Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ સાલેજ (હાલ દહિસર)નાં અ.સૌ. વૈશાલીબેન પ્રફુલભાઈ પટેલ (ઉં.વ. ૩૩) તા. ૧-૩-૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. સવિતાબેન તથા સ્વ. સુમનભાઈ ડાહ્યાભાઈ પટેલનાં પુત્રવધૂ. પાર્થ, હિતનાં માતા. હેમલતા ભરતભાઈ પટેલનાં ભાભી. હર્ષ, પ્રેમનાં મામી. પિયર પક્ષે મિનાક્ષીબેન શંકરભાઈ બુધાભાઈ પટેલનાં દીકરી. તેમનું બેસણું તા. ૧૨-૩-૨૩ના રવિવારે ૨થી ૩ અને બારમાની પુષ્પાણીની ક્રિયા તે જ દિવસે સાંજે ૩થી ૫. નિવાસસ્થળ: બી/૬૦૧, મંદાકિની બિલ્ડિંગ, શિવવલ્લભ ક્રોસ રોડ, રાલવપાડા બસ સ્ટોપની સામે, દહિસર (પૂર્વ).
ઘોઘારી મોઢ વણિક
મૂળ સિહોરના હાલ વિલેપાર્લા સ્વ. વામનરાય શામજીભાઈ કોઠારીના પૌત્ર રૂષભ (ઉં. વ. ૩૫) તે સ્મીતા તથા પ્રદીપ કોઠારીના પુત્ર. તે સંગીતાના પતિ. તથા સૌરભના મોટાભાઈ તા. ૬-૩-૨૩ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. જયશ્રીબેન શંભુરામ ગણાત્રાના પુત્રવધૂ અ.સૌ. પ્રિતી ગણાત્રા (ઉં. વ. ૫૫) અશ્ર્વીન શંભુરામ ગણાત્રા ગામ તેરા હાલે મુલુન્ડવાળાના ધર્મપત્ની. યોગેશ તથા સ્વ. પ્રતિકના માતા. તે ગં. સ્વ. સ્વ. પુષ્પાબેન વિઠ્ઠલદાસ તન્નાના સુપુત્રી ગામ-મડઈ. કામિની દિલીપ ગણાત્રાના દેરાણી. નિતીન, લિલાવંતી રાજેન્દ્ર કતીરા-દિવ્યા વિનય ચોથાણીના ભાભી તા. ૬-૩-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૩-૨૩ના ૫-૭ સ્થળ – મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, આર. પી. રોડ, મુલુન્ડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બસિયા બ્રાહ્મણ સમાજ
ટીંટોઈ નિવાસી, હાલ મુલુંડ, સંદીપ ઠાકર (ઉં. વ. ૫૧) જે સ્વ. કોકિલાબેન ગુણવંતભાઈ હરગોવિંદદાસ ઠાકરના પુત્ર. શીતલબેનના પતિ. ઝીલ અને દેવાંશના પિતાશ્રી. તથા હિનાબેન ભદ્રેશભાઈ ભટ્ટના ભાઈ. સ્વ. જમાનાદાસ હરગોવિંદદાસ ઠાકર અને સ્વ. મનહરલાલ હરગોવિંદદાસ ઠાકરના ભત્રીજા. તેમજ શ્ર્વસુર પક્ષે વડાગામ નિવાસી સ્વ. સુરેશચંદ્ર મણિલાલ ગોરના જમાઈ. પ્રાર્થના સભા ગુરુવાર તા. ૯-૩-૨૩ના ૫ થી ૭, ઠે. ધરમશીલ કમ્યુનિટી હોલ, મુલુંડ સિંધી કોલોની લાસ્ટ બસ સ્ટોપ અને યુથ સર્કલની સામે, મુલુંડ કોલોની, મુલુંડ વેસ્ટ. બન્ને પક્ષની પ્રાર્થના સભા સાથે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઉત્તરક્રિયા મુલુંડ.
