હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ કોલવા હાલ ખાર દાંડાના રાજુભાઇ પટેલ (ઉં. વ. ૫૪) તે સ્વ. મણીબેન તથા ભીખુભાઇ જગાભાઇ પટેલના સુપુત્ર રવિવાર, તા. ૨૬-૨-૨૩ના દેવલોક પામ્યા છે. તે જયકિશન ગણપત મીના તથા સ્વ. અમૃતના ભાઇ. તેમ જ ગીતા સુનીલના દિયર. બીપીન, સંગીતાના કાકા. સુધાશુંના મામા. તેમનું પુષ્પપાણી ગુરુવાર તા. ૯-૩-૨૩ના ૩થી ૫, તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. અમાન ગુલ પઠાણ ચાલ, ચાલ નંબર-૨, રૂમ નંબર-૬, મુંબઇ-૪૦૦૦૫૨.
રોહિદાસ વંશી ગુજરા જ્ઞાતિ મુંબઇ
સ્વ. દેવજીભાઈ ભાણજીભાઈ સોલંકીના પત્ની સ્વ. વાલીબેન સોલંકી તા. ૨૭/૨/૨૩ના રામચરણ પામ્યા છે. તેઓ ગં. સ્વ. ગંગાબેન અને ગં.સ્વ. મણીબેનના બેન. દિના, કાંતા, કિશોર, વનિતા, રાજુના માતા. નલિન સરવૈયા, વિશાલ પારધી, ગિરીશ ડાભીના સાસુ. તેમના બારમાની વિધિ તા. ૪/૩/૨૩ના ૫:૦૦ સ્થળ: પ્રભાદેવી બી એમ સી ચાલ, જી સાઉથ ઓફિસની પાછળ, ધન મિલ નાકા, મુંબઇ.
કંડોળીયા બ્રાહ્મણ
અમરેલી નિવાસી સ્વ. જયસુખલાલ મગનલાલ અધ્યારુના પુત્ર હર્ષદભાઈ અધ્યારુ (ઉં.વ. ૬૪) તા. ૨૮/૨/૨૩ ને મંગળવારે અમરેલી મુકામે કૈલાસવાસી થયેલ છે. તે ઉષાબેનના પતિ. દેવાંગભાઈ, પૂનમબેન અમિતભાઈ વ્યાસના પિતાશ્રી. અમિત પ્રફુલભાઈ વ્યાસના સસરા. પ્રફુલભાઈ પ્રભાશંકર વ્યાસના વેવાઈ. સરનામું – એ ૧૦૩, શ્રી શુભમ સોસાયટી, મહાવીર નગર, કાંદીવલી વેસ્ટ.
ખંભાત પટણી પટેલ
ખંભાત નિવાસી હાલ બોરીવલીના ભુપેન્દ્ર મોહનલાલ પટેલના ધર્મપત્ની અ. સૌ. કુંજલતાબેન પટેલ (ઉં.વ. ૮૧) તે ૧/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. ચોરવાડ નિવાસી નવીનચંદ્ર રતનશી પટેલના દીકરી. કમલેશના બેન. પિયુષ – અ.સૌ. અમીના માતુશ્રી. પલ્લવી મહેશ પટેલ, લતા શિરીષ પટેલના જેઠાણી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
ભાડલાવાળા સ્વ. જયાગૌરી ભગવાનદાસ શિવલાલ દોશીના પુત્ર જીતેન્દ્ર દોશી (ઉં.વ. ૭૭) તે શારદાબેનના પતિ. સ્નેહ તથા તરલના પિતા. સ્વ. મગનભાઈ, સ્વ. દલસુખભાઈ, સ્વ. મુક્તાબેન, મનસુખભાઇ તથા જયસુખભાઇના ભત્રીજા. અમેરિકાના મુકામે ૨૦/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ દામનગર નિવાસી વજુભાઇ બાબુભાઇ સિધ્ધપુરા (રૂપાઘડા)ના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૮૧) તે ૧૫/૨/૨૩ના દામનગર મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે સંજય, સોનલ, મનિષાના માતા. ભારતી, પરેશ મોહનભાઇ મકવાણા તથા હર્ષદ જેરામભાઈ ચૌહાણના સાસુ. નીતિનભાઈના ભાભી. પિયરપક્ષે પાલીતાણાવાળા સ્વ. હરીબેન ગોકળભાઈ મકવાણાના દીકરી. પ્રાર્થનાસભા ૪/૩/૨૩ ૫ થી ૭, લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
રાજકોટ નિવાસી હાલ કાંદીવલી, ગં. સ્વ. કંચનગૌરી ગોટેચા (ઉં.વ. ૮૫) ગુરુવાર, તા. ૨/૩/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. મનસુખલાલ વ્રજલાલ ગોટેચાના ધર્મપત્ની. સ્વ. દયાળજીભાઈ ગોરધનદાસ ગંદા (વિરપુર-જલારામ)ના દીકરી. દિપકભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ અને મુકેશભાઈ ગોટેચાના માતુશ્રી. તેઓ કલ્પનાબેન, છાયાબેનના સાસુ. હિમાદ્રિ, સિદ્ધિ અને માનવના દાદીમા. તેઓ સ્વ. શારદાબેન મોહનલાલ આડતીયા, સ્વ. રંજનબેન ઘનશ્યામકુમાર સોમૈયા, હંસાબેન પ્રવીણકુમાર ઠક્કર અને શીતલબેન અરવિંદકુમાર કારીયાના ભાભી. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર
રાખેલ નથી).
