હિન્દુ મરણ
પટેલ
મૂળ ગામ બીગરી હાલ દહિસર સ્વ. મણીબેન છીબાભાઈ પટેલના સુપુત્ર અશ્ર્વિનભાઇ (ઉં. વ. ૭૪) તે ૨૫/૨/૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. તે રંજનબેનના પતિ. મનિષા મનોજ, ભાવેશ, અલ્પેશ તથા કૃપાલીના પિતાશ્રી. કમળાબેન વસરકર, પુષ્પાબેન પટેલ, સુધાબેન પટેલના ભાઈ. સાસરાપક્ષે વલસાડ નિવાસી સ્વ. મધુબેન મગનભાઈ પટેલના જમાઈ. ઉત્તરક્રિયા ૮/૩/૨૩ બુધવારના ૧૦.૩૦ નિવાસસ્થાને બી/૧૪ પહેલે માળે, મિનિનગર બિલ્ડીંગ, રાવલપાડા એસ. એન. દુબે દહિસર મેટ્રો સ્ટેશન પાસે, દહિસર ઈસ્ટ.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય બ્રાહ્મણ
નેસડા હાલ નાશિક નિવાસી મહેશચંદ્ર જયાનંદ રાવળ (ઉં. વ. ૮૯) તા. ૨-૩-૨૩ના કૈલાસવાસી થયેલ છે. તે બળવંતરાય મણીશંકર ભટ્ટના જમાઇ. ઉષાબેનના પતિ. પ્રશાંત રાવલ, અનિતા ભરત દવેના પિતાશ્રી. તેજસ, રચિત, રોહિત, હેતવી, આદિત્ય, વિધિ સચીન મહેતાના દાદા. હિરાબેન, વસુમતીબહેન, મધુબહેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. જયાબહેન પ્રાગજી મૃગ ગામ જખૌ હાલ થાણા (ઉં. વ. ૮૫) સ્વ. પ્રાગજી ધરમશી મૃગના ધર્મપત્ની. ધર્મિષ્ઠા નીલેશ મૃગ, જયશ્રી વિજય, નીતા પ્રવીણ, ભારતી મહેશના માતુશ્રી. સ્વ. શાંતાબેન ખીમજી પરસોતમ કકડ ગામ બેરના સુપુત્રી. જીનેન, કિંજલ, કરિશ્માના દાદીમા. રૂષભ, આશિષના નાનીમા. સ્વ. પ્રભાબેન, મધુબેન, લતાબેન, પ્રફુલ્લાબેન, લક્ષ્મીકાંતભાઇના મોટાબેન. તા. ૩-૩-૨૩ને શુક્રવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ઠા. કરસનદાસ હરચંદ ગણાત્રા ગામ કચ્છ આમરાવાળાના પુત્ર નરસીદાસ (ઉં. વ. ૮૪) હાલ મુલુંડ તે ગં. સ્વ. મણીબેનના પતિ. તે સ્વ. રામજી પુરુષોતમ કારીઆ ગામ કચ્છ રવાપર વાળાના જમાઇ. તે સ્વ. તુલસીદાસ, સ્વ. મુલજીભાઇ, તેજસીભાઇ, નારણજીભાઇ, સ્વ. સાકરબેન, ગં. સ્વ. રાધાબેન, ગં. સ્વ. મંજુલાબેન, સ્વ. દમયંતીબેન, સાવીત્રિબેન, ગં. સ્વ. મધુબેન, પ્રવિણાબેનના ભાઇ. તે ભરત, રીટા હરીશ ચંદે, નીલમ અશ્ર્વીન, હેમાક્ષી (સોનલ) હિતેશ, રૂપલ, પિયુષ, સુજાણીના પિતાશ્રી. ભારતીના સસરા. શિવમના દાદા. તા. ૨-૩-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૫-૩-૨૩ના ૫થી ૭. ઠે. શ્રી શ્રી રવીશંકર હોલ, પરમેશ્ર્વરી, ૧લે માળે, નંદનવન ઇન્ડ. સામે, અચીજા હોટેલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર
બંધ છે.
