કડવા પટેલ
વડનગર હાલ વિલેપાર્લા સીતાબેન મણીલાલ પટેલ (ઉં.વ. ૭૩), તેઓ નવીનચંદ્ર મણીલાલ પટેલ તથા રતનબેન ભદ્રેશભાઈ પટેલના બેન. તે પરાગ, મેહુલ, હેતલના ફઈ તા. ૨૭-૨-૨૩ને સોમવારે દેવલોક પામ્યા છે. તેમનું બેસણું તા. ૨૮-૨-૨૩ને મંગળવારે ૪થી ૬ તેમના નિવાસસ્થાને ૪, ચંદન એપાર્ટમેન્ટ, એસ.વી. રોડ, વિલેપાર્લા (વેસ્ટ).
સિહોર સંપ્રદાય ઔ. અગ્યારસે બ્રાહ્મણ
સિહોર નિવાસી હાલ મુંબઈ સ્વ. યશવંત રવિશંકર ભટ્ટ અને સ્વ. ગુણવંતી ભટ્ટના પુત્ર ચેતન ભટ્ટ (ઉં.વ. ૫૭) તે હસ્મિતા ભટ્ટના પતિ. અમીત, અ. સૌ. પ્રિયલ હેમંતકુમાર કીલારુંના પિતા. મેઢાસન નિવાસી સ્વ. શાંતિલાલ પંડયા અને સ્વ. મૂળલક્ષ્મીબેન પંડયાના જમાઈ. હેમંતકુમાર કિલારું અને અ. સૌ. કિરણ અમિત ભટ્ટના સસરા. મધુકર અને ધનેશના ભાઈ તા. ૨૬-૨-૨૩, રવિવારના કૈલાસવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ માંગરોળ, હાલ બોરીવલી નિવાસી મણીલાલ દયાળજી તન્ના (ઉં. વ. ૮૨) તે સ્વર્ગીય ઇન્દિરા બેનના પતિ. તે સ્વ. કાંતિ તન્ના, સ્વ.પ્રવીણ તન્નાના ભાઈ. તે કલ્પેશ, ભાવેશના પિતાશ્રી. અ.સૌ. હીના, અ. સૌ. પરેશાના સસરા. ધ્રુવ, કુ.ખુશીના દાદા, ગોરધનદાસ જીવરાજાણીના જમાઈ તા. ૨૬/૨/૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા ગુર્જર વણિક
જૂનાગઢવાળા હાલ વિરાર ભૂપેન્દ્રભાઈ ગુલાબદાસ શાહ (ઉં. વ. ૭૫) તે ભાવનાબેનના પતિ. ઉર્વી ઉમેશ મહેતા, ગં. સ્વ. શ્રેયા સચિન પારેખ, ગૌરવ શાહના પિતા. ગં. સ્વ. નલિનીબેન દિલીપભાઈના દિયર. સ્વ. કૈલાશબેન ચંદ્રકાંત શાહ, ગં. સ્વ. સુષ્માબેન સુરેશ કુમાર ગુર્જર, ગં. સ્વ. ઈન્દિરાબેન પ્રવિણકુમાર શાહ, જ્યોત્સનાબેન પ્રકાશકુમાર મહેતાના ભાઈ. સ્વ. ચંદ્રકાંત નારાયણદાસ શાહના જમાઈ. કોમલ, શૌર્યના નાના શનિવાર તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ ના શ્રીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ ભંડુરી હાલ ભાયંદર નિવાસી ગં. સ્વ. સુશીલાબેન કાંતિલાલ (કાળુભાઈ ) તન્ન (ઉં. વ. ૮૨) સ્વ. જમનાદાસ ગોરધનદાસના પુત્રવધૂ. ધીરુભાઈ, દિનેશભાઇ, અ. સૌ પૂજા ધર્મેન્દ્ર દેવાણીના માતુશ્રી. માળીયા હાટીના વાળા વિઠ્ઠલદાસ ભીમજી પોબારીના દીકરી. અ. સૌ. કાજલ, અ. સૌ શીતલના સાસુ. દેવ, રાહુલ, જય, કિંજલ, કોમલ, સાક્ષીના દાદી તા. : ૨૬.૨.૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૮.૦૨.૨૩ મંગળવાર ૪થી ૬. શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), (લૌકિક પ્રથા બંધ છે.)
સત્તાવીશ દશા પોરવાડ (વૈષ્ણવ વણિક)
હરસોલ હાલ મુંબઈ, સ્વ. સુશીલાબેન કાંતિલાલ દાણીના સુપુત્ર હરિષકુમાર દાણી (ઉં.વ. ૮૦) તે ૨૬-૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે નયનાબેનના પતિ. રાજશ્રી, પરાગ અને કેતનના પિતા. બિપિનભાઈ તથા ભારતીબેનનાં મોટાભાઈ. સમીરા અને હિમાંશીના સસરા. તે બુલાખીદાસ પાનાચંદ શાહ (ખેરવા) પરિવારના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ખેતબાઈ અને ગં.સ્વ. ભાનુબાઈ ડુંગરશી પલણનાં જેયષ્ટ સુપુત્ર લવજી ડુંગરશી પલણ (ઉં.વ. ૭૯) ગામ વિજાણ હાલે મઝગામ મુંબઈ. તે સ્વ. મણીબાઈ કરસનદાસ રખાણા ગામ નાના ભાડિયાના જમાઈ. તે ગં.સ્વ. જ્યોત્સનાબેનના પતિ તથા જતીન અને દીપિકા અભિષેક શેલારના પિતાશ્રી. તે જયશ્રીના સસરાજી. તે સ્વ. જીતેન્દ્રભાઈ, જયસિંહભાઈ, જ્યોતિબેન, દિવ્યાબેનના મોટાભાઈ તા. ૨૬-૨-૨૩ના રામશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૮-૨-૨૩ ટાઈમ ૫થી ૬.૩૦ સ્થળ: શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી ભાટિયા
મીરાબેન રાયપત (રાંચી) (ઉં.વ. ૮૩) (ચક્ષુદાન દીધેલ છે) તે સ્વ. પ્રતાપસિંહ ખીમજી રાયપતના ધર્મપત્ની. પૂ. પાર્વતીબેન, અ.સૌ. પ્રભાબેન તુલસીદાસ રાયપતના ભાભી. ચંદ્રકાંત, ધનંજય, પ્રસૂન, મિહિર, માધવી, ઋષિકેશના માતુશ્રી. સ્વ. ગોદાવરીબેન ધરમસિંહભાઈ સંપતના દીકરી. સ્વ. નવીનભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, માનસિંહભાઈ, સ્વ. પ્રમિલાબેન, સ્વ. ઈન્દુબેનના બેન ગુરુવાર, ૨૩-૨-૨૩ને શ્રીજીચરણ પામ્યા છે.
કપોળ
ભાવનગરવાળા (ઠડિયા ગામ) હાલ મલાડ સ્વ. શાંતિબેન નંદલાલ ગોપાળજી ભુતાના પુત્ર હરેશભાઈ (ઉં.વ. ૭૩) રવિવાર તા. ૨૬-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વિદ્યાબેનના પતિ. તે ચિ. વિનીતા તથા કશીશના પિતાશ્રી. તે અ.સૌ. ખેવનાના સસરાજી તથા ચિ. વિહાનાના દાદા. સ્વ. હંસાબેન, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. શુશીલભાઈ તે કિશોરભાઈ, ભરતભાઈના ભાઈ. હુગલીવાળા સ્વ. દીનકરભાઈ કુલકર્ણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા મલાડ મુકામે રાખેલ છે.