હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ કાયાંતળાવ હાલ ગ્રાન્ટ રોડ જમનાદાસ ફકીરભાઇ પટેલ (ઉં.વ. ૯૩) તા. ૩-૩-૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. શાન્તાબેનના પતિ. કિશોર, અશોક, ભરત, કેતન, સ્વ. કમલેશ તથા નયનાના પિતા. દક્ષા, સાધના, સંગીતા, ફાલ્ગુની તેમજ અરવિંદભાઈના સસરા. ભાવિક, હર્ષ, મિહિર, ઉન્નતિ, ફૈયાના દાદા. વિશાલ, હિતાંશુના નાના. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૩-૨૩ના ૪ થી ૬, માધવબાગ હોલ, સી. પી. ટેંક. અને પુષ્પપાણી મંગળવાર, તા. ૧૪-૩-૨૩ના ૩ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે. નવયુગ મેન્શન, બી વિંગ, ૨જે માળે, ૧૨-અ.
વેરાવળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
શ્રી જનકરાય ચુનીલાલ શાહ (લોઢવીયા) (ઉં.વ. ૮૨) પોરબંદર, હાલ વિરાર. સ્વ. મંજુલાબેન ચુનીલાલના પુત્ર. તે નયનાબેનના પતિ. તે વિપુલ, પ્રેમલ તથા તૃશાંતના પિતા. તે સુજાતા, કોમલના સસરા. તે સ્વ. નિર્મળાબેન કિશોરચંદ્ર દોશી, સ્વ. મથુરદાસ તથા અશોકભાઇના ભાઈ. તે સ્વ. માણેકબેન હરકિશનદાસ શાહ (પોરબંદર)ના જમાઈ. શનિવાર, તા. ૪/૩/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
અરવિંદભાઇ કારીયા (ઉં.વ. ૭૩), હાલ દીવા મુંબઈ, તે સ્વ. અરુણાબેનના પતિ. સ્વ. પ્રભાબેન જમનાદાસ કારીયાના પુત્ર. સ્વ. વસંતભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. મૂકેશભાઈ, રમેશભાઈ, સ્વ. સરોજબેન કાંતિલાલ ખનદેરીયા, સ્વ. રેખાબેન અશોકકુમાર ઠક્કર, સ્વ. લતાબેન ઉમેશકુમાર જશાનિ, હંસાબેન ભરતકુમાર રાયચૂરાના મોટાભાઈ. સ્વ. મુકતાબેન જગજીવનદાસ રૂપારેલીયાના જમાઈ. અમૃતા દિપેશભાઈ વડેરાના પિતા. સ્વ. રમેશભાઈ વડેરાના વેવાઈ. ૭.૩.૨૩ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર નથી.
પંચાલ
મૂળ વલસાડ હાલ બોરીવલી નિવાસી ગં. સ્વ. જયાબેન ઈશ્ર્વરલાલ પંચાલ (ઉં.વ. ૮૩) તે ૩/૩/૨૩ના દેવલોક પામેલ છે. સ્વ. સવિતાબેન અને સ્વ. ભીખુભાઇ વિઠ્ઠલદાસ પંચાલના પુત્રી. સુરેશ, સ્વ. અનિલ, ઈશ્ર્વરભાઈ, ઉષાબેનના બેન. સ્વ. જેકિશનદાસ, સ્વ. રમણલાલ, સ્વ. સુમતિબેન, સ્વ. અમૃતલાલ, લીલાબેનના ભાભી. નીતા, સ્મિતા, વૈભવના માતા. મીતાના સાસુ. કૃત્વીના દાદી.
સુરતી પંચાલ
બોરીવલી નિવાસી સ્વ. હરગોવિંદદાસ હરકિશનદાસ પંચાલના પત્ની, ગં. સ્વ હસુમતીબેન પંચાલ (ઉં.વ. ૯૨) તે અનિલના માતૃશ્રી. મીનાના સાસુ. સંજય, શૈલેષ અને વિશાલ અને કાજલના દાદી. પિયરપક્ષે મુંબઈવાળા સ્વ. ગણપતરામ અને સ્વ. ગિરધરલાલ ત્રિભોવનદાસ એન્જિનીયરના બહેન રવિવારે ૫/૩/૨૩ના દેવલોક પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવેલ છે.
