હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ ખરસાડ (હાલ કોદગરા ફળિયા)ના સ્વ. મણીબેન તથા સ્વ. ભીખુભાઈ ઘડિયાળીનાં દીકરી ગં. સ્વ. ગંગાબેન કરસનદાસ પટેલ (ઉં. વ. ૮૮) શનિવાર, તા. ૧૮-૨-૨૩ના દેવલોક પામ્યા છે. તે મનુભાઈ, યશવંતભાઈ, શશીકાંતભાઈના માતા. પ્રતિમાબેન, ઊષાબેન, ભારતીબેનના સાસુ. ઊર્જિતા, પ્રજ્ઞેશ (મોન્ટુ), પરેશ, તેજસ, અવની, અદિતી, આરવનાં દાદી. દીપકકુમાર, અનિલકુમારનાં દાદી સાસુ. તેમની બારમાની પુષ્પપાણીની ક્રિયા બુધવાર, તા. ૧-૩-૨૩ના બપોરે ૩ થી ૫. ઠે.: મનુભાઈ કરસનદાસ પટેલ, ‘કેદાર-ગંગા’, ગામ ખરસાડ, કોદગરા ફળિયા, સ્ટે. અમલસાડ.
હાલાઈ લોહાણા
પોરબંદરવાળા હાલ મુંબઈ સ્વ. કલાવતીબેન શાંતિલાલ મોદી (ઠક્કર)ના જયેષ્ઠ પુત્ર દેવીદાસભાઈ (ઉં.વ. ૮૬) તે ગુણવંતિબેનના પતિ. ઈલાક્ષી મેઘકુમાર ખોના, ચેતન, જનકના પિતા. સરોજબેન શશીકાંતભાઈ કાપડીયા, દિનેશભાઈ, જયોતિબેન વિરેન્દ્રભાઈ પાવાગઢીના ભાઈ. મેઘકુમાર મંગલભાઈ ખોના, પ્રિતી, જાગૃતિના સસરા. સ્વ. હરીદાસ રામજી મજીઠીયાના જમાઈ તા. ૨૫-૨-૨૩, શનિવારના શ્રીજીચરણ પામેલા છે. (લૌકિક વ્યવહાર બંધ છે)
હાલાઈ લોહાણા
કરાંચી-મોરબીવાળા હાલ મુલુંડ અ. સૌ. સ્મિતાબેન (ઉં.વ. ૭૪) તે સ્વ. જશોદાબેન બચુભાઈ રામજી ભોજાણીના પુત્રવધૂ. સુરેશભાઈ પ્રભુદાસભાઈ ભોજાણીના ધર્મપત્ની. સ્વ. સુંદરજી કેશવજી મજીઠીયા (વકીલસાહેબ)ના દીકરી. આશિષ, અંકુર, ભાવના રાજીવભાઈ સેજપાલના માતુશ્રી. વર્ષાબેન, સ્વ. ઈન્દિરાબેન, સ્વ. રમેશભાઈ, ગં. સ્વ. સરોજબેન, હર્ષાબેન, સ્વ. અરૂણાબેનના ભાભી. અવની, અશ્ર્વિનીના સાસુમા તા. ૨૫-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૨-૨૩ના સાંજના ૫ થી ૭, અશોકા હોલ, અશોક નગર, નાહૂર રોડ, મેહુલ સિનેમાની બાજુમાં, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ચરોતર રૂખી સમાજ
ગામ નેપાડ હાલ નાલાસોપારા સ્વ. સવીતા ચંદુભાઈ સોલંકી ૨૨/૨/૨૩ ના રોજ દેવલોક પામેલ છે. તે ચંદુભાઈ મણિલાલ સોલંકીના ધર્મપત્ની. ગણેશ, જગદીશ, રમીલા હંસાના માતા. અરૂણ રજપૂતના સાસુ. પ્રાર્થનાસભા ૨૭/૨/૨૩ ના રોજ ૫ થી ૭. નિવાસસ્થાને નિખિલ એપાર્ટમેન્ટ, એ /૨ અચોલે રોડ તળાવ પાસે, નાલાસોપારા ઈસ્ટ.
