માધવપુર ગિરિનારાયણ બ્રાહ્મણ
મધુરી અજીતકુમાર કાપડિયા (ઉં. વ. ૭૮) તે મેહુલ, હિરેનના માતુશ્રી. અલકા, ધારાના સાસુ. વરૂણના દાદી. મંજુલાબેન જટાશંકર ઠાકરના સુપુત્રી. અરવિંદભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. કિશનભાઇ તથા ઇલાબેન જનકભાઇ ભટ્ટના બેન. તા. ૧૯-૨-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૩-૨-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. માધવ હોલ, એમ. જી. રોડ., બોરીવલી (ઇસ્ટ).
દશા સોરઠિયા વણિક
સરધાર નિવાસી હાલ ઘાટકોપરના સ્વ. નર્મદાબેન ને સ્વ. વૃજલાલ ધારસી ગોરસિયાના સુપુત્ર નવીનચંદ્ર (ઉં.વ. ૭૯) તા. ૧૯-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે નયનાબેનના પતિ. ચિ. ભાવેશ તથા વિભા આલોક દોશીના પિતાશ્રી. મિનળ ભાવેશ ગોરસિયા ને આલોક દોશીના સસરા તથા સ્વ. જેઠાલાલ, સ્વ. રંજનબેન મગનલાલ, સ્વ. હસમુખભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. ભૂપતભાઈ, સ્વ. પ્રફુલભાઈ, સ્વ. પ્રમોદભાઈ તથા દમુબેન મહેન્દ્ર ને ભારતી નરેન્દ્રના ભાઈ તથા વંશ અને ધૈર્યના દાદા. પ્રાર્થનાસભા કે સાદડીની પ્રથા બંધ રાખેલ છે.
દમણિયા દરજી
દમણ નિવાસી હાલ વસઈરોડ, સ્વ. દિલીપભાઈ કાંતિલાલ કાપડિયા (ઉં.વ. ૫૬) તા. ૧૫-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે પન્ના (પૂજા)બેનનાં પતિ. મોનિક, ધ્રુવીલના પિતા. બિન્દુબેન દિલીપભાઈ મોતા, બીનાબેન સ્વ. કમલભાઈ દેખતાવાલના ભાઈ. હંસાબેન હસમુખભાઈ દમણીયાના જમાઈ. બિમલભાઈ દમણીયાના બનેવી. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૨-૨-૨૩ના ઠે: સ્વામીનારાયણ મંદિર, ૬૦ ફીટ રોડ, વસંત કરિશ્મા બિલ્ડિંગ સામે, વસઈ રોડ (વેસ્ટ) સમય ૪થી ૫.૩૦.
બાલાસિનોર દશાનીમા વણિક
રમેશભાઈ મોજીલાલ પરીખ (ગુંથરીવાળા) (ઉં.વ. ૮૬) તા. ૧૯-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. હંસાબેનના પતિ. નિલેશ, અનિષ તથા પારુલના પિતાશ્રી. સોહિણી, નીલા તથા મુકેશકુમારના સસરા. સર્વે લૌકિક પ્રથા
બંધ છે.