ઔદિચ્ય બ્રાહ્મણ
ખંભાત નિવાસી હાલ મલાડ સ્વ. વિપિનચંદ્ર વ્યાસના પુત્ર નિરંજન (ઉં.વ. ૮૭) તે નલિનીના પતિ. સ્વ. યોગેન્દ્ર, જ્યોત્સના, રશ્મિ, સ્વ. જયશ્રી, ભરતના ભાઈ. મીના, અંજુ, ભૈરવી, રૂપલ, મિતેષના પિતા. રક્ષા, શૈલેષ શાસ્ત્રી, અક્ષય પુરોહિત, પિયુષ ભાટિયાના સસરા. ૬/૩/૨૩ના રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ કડવા પાટીદાર સમાજ
ગામ:- કાદીયા મોટા, તાલુકો:- નખત્રાણા, હાલે: થાણા સ્વર્ગસ્થ:- જાદવજીભાઈ રાજાભાઈ પોકાર (સુરાણી) (ઉં.વ. ૯૧), તા. ૪/૩/૨૩ શનિવારના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા (સાદડી) તા. ૯/૩/૨૩ના થાણા સમાજ વાડીમાં ૪:૦૦ થી ૫:૩૦. એડ્રેસ: પાટીદાર બન્કેટ હોલ, રોયલ ઇન્ન (ગિંગર) હોટેલની પાછળ, એલ.બી.એસ માર્ગ, નિયર કેસર મિલ સર્કલ, થાણા (વેસ્ટ), તેઓ ગંગાબેનના પતિ. સ્વ. વાલાબેન ડાયાભાઈ સાંખલ, સ્વ. લખમશીભાઈ, સ્વ. રામજીભાઈ, ચંદુભાઈના મોટાભાઈ. લીલાબેન દયારામ, તુલસીભાઈ, ભરતભાઈ, જીતેન્દ્રભાઈ, ધીરજભાઈના પિતાશ્રી. મણીબેન, વિજયાબેન, ભાવિકાબેન, લીનાબેનના સસરાશ્રી. નીશા જયેશ, સ્વેતાબેન આશિષ, હેતલ દિપેન, પૂજા અમીત, સોહમ, વિવેક, હાર્દીક, દાનિશના દાદાશ્રી.
બ્રહ્મભટ્ટ
મૂળ ગામ નડિયાદ હાલ, અંધેરી સ્વ. કાશીબેન મધુસુદન બ્રહ્મભટ્ટના સુપુત્ર અશોકભાઈ (ઉં.વ. ૭૬) તા. ૨૭-૨-૨૩ના દેવલોક પામ્યા છે. તે ઇન્દુબેનના પતિ, મેઘા અને જામીનીના પિતાશ્રી. તેજસ રમણીકલાલ ગાલાના સસરા. તે સ્વ. કમળાબેન રામચંદ્રરાવના જમાઈ. તે કોકિલાબેન અને દીનાબેન ગોપાલભાઈના ભાઈ. (લૌકિક વ્યવહાર બંધ છે) એ: ૨૦૨, બી વિન્ગ, ગોકુલ વ્રજ, જે બી નગર, અંધેરી – ઇસ્ટ.
પાવરાઈ ભાટીયા
શ્રી જીતેન્દ્ર પાલેજા (ઉં.વ. ૮૧), તે સ્વ. નારાણદાસ નરસી પાલેજા તથા સ્વ. ભક્તિબેનના પુત્ર. તે ચંદ્રકળા (જયાબેન)ના પતિ. સ્વ. પ્રાગજીભાઈ તથા સ્વ. શાંતિબેન ગાજરિયાના જમાઈ. અ.સૌ. બિંદાબેન તથા અ.સૌ. વૃક્ષાબેનના પિતા. શ્રી જવાહરભાઈ, શ્રી જનકભાઈ, સ્વ. દેવેન્દ્ર, સ્વ. જયંતભાઈ, ગં.સ્વ. વીજુબેન, અ.સૌ. મીરાબેન, સ્વ. રૂપાબેનના ભાઈ. શ્રી યોગેશ અજીતભાઈ રામૈયા અને શ્રી આશિષ દિલીપભાઈ ઝવેરીના સસરા તા. ૬-૩-૨૩ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા દિશાવળ વણિક
કોળિયાક નિવાસી હાલ ઘાટકોપર અશોકભાઇ જયંતીલાલ શાહના ધર્મપત્ની દક્ષાબેન (ઉ. વ. ૭૦) તા. ૫-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કૂષિકના માતુશ્રી. સ્વ. કિશોરભાઇ, માલતીબેનના ભાભી. સ્વ. લલીતાબેન કરસનદાસ પારેખના સુપુત્રી અને સ્વ. અરુણાબેન, છાયાબેન, જયશ્રીબેન તથા સ્વ. કનૈયાલાલ, જગદીશભાઇ ધનશ્યામભાઇના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
વાલ્મિક કાયસ્થ
સ્વ. અરવિંદલાલ મઝુમદારના પુત્રી મંજરી મઝુમદાર (ઉં.વ.૮૯) તે યોગિની, દેવયાની શૈલેશ, પંકજના બેન. શાલિની, શાલિનીના નણંદ. તા. ૭-૩-૨૩ના મલાડ (પ.)ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ
રમણીકલાલ કોઠારી (ઉં. વ. ૮૪)હાલ બોરીવલી તે રળીયાતબેન પ્રેમચંદભાઇ કોઠારીના પુત્ર. સ્વ. રમીલાબેનના પતિ. પિયુષ તથા સચિનના પિતા. હિરલ તથા દીપીકાના સસરા. સ્વ. શાંતિભાઇ, સ્વ. વિમળાબેન દલીચંદભાઇ, સ્વ. પ્રભાબેન વસંતભાઇ તથા ઉર્મિલાબેન રમેશભાઇના ભાઇ. જયાબેનના દેર. તે સ્વ. મગનલાલ ચત્રભુજ પારેખના જમાઇ. તા. ૬-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા આહિર
સ્વ. અરજણભાઇ દેવશીભાઇ ભાટુ. જાંબુ નિવાસી હાલ કાંદિવલી રવિવાર, તા. ૫-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મુરીબેન ભાટુના પતિ. કૃષ્ણકુમાર, મહેશભાઇ, રશ્મીબેન પીઠીયાના પિતાશ્રી. પ્રાર્થનાસભા ઠઠાઇ ભાટિયા સેવા મંડળ, હોલ નં.૧, શંકરગલી, કાંદિવલી (વેસ્ટ). તા. ૯-૩-૨૩ના સવારના ૯થી ૧૧.
