હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિક
મોરબી નિવાસી ચંદ્રકાંત અમૃતલાલ મહેતાના ધર્મપત્ની નિરંજનાબેન (ઉં.વ. ૭૬) તા. ૨૧/૨/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે મનીષ, જયશ્રી તુષારના માતુશ્રી. અલ્પા મનીષ, તુષાર સાંગાણીના સાસુ. દિલીપભાઈ અમૃતલાલના ભાભી. ઈન્દીરાબેનના જેઠાણી. સ્વ. કપિલાબેન તથા સ્વ. હિંમતલાલ મણીયારના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૫/૨/૨૩. શનિવારના ૪ થી ૬. સ્થળ: ગોરક્ષધામ હોલ, કાસકેડ કમ્પાઉન્ડ, ટી.સી.એસની પાછળ, કુલુંપવાડી, નેશનલ પાર્કની નજીક, ઓફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, બોરીવલી (ઇ.).
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ધાંધળી ગામ, હાલ મુંબઈ સ્વ. વ્રજલાલભાઈ તથા સ્વ. નિર્મળાબેન પંડ્યાના જયેષ્ઠ પુત્ર જીતેન્દ્રભાઈ. તે સ્વ. શારદાબેનના પતિ. અ. સૌ. મિનોતી, ચી. નિખિલ, અ. સૌ. આરતી અને અ. સૌ. ભાવનાના પિતાશ્રી. સ્વ. જયાબેન, ડો. દિનેશભાઈ અન્નપુરણાબેન, સ્વ. અશ્ર્વિનભાઇ, સ્વ. કિર્તીભાઈ, મયુરભાઈના ભાઈ. સ્વ. મહીપતરાય તથા જશુબેનના જમાઈ. તા. ૨૦/૨/૨૩, મંગળવારના કૈલાસવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
ગામ બગસરા હાલ દહિસર સ્વ. મનસુખલાલ થડેશ્ર્વર (ઉં.વ. ૭૭) તે ૨૨/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે લખુભાઈ ડોસલભાઈ થડેશ્ર્વરના પુત્ર. નયનાના પતિ. વિશાલ, કેતન, પૂનમ પ્રિતેશ ધાણકના પિતા. જેસલબેનના સસરા. નરોત્તમભાઈ હરિભાઈ કાગદડાના જમાઈ. પ્રાર્થનાસભા ૨૪/૨/૨૩ના ૪ થી ૬ સોની વાડી, એસ. વી. રોડ, બોરીવલી વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
હામાપર નિવાસી હાલ કાંદિવલી સ્વ. દયાળજી જેચંદ માધાણીના પુત્ર મુકુંદભાઈ માધાણી (ઉં.વ. ૭૮) તે ૧૯/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. નવીન, પ્રવીણ, શારદા નગીનદાસ પારેખ, ચંદ્રિકા પ્રમોદ મદાણી તથા સ્વ. રંજન પ્રવીણ ધાબળિયાના ભાઈ. હિમાંશું, હિના પ્રકાશ ગાંધી તથા દીપ્તિ જીતેશ શેઠના પિતા. વૈશાલીના સસરા. પ્રાર્થનાસભા ૨૫/૨/૨૩ના ૪ થી ૬ હરિનામ મંદિર, શાંતિલાલ મોદી રોડ, ઈરાનીવાડી, એશિયાન બેકરીની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.
શ્રી ઝાલાવાડી સઈ સુતાર
મોજીદડ નિવાસી હાલ ડોંગરી સેન્ડહસ્ટ રોડ જયપ્રકાશ હિંમતલાલ પાટડીયાના ધર્મપત્ની અ. સૌ. હસમુતીબેન (ઉં.વ. ૬૯) તે ૨૧/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે જીજ્ઞેશ, ધર્મેશ, દિવ્યેશના માતા. કલ્પિતા, હેતલ, ઊર્મિના સાસુ. ગં.સ્વ. જ્યોતિ ભરત પાટડીયાના જેઠાણી. સાયલા નિવાસી ગં.સ્વ. પ્રભાબેન ગોવિંદભાઇ ગોહિલના દીકરી. પ્રાર્થનાસભા ૨૪/૨/૨૩ના ૪ થી ૬ કચ્છી વિશા ઓસવાલ જૈન મહાજનવાડી, પહેલે માળે, ચિંચબંદર, મુંબઈ મધ્યે.
કપોળ
શિહોર નિવાસી સ્વ. બાબુભાઈ આત્મારામ કાણકિયાના જ્યેષ્ઠ પુત્ર જયકાંતભાઈ (ઉં.વ. ૮૭), તા. ૨૧-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ ઈન્દુબેનના પતિ. તે કેતના સુનીલ જોશીના પિતા. તેઓ મહેન્દ્રભાઈ, સ્વ. જયુભાઈ, રાજેન્દ્રભાઈ, નીલાબેન કિરીટકુમાર મહેતાના મોટાભાઈ તેમ જ શ્ર્વરસુરપક્ષે શિહોરવાળા સ્વ. જગન્નાથ અનંતરાય મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૬-૨-૨૩ના પાંચથી સાત, કોશિશ હોલ, જૈન મંદિરની બાજુમાં, દફ્તરી રોડ, મલાડ (પૂર્વ).
કચ્છી લોહાણા
પ્રતાપભાઇ પુરુષોતમ કોઠારી કચ્છ ગામ લખપત હાલે સાંગલી (ઉં. વ. ૭૮) તે ઇંદિરાબેનના પતિ. પ્રિતેશ, જયેશના પિતા. પ્રીતીબેનના સસરા. સ્વ. પ્રેમજીભાઇ (બાબુભાઇ) સ્વ. મથુરાદાસ (શંભુભાઇ) સ્વ.મંગળદાસ, સ્વ. અનસુયાબેન, કાંતાબેન, મધુબેન (બેબીબેન)ના ભાઇ. સ્વ. પુષ્પાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન, સ્વ. ડો. હેમલતાબેન કોઠારીના દિયર. સંગીતાબેન વિનોદભાઇ ઠક્કર, કલકત્તાવાળાના કાકા. સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. લક્ષ્મીદાસ લાલજી ઠક્કર (રાયમંગીયા) કચ્છ માંડવી. હાલે સાંગલીના નાના જમાઇ.તા. ૨૦-૨-૨૩ના સોમવારે સાંગલી મુકામે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બસીયા સમાજ
ટિટોઇ નિવાસી હાલ બોરીવલી સ્વ. મધુકાંતા ચુનીલાલ વ્યાસના પુત્ર હેમંત ચુનીલાલ વ્યાસ (ઉં. વ. ૬૧) તા. ૨૧-૨-૨૩ના દેવલોક પામ્યા છે. તે જયોતિબહેનના પતિ. તેજસ્વી-કશ્યપ વ્યાસ, આરતી-જય વ્યાસના પિતા. હીરાબેન, સ્વ. બિપીનભાઇ વ્યાસ, સ્વ. હંસાબેન જીતેન્દ્ર શાહ, કુમુદબેન જગદીશ આચાર્ય, દક્ષાબેન અશોક દાણીના ભાઇ. અને અડપોદરા નિવાસી સ્વ.નવનીતલાલ ભોગીલાલ જોષીના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૨-૨૩ના ૪થી ૭. લૌકિક પ્રથા બંધ છે. ઠે. પ્રબોધનકાર ઠાકરે નાટ્ય મંદિર સંકુલમાં, કોમ્યુનિટી હોલ, ૧લે માળે, સોડવાલા લેન, બોરીવલી (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ
ભાવનગર નિવાસી સ્વ. શાંતિલાલ દામોદરદાસ મોદી, સ્વ. શાંતાબેન શાંતિલાલ મોદીના સુુપુત્ર સ્વ.નરેન્દ્રભાઇ મોદી (ઉં.વ. ૮૪) ગુરુવાર, તા. ૨૩-૨-૨૩ના ભરૂચ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કનૈયાલાલ, ભાસ્કરભાઇ, ગિરીશભાઇ, રસીલાબેન મનહરલાલ મહેતા, વીણાબેન જગદીશભાઇ મિઠાણી તથા સ્વ. જાગૃતિબેન પ્રકાશભાઇ કોઠારીના ભાઇ. ડો. પરાગ તથા ડો. રૂપા કેતન દોશીના પિતા. ડો. લોપા પરાગ મોદી અને ડો. કેતનભાઇ સોમચંદ દોશીના સસરા. માનસી, અપૂર્વ તથા વિશાલના દાદા-નાના. મહુવા નિવાસી સ્વ. જમનાદાસ ભગવાનદાસ દોશીના જમાઇ. સાદડીની પ્રથા બંધ છે, તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ માંગરોળના હાલ અંધેરી- અમૃતલાલ ઉમરાણીયા (ઉં.વ. ૭૨) તા. ૨૧-૨-૨૩ને મંગળવારે સ્વધામ પધાર્યા છે. તેઓ સ્વ. શાંતાબેન અને સ્વ. હરિભાઈ નાથાભાઈના સુપુત્ર. નિરુબેનના પતિ. તે સમીરભાઈ તથા બિન્દુબેન સૌરભભાઈ પરમારના પિતાશ્રી. ચિ. ભવ્ય તથા ચિ. આયુશીના નાનાજી તથા હેમંતભાઈ, અરવિંદભાઈ, નિર્મળાબેન તથા મંજુબેનના ભાઈ. સ્વ. શામજીભાઈ વસ્તભાઈ ચિત્રોડાના જમાઈ. (લૌકિક પ્રથા બંધ રાખવામાં આવેલ છે.)
દસા સોરઠ્યિા વણિક સમાજ
મૂળ ભાયાવદર ગામના હાલ બોરીવલી પશ્ર્ચિમ મુંબઈ નિવાસી અ.સૌ. સ્મિતાબેન મનસુખલાલ સાંગાણી (મનસુખલાલ ઝવેરચંદ સાંગાણીના ધર્મપત્ની), તા. ૨૧/૨/૨૩ મંગળવારના વૈકુંઠધામ પામ્યા છે. સામાજિક વિધિ કુટુમ્બ પૂરતી રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુતાર
ગામ ટીકર હાલ અંધેરી ગં. સ્વ. ઈંદિરાબેન (ઉં.વ. ૭૬) તા. ૨૦/૨/૨૩ સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અમૃતલાલ રામજીભાઈ ચૌહાણના ધર્મપત્ની. તે સ્વ. વિનોદચંદ્ર, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. ગુણવંતભાઈ, નવિનભાઇ, સ્વ. સવિતાબેન નરોત્તમદાસ સોલંકીના ભાભી. તે અમરશીદાસ ડાહ્યાલાલ પરમારના દીકરી. તે અનિલ, હરેશ, ઉર્વશીના માતુશ્રી. તે સોનલ, અલ્પા, રાજેન્દ્ર ધીરજલાલ મકવાણાના સાસુ. તે ચાર્મી અર્જુન પંચોલી, જય, લેખા રચઈ કંસારા, શિખા, સૌરવના દાદી. પ્રાર્થનાસભા શુક્રવારે તા. ૨૪/૨/૨૩ ૪ થી ૬, પ્રાર્થના સ્થળ- વિદ્યા વિકાસ મંડળ બેન્કવેટ હોલ, રિકરેયશન ક્લબની સામે, ભવન કોલેજની બાજુમાં, અંધેરી – પશ્ર્ચિમ, લૌકિક વ્યવહાર
બંધ છે.
કપોળ
મહુવાવાળા હાલ વિલેપાર્લા સ્વ. લલીતકુમાર કલ્યાણજી ઓધવજી ગાંધીના ધર્મપત્ની કોકિલાબેન (ઉં.વ. ૭૯), તે અમીષા-અશ્ર્વીન, અમર- નીશા, ફાલ્ગુની-હિમાંશુના માતુશ્રી. તે સ્વ. ચંદ્રાગૌરી ગુણવંતરાય, ગં.સ્વ. દિનતાબેન-વિનોદરાય, ગં.સ્વ. રંજનબેન-ચંદ્રકાન્ત, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. ભાનુબેન, સ્વ. કુસુમબેન, સ્વ. વનિતાબેન, સ્વ. પ્રદિપભાઈના ભાભી. તે સ્વ. જેકુંવરબેન નરોત્તમદાસ હેમરાજ મોદીના દીકરી. તે સ્વ. હરકીશનભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. હેમંતભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈ, સ્વ. શશીકાંતભાઈ, દિનેશભાઈ, ગં.સ્વ. તરલાબેનના બેન. તે કરણ, હાર્દી, સૌમીલમ હર્ષિલના દાદી, તે તા. ૧૯-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૩ના શનિવારના ૫ થી ૭ સ્થળ- રાજપુરીયા બાગ, ૩૯૭, એન.પી. ઠક્કર રોડ, વિલેપાર્લા-ઈસ્ટ.
સુરતી લોહાણા
મૂળ ગામ સુરત હાલ મુલુંડ ગં.સ્વ. નયનાબેન પ્રવિણભાઈ જરીવાળા (ઉં.વ. ૮૪), તે સુરત નિવાસી સ્વ. ઠાકોરદાસ ઠક્કરના સુપુત્રી. તે અમિતભાઈ, રીનાબેન રાજેન્દ્રભાઈ રાજા, નીતાબેન પ્રેમલભાઈ ઠક્કરના માતુશ્રી. તે અવનીબેન અ. જરીવાળાના સાસુ. તે ડો. રોનક, પાયલ વત્સલકુમાર ઠક્કરના દાદી. તે અમીત, નિખિલ, ડો. અનેરી, પ્રિયમના નાની. તે ડો. કૃપાબેન રોનકભાઈ જરીવાળાના દાદી સાસુ, તા. ૨૨-૨-૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
ગામ કુંભણ હાલ બોરીવલી સ્વ. પ્રકાશભાઈ ચાવડા (ઉં.વ. ૫૦) તા. ૨૨-૨-૨૩, બુધવારના રામચરણ પામ્યા છે. તેઓ ગં.સ્વ. કાંતાબેન શામજીભાઈ ચાવડાના પુત્ર. તેઓ લતાબેનના પતિ. તેઓ સ્વ. નાગજીભાઈ વશરામભાઈ સાપરાના જમાઈ. તેઓ ભાવનાબેન, સંજયભાઈના ભાઈ. તેઓ તોરલબેન, ક્રિષ્ણાબેન, વિરાજના પિતાશ્રી. તેઓ જીગ્નેશકુમાર વિનોદભાઈ ચૌહાણના સસરા. તેમની સાદડી તા. ૨૪-૨-૨૩, શુક્રવારના રોજ શ્યામવાડી, ઓબરોય મોલની સામે, દિંડોશી માર્ગ, મલાડ (ઈસ્ટ), ૫થી ૭.
કપોળ
રાજુલાવાળા હાલ મુંબઈ સ્વ. ધીરજલાલ મોહનલાલ પારેખના ધર્મપત્ની નયનાબેન (ઉં.વ. ૮૫) તે ભૂપેન્દ્ર, અનિલ, કલ્પના અશ્ર્વિન મહેતા, ભાવના તુષાર મહેતા, દર્શના દિનેશ પુજારાના માતુશ્રી. આશા તથા ભામિનીના સાસુ. અમ્રિષાના મોટી સાસુ. તે જીનિત, અમી પ્રતિક ઠક્કર, રિદ્ધિ નિમીષ મહેતા, હિનલ અમીત દોશી, દિયા, રૂહી, કિઆના, મિહીતના દાદી. પિયર પક્ષે ડેડાણવાળા સ્વ. કાશીબેન દયાળદાસ વનમાળીદાસ દોશીની દીકરી મંગળવાર, તા. ૨૧-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૪-૨-૨૩ના ૫થી ૭ ઠે: શ્રી મુંબઈ પાટીદાર સમાજ, મફતલાલ બાગ, ૬ ફ્રેન્ચ બ્રિજ, મુંબઈ-૪૦૦ ૦૦૭.