કચ્છી લોહાણા
ગામ સત્તાપરના સ્વ. હરીકાંત મોરારજી રાજલના ધર્મપત્ની ગં. સ્વ. જયશ્રીબેન રાજલ (ઉં. વ. ૭૨) તે સ્વ. ગંગાબેન વાલજી ત્રીકમજી ગંધા (માંડવી વાળા)ના પુત્રી. તે અલકાબેન, અતુલભાઈ, અમીતાબેનના માતુશ્રી. તે રાજુલબેન, ભાવેશભાઈ અનમ, વીકીભાઈ દૈયાના સાસુ. તે અભીના દાદી. તે મીનલ, ભૂમી અને નીહારના નાની તા. ૬-૩-૨૩ સોમવાર પરમધામ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૩-૨૩ ગુરુવારે સ્થળ – કચ્છી લોહાણા નિવાસ ગૃહ, મઝગાવ, મુંબઈ-૪૦૦૦૧૦. ૫.૩૦ થી ૭.૦૦. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
સ્વ. જયસિંહભાઈ તે સ્વ. વિજયસિંહ અને ગં. સ્વ. રમાબેન ચોટાઈના પુત્ર સોમવાર ૬-૩-૨૩ (ઉં. વ. ૬૭) મુલુંડ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેઓશ્રી નિર્મળાબેનના પતિ. કમલેશ, નિશા મયુર કેનીયા, શીતલ અલ્પેશ રાયચના, પ્રીતી હિતેશ આઈયા તેમજ સપના વિજય વાવીયાના પિતા. ગં. સ્વ. ઉર્મિલાબેન કિરીટભાઈ ટીમ્બડીયા, દક્ષાબેન કાંતિલાલ ટીમ્બડીયા તેમજ સ્વ. મહેશ ચોટાઈના ભાઈ. તે શાંતા મહેશ ચોટાઈના જેઠ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
ડૉ. ધનસુખભાઈ ધરમદાસ મસરાણી
(ઉં. વ. ૮૬) તા. ૬-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બિન્દુબેનના પતિ. સ્વ. લક્ષ્મીદાસ ચોલેરાના જમાઈ. સંદીપ અને વિપુલના પિતાશ્રી. પુનીતાબેનના સસરા. તથા માનસી, ઓમ, ઈવા, દેવના દાદાજી. તેમની અંતિમયાત્રા તા. ૯-૩-૨૩ના તેમના નિવાસ સ્થાનેથી ૩:૩૦ ક. વરલી સ્મશાને જશે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નડિયાદ દશા ખડાયતા
મુંબઈ નિવાસી અનીલકુમાર જયંતીલાલ શાહ (ઉં.વ. ૭૬) તે જ્યોત્સ્નાબેનના પતિ. કુણાલ, મોના, બેલાના પિતા. વિરાલી, હિતેશકુમાર તથા સચિનકુમારના સસરા ૫/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૯/૩/૨૩ના રોજ નડિયાદ મુકામે રાખેલ છે.
વિશા લાડ વણિક
હાલ કાંદિવલી સ્વ. ભદ્રબાળાબેન તથા સ્વ. કૃષ્ણલાલ કહાનદાસ દલાલના પુત્ર કિરીટભાઈ (ઉં.વ. ૬૨) તે ૭/૩/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે મનીષાના પતિ. હર્ષા અજય ગાંધી, માયા તુષાર શાહના ભાઈ. તેજસ, ફોરમ, આનંદ, હર્ષના મામા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ મુંબઈ મનસુખલાલ હરિલાલ વનમાળીદાસ મહેતા (ઉં.વ. ૭૮) તે સ્વ. ઉર્મિલાબેનના પતિ. મનીષા, ધવલ-મેઘના તથા રાજુલ-કાનનના પિતાશ્રી. સ્વ. નવનીતભાઈ, ડો. રમેશચંદ્ર, ગં. સ્વ. કંચનબેન નગીનદાસ, સ્વ. વીણાબેન મનમોહનદાસ તથા ઇન્દુમતી વસંતરાયના ભાઈ. સ્વ. જીવરાજ રાઘવજી વોરાના જમાઈ. સ્વ. રજનીકાંત છોટાલાલ ગોરડીયા તથા સ્વ. નરેન્દ્ર જગમોહનદાસ વોરાના વેવાઈ તા. ૭/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૯/૩/૨૩ ગુરુવાર ૫ થી ૭ બાળાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ રોડ, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