રાજપુત ક્ષત્રિય
ગામ દરશડી (કચ્છ) હાલ મુંબઈ વિરેન્દ્રસિંહ કલુભા જાડેજાનાં માતુશ્રી ધનવંતીબા કલુભા જાડેજા તા. ૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. ૧૩-૩-૨૩ના રોજ રાખવામાં આવેલ છે.
દશા સોરઠિયા વણિક
કચ્છ ગુંદિયારી હાલ કાલીના મુંબઈ નિરંજન શાહ (ઉં.વ. ૮૧)તે સ્વ. માનકુંવર ગોરધનદાસ શાહના સુપુત્ર. તા. ૨૮-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રફુલ્લાના પતિ. અલકા, સમીર અને અમીના પિતાશ્રી. સ્વ. હિરેન ધોળકિયા, શ્ર્વેતા શાહ અને અમર ધોળકિયાના સસરા. સ્વ. મણીબેન મગનલાલ શ્રીમાકરના જમાઈ. કિરિટભાઈ, સ્વ. જીતુભાઈ, સ્વ. પ્રકાશભાઈ, ચંદ્રિકાબેન ગાંધી,મધુબેન મહેતા તથા હર્ષા માલવિયાના ભાઈ. સ્વ. વસંતભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. ચિનુભાઈ, સ્વ. તારાબેન, સ્વ. નિર્મલાબેન અને પ્રમીલાબેનના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં.સ્વ. કંચનબેન કનૈયાલાલ સોમૈયા (ઉં.વ. ૮૩) જે સ્વ. માનબાઈ મોતીરામ ધરમશી સોમૈયા ગામ તુણા હાલે મુલુંડના પુત્રવધૂ. સ્વ. મણીબેન પ્રેમજી વિસનજી જોબનપુત્રા ગામ ભુજ હાલે ઘાટકોપરના પુત્રી. અજિત, મમતાના માતુશ્રી. અ.સૌ. પ્રજ્ઞાબેન કુણાલ રેશમવાલાના કાકી. અ.સૌ. ક્રિષ્ણાબેનના સાસુ. સ્વ. હેમલતાબેન પોપટલાલ રાણા, સ્વ. ભારતીબેન અનિલકુમાર વૈદ્યના ભાભી. તા. ૧-૩-૨૩, બુધવારના અક્ષરવાસી થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, ૪-૩-૨૩ના ૫.૦૦થી ૬.૩૦. ઠે: ગોપુરમ હોલ, ડો. આર.પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઔદિચ્ય ગોરવાળ બ્રાહ્મણ
હાથલ નિવાસી, હાલ વાશી હિમ્મતલાલ દૌલતરામ ત્રિવેદી (ઉં.વ. ૮૩) તેઓ તા. ૨૮-૨-૨૩ને મંગળવારે દેવલોક પામ્યા છે. તેઓ સ્વ. રુકમણીબેનના પતિ. સ્વ. દેવશંકર, સ્વ. ચુનિલાલ, સ્વ. છગનલાલ તથા મણિલાલના ભાઈ. ભૂપેન્દ્ર, રાજેશ, અરુણાબેનના પિતાશ્રી. હંસાબેન, રીનાબેન, તથા સુરેશકુમારના સસરા. ઉર્મિ, ભૂમિ, રિશિત, તથા ધનેશના દાદાજી. ગુલાબગંજ નિવાસી સ્વ. હીરાબેન રતિલાલ કરમાવતના જમાઈ. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૩-૨૩ને શનિવારના ૪.૩૦થી ૬.૩૦ ઠે: સ્વામિનારાયણ હોલ, નવા નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), (લૌકિક તથા દસમાની પ્રથા બંધ રાખેલ છે.)
પ્રજાપતિ
મલાડ નિવાસી, હાલ બેંગલોર, સ્વ. અંબાબેન કિકાભાઈ પ્રજાપતિના પુત્ર અમૃતભાઈ પ્રજાપતિ (ઉં.વ. ૭૪) તે દક્ષાબેનના પતિ. પુનિતા, બિંદિયા, વિન્કેશના પિતા. મેહુલ, ચિરાગ, જેનિકાના સસરા. થીયા, યાશિવના દાદા. તીર્થ, નિકી, જ્યોત, આરીનના નાના. શુક્રવાર, તા. ૨૪-૨-૨૩ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૫-૩-૨૩, રવિવાર સાંજે ૪થી ૬. સ્થળ: ઠઠાઈ ભાટિયા હોલ, શંકર ગલી, કાંદિવલી (પશ્ર્ચિમ).
ઘોઘારી દશા દિશાવળ
હાથબ નિવાસી, હાલ વિલેપાર્લે અ. સૌ. હીનાબેન શ્રોફ (ઉં. વ. ૬૪) તે ડો. વિદ્યુત કેશવલાલ શ્રોફના ધર્મપત્ની. મનન અને અક્ષોભના માતુશ્રી. પૂજા અને પ્રિષ્નાના સાસુ. કાયરાના દાદી. સ્વ. સુશીલાબેન તથા સ્વ. પ્રતાપરાય શાહના સુપુત્રી. સોમવાર તા. ૨૭-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૫-૩-૨૩ના ૧૦થી ૧૨. ઠે. ચંદુલાલ નાણાવટી સ્કૂલ, વી. પી. રોડ., વિલેપાર્લે (પ).
કચ્છી રાજગોર બ્રાહ્મણ
સ્વ. કિશોરભાઇ ગોકલદાસ જોશી મૂળ માતાના મઢના હાલે ભુજ તે સ્વ. ગોકલદાસ વીરજીના સુપુત્ર. ગં. સ્વ. મંજુલાબેનના પતિ. નિમેશ તથા ઉમેશના પિતાજી. જલ્પા તથા કાજલના સસરા. વૈદરભી, હીરના, વિહાંતના દાદા. તે સ્વ. ધીરજલાલ, સ્વ. મણિશંકર, સ્વ. નિરંજન (શંભુભાઇ), રેવાશંકર, પંકજભાઇ તથા જયાબેન (પૂના)ના ભાઇ. પરસોતમ અંબારામ જોશી (કાઠડા)ના જમાઇ તા. ૨-૩-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૩-૨૩ના મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, મુલુંડ, સાંજે
૫થી ૬.
ચરોતરિયા લેઉઆ પાટીદાર
હાલ મલાડ શ્રીમતી હંસાબેન મહેતાનું તા. ૨-૩-૨૩ને ગુરુવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૪-૩-૨૩ને શનિવારે ૪ થી ૬. તે સ્વ. વસંતભાઈ પ્રભુદાસ મહેતાના ધર્મપત્ની. યોગેશભાઈ વસંતભાઈ મહેતા, અજયભાઈ વસંતભાઈ મહેતા, ભાવનાબેન રાજેન્દ્રભાઈ પારેખ, સ્વ. મિનાક્ષીબેન રાજેશકુમાર જરીવાલાના માતુશ્રી. નિવાસ સ્થાન: વિલા નં. ૬, આદર્શ વિહાર કોમ્પ્લેક્ષ, ઓફ માર્વે રોડ, મલાડ (વેસ્ટ).
કચ્છી ભાટીયા
અ.સૌ. જ્યોતિબેન પ્રવિણભાઈ રામૈયા (ઉં. વ. ૭૯) હાલ મુંબઈ જે સ્વ. માલતીબેન ગોકળદાસ રામૈયાના પુત્રવધૂ. જે અ.સૌ. જીજ્ઞા, ક્ધિનરભાઈ આશરના માતુશ્રી. જે વિઠ્ઠલદાસ જીવણલાલ વેદના સુપુત્રી. જે પુષ્પાબેન વિજયસિંહ ઉદેશી, વસંતબેન અરૂણભાઈ સંપટ, ઉર્મીલા વેદ, અંજના નેગાંધી, સ્વ. નરેન્દ્ર વેદ, સ્વ. ગજેન્દ્ર વેદ, યોગેન્દ્ર વેદ, દિપક વેદના બેન. સ્વ. હિંમતભાઈ, સ્વ. નવીનભાઈ, પ્રતાપભાઈ, રમેશભાઈ, ઉર્મીલા, શકુન્તલા, વિણા શેષ વેદના ભાભી. સ્વ. ભાવેશ, સ્વ. મુકેશ, આશીષ, અનુપના કાકી તા. ૧-૩-૨૩ના રોજ શ્રીજીચરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી દશાશ્રી વૈષ્ણવ વણિક
કુકડ નિવાસી હાલ ભાયંદર મુંબઈ સ્વ. ભાગેરથી હરીલાલ દયાળજી મોદીના પુત્ર રમેશભાઈ મોદી (ઉં. વ. ૭૦) ગુરુવાર તા. ૨-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સંગીતાબેનના પતિ. રાહુલ, પૂજા જીગર મહેતા, જીજ્ઞા હસમુખ પટેલના પિતા. અનુભાઈ, જશુભાઈ, હંસાબેન, રમીલાબેન, વિલાસબેન, નયનાબેનના ભાઈ. સ્વ. ભીખાલાલ મંગળદાસ ભગતના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૫-૩-૨૩ને રવિવારના સાંજના ૪ થી ૬. સ્થળ : ઘોઘારી હોલ, ૬૦ ફીટ રોડ, નાકોડા હોસ્પિટલની સામે,
ભાયંદર (વે.)