મોઢ વણિક
નાગનેશ નિવાસી, હાલ અંધેરી સ્વ. નરેન્દ્ર નવનીતલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. ઉષાબહેન (ઉં. વ. ૭૮) સોમવાર ૬ માર્ચ, ૨૦૨૩ના અક્ષરધામવાસી થયા છે. તે સૌ. પારુલ મનોજ ભગત. સૌ. સોનલ મેહુલ મણિયાર તથા જીજ્ઞેશ નરેન્દ્ર શાહના માતુશ્રી. સૌ. ઇશિતા જીજ્ઞેશ શાહના સાસુમાં. ચિ. સુજલ, ચિ. બિરવાના દાદીમા. સૌ. ઇશા, ચિ. વત્સલના નાનીમા. પિયર પક્ષે ભાવનગર નિવાસી સ્વ. ચંદ્રકાન્ત નાનાલાલ મણિયારની પુત્રી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા મોઢ માંડલિયા વણિક
વતન ચોરવાડ હાલ કાંદિવલી અ. સૌ. રજની (ઉં. વ. ૭૬) તે જીતેન્દ્ર લક્ષ્મીદાસ મોદીના ધર્મપત્ની. રોહા નિવાસી સ્વ. લીલાવંતીબેન તથા સ્વ. ગોરધનદાસ મેઘજી શાહની પુત્રી. સેજલ-રાજેશ, જેસલ-કેતન તથા પાયલ-સૌરભની માતા. સ્વ. જયશ્રીબેન, બિપીનભાઇ, કિરણબેન-અશ્ર્વીનભાઇ તથા હેમાક્ષીબેન-નરેશભાઇ શાહના ભાભી. તથા સ્મીત, ક્રિશા અને મિષ્ટીના નાની. સોમવાર, તા. ૬-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વૈષ્ણવ વણિક
ગામ ખોરાસા, હાલ મુંબઇ મધુકાંત સેલારકા, હાલે વર્લ્ડ ટાવર (ઉં. વ. ૮૩) તા. ૪-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મોહનલાલ કેશવજી સેલારકાના સુપુત્ર. તે ચંદ્રિકાબેનના પતિ. તે સ્વ. મનસુખભાઇ, સ્વ. જીતેન્દ્રભાઇ, અનિલભાઇ, અશ્ર્વીનભાઇના ભાઇ. તે સ્વ. ચુનીભાઇ લોટીયાના જમાઇ. તે બિમલ વિરલ તથા શીતલના પિતા. તે અ. સૌ.બીના, કરિશ્મા તથા કપિલ બાબરીયાના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. કાશીબાઈ લીલાધર પુરૂષોત્તમ રૂપારેલ કચ્છ – ગામ વરસોમેડી હાલે મુલુંડના પુત્ર સ્વ. લક્ષ્મીદાસભાઈના ધર્મપત્ની ગં. સ્વ. ભાગીરથીબેન (ઉં.વ. ૮૦) શનિવાર, તા. ૪-૩-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે હસમુખ (રાજુભાઈ), સ્વ. મનીષના માતોશ્રી. ગીતાબેનના સાસુજી. નીકિતા આશીષ કારીઆ, દિપીકા અમીત ઠક્કરના દાદી. સ્વ. ખીમજી લખમશી પોપટ કચ્છ ગામ ભુજના પુત્રી. સ્વ. જેઠાલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. ગોવિંદજી (કાકુભાઈ), સ્વ. મહાલક્ષ્મીબેન, સ્વ. હીરાબેનના બહેન. સ્વ. ચંદ્રકાંત, સ્વ. નરેન્દ્ર, સ્વ. હરીશ, કમલેશ, જયેશના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.