ઘોઘારી લોહાણા
ભાવનગર નિવાસી હાલ કાંદીવલી અશોકભાઇ ચીમનલાલ સાયતાના ધર્મપત્ની અ.સો. કુન્દનબેન(ઉં.વ.૬૮) તા.૨૬/૦૨/૨૩ ને રવિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તે હેતલ વિશુ તાયલ, ચિ. ખુશ્બુ પરીક્ષીત શાહ અને બંસી સાયતાનાં માતુુશ્રી. સ્વ. દિનેશભાઇ, સ્વ. હસુબેન, ગં.સ્વ. કુન્દન રમેશ સાયતા, કુમુદબેન નીતીનભાઇ સાંગાણીના ભાભી. સ્વ. ચર્તુભુજભાઇ જીવનરાજભાઇ ખીરૈયાના દીકરી. સ્વ.ચંદુભાઇ, સ્વ. રમેશભાઇ, ભરતભાઇ ખીરૈયાના બહેન. પ્રાર્થના સભા તા.૨૭/૦૨/૨૩ ને સોમવારના રોજ સવારે ૧૧ થી ૧. ઠે. શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, પ્રથમ માળ, શંકરના મંદિર પાસે, એસ.વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).
હાલાઈ લોહાણા
સાવરકુંડલાવાળા હાલ અમદવાદ ગં.સ્વ. ભાવનાબેન કનૈયાલાલ કાનાણી (ઉં.વ. ૭૦), તે ગં.સ્વ. શાંતાબેન ગોકળદાસ કાનાણીના પુત્રવધૂ. સ્વ. તારાબેન રમણિકભાઈ સેદાણીના પુત્રી. સ્વ. કનૈયાલાલના ધર્મપત્ની. મિલીન, ખ્યાતિ (પીંકી)ના માતુશ્રી, ચંદ્રિકાબેન, ભદ્રેસભાઈ, સ્વ. ગિરીશભાઈ, જયશ્રીબેનના બેન તા. ૨૫-૨-૨૦૨૩ના રોજ શનિવારે સવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન- સી-૨૯, હરિ મહાદેવ એપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ ગાર્ડનની સામે, અંકુર રોડ, મુકામ અહમેદાબાદ-૯૩
કપોળ
ઉનાવાળા હાલ કાંદિવલી, સ્વ. મહેન્દ્રકુમાર કાંતિલાલ ગાંધીના ધર્મપત્ની અ.સૌ. જયભદ્રાબેન (ઉ.વ. ૭૪), તે ગં.સ્વ. ઈન્દુમતિ હિમ્મતલાલ ભુતા, શરદભાઈના ભાભી. ગાયત્રી આશીષ પારેખ, જ્યોતિ સંદિપ રવાણી, કિરણ આશીષ પારેખ ત્થા ગૌરાંગના માતુશ્રી. પાયલના સાસુ. નવીષાના દાદી, જાફરાબાદવાળા સ્વ. ભગવાનદાસ ઠાકરસી ગોરડીયાના દિકરી શનિવાર તા. ૨૫-૨-૨૦૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રોહીદાસ વંશી સોરઠીયા જ્ઞાતી
ગામ: ખંડેરા, હાલ નાલાસોપારા સ્વ.શામજી ગોવિંદ સરવૈયાના પુત્ર સ્વ.મનેશ શામજી સરવૈયા તા. ૧૭/૨/૨૦૨૩ ને શુક્રવારના રોજ રામચરણ પામ્યા છે, તેઓ ગં.સ્વ.ડાયબેન પુત્ર, જેસીંગભાઈ ગોવિંદ સરવૈયા ના ભત્રીજા, અરુણા મનીષા, પૂજા ને જીતેશ ના ભાઈ, તથા ખીમજીભાઈ ધુડા વાઢેળ, તેમના બારમા ની વિધિ તારીખ ૨૮/૦૨/૨૦૨૩ ને મંગળવાર ના રોજ સાંજે ૫:૦૦ કલાકે રાખવામાં આવેલ છે. સ્થળ : શ્રી ભવાની નિવાસ નાલેશ્ર્વર નગર, બિલ્ડીંગ નં. ૧, રૂમ નં. ૫, બેંક ઓફ બરોડા ની સામે, નાલાસોપારા પૂર્વ, સ્ટેશનથી ગાલા નગરની રિક્ષા પકડવાની.