પરજીયા સોની
ધીરજલાલ ધાણક (છોડવડીવાળા) (ઉં. વ. ૭૫) તા. ૨-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે રામભાઇ વાલેરાભાઇ ધાણકના સુપુત્ર. ભાવનાબેનના પતિ. મોહનલાલ ઢાકા (પોરબંદરવાળા)ના જમાઇ. સંજય અને દીપાલીના પિતા. પ્રીતિના સસરા. સ્વ. મોહનલાલ, સ્વ. સુરેશભાઇ, સ્વ. માનકુંવરબેન, જસવંતીબેન, સ્વ. શાંતિબેન અને લાભુબેનના ભાઇ. દેવ અને દિવ્ય, ઇશાના દાદા-નાના. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી લોહાણા
વિલેપાર્લે નિવાસી પંકજભાઇ અમૃતલાલ મગદાણી (ઉં. વ. ૬૪) તે ક્રિષ્ણાબેનના પતિ. તે નિયતિ અને અમિશીના પિતા. તે સ્વ. શારદાબેન ભોગીલાલ, સ્વ. કનુભાઇ-સ્વ. પ્રવિણાબેન, સ્વ. કિશોરભાઇ-કનકબેન, ભારતીબેન પ્રવિણભાઇ, વંદનાબેન કિશોરભાઇ, વત્સલાબેન દિનેશભાઇના ભાઇ. તે નવાપુરવાળા સ્વ. રમેશચંદ્ર લાલજીભાઇ દાસાણીના જમાઇ. તે ધર્મીબેન, ભાવેનભાઇ, સ્વાતિબેન, નિમિષાબેન, શુભના કાકા. માર્ચ ૦૩, ૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, માર્ચ ૦૫, ૨૦૨૩ એમ.એમ. પ્યુપિલ્સ હાઇસ્કૂલ, ખાર એજયુકેશન સોસાયટી, એસ. વી. રોડ., ખાર પોલીસ સ્ટેશનની બાજુમાં, ખાર (વેસ્ટ). સાંજે
૫થી ૭.
ખંભાતી વિશા લાડ વણિક
ખંભાત નિવાસી હાલ કાંદિવલી સ્વ. શોભનાબેન તથા સ્વ. હિંમતલાલ મહેતાના સુપુત્ર અક્ષયભાઇ (ઉં. વ. ૬૧)તે દર્શનાબેનના પતિ. જય તથા મયંકના પિતા. વેનિસા તથા પલકના સસરા. આશાબેન, અરુણાબેન, સ્વ. શશિબેનના ભાઇ. સ્વ. જયશ્રીબેન તથા અરવિંદભાઇ નગીનલાલ શાહના જમાઇ. શુક્રવાર, તા. ૩-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા નિવાસી, હાલ પાર્લા શાંતાબેન જયંતિલાલ મહેતાના પુત્ર અરુણભાઇના ધર્મપત્ની હેમાબેન (ઉં. વ. ૬૯) તા. ૩-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. રંજનબેન રમેશભાઇ, વીણા અશોકભાઇ, નીતા-જીતેનભાઇ, જીજ્ઞા વિનયભાઇના ભાભી. તન્વી, પ્રતિક, રિશીના કાકી. ક્ધિનરી જીગર ચિતલીયા દિશા સુજાત અનદાણીના માતુશ્રી. પિયર પક્ષે ભુપતભાઇ ફૂલચંદ દેસાઇની દીકરી. પ્રાર્થનાસભા તા. ૫-૩-૨૩ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. વિશ્ર્વેશ્ર્વર સન્યાસ આશ્રમ, ૧લે માળે, વિલેપાર્લે (વેસ્ટ).
મેઘવાળ
નારણભાઇ માધાભાઇ વેગડા ગામ બગુયા (સાવરકુંડલા) હાલ લોઅર પરેલ સ્વ. માધાભાઇ ભીમાભાઇ વેગડા તથા સ્વ. મંદેબેન મધાભાઇ વેગડાના જયેષ્ઠ પુત્ર. તેમ જ દેવજીભાઇ, હિરાભાઇ, ડાયબેન, નામલબેન, કમળબેનના મોટાભાઇ. તથા હરીશ, મુકેશ, આશા, નિશા, પરેશના પિતા. અવસાન બુધવાર તા. ૧-૩-૨૩ના રોજ થયું છે. તેમના બારમાના કારજની વિધિ નિવાસસ્થાન લોઅર પરેલમાં રવિવાર, તા. ૫-૩-૨૩ના સાંજે ૫.૦૦ વાગે.
લુહાર સુતાર જ્ઞાતિ.
ગામ મહુવાવાળા હાલ દહિસર સ્વ. નાગજીભાઈ રણછોડભાઈ હરસોરાના ધર્મપત્ની ગં. સ્વ. ધનકુંવરબેન, (ઉં. વ. ૯૨) તા. ૩-૩-૨૦૨૩ના શ્રી રામચરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણભાઈ, સંજયભાઈ, શૈલેષભાઈ, સ્વ. મધુબેન કનૈયાલાલ, હંસાબેન કવા, નીતાબેન ઈશ્ર્વરલાલ પરમારના માતૃશ્રી તથા સ્વ. બાબુભાઈ, સ્વ. કેશુભાઈ, સ્વ. કાંતિભાઈના ભાઈના ધર્મપત્ની. તથા ગં.સ્વ. સોનલબેન પ્રવીણભાઈ, સોનલબેન શૈલેષભાઈના સાસુ. રશ્મિબેન સંદીપકુમાર, વિવેક, હાર્દિક, કેયુર, નિધિ, હ્રીધાન, માહીના દાદી તથા મિતાલી, અમીના વડસાસુ તથા રાજુલાવાળા ભીખાભાઈ રણછોડભાઈ ડોડીયાની દીકરી. તેમની સાદડી સોમવાર તા. ૬-૩-૨૦૨૩ ના ૫ થી ૭, ઠે. શ્રી લુહાર સુતાર વેલ્ફેર સેન્ટર. પહેલે માળે દત્તપાડા રોડ, અંબાજી મંદિર પાસે, બોરીવલી ઇસ્ટ.
