હિન્દુ મરણ
સ્વ. પ્રેમાબેન, સ્વ. ભાગીરથીબેન હંસરાજ દયાળ કેસરીયાના સુપુત્ર વસંતકુમાર (ઉં. વ. ૮૩) ગામ વિંઝાણના હાલ વાશી તે સ્વ. વિધ્યા (શાંતા)બેનના પતિ. હીમાંશુ, ગૌરાંગ, કાશ્મીરા, જીજ્ઞાના પિતાશ્રી. અરુણા, કવિતા, ગીરીશ, બીપીનના સસરાજી. સ્વ. પુરુષોત્તમ મનજી મંડલવિઝારા ગામ ઐડાવાલાના જમાઇ. સ્વ. વિજય, દમયંતી, કીરીટ, જગદીશ, અશોક, ગીતા, પલ્લવીના ભાઇ. તા. ૨૮-૨-૨૩ના મંગળવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૩-૨૩ના ગુરુવારના સાંજે ૫.૩૦થી ૭. ઠે. લોહાણા ભવન, ડી માર્ટની સામે, સેકટર-૧૦, કૌપર ખૈરણે મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સુજાપર હાલ મુંબઈ ગં. સ્વ. પાર્વતી ગોસ્વામી (ઉં. વ. ૬૮) સ્વ. વિરગર મોહનગરના પત્ની. સ્વ. જયશ્રી સ્વ. દિપાલી, શ્રદ્ધા, દિશાના મમ્મી. સુરેશગર નીતિનગરના સાસુમા. સ્વ. ઝવેરગર, સ્વ. શંકરગર, સ્વ. રતનગરના ભાઈની પત્ની. સ્વ.લીલબાઈ, સ્વ.મીઠીબેન, સ્વ. મણિબેનના ભાભી. સ્વ. પૂરબાઈ રણછોડગરની દીકરી. તા.૨૬/૦૨/૨૩ રવિવારના કૈલાશવાસ પામેલ છે લૌકિક વ્યવહાર બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઉસરડ નિવાસી હાલ નાલાસોપારા (મુંબઇ) ગં. સ્વ. હિરાબેન શાંતિલાલ જાની (ઉં. વ. ૯૦) તા. ૨૬-૨-૨૩ રવિવારના કૈલાસવાસી થયેલ છે. પ્રદીપભાઇ (ગોવિંદભાઇ) શાંતિલાલ જાનીના માતુશ્રી. સાદડી ભાવનગર મુકામે રાખેલ છે. તા. ૨-૩-૨૩ના ગુરુવારે રામવાડી વિ. નં.૧, ૪થી ૬. ઠે. ઔદિચ્ય બ્રાહ્મણ રામવાડી, હનુમાન મંદિર સામે, કલેકટર ઓફિસ પાસે, ભાવનગર.
ઇડર સત્તાવીસ લિમ્બચીયા સમાજ
જામળા નિવાસી શ્રી ચંદ્રકાન્ત મોહનલાલ લિમ્બચીયા હાલ વસઇ (મુંબઇ)નો તા. ૨૭-૨-૨૩ના સોમવારે સ્વર્ગવાસ થયો છે. તેમના સુતક અને લોકાચાર સ્થાનિકમાં જામળા મુકામે તા. ૪-૩-૨૩ને શનિવારે રાખેલ છે.
હિન્દુ મેઘવાળ
ગામ ભુંભલી (ભાવનગર), હાલ મુંબઈ નિવાસી સ્વ. રમેશભાઈ સુમરા (ઉં. વ. ૫૯) તા. ૧૯-૨-૨૩, રવિવારના શ્રીરામચરણ પામ્યા છે. તેઓ જયાબેનના પતિ. સ્વ. મઘુબાઈ તથા સ્વ. ખોડીદાસ કેશવ સુમરાના પુત્ર. મયૂર, હેતલ અને શ્વેતાના પિતા. વિશાલ પરમાર અને આયૂષ મેવારાના સસરા. ધુડીબેન, સ્વ. દેવજીભાઈ, મંગળજીભાઈ અને મણીબેનના ભાઈ. સ્વ. જીવરાજભાઈ વાઘેલાના જમાઈ. તેમની બારમાની વિધી શુક્રવાર, તા. ૩-૩-૨૩ના ૫.૦૦ તેમના નિવાસ સ્થાન: ભવ્ય દર્શન એપાર્ટમેન્ટ, પહેલા માળે, હાથી-બાગ, શેઠ મોતી શાહ લેન, મઝગાંવ, મુંબઈ-૪૦૦૦૧૦.
કચ્છી ભાટીયા
રવિ ભાટીયા, (ઉં. વ. ૫૩) તે સુરસિંહ તથા જયા ભાટીયાના સુપુત્ર. જયનાના પતિ. હર્ષના પિતા. ડો. રાજેશ અને મુકુલના ભાઈ. સ્વ. વિજય મનકરમી અને હેમલતાના જમાઈ. રણજીત અને પના શ્રોફના ભાણેજ તે તા. ૨૭-૨-૨૦૨૩ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨-૩-૨૦૨૩, સાંજે ૫.૩૦ થી ૭.૦૦, જલારામ હોલ, એન.એસ.રોડ નં-૬, જે.વ્હી.પી.ડી. સ્કીમમાં.
દસ ગામ પંચાલ
ગામ પલસાણા હાલ બોરીવલી નિવાસી દક્ષાબેન પંચાલ (ઉં. વ. ૬૬) તે રવિવાર તા. ૨૬-૨-૨૩ના દેવલોક પામેલ છે. તે સ્વ. દિનેશભાઈ ગિરધરલાલના ધર્મપત્ની, હાર્દિક, જતીનના મમ્મી. સાયલીના સાસુ. માનવિકના દાદી, તેમજ સ્વ. કમળાબેન ખુશાલદાસ પંચાલ (દાદરાવાળા)ની દીકરી. કિરણ, કમલેશ, અરૂણા, હેમલતાના બેન. તેમની સાસરી અને પિયરપક્ષની સાદડી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ચલાળાવાળા હાલ કાંદિવલી મનસુખલાલ મહેતા (ભૂવા) (ઉં. વ. ૮૯) તા. ૨૭/૦૨/૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રતિલાલ જગદીશ ભૂવા, સ્વ. કમળાબેન રતિલાલ ભૂવાના સુપુત્ર, સવિતાબેનના પતિ. સ્વ અંતુંભાઇ, સ્વ દૌલતભાઇ, અરવિંદભાઈ, સ્વ કુસુમબેન નવીનચંદ્ર મેહતા, શારદાબેન અરવિંદ કુમાર સંઘવી, દીના ભરતકુમાર દોશી, ભારતી વિનોદકુમાર મહેતાના ભાઈ. લાઠીવાળા સ્વ. બાલકૃષ્ણ અમૃતલાલ સંઘવી, સ્વ. શાંતાબેન બાલકૃષ્ણ સંઘવીના જમાઈ. શિલ્પા, સ્વ કેતન, પ્રિયા, પ્રીતિના પિતા. નૈશેત, દેવેન,હેમંત,જાગૃતિના સસરા. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થના સભા ૦૨/૦૩/૨૩ (ગુરુવાર) ૫ થી ૭ એડ્રેસ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ ૫ મે માળે, પારેખ લેન, એસ વી રોડ, કાંદિવલી વેસ્ટ.