩/૨૩ના ૫ થી ૭ આર્ય સમાજ હોલ, જવાહર નગર. ગોરેગાવ વેસ્ટ.