બાલાસિનોર દશા નિમા વણિક
ગં.સ્વ. પન્નાબેન (ઉં.વ. ૭૭) તેઓ સ્વ. રમેશચંદ્ર કાંતિલાલ પરીખ (મોટા)ના ધર્મપત્ની. તા. ૧૯-૨-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ શાંતાબેન કિર્તનલાલ પરીખના દીકરી. મયૂરી, સ્વાતિ, સ્વ. કાર્તિક તથા જુલીના માતુશ્રી. અમિત, ધર્મેશ, વિનિતના સાસુ. સૌરીન, રોમિણ, જેકીન, મોહનીશના નાની. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ ભાટિયા
ગં.સ્વ. માલતીબેન પદમશી (ઉં.વ. ૯૨) તે સ્વ. માધવદાસ પદમશી મોરારજી (હેમરાજ કાનજીવાળા)ના ધર્મપત્ની. સ્વ. કરસનદાસ વલ્લભદાસ ગંઢાળાના સુપુત્રી. મધુસુદન, અ.સૌ. ગીતા રણજીત રામૈયા, સ્વ. પન્ના માધવદાસ, અ.સૌ. ભાવના અભય દમણિયા, અ.સૌ. હેમંતી (હીના) દીપક મુંદ્રાવાળાના માતા. પ્રીતિના સાસુ. રાધા, દિવ્ય, નિયતિ, હર્ષના દાદી. નરેશ, શિલ્પા, કૈલેશ, હર્ષ, જાનકી, જયના નાની. રવિવાર, તા. ૧૯-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૨-૨-૨૩ના ૫.૩૦થી ૭.૦૦. ઠે: વનિતા વિશ્રામ હોલ, એચ.એન. રિલાયન્સ હોસ્પિટલની બાજુમાં, પ્રાર્થનાસમાજ, મુંબઈ ખાતે રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
પોરબંદર હાલ કાંદિવલી નરેન્દ્ર નગીનદાસ પારેખ (ઉં.વ. ૭૫) તા. ૧૮-૨-૨૩ના અવસાન પામ્યા છે. તે ઉર્મિલાબેનના પતિ. સવિતાબેન ઓધવજી મલકાણના જમાઇ. સ્વ. ચંદ્રિકાબેન મલકાણ, સ્વ.નલિનીબેન કાલાવાડીયા, સ્વ. ઇલાબેન મલકાણના ભાઇ. અંજના દેવેન ધ્રુવ, વિસા હિતેન શાહના પપ્પા. રમણિકભાઇ, સ્વ. છબીલદાસ, કિરીટભાઇ, ગીરીશ મલકાણ, પુષ્પા સી. શ્રીમાંકર, હસમતિ જે. શેઠના બનેવી. માનવ, દેવાંશ, કાવ્યના નાના. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છ વાગડ લોહાણા
ગામ જૂના કટારીયાના સ્વ. ગોવિંદજી રામજી ઠક્કર (કારિયા)ના ધર્મપત્ની જયાબેન ગોવિંદજી ઠક્કર (કારિયા) (ઉં. વ. ૮૪) હાલ ઘાટકોપર જેતુબેન ભવાનજી જોબનપુત્રા (ગામ વોંધ)ની પુત્રી. તે દિનકરરાય, નવીનભાઇ, રૂક્ષ્મણીબેન, જશોદાબેન, નરબદાબેનના નાની બહેન. તે રમેશ, ઇન્દુ, અતુલના માતુશ્રી. પ્રિતી, અંજના, શારદાના સાસુમા. સૂરજ, જય, ઝંખના જતીન કુમાર, નિરાલી, શ્રુતી, કૃપા શાબાઝ કુમાર, સાક્ષીના દાદી. રવિવાર, તા. ૧૯-૨-૨૩ના શ્રીજીશરણ પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા -બેસણું તા. ૨૧-૨-૨૩ને મંગળવારે સાંજે ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા ઠે. બાલાજી મંદિર, તિલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
ગામ હળવદ હાલ મુંબઇ દિનકર રાય (બાબુભાઇ) હિંમતલાલ શુકલના ધર્મપત્ની અને મોહનલાલ રામચંદ્ર યાજ્ઞિકના દીકરી રમીલાબેન શુકલ તા. ૧૯-૨-૨૩ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૧-૨-૨૩ના ૫.૩૦થી ૭. ઠે. સુલોચના શેટી હોલ, સાયન હોસ્પિટલ, ગેટ નં.૭ની સામે, તિવારી બ્રધર્સની પાસે, સાયન (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા, હાલ મુંબઈ સ્વ. કમળાબેન નરસિદાસ હરજીવનદાસ મહેતાના પુત્ર રમણીકલાલ મહેતા (ઉં. વ. ૮૩) રવિવાર ૧૯-૦૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે વસુમતીબેનના પતિ. અશ્ર્વિન, યોગેશ, નિરવ અને ગૌરવના પિતાશ્રી. અ. સૌ. નિશા, હેતલ, ગાયત્રી અને મોનાના સસરા. સ્વ મગનલાલ તથા રસીકલાલ અને સ્વ દમયંતીબેન વસંતરાય, સ્વ ઈલાબેન હસમુખરાય, અ. સૌ. ચેતનાબેન વિનોદરાયના ભાઈ. તેઓ બગદાણાવાળા મણિલાલ માધવજીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મેઘવાળ
ગામ વાંગદરા હાલ ભાયંદરના સ્વ. હીરાલાલ રાઠોડ (ઉં. વ. ૬૨) તા. ૧૭-૦૨-૨૩ ના અવસાન પામેલ છે. સ્વ. કલુઆઈ સ્વ. આપાભાઈ ટીડાભાઇ રાઠોડના પુત્ર, સ્વ પ્રેમજી રાઠોડના ભાઈ. નલિનીના પતિ. શિતલ, આશિષ, રાહુલના પિતા. સ્વ. દેવીઆઈ લાખાભાઇ ચાવડા (સુરત)ના જમાઈ. હેતલના સસરા. તેમની બારમાની વિધી તા. ૨૧-૦૨-૨૦૨૩ ના ૫.૦૦ ઠે. શ્રીમતી ઘીસીબાઇ જેઠુદાસજી વૈષ્ણવ સમાજ ભવન, વેંકટેશ પાર્ક, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ).
હાલાઇ લોહાણા
મુંબઈ અહમદનગર નિવાસી હાલ બેંગ્લોર ગં. સ્વ મંજુલાબેન ગીરીશભાઈ પુજારા (ઉં. વ. ૭૯) તે ૧૨/૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ગીરીશભાઈ લલ્લુભાઇ પુજારાના ધર્મપત્ની. રાજ, પ્રશાંત તથા રશ્મિ જયંત ઠાકુરના માતુશ્રી. સંયોગિતા, પ્રીતિ, જયંત ઠાકુરના સાસુ. દિપક, હંસા, ભાનુ, પ્રમીલા, સારદુ, વર્ષા, સરોજ, મયૂરીના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
અ. સૌ. પુષ્પાબેન (ઉં. વ. ૮૪) ગામ ફરાદી, કચ્છ નિવાસી હાલ ઘાટકોપર, તેઓ જેઠાલાલ માધવજી ત્રિવેદીનાં પત્ની. વિનોદ, હરેન્દ્ર, હીતેશ, મધુબેન દીપક કુમાર ઓઝાના માતુશ્રી. ભાવનાબેન, સ્વ. પ્રીતી, આશાના સાસુ. દીશીતા, સ્નેહા, હેતલ, પૂર્વી, સ્વાતિ, હીના, મંથનના દાદી ૧૯/૦૨/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે તેમની પ્રાર્થનાસભા ૨૩/૨/૨૩ ગુરુવાર ૪.૦૦ થી ૦૫.૩૦ બ્રાહ્મણ સમાજ હોલ, પહેલે માળે,જોશી લેન,ઘાટકોપર ઇસ્ટ.
દશનામ ગોસ્વામી
કચ્છ ગામ તેરા હાલે મુલુંડ લલીત ગીરી હેમગીરી (ઉં. વ. ૬૭ ) સ્વ. તુલસાબેન હેમગીરીના નાના પુત્ર. કલાબેનના પતિ. પ્રહલાદ ગીરી અને સ્વ. પ્રવીણગીરીના નાના ભાઈ. ગામ કચ્છ વિંજાણ હાલે ઘાટકોપર પ્રેમીલાબેન લક્ષ્મણગીરીના મોટા જમાઈ. પરેશગીરી અને જયદીપગીરીના પિતા. પ્રફૂલ્લાબેન અને શિલ્પાબેનના સસરા. તા. ૧૯.૦૨.૨૩ ના કૈલાશવાસ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૧.૦૨.૨૦૨૩ ૪ થી ૫ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, મુલુંડ વેસ્ટ આર. આર. ટી રોડ . (લૌકિક વ્યવહાર બંધ છે).