વિશા ખડાયતા વણિક
ગાબટ નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. કલાવતી (ઉં. વ. ૭૮) તે ૨/૩/૨૩ના દેવલોક પામેલ છે. તે સ્વ. ધીરજલાલ પુંજાલાલ શાહના ધર્મપત્ની. રોહિત, સ્વ. જાગૃતિ, અમિષા, નિમીષા, અમિતાના માતુશ્રી. કિરણકુમાર હરગોવીંદદાસ, કમલેશકુમાર હરગોવિંદ, વિપુલકુમાર હસમુખલાલ તથા સેજલના સાસુ. નીલ, ફલક, શ્રેય, સ્નેહા, રોમિલ, મીત, નિશી તથા સ્વ. મિહિરના બા. પિયરપક્ષે ધનસુરા નિવાસી હાલ વાપી કમલેશ હરિવલ્લભ, સ્વ. ઉષા નટવરલાલ તથા ગં. સ્વ તરૂલતાબેન વસંતલાલના બેન. બંને પક્ષનું બેસણું ૫/૩/૨૩ ના ૫ થી ૭ ઓબેરોઈ ગાર્ડન, કલબ હાઉસ પહેલે માળે ઠાકુર વિલેજ કાંદિવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ વેરાવળ નિવાસી હાલ બોરીવલી સ્વ. પરષોત્તમદાસ (બચુભાઈ) કેશવજી રાયઠઠ્ઠાના ધર્મપત્ની ગં. સ્વ જમકુંવરબેન (ઉં. વ. ૯૧) તે શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. શારદા, નરેશ, સ્વ. જયેશ, હરેશ તથા પિયુષના માતુશ્રી. વર્ષા દક્ષા, ભાવના તથા અદિતિના સાસુ. સ્વ. ગોકળદાસ સુંદરજી ગોટેચા પંચાવડાના દીકરી. મમતા ઠક્કર, જસ્મીન મહેતા, તેજસ તિમિર, ઉન્નતિ દાવડા, હર્મિત, મેઘા વૈદ્ય, દીપ, કેવલ, યેશાના બા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોઢ ચતુર્વેદીય ચૂંથા સમવાય બ્રામ્હણ
વરતેજવાડા હાલ થાણા અ. સૌ. કુંદનબેન ચંદ્રકાન્ત દીક્ષિત (ઉં. વ. ૭૫) તે ૩/૩/૨૩ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. ગીરજાશંકર નાનજી દીક્ષિત ના પુત્રવધુ, સ્વ. ચુનીલાલ તથા સ્વ. કેશવલાલના ભત્રીજા વહુ, સ્વ. ગૌરીશંકર ઉમિયાશંકર ત્રિવેદીના દીકરી. સોનલ હિતેન્દ્ર ત્રિવેદી, ડિમ્પલ સમીર રાવળ તથા પ્રણયના માતુશ્રી. પ્રાચીના સાસુ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
રાણપુર (સોરઠ) હાલ -દહિસર સ્વ. હસમુખભાઈ નારણભાઇ ધકાણ (ઉં. વ. ૭૯) તા. ૩/૩/૨૦૨૩ને શુક્રવારનાં શ્રીજીચરણ પામ્યા છે. તે ઇન્દુબેનનાં પતિ. તે અનિલભાઈ, સ્વ. સુનિલભાઈ, નીતાબેન જલ્પેશકુમાર સાગરનાં પિતાશ્રી. અવનિબેન તથા હર્ષાબેનનાં સસરા. તે વરુણ, વંશ, જીલનાં દાદા. તે મામૈયાભાઈ ગાંડાલાલભાઈ સતિકુંવાર (દેવળીયા) વાળાનાં જમાઈ. પ્રાર્થનાસભા તા. ૬/૩/૨૩ ને સોમવાર ૧૦:૩૦ થી ૧૨:૦૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ- એલ. ટી. રોડ, ઓપ્પોઝિટ ડાયમંડ ટોકીઝ, બોરીવલી (વેસ્ટ).