ડેડરવા હાલ બોરીવલી શાંતિલાલ મણીલાલ ભીમજીયાણી (ઉં.વ. ૭૯) તે હિરાબેનના પતિ. તે રૂપલકુમાર વસાણી, સોનલ તેજસ રાજપોપટના પિતાશ્રી. તે સ્વ. જમનાદાસભાઇ, સ્વ. ગોરધનભાઇ, સ્વ. ભાઇલાલભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. લીલાવતીબેન, મંગળાબેન, સ્વ. હંસાબેન તથા કનકબેનના ભાઇ તથા સ્વ. જમનાદાસ ગોરધનદાસ નથવાણી (ગામ રાજેસર)ના જમાઇ તથા ચિ. હરીશ્રી, ચિ. ધ્રુવી, ચિ. કપીલ તથા ચિ. શરણમના નાના તેમની પ્રાર્થના સભા ગુરૂવાર, તા. ૯.૩.૨૩ના ૫ થી ૭. સ્થળ:- શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલા માલે, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
હાલાઇ લોહાણા
મૂળગામ ધણેજ બાકુલા હાલ દહિસર સ્વ. જયાબેન ગોવિંદજી અભાણીના પુત્ર રસિકભાઈ અભાણી (ઉં.વ. ૬૧) તે ૭/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. દક્ષા જયેન્દ્ર અભાણીના જેઠ. હર્ષ તથા તૃપ્તિ ભાવેશ પઢીયારના પિતા. સાસરાપક્ષે જામનગરવાળા ગં.સ્વ. વિમળાબેન જયંતિલાલ કટારીયાના જમાઈ તેમની પ્રાર્થનાસભા ૯/૩/૨૩ના ૪ થી ૬ ઓમ માતુશ્રી બિલ્ડીંગ, બી/૩૧૪ ત્રીજો માળ, દીપા હોટલ પાસે, એલ. ટી. રોડ, દહિસર વેસ્ટ.
પરજીયા સોની
ગામ વડિયાવાળા હાલ પુના સ્વ. હરિદાસ ભગવાનદાસ ધકાણના પુત્રવધૂ ગં. સ્વ. પદમાબેન (ઉં.વ. ૮૬) તે સ્વ. કાંતિલાલ ધકાણના ધર્મપત્ની. રઘુવીર તથા યોગેશના માતુશ્રી. ગીતાના સાસુ. મલ્લિકા તથા પ્રિયંકાના દાદી. ડેડાણવાળા સ્વ. બાબુલાલ લોમાભાઈ ચલ્લાના દીકરી ૨૮/૨/૨૩ના અવસાન પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ ખાંભા હાલ નાલાસોપારા સ્વ. શાંતિભાઈ હરિભાઈ મકવાણાના ધર્મપત્ની ગં. સ્વ. જયાબેન મકવાણા (ઉં.વ. ૯૨) તે ૭/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ચંદુભાઈ, નારાયણભાઈ, સ્વ. રમાબેન છગનભાઇ, શારદાબેન ભરતભાઈ, સોનલ દિલીપના માતુશ્રી. જ્યોતિ તથા વૈશાલીના સાસુ. સ્વ. રાઘવજી, સ્વ. રામજી, સ્વ. ગિરધરભાઈ, સ્વ. ચંપાબેન ત્રિભોવનદાસ, સ્વ. દેવકુંવરબેન પોપટભાઈના મોટાભાભી. ગામ વિસણીયાવાળા સ્વ. મોહનભાઇ તથા માધવજી છગનભાઇ ચિત્રોડાના બેન. તેમની પ્રાર્થનાસભા ૯/૩/૨૩ના ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
પરજીયા સોની
મગનભાઈ ગોવિંદભાઇ ધકાણ (ઉં.વ. ૭૯) તે ૭/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ઇન્દુમતીના પતિ. સ્વ. તુલસીદાસ મેરામભાઈ થડેશ્ર્વર સમઢીયાળાવાળાના જમાઈ. સ્વ. ધીરુભાઈ, ગોવિંદભાઇ, અમુભાઈ, સ્વ. વિનુભાઈ, મહેન્દ્રભાઈના ભાઈ. મનીષના કાકા. નિખિલ, તેજલ ભાવિનકુમાર અઢિયાના પિતાશ્રી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ બ્રહ્મક્ષત્રિય
જેતપુરના હાલ વિલેપાર્લે તારાબેન કકૈયા (ઉં. વ. ૯૫) તે સ્વ. લીલાધર કાલીદાસ સોનેજીના પુત્રી. સ્વ. દેવચંદભાઈ હંસરાજ કકૈયાના ધર્મપત્ની. તે નિરંજનાબેન, રેખાબેન, નયનાબેન, સુરેશભાઈ અને વિક્રમભાઈના માતુશ્રી. પ્રજ્ઞાબેન અને કલ્પનાબેનના સાસુ ૫-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૧-૩-૨૩, શનિવારના ૪ થી ૬. સ્થળ: ૧લો ફલોર, વિશ્ર્વેશ્ર્વર ભવન, સંન્યાસ આશ્રમ કંપાઉન્ડ, વિલેપાર્લે (વે).
