Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ઉનાવા (ઉત્તર ગુજરાત) નિવાસી હાલ મલાડ સ્વ. ગોદાવરીબેન કાંતિલાલ છબીલદાસ રાવલના સુપુત્ર રીકેશભાઈ (ઉં. વ. ૭૯) તે નીલાબેનના પતિ. તે મનીષ-મમતા, પ્રજ્ઞેશ-દિપ્તી, પ્રીતિબેન પ્રણવભાઈ શુક્લાના પિતાશ્રી. તે સ્વ. સરોજબેન, સ્વ. કૈલાસબેન, કલ્પનાબેન, યોગીનીબેન, ઉપેન્દ્રભાઈ, સુધીરભાઈ, યોગેશભાઈ, પ્રદીપભાઈના ભાઈ. તે મનુપ્રસાદ જગન્નાથ વ્યાસ (વિસનગર)ના જમાઈ. તે ઉદિતા, કાજલ, ધ્રુવીલ, તૃષિલ અને માહીષાના દાદા-નાના. તા. ૨૨-૨-૨૩ના કૈલાસવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૪-૩-૨૩ના શનિવાર ૪ થી ૬ વિશ્ર્વ લાડ પરિષદ હોલ, ૨ જે માળે, લિબર્ટી ગાર્ડન રોડ નં. ૪, આયોજન નગર, મલાડ (વે).
ભોજક બ્રાહ્મણ
અમદાવાદ-હાલ માટુંગા (ઈસ્ટ) નિવાસી કનકબેન ભોજક (ઉં.વ. ૬૯) તેઓ સ્વ. સુભાષચંદ્ર કાંતાબેન રમેશચંદ્ર ભોજકના પત્ની. સ્વ. સુભદ્રાબેન મનહરલાલ નાયકના પુત્રી. સ્વ. નરેશભાઈ-ભાવનાબેન, સુરેશભાઈ-ગીતાબેનના ભાભી. સોનલ-તેજસ વ્યાસ, મિહિર-નેહા, ધર્મેશ-ક્રિસ્ટિયાના, સ્મિત, પ્રિયંકાના મમ્મી – મોટા મમ્મી. તનિષ્ક, તિયારા અને વેરાના નાની-દાદી તા. ૨૫-૨-૨૩ શનિવારના વૈકુંઠવાસ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મિહિર સુભાષચંદ્ર ભોજક, ૪, ગડા એસ્ટેટ, ૩જે માળે, લખમશી નપૂ રોડ, માટુંગા (ઈસ્ટ).
હાલાઈ ભાટિયા
ગં. સ્વ. સુધાબેન જીતેશ સંપટ (ઉં. વ. ૭૫) તે સ્વ. જીતેશ સંપટના ધર્મપત્ની. તે સ્વ. પુષ્પાબેન ખેતશી સંપટના પુત્રવધૂ. તે ભાઈશ્રી રાજેન અને અજયના ભાભી. તે સ્વ. ચંદ્રમણી તથા બાલકીશનદાસના પુત્રી. તથા નલીનીબેન કાશ્મીરા, બકુલ શ્રોફ, હર્ષાના બહેન. તે તા. ૧-૩-૨૩ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગ્યારસે બ્રાહ્મણ
કુકડ નિવાસી હાલ ડોમ્બિવલી અ.સૌ. મંજુલા ભટ્ટ (ઉં.વ. ૬૭) તા. ૨૫-૨-૨૩ના કૈલાસવાસી થયેલ છે. તે મહેન્દ્ર પ્રેમશંકર ભટ્ટનાં ધર્મપત્ની. તે અમિત, સ્વ. ડોલીનાં માતૃશ્રી. તે અ.સૌ. પારુલના સાસુ. તે પલકના દાદી. તે અશોક, રોહિત, સ્વ. જ્યોત્સના તથા રાજૂનાં ભાભી. તે ભાનુશંકર ઉમૈયા શંકર દેસાઈ (ટીમાણા)નાં દીકરી. તેમની સાદડી ગુરુવાર, તા. ૨-૩-૨૩ના ૪.૦૦થી ૬.૦૦ સ્થળ: માધવાશ્રમ, રઘુવિરનગર, માનપાડા રોડ, ચાર રસ્તા, રોટરી કલબ હોલની પાસે, ડોમ્બિવલી (પૂર્વ) મધ્યે રાખેલ છે. (લૌકિક વ્યવહાર
બંધ છે.)
યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ
મોરબી નિવાસી, હાલ મલાડ સ્વ. નાથાલાલ દયાશંકર દવેના પુત્ર મહેશભાઈ દવે (ઉં.વ. ૬૮) તે સુધાબેનના પતિ. અમ્રિતા અભિષેક રાજે, રિદ્ધિ રાહુલ દુદાણી તથા નેહા ધવલ મુછાળાના પિતાશ્રી. સ્વ. જયંતિલાલ છોટાલાલ દવેના જમાઈ. ૨૭/૨/૨૩ના કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨/૩/૨૩ના ૫.૩૦ થી ૭.૩૦ ગોરેગાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર, રિધમ હોલ, મલાડ વેસ્ટ.
લુહાર સુથાર
વિઠ્ઠલદાસ (બચુભાઈ) ભગવાનજી કવા ૨૮/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કિશોરભાઈ, હરકિશનભાઈ, કીર્તિભાઇ, કાંતાબેનના પિતાશ્રી. સ્વ. ભાણજીભાઇ પરમારના જમાઈ. સ્વ. માણેકબેનના પતિ. સ્વ. વસંતભાઈ, પ્રભાબેન, હર્ષાબેન તથા વર્ષાબેનના સસરા. પ્રાર્થનાસભા ૨/૩/૨૩ના ૪ થી ૬ સરસ્વતી વિદ્યા મંદિર, સેનાપતી બાપટ માર્ગ, માહિમ વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બસિયા જ્ઞાતિ
સ્વ. અશોક કુમાર ઠાકર ગામ ટિટોઈ હાલ ડોમ્બીવલી (ઉં.વ. ૬૭) તેમનો સ્વર્ગવાસ તા. ૨૭/૨/૨૩ના થયેલ છે. તે સવિતાબેન બાલકૃષ્ણ ઠાકરના પુત્ર અને કુસુમબેન ઠાકરના પતિ અને હર્ષના પિતાશ્રી અને દિવ્યાના સસરા અને શકુન્તલાબેન લલિતભાઈ ત્રિવેદી અને દિલીપભાઈ બાલકૃષ્ણ ઠાકરના ભાઈ અને સરડોઈ નિવાસી સ્વ. જયંતિલાલ વિઠ્ઠલદાસ ગોરના જમાઈની પ્રાર્થનાસભા તા. ૨/૩/૨૩ના ૪ થી ૭ નીચે મુજબના સ્થળે બંન્ને પક્ષની સાથે રાખેલ છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, રામચંદ્ર નગર, ગાંધીનગર, માનપાડા રોડ, ડોમ્બીવલી ઈસ્ટ (ઉત્તર ક્રિયા ડોમ્બીવલી મુકામે રાખેલ છે).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular