હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
મુળ ગામ કલ્યાણપર દ્વારકા થાણા નિવાસી ભાનુભાઇ (ભાનુકુમાર) કરસનદાસ ઠક્કર (પંચમતિયા) (ઉં. વ. ૮૨) તે ભાવનાબેનના પતિ. તે દીપક, ભરત, પરાગના પિતા. તે બેલા, દિના, પ્રિતીના સસરા. તે સ્વ. લીલાધરભાઇ, ગં. સ્વ. ઇન્દુબેન રણજીતકુમાર બરછા, ગં. સ્વ. તારાબેન કૃષ્ણચંદ ઠક્કર તથા જીતેન્દ્રના ભાઇ. તે સ્વ. દેવીદાસ માધવજી સુતરીયાના જમાઇ. તા. ૩-૭-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૭-૨૨ મંગળવારે સાંજે ૪.૩૦થી ૬. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, ખારકર આળી, થાણે (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટીયા
મુંબઇ નિવાસી રમેશ સંપટ (ઉં. વ. ૭૪) તે સ્વ. શાંતિબાઇ તથા સ્વ. જમનાદાસ વસનજી સંપટના સુપુત્ર. તે શરદ, જગદીશ, સ્વ. જયરાજ, સ્વ. હરેશ તથા કામીની જનકકુમારના ભાઇ. તે સ્વ. હીરજી તુલસીદાસ વેદના દોહિત્ર. રીતેશ, ધ્રુતિ, મિતલ, મિનલ, મેઘા, વિશાલ, તેજસ મહીમા તથા પૂર્વી, નીરજના કાકા. તે કવિશ, કપિશ, આરીવના (દાદા-નાના). તા. ૩-૭-૨૨ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ભાટિયા ભાગીરથી, દાદીશેઠ અગિયારી લેન, મુંબઇ-૨ મધ્યે તા. ૫-૭-૨૨ના સાંજે ૪.૩૦થી ૬, લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
કોલ્હાપુર મુંબઈ, ત્રિલોક કુમાર કાપડિયા (ઉં.વ. ૭૯). સ્વ. જશવંતીબહેન ગોકુલદાસ કાપડિયાના સુપુત્ર. ભરતભાઈ, મનોજભાઈ અને વિજયભાઈના મોટાભાઈ. સરિતા, જયેશ, જુલી, સોનલના પિતા. ભારતી જયેશ કાપડિયાના સસરા. ફોરમ, પ્રથમના દાદા. ૨-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઉસરડ હાલ કાંદિવલી નિતીન મહિપતરામ જાનીના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં.વ. ૬૪) તા. ૩-૭-૨૨, રવિવારના અક્ષરનિવાસી થયા છે. તે નેહા મિલીંદ ત્રિવેદીના માતા. તારકના નાનીમા. શિહોર નિવાસી હાલ બોરીવલી સ્વ. વિમળાબેન ઈચ્છાશંકર મહેતાની દીકરી. તે સ્વ. ઉષાબેન ભાસ્કરભાઈ ભટ્ટ, તે ગંગાસ્વરૂપ કુસુમબેન સુરેશકુમાર બધેકા, મધુબેન દિલીપકુમાર ભટ્ટ, કિર્તીબેન અશોકકુમાર ભટ્ટ તથા હર્ષા અમરીશ બધેકા તથા જયંતભાઈ તથા તુષારભાઈના બહેન. લૌકિક પ્રથા બંધ છે.
જામનગર ગિરિનારાયણ બ્રાહ્મણ
મુંબઈ નિવાસી અ.સૌ. જયાબેન પુરોહીત (ઉં.વ. ૮૩) તે ૨/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે દિનેશભાઇ શંકરલાલ પુરોહીતના ધર્મપત્ની. ગં.સ્વ. વીણા મહેન્દ્ર પુરોહીતના જેઠાણી. ભારતી, કેતકી, આશિષના માતુશ્રી. આકાંશાના સાસુ. વિભૂતિ તથા જીતના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. શાંતાબેન પડિયા તે સ્વ. ગોરધનદાસ મૂળજીભાઈ પડિયાના પત્ની. અગતરાયવાળા દેવરાજભાઈ જોગીની પુત્રી. દક્ષાબેન, પ્રવિણાબેન, હેમલતાબેન, ભારતીબેન, હરીશભાઈ, દીપકભાઈના માતા. નીતાબેન દીપકભાઈના સાસુ. જિનીત, વ્રુતિકાની દાદી/દાદી સાસુ. ૩ જુલાઈ ૨૨ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મુંબઇ નિવાસી દિલીપ ગોટેચા (ઉં.વ. ૭૪)નું ૨/૭/૨૨ના રોજ અવસાન થયેલ છે. તે સ્વ. પુષ્પાબેન, સ્વ. હરિલાલ ગોટેચાના પુત્ર, મિનાક્ષીબેન ગોટેચાના પતિ. ધર્મેશભાઇ, માનસીબેન, શ્રધ્ધાબેનના પિતા. રૂચીબેન ગોટેચા, પ્રશાંતભાઇ ચંચલ (રાજકોટ), મહેશભાઇ ભાટીયા (મુંબઇ)ના સસરા. મોક્ષના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાનુશાલી
સ્વ. કિશોર કરમશી દેવકરણ ગજરા નલિયા (ઉં. વ. ૫૭) ડોમ્બિવલી કોપર (વે) ખાતે તા. ૩-૭-૨૨ રવિવારના ઓધવશરણ પામેલ છે. માતા-પિતા. સ્વ. જેઠબાઇ કરમશી ગજરા. ધર્મપત્ની ગં. સ્વ. જયશ્રીબેન કિશોર ગજરા પુત્ર હિતેશ, ભાઇઓ દિનેશ, નરેશ. સસરા પક્ષ સ્વ. પ્રધાન મીઠુભાઇ માવ નરેડી, મોસાળ પક્ષ મેઘજી ગોપાલજી મંગે નુંધાતડ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.