કપોળ
લાઠીવાળા ગં. સ્વ. નિર્મળાબેન ત્રંબકલાલ સંઘવીના પુત્ર વિરારના ઉપેન્દ્રભાઈના ધર્મપત્ની અ. સૌ. હેમાબેન (ઉં. વ. ૬૦) ૬-૩-૨૩ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કુણાલ (મોન્ટુ) તથા અ. સૌ. મોના રવિકુમાર ખાંટના માતા. વિધી તથા રવિકુમારના સાસુ. પંકતીના દાદી અને કથનના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ચ સહસ્ત્ર બસીઆં જ્ઞાતિ
ઢુંઢરના હાલ હિંમતનગર પદમાબેન બાલાશંકર પંડ્યા (ઉં. વ. ૭૦) ૩-૩-૨૩, શુક્રવારના અક્ષરનિવાસી થયેલ છે. તે ભાવેશભાઈ અને સંગીતાબેનના માતા. બીનાબેન અને દીલીપકુમાર મુળશંકર ગોરના સાસુ. વિવેક, સ્મિતના દાદી. જીગરના નાની. અરૂણાબેન ભુપતકુમાર પંડ્યા, દીનેશભાઈ અને વિનોદભાઈના મોટા બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૯-૩-૨૩ના ૩ થી ૫. ઠે. શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજની વાડી, જોશી લેન, એમ. જી. રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
રાજ્ય પુરોહિત બ્રાહ્મણ
મૂળ ગામ જામનગર, હાલ જોગેશ્ર્વરી. દિલીપભાઈ ભટ્ટ (ઉં.વ. ૬૪), ૩/૩/૨૩ શુક્રવારે કૈલાસવાસ થયેલ છે. તેઓ શ્રીમતી દેવયાનીબેન ભટ્ટનાં પતિ તથા તેજસભાઈ ભટ્ટ તથા વૈશાલીબેન આશિષ ભટ્ટના પિતાશ્રી તથા તેઓ આશિષભાઇ ભટ્ટ અને પાયલબેન તેજસ ભટ્ટના સસરા તથા તેઓ સ્વ. શ્રીમતી કમળાબેન અને સ્વ. શ્રી જયંતીલાલ માવજીભાઈ ભટ્ટના પુત્ર તથા રમેશભાઈ, પ્રદિપભાઈ, કિરણભાઈ, પ્રફુલ્લબેન, સ્વ. જયશ્રીબેન, સ્વ. ઉર્વશીબેન, સ્વ. ભારતીબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ પોરબંદર નિવાસી હાલ કાંદિવલી ભૂપેન્દ્રભાઈ ઠક્કર (ઉં.વ. ૬૫) તે સ્વ. કાંતાબેન હરિદાસ ઠક્કરના સુપુત્ર. તે અલ્કાબેન ઠક્કરના પતિ. તે સ્વ. પુષ્પાબેન શશીકાંત ગણાત્રાના જમાઈ. તે સ્વ. કનૈયા લાલ હરિદાસ, અ. સૌ. નયનાબેન નવનીત લાલ, અ.સૌ. કોકિલાબેન મુકેશના ભાઈ. તે પૂજન તથા રીશીના પિતાશ્રી તા. ૬-૩-૨૩ ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. એમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૩-૨૩ ને ગુરુવારના ૪ થી ૫.૩૦ એડ્રેસ: હાલાઇ લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, શંકર ભગવાન મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ભટ્ટમેવાડા બ્રાહ્મણ
ગં. સ્વ. લીલાવતી જેઠાલાલ પંડ્યા ગામ લિલછા નિવાસી હાલ વિદ્યાવિહાર (ઉં.વ. ૯૬), તા. ૨૭-૨-૨૩ ને સોમવારે એકલિંગજી શરણ પામ્યા છે. તે અરવિંદભાઈ, સ્વ. મહેશભાઈ, વિજયભાઈ, હંસાબેન, રમીલાબેન, ચંદ્રિકાબેનના માતુશ્રી તથા મૂળશંકર, સ્વ. મહેન્દ્રકુમાર, અજય કુમાર, હંસાબેન, અરુણાબેન, દક્ષાબેનના સાસુ. બેસણું ગુરુવાર, તા. ૯.૩.૨૩ના ૧૦.૦૦ થી ૨.૦૦. સ્થળ: ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, જોશી લેન, રામજી આસર સ્કૂલની સામે, ઘાટકોપર ઈસ્ટ. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
હાલાઈ ભાટિયા
જમનાદાસ દ્વારકાદાસ ભાટિયા (ઉં.વ. ૮૯) મૂળ વતન ધરણગામ હાલ વિલેપાર્લે, તે સ્વ. પુષ્પા જમનાદાસ ભાટિયાના પતિ; રાજેન્દ્ર, અ. સૌ. સીમા તથા ચિ. નીનાના પિતા; અ. સૌ. શ્રુતિ રાજેન્દ્ર ભાટિયા તથા વિમલ કમલકાન્ત આશરના સસરા; ચિ. દીપના દાદા તથા હાર્દિકના નાના; સ્વ. વિશ્ર્વનાથ (વૈજાપુર)ના જમાઈ, મંગળવાર, તા. ૭ માર્ચ, ૨૦૨૩નાં શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર
બંધ છે).
કચ્છી ભાટીયા
અકોલા નિવાસી સ્વ. શશીકાંતભાઈ, અનિલભાઈ, સ્વ. કિરીટભાઈ તથા હેમેન્દ્રભાઈના નાના ભાઈ. શંભુભાઈ કરસનદાસ કલવાની, ચારુલતા શંભુભાઈ કલવાની, ગોંદીયા વાળાના જમાઈ તેમજ મધુબેન અદાણી, ભાવનાબેન ઘીવાલા પરભણી, ભારતીબેન આશર સાયન, સીમાબેન વેદ ચેમ્બુરના ભાઈ અને અવનીબેનના પતિ. રાહુલ તથા ગૌરવના પિતાશ્રી. મુકેશ દ્વારકાદાસ ભાટિયા (ઉં.વ. ૫૫)નું મંગળવાર, ૭ માર્ચના નિધન થયેલ છે. તેમનું ઉઠમણું ગુરુવાર, ૯ માર્ચના ૫ ભાટિયા વાડી, ન્યૂ રાધાકિશન પ્લોટ, અકોલામાં રાખેલ છે.
કચ્છી મચ્છુકઠીયા સઈ-સુતાર
ગામ મુન્દ્રા હાલે ભાંડુપ નિવાસી સ્વ. છગનલાલ મુળજીભાઈ પીઠડીયા (ઉં.વ. ૮૩), જે તા. ૭-૩-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. દમુબેનના પતિ તથા સ્વ. જેરામભાઈ પીઠડીયા મુન્દ્રાના જમાઈ તથા ગં.સ્વ. સરલાબેનના પતિ. સ્વ. ડોલરબેન નાનાલાલ અંજારના જમાઈ. નીરૂબેન, જયેશ, હિતેશના પિતાશ્રી. ભરતકુમાર શશીકાંત, માધાપર, જયશ્રી, દીપાના સસરા. સ્વ. અમૃતલાલ મુળજીભાઈના નાના ભાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૯-૩-૨૩ને ગુરૂવારે ૪ થી ૫. સ્થળ: ગીતા હોલ, ભાંડુપ સ્ટેશન રોડ, ભાંડુપ (પશ્ર